વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 666 ) મારાં સ્વ-રચિત વિચાર મુક્તકો ……મારી નોધપોથીમાંથી …

માનવ મનમાં રોજે રોજ કેટ કેટલા વિચારો આવે છે અને પસાર થઇ જતા હોય

છે ! સ્નાન કરતાં સાબુની ગોટી હાથમાંથી સરકી જાય એમ સ્તો !

માનવ, મન અને મનન અન્યોન્ય જોડાયેલાં હોય છે .

દરેક સર્જનનું મૂળ વિચાર છે અને વિચાર મન-મગજની પેદાશ છે.

મારા વિચાર મંથનના નવનીત સમાં ,મન-મગજમાંથી એ જતાં રહે

એ પહેલાં મારી નોંધપોથીમાં ટપકાવી લીધેલાંમાંથી કેટલાંક મુક્તકો

આજની પોસ્ટમાં મુક્યાં છે .આશા છે આપને એ વાચવાં –વિચારવાં ગમશે.

વિનોદ પટેલ

 Mari nodh Pothi

માનવ ઉડીને આજે પહોંચ્યો, મંગળના ગ્રહમાં ,ઉંચે અવકાશમાં ,

ના ચઢ્યો ,ખબર પૂછવા ,દુખી પડોશીના ઘરનાં, બે પગથીયાં .

================

સ્ત્રીઓને બસ ચાહતા રહો, બહુ સમજવાની જરૂર નથી,

પુરુષોને બસ સમજતા રહો,આપો આપ ચાહવા લાગશો.

===================

દુખો સહન કરી કરી , એ સહન કરવાની આદત પડી છે,

સુખો મળે છે એમાં ય ,દુઃખોની દહેશત લાગવા માંડી છે !

=====================

આમ તો જગતમાં રોજ લાખો લોકો મૃત્યુથી મરતાં હોય છે,

ઘરે મૃત્યુ દસ્તક દે ત્યારે જ, મૃત્યુની વિકરાળતા દેખાય છે. 

===================

સુરજ રોજ ઉગે છે એક સરખો પૂર્વ દિશામાં બધે,

પરંતુ નઝારો સવારોનો કેવો જુદો જુદો દીસે બધે,

પશ્ચિમમાં પાણી દુકાળ હોય તો પૂર્વમાં હોય ઘોડાપુર,

પર્યાવરણની ખૂબીઓ જોઈને આ બધી, અજબો ગજબ,

વિચાર આવે,ઓ પ્રભુ,તારી લીલાઓ કેટલી અગમ છે !

=================

જિંદગીમાં ધાર્યો બદલાવ જો તમે ચાહતા હો તો,

સંજોગો પ્રત્યેનો તમારો અભિગમ બદલવો જ પડે.

=====================

સદા વહી રહેલા જીવન પ્રવાહની આ અજબ કમાલ  છે !

વૃધ્ધાવસ્થામાં ચહેરાનો નકશો કેટલો બદલાઈ જાય છે !

==================

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી

પણ જો જવાબ ટૂંકમાં આપું તો ,આ જિંદગી શું નથી !

=================

દુખ પછીનું સુખ, ખુશી લઈને આવે છે,

હાર પછીની જીત જ ગૌરવ અપાવે છે .

======================

મારી દિલી પ્રાર્થનાના પોકારથી પ્રભુ દુર નથી રહ્યો,

કર ગ્રહી, માર્ગદર્શક બની, એ જ મને સદા દોરી રહ્યો,

જીવન માર્ગ મારો ખાડા ટેકરાવાળો વિકટ ભલે રહ્યો ,

માર્ગના દરેક પગલે, મારી સાથે, પ્રભુ તું ચાલી રહ્યો.

===================.

પ્રભુ ,હું છું એક અદનો પામર મનુષ્ય ,

તું જ સંભાળી રહ્યો છે મારી આયુ દોર,

જેમ જીવાડે ત્યાં સુધી મારે જીવવું છે,

અને પછી તારામાં જ ભળી જવું છે.

===========

નથી મને કોઈ મહેચ્છાઓ સો વર્ષ જીવી જાઉં એવી,

થોડા વરસોની ભલેને હોય , જિંદગી હોય ખુશી ભરી.   

 

વિનોદ પટેલ

 

9 responses to “( 666 ) મારાં સ્વ-રચિત વિચાર મુક્તકો ……મારી નોધપોથીમાંથી …

 1. smdave1940 March 15, 2015 at 11:53 PM

  સ્ત્રીઓને બસ ચાહતા રહો, બહુ સમજવાની જરૂર નથી,

  પુરુષોને બસ સમજતા રહો,આપો આપ ચાહવા લાગશો.

 2. ramimaulik March 15, 2015 at 11:38 PM

  superb!! Do share if you have personal website!!

 3. pravinshastri March 1, 2015 at 9:02 AM

  જીવન નવનીત.

 4. Hemant Bhavsar February 28, 2015 at 6:48 PM

  Thank you Vinodbhai for sharing a different flavor of thoughts , Positive and all are touching the hearts , Thanks again

 5. સુરેશ જાની February 28, 2015 at 3:40 PM

  સ્નાન કરતાં સાબુની ગોટી હાથમાંથી સરકી જાય એમ સ્તો !
  છેલ અને છબો !!!

 6. pragnaju February 28, 2015 at 2:11 PM

  સુંદર વિચારકણીકાઓ
  આ વધુ ગમી
  જિંદગીમાં ધાર્યો બદલાવ જો તમે ચાહતા હો તો,
  સંજોગો પ્રત્યેનો તમારો અભિગમ બદલવો જ પડે

 7. vimala February 28, 2015 at 12:46 PM

  આમ તો દરેક વિચાર મુક્તક ગમી ગયા, પણ આ મુક્તક કઈંક વધારે જે સ્પર્શી ગયું:

  “સુરજ રોજ ઉગે છે એક સરખો પૂર્વ દિશામાં બધે,

  પરંતુ નઝારો સવારોનો કેવો જુદો જુદો દીસે બધે,

  પશ્ચિમમાં પાણી દુકાળ હોય તો પૂર્વમાં હોય ઘોડાપુર,

  પર્યાવરણની ખૂબીઓ જોઈને આ બધી, અજબો ગજબ,

  વિચાર આવે,ઓ પ્રભુ,તારી લીલાઓ કેટલી અગમ છે !”
  અને આ….

  “જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી

  પણ જો જવાબ ટૂંકમાં આપું તો ,આ જિંદગી શું નથી !”

  =================

  =================

  • D. B. Bhavsar March 4, 2015 at 7:28 AM

   विनोदभाई, आपनामां साहित्य प्रत्येनो प्रेम छे, तजग्नता छे अने ते उपरांत प्राप्त थतां साहित्यनी ल्हाण अन्य रसिकोने कराववानी जे निस्वार्थ सेवा भावना छे ते खरेखर प्रसंशनीय छे. परदेशमां निवृत्त जीवन जीवता वयस्को माटे सवार आपना मेईलनी लईने पड़े छे एम करुं तो खोटुं नहीं. आपना स्वरचित काव्यो माणवानो आनंद थयो.
   धनेशभाई भावसार (केनेडा)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: