સુખ કોને નથી જોઈતું ? સૌને સુખ અને ખુશી જોઈએ છે. જગતના લોકોની ઉંદર દોડ હમેશાં સુખ પ્રાપ્ત કરવા પાછળની રહી છે અને લોકો એના માટે દેશ મુકીને વિદેશની ખેપ કરતા હોય છે.આપણે સૌ પેલા કસ્તુરી મૃગ જેવા છીએ.કસ્તુરી મૃગ સુગંધનું સુખ મેળવવા આખા વનમાં ભટકે છે પણ એ જાણતું નથી કે સુગંધ તો એની નાભિમાં જ હોય છે !
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
– મનોજ ખંડેરિયા
ખુશીના માહોલમાં હસતા નાચતા આ બે હોલીવુડના કલાકારો જુઓ !
૨૦મી માર્ચના દિવસે દર વરસે સુખના આંતરરાષ્ટ્રીય દિવસ International Day of Happiness તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ 28 જૂન 2012 ના રોજ ઠરાવ કરીને દુનિયા આખીએ દર વર્ષની 20મી માર્ચનાં દિવસને ખુશીના દિવસ તરીકે ઉજવવો એવું નક્કી કર્યું હતું.
અમેરિકાના બંધારણમાં પણ પર્સ્યુટ ઓફ હેપ્પીનેસ એટલે કે સુખ પ્રાપ્ત કરવાનો અધિકાર એ બીજા અધિકારો સાથે એક મૂળભૂત જન્મ સિદ્ધ અધિકાર મનાયો છે . સુખ મેળવવાની શોધમાં જ દુનિયાના દેશોમાંથી લોકો અમેરિકામાં આવવા માટે આતુર હોય છે.
Pharrell Williams એ અમેરિકાનો પ્રખ્યાત ગાયક છે.સુખના આંતરરાષ્ટ્રીય દિવસ ઉપર United Nations ના એના એક પ્રોગ્રામમાં એ આ દિવસની અગત્યતા અને એના ઈતિહાસ વિષે એ બાળકો સમક્ષ વાત કરતો બતાવ્યો છે .19 માર્ચ, 2015 ના રોજ પ્રકાશિત આ વિડીયોનો સંદેશ પ્રેરક છે .
Pharrell Williams – International Day of Happiness
તમને પ્રશ્ન થશે કે સુખ માટેનો એક જ દિવસ શા માટે ? સુખ તો રોજે રોજ મેળવવાનું હોય .જાણીતા અખબારના કતાર લેખક શ્રી પરેશ પિ.વ્યાસનો આ આ વિષેનો એક સરસ લેખ મને ગમ્યો . આ લેખને શ્રી પરેશ વ્યાસ,સુ.શ્રી. પ્રજ્ઞાબેન વ્યાસ અને એમના બ્લોગ નિરવ રવે ના આભાર સહીત નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો.આ પ્રેરક લેખ તમને પણ ગમશે.
“Happy”song by Pharrell Williams (Official Music Video)
આ પોસ્ટના સંદર્ભમાં ‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ તરીકે વિશ્વમાં જાણીતા હિમાલયની તળેટીમાં રહેતા બૌદ્ધ સાધુ મેથ્યુ રિચર્ડ વિષે અગાઉ વિનોદ વિહારની નીચેની પોસ્ટમાં રસસ્પદ માહિતી આપવામાં આવી છે .
વિસ્કોન્સીન યુનિવર્સીટીના રીસર્ચ તજજ્ઞોએ દલાઈ લામાના જમણા હાથ જેવા શિષ્ય આ બૌદ્ધ સાધુ ઉપર મનોવૈજ્ઞાનિક પ્રયોગો કર્યા એ પછી એમને જગતના સૌથી સુખી વ્યક્તિનું બિરુદ આપ્યું હતું. સુખ વિશેના સુ.શ્રી પીન્કી દલાલનાએક સરસ લેખ સાથે આ સુખી બૌધ સાધુ વિષેની આ રહી એ પોસ્ટ.
સુખ એ શું છે અને એને કેવી રીતે મેળવી શકાય એના વિષે આ બૌદ્ધ સાધુએ TED સંસ્થા સમક્ષ હિમાલયનાં અદભૂત દ્રશ્યો સાથે આપેલ પ્રેરક પ્રવચનનો વિડીયો ઉપરની પોસ્ટમાં છે એને અહીં ફરી સાંભળવા જેવો છે.
Matthieu Ricard: The habits of happiness.
Happiest Video EVER!
“If we could live happy and healthy lives without harming others… why wouldn’t we?”
ફક્ત મનુષ્યો જ નહિ, પ્રાણીઓ અને પક્ષીઓ પણ એમના સુખની લાગણીઓ માણસોની જેમ જ કુદકા મારી વ્યક્ત કરતાં હોય છે.આ વિડીયો જોઇને તમને એની ખાતરી થઇ જશે.પ્રાણીઓ જો સુખી અને ખુશી થઇ શકતાં હોય તો મનુષ્યો કેમ નહિ ?
ચોટીલામાં જન્મેલા અને સાવજ સમી પ્રકૃતિને સાંગોપાંગ રાખનાર ઝવેરચંદ મેઘાણીનું નામ સંભાળતા જ સાહિત્યપ્રેમીઓના હૈયામાં રંગતરંગ થઇ જાય છે.
Sahradayi Modi
PRATILIPI નાં સુ.શ્રી સહૃદયી મોદીએ એમની વેબ સાઈટ ઉપર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના શબ્દ સંસારની નીચેની સુપ્રસિદ્ધ નવલકથાઓ /વાર્તાઓ વાચકો માટે પ્રસિદ્ધ કરી છે .
મારા મુંબઈ નિવાસી નેટ મિત્ર શ્રી યોગેશ કાણકિયાએ રામનવમી પર્વ નિમિત્તે ખાસ તૈયાર કરીને ભગવાન શ્રી રામનાં સરસ ચિત્રો અને M. S. Subbulakshmi એ ગાયેલ રામભજન સાથેની
એકppsx મોકલી આપી છે .
તમને એ જરૂર ગમે એવી છે.
Relax & Enjoy the PPS…
Keep your speakers ON, Auto advancing
The Ram Bhajan in this ppsx is sung by Legendary singer M. S. Subbulakshmi & is one of the rare songs. This was sung somewhere in fifties and was aired many a times in late fifties on Radio Ceylon in the morning at 7:50 AM
રામનવમીના આ પવિત્ર પર્વ પર નીચેની લીંક ઉપર ક્લિક કરી આ રામભજન નું શ્રવણ
યોગાનુયોગે ભગવાન શ્રી રામચન્દ્રજીનો જન્મ દિવસ એટલે કે ચૈત્ર સુદ નવમી- રામ નવમી -એ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ જન્મ દિવસ છે ,જેને હરી જયંતિ તરીકે મનાવવામાં આવે છે .
દેશ વિદેશમાં એકાંતિક ધર્મનો પસાર અને પ્રચાર કરવા માટે જેમનું પ્રાગટ્ય થયું હતું એ સ્વામીનારાયણ ભગવાનના જન્મ દિવસ ને- હરી જયંતિને – એમના અનુયાયીઓ ભજન કીર્તન અને અવનવા કાર્યક્રમોનું આયોજન કરી મનાવે છે .
અગાઉ ૨૦૧૪ ની રામનવમી/હરી જયંતીની નીચેની પોસ્ટમાં મુકેલ વિડીયો માં હરી કીર્તન સાંભળવા મળશે.
મહાત્મા ગાંધીના જન્મ દિવસ , ૨, ઓક્ટોબર – ૨૦૧૩ના રોજ ‘ઓન લાઈન શાળા ‘ નો એક પ્રયોગ સુ.શ્રી હિરલ શાહએ મિત્રો અને વડીલોના સહકાર અને આશીર્વાદથી શરૂ કર્યો હતો. આ ઓન લાઈન શાળાનું નામ હતું ” ઈ-વિદ્યાલય “.
શરૂઆત થતાં જ થોડા સમયમાં યુટ્યુબ ચેનલ પર ૧ લાખથી વધુ અને વેબસાઇટને ૧.૫ લાખથી વધુ વિઝીટ મળી અને ત્યારબાદ મુલાકાતીઓનો સતત વધારો થયા જ કરે છે.
ઈ-વિદ્યાલય શું છે એ જાણવા આ પ્રતિક પર ‘ક્લિક’ કરો.
અગાઉ વિનોદ વિહારમાં નીચેની બે પોસ્ટમાં બેન હિરલ શાહ અને એમના સ્વપ્નના સર્જન ઈ-વિદ્યાલયનો પરિચય આપવામાં આવ્યોછે.
હિરલે છેલ્લે ઉમેર્યું હતું “દરેક જણ જે ઇવિદ્યાલય પ્રોજેક્ટ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. તે સર્વેનો દિલથી આભાર.”
હવે આ શાળાનું વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે; અને નજીકના ભવિષ્યમાં એનો નવો અવતાર આવી રહ્યો છે. ઘણા બધા નવા પ્રયોગો, સવલતો, ક્ષિતિજો સાથે. આ શુભ કાર્યને બીરદાવતો / આવકારતો એક લેખ ‘ ગુજરાત ગાર્ડિયન’ માં શ્રીમતિ કલ્પનાબેન દેસાઈએ લખ્યો છે .આ લેખને એમના આભાર સાથે નીચેના ચિત્ર પર ક્લિક કરી વાંચવા માટે વિનંતી છે .
આ લેખમાંથી લીધેલો એક ફકરો ….
ઘણા એવા ગુજરાતી ભાઈઓ અને બહેનો હશે- જેમની પાસે થોડોક પણ ફાજલ સમય હશે- નિવૃત્ત વયસ્કો, શિક્ષિત ગૃહિણીઓ, વેકેશનમાં શું કરવું એવી મુંઝવણ વાળા કિશોર /કિશોરીઓ / યુવાનો / યુવતિઓ. એ સૌને આ યજ્ઞ કાર્યમાં યથાશક્તિ ફાળો આપવા વિનંતી છે. અને જેમની પાસે આવો ફાજલ સમય ન હોય; અને છતાં થોડાક ‘લાંબા’ થઈ આમાં મદદ કરવા મન થાય; તેમનો તો વિશેષ આભાર જ માનવો પડે.
તમારી વેબ સાઈટ પર ઈ-વિદ્યાલયનો લોગો મુકીને
શૈક્ષણિક વિડિયો/ સોફ્ટવેર સંબંધી મદદ કરીને
ગુજરાતની શાળાઓ અંગે માહિતી આપીને
આર્થિક સહયોગ આપીને
આ શુભ કાર્યના સમાચાર તમારા મિત્રો/ સંબંધીઓને પહોંચાડીને
“પરંતુ … પરંતુ, બીજા દિવસે તો જાણે ગામ આખાયમાં જાદુઈ લાકડી ફરી વળી. પંચાયતના સરપંચે રાજીનામું આપી દીધું. ડેપ્યુટી સરપંચના અધ્યક્ષપણે પંચાયત સભામાં ઘરવેરાના તોતિંગ વધારા માટેની દરખાસ્તને મુલતવી રાખવાનો ઠરાવ થયો, તલાટી સમયસર નોકરીએ આવી ગયો, શિક્ષકો સમય પહેલાં નિશાળમાં પહોંચી ગયા, ટ્યુશનિયા શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાલીઓને હાથ જોડીને ટ્યુશનો છોડી દીધાં. સફાઈ કર્મચારીઓએ ગામ આખાયના રસ્તા ચોખ્ખાચટ કરી દીધા, પાનબીડીના ગલ્લાવાળાઓએ અને તમામ દુકાનદારોએ ડસ્ટબિનની વ્યવસ્થા કરી દીધી. રસ્તામાં રખડતાં ઢોર તેમના માલિકોના ખીલે બંધાઈ ગયાં, જિલ્લા મથકેથી કૂતરાંના ખસીકરણ માટેની ગાડી સ્ટાફ સાથે આવી ગઈ, લોકોનાં ઘરોમાં શોષકૂવાઓ છતાં વપરાશનું પાણી જે રસ્તા ઉપર આવતું હતું તે બંધ થઈ ગયું, પંચાયતના ટ્યુબવેલનું પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં આપવા માટેનું શરૂ થઈ ગયું. સ્ટ્રીટ લાઈટનાં બંધ બલ્બ અને ટ્યુબલાઈટો બદલાઈ ગયાં.
“નટવરલાલ જે અત્યાર સુધી માત્ર ‘કાયદે-આઝમ’ તરીકે જ ઓળખાતા હતા; તે હવે સત્તાવાર રીતે ‘બાકાયદા કાયદે-આઝમ’ તખલ્લુસની ઓળખ પામ્યા, અખબારોએ આ ઘટનાની નોંધ લીધી, આખા ય પરગાણામાં તેમની વાહવાહ થઈ રહી અને ઠેકઠેકાણે એમનાં ખૂબખૂબ માનસન્માન થયાં.
“હવે તો એમનો ‘કાયદો’ શબ્દનો તકિયાકલામ પણ પહેલાં કરતાં ખૂબ વધી ગયો હતો !”
આ નટખટ નટવરલાલ ની આખી મજાની કથા વાંચવા માટે તો તમારે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને શ્રી વિપુલ કલ્યાણીના જાણીતા બ્લોગ ઓપીનીયન મેગેજીનમાં પહોંચી જવું પડે .
શ્રી વલીભાઈ મુસાનો પરિચય
શ્રી વલીભાઈ મુસા (વિલિયમ )-“વલદા”
શ્રી વલીભાઈ મુસા (વિલિયમ) -વલદા’ ને હું રૂબરૂ કદી મળ્યો નથી પણ એમના હાસ્ય લેખો,વાર્તાઓ,અને હાસ્ય-હાઈકુમાં ચમકી ઉઠતી એમની હાસ્ય પ્રકૃતિ અને બુદ્ધિ પ્રતિભા , એમના સરળ મળતાવડા સ્વભાવ વિશેના મિત્રોના અભિપ્રાય અને એક સરખા સાહિત્ય રસથી તેઓ એક મળવા જેવા સજ્જન છે એમ મને હમેશાં લાગ્યું છે.
શ્રી વલીભાઈના બ્લૉગ ‘વલદાનો વાર્તાવૈભવ’ માં એમણે એમની પસંદગીની ‘મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ’ મૂકી છે, જે નીચેની લીંક ઉપર ક્લિક કરીને સૌએ વાંચવા જેવી છે.,
Our monthly report is attached here in the link. This data is related to the content you have published by yourself. Once again a hearty congratulations to all of you on behalf of entire Pratilipi family.
पिछले महीने कई लेखकों ने प्रतिलिपि के मंच पर अपने साहित्य को खुद से प्रकाशित किया और पाठकों ने इस साहित्य का दिल से स्वागत किया। हमें कई पाठकों के बधाई हेतु ई- मेल प्राप्त हुए। प्रतिलिपि के मंच पर खुद से साहित्य जोड़नेवाले सभी लेखकों को प्रतिलिपि के पाठकों एवं समग्र परिवार की ओर से हार्दिक शुभकामनाए।
प्रतिलिपि के मंच पर खुद से प्रकाशित होने वाले तथा सबसे ज्यादा पढ़े जानेवाले दस लेखकों के बारे में एक रिपोर्ट :
બેંગ્લોર સ્થિત સોશિયલ નેટ વર્કિંગ સંસ્થા પ્રતિલિપિ ભારતીય ભાષા- સાહિત્ય ને પ્રોત્સાહન આપવા માટે આજે સુંદર કામગીરી બજાવી રહી છે અને એની વાચકોની સંખ્યામાં ઘણો જ વધારો થતો જાય છે .આખી પ્રતિલિપિ ટીમને આવી સુંદર પ્રગતી દર્શાવવા બદલ ધન્યવાદ ઘટે છે.
વાચકોના પ્રતિભાવ