Daily Archives: માર્ચ 15, 2015
-

-
નારાયણભાઈ મ. દેસાઈ
24 ડિસેમ્બર 1924 – 15 માર્ચ 2015
પ્રખર ગાંધીવાદી,ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ , પ્રબુદ્ધ સાક્ષર,ગાંધી કથાકાર નારાયણભાઈ મહાદેવભાઈ દેસાઈ નું તારીખ ૧૫ મી માર્ચ ,૨૦૧૫ની વહેલી સવારે ૪-૩૦ વાગે વેડછી આશ્રમ ખાતે એમની ૯૧ વર્ષની વયે દુખદ નિધન થયું હતું.
ફૂલછાબ અખબારના સૌજન્યથી એમની નીચેની લીંક ઉપર વિગતવાર સમાચાર અને સ્વ.નારાયણ દેસાઈની જીવન ઝરમર આપેલી છે એ વાંચશો.
મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના જાણીતા બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં સ્વ. નારાયણભાઈ દેસાઈનો માહિતી સભર પરિચય વિડીયો સાથે કરાવ્યો છે એને એમના આભાર સાથે નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચશો.
જીવન અંજલી થાજો
મારું જીવન અંજલી થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યાનું જળ થાજો
દીન દુઃખિયાના આંસુ લ્હોતા
અંતર કદી ન ધરાજો……મારું જીવન
સતની કંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો;
ઝેર જગતના જીરવી જીરવી
અમૃત ઉરના પાજો…….મારું જીવન
વણથાક્યા ચરણો મારા
નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પન્દને
તારું નામ રટાજો……….મારું જીવન
વમળોની વચ્ચે નૈયા મુજ
હાલક ડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો
ના કદીયે ઓલવાજો……મારું જીવન.
– કરસનદાસ માણેક
==============
પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને પરમ
શાંતિ અર્પે એવી અભ્યર્થના
સ્વ.ના .મ.દેસાઈને હાર્દિક શ્રધાંજલિ
વિશેષ વાંચન …..
સૌજન્ય- ઓપીનીયન મેગેઝીન, શ્રી વિપુલ કલ્યાણી
છબી એક ,સ્મરણો અનેક વિષય ઉપર સહિયારું સર્જન-ગદ્ય અને શબ્દોનું સર્જન તરફથી માગવામાં આવેલ છબી આધારિત સાહિત્ય રચનાઓના જવાબમાં મોકલેલ મારી એક અછાંદસ કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે.
છબી એક ,સ્મરણો અનેક
પ્રિયતમને દ્વાર ….અછાંદસ
લગ્નના શણગાર સજી ,હાથમાં શ્રીફળ ગ્રહી,
આવી ઉભી છે બારણે કન્યા તૈયાર બની.
વિચારોનો વંટોળ જામ્યો છે એના ચિત્તમાં,
યાદો પિતૃ ગૃહની મનમાં ધસી આવે આજે,
આ દિવસ માટેતો ગોરમા પૂજ્યાં હતાં,
છતાં દીલમાં ઉદાસી કેમ પિતૃ ગૃહ છોડતાં.
મિશ્ર ભાવો આજે ઉમટ્યા છે એના ચિત્તમાં,
સુખ-દુખની મિશ્ર લાગણીઓ છે દિલમાં,
માવતર મૂકી નવાં માવતર બનાવવાનાં છે,
પતિ સાથેનો ભાવી રાહ સાથે કંડારવાનો છે.
કેવી રહેશે નવી જિંદગીની એ નવી મજલ?
પિયરનો પ્રેમ ફરી મળશે કે નહિ મળે?
આશાઓ જરૂર છે,કેમ નહી મળે ત્યાં પણ?
છતાં મનમાં છે આશંકાઓ દિલમાં અવનવી.
સૌ સારું વાનું જ થશે એવી મહેચ્છાઓ સાથે,
દિલમાં થતી અનેક મિશ્ર લાગણીઓ સાથે,
આજે તો ઉભી છે આ લગ્નોત્સુક કન્યા,
આવી દ્વારે,રાહ જોતી,હાથમાં શ્રીફળ લઇ.
વિનોદ પટેલ,સાન ડીયેગો,કેલીફોર્નીયા
વાચકોના પ્રતિભાવ