વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 680 ) પ્રખર ગાંધીવાદી નારાયણ દેસાઈનું વેડછી ખાતે દુખદ નિધન … શ્રધાંજલિ

નારાયણભાઈ મ. દેસાઈ 24 ડિસેમ્બર 1924 - 15 માર્ચ 2015

નારાયણભાઈ મ. દેસાઈ

24 ડિસેમ્બર 1924 – 15 માર્ચ 2015

પ્રખર ગાંધીવાદી,ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ , પ્રબુદ્ધ સાક્ષર,ગાંધી કથાકાર નારાયણભાઈ મહાદેવભાઈ દેસાઈ નું તારીખ ૧૫ મી માર્ચ ,૨૦૧૫ની વહેલી સવારે ૪-૩૦ વાગે વેડછી આશ્રમ ખાતે એમની ૯૧ વર્ષની વયે દુખદ નિધન થયું હતું.

ફૂલછાબ અખબારના સૌજન્યથી એમની નીચેની લીંક ઉપર વિગતવાર સમાચાર અને સ્વ.નારાયણ દેસાઈની જીવન ઝરમર આપેલી છે એ વાંચશો.

પ્રખર ગાંધીવાદી નારાયણ દેસાઈનું  નિધન

 

મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ  એમના જાણીતા બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં સ્વ. નારાયણભાઈ દેસાઈનો માહિતી સભર પરિચય વિડીયો સાથે કરાવ્યો છે એને એમના આભાર સાથે નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચશો.

નારાયણ દેસાઈ -Narayan Desai 

 

જીવન અંજલી થાજો

મારું જીવન અંજલી થાજો,

ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યાનું જળ થાજો
દીન દુઃખિયાના આંસુ લ્હોતા
અંતર કદી ન ધરાજો……મારું જીવન

સતની કંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો;
ઝેર જગતના જીરવી જીરવી
અમૃત ઉરના પાજો…….મારું જીવન

વણથાક્યા ચરણો મારા
નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પન્દને
તારું નામ રટાજો……….મારું જીવન

વમળોની વચ્ચે નૈયા મુજ
હાલક ડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો
ના કદીયે ઓલવાજો……મારું જીવન.

– કરસનદાસ માણેક

==============

પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને પરમ

શાંતિ અર્પે એવી અભ્યર્થના 

સ્વ.ના .મ.દેસાઈને  હાર્દિક શ્રધાંજલિ  

વિશેષ વાંચન …..

સૌજન્ય- ઓપીનીયન મેગેઝીન, શ્રી વિપુલ કલ્યાણી 

સાહિત્યિક સભાનતાને ઢંઢોળનારા નારાયણ દેસાઈ

6 responses to “( 680 ) પ્રખર ગાંધીવાદી નારાયણ દેસાઈનું વેડછી ખાતે દુખદ નિધન … શ્રધાંજલિ

 1. Pingback: ( 681 ) ગાંધીજીને સમજવાની અને સમજાવવાની એક તડપ નારાયણભાઈમાં હતી…શ્રી રમેશ ઓઝા

. | વિનોદ વિહાર

 2. ગોવીન્દ મારુ માર્ચ 17, 2015 પર 1:54 એ એમ (AM)

  સદ્ ુતને ભાવભરી અંજલી..

 3. pragnaju માર્ચ 16, 2015 પર 4:57 એ એમ (AM)

  અમારા વૅડછીના શિક્ષણકાર્ય દરમિયાન નારાયણ દેસાઈએ જન્મજાત શિક્ષક વિનોબાને પ્રશ્ન પૂછેલો કે, વર્ગમાં બાળકોને ભણાવીએ છીએ ત્યારે ઉત્તમ, મધ્યમ ને સામાન્ય કક્ષાનું વૈવિધ્ય હોય છે, તો શિક્ષકે કોનું ધ્યાન રાખીને ભણાવવું ? ત્યારે વિનોબાનો આગવી શૈલીમાં જવાબ મળ્યો:
  તત્વજ્ઞાની ઉત્તમોને ધ્યાનમાં રાખે છે.
  સમાજશાસ્ત્રી મધ્યમોને ધ્યાનમાં રાખે છે.
  સમાજસેવક સામાન્યોને ધ્યાનમાં રાખે છે.તેમની આ વાત ભૂલાતી નથી જ્યારે પ્રશ્ન થાય કે કોની સાથે ચાલવું, તો સમાજના સાવ છેવાડે ઊભેલા માણસને યાદ રાખી પોતાના કામને તપાસવું. નારાયણભાઈના જીવનમાં પણ આ છેવાડાનો માણસ પલાંઠી વાળીને બેઠેલો. એટલે જ વિનોબાના ભૂદાનયજ્ઞ દ્વારા રાષ્ટ્રના સૌથી છેવાડાના ગરીબ ભૂમિહીનોને ભૂમિ પહોંચાડવાના ક્રાંતિકાર્યમાં લાગી ગયા અને ભૂદાનનો વિચાર ફેલાવવા વિચાર-પત્રની જરૂર હતી. તેથી પ્રબોધ ચોકસી ને ચુનીભાઈ વૈદ્ય સાથે ખભેખભો મિલાવી ‘ભૂમિપુત્ર’નાં મંગળાચરણ કર્યાં.
  દેશભરમાં અહિંસા અને શાંતિ માટે ગાંધી કથા શરૃ કરી હતી. ગાંધી કથામાં શાંતિમય જીવનનું ધ્યેય મુખ્ય હતાં. નારાયણભાઇ દેસાઇએ દેશભરમાં અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ ૧૧૮ ગાંધી કથા કરી હતી.
  નારાયણ દેસાઈનું ‘મહાદેવભાઈની ડાયરી’નું સંકલનકાર્ય અને ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ – આ બે કાર્યો એમના ગયા પછી પણ કાયમ માટે યાદ રહેવાનાં.
  હવે તો …અવસાન પછી એમના અસ્થિ વાલ્મિકી નદીમાં જ પ્રવાહિત થયા. આ એ જ નદી છે જ્યાં મહાત્મા ગાંધીજી ઉપરાંત નારાયણભાઈના ગુરુ એવા જુગતરામ દવે, સ્વ. દેસાઈનાં પત્ની ઉત્તરાબહેનનાં અસ્થિ પણ પ્રવાહિત કરાયા હતા. અફસોસ કે તેમા પણ હાજરી ન આપી શકાઇ અમારી હાર્દીક શ્રધ્ધાંજલી
  ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

 4. ramimaulik માર્ચ 15, 2015 પર 9:36 પી એમ(PM)

  ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: