વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 679 ) છબી એક ,સ્મરણો અનેક ….પ્રિયતમને દ્વાર …અછાંદસ …. વિનોદ પટેલ

છબી એક ,સ્મરણો અનેક વિષય ઉપર સહિયારું સર્જન-ગદ્ય અને શબ્દોનું સર્જન  તરફથી માગવામાં આવેલ છબી આધારિત સાહિત્ય રચનાઓના જવાબમાં મોકલેલ મારી  એક અછાંદસ કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે.

છબી એક ,સ્મરણો અનેક 

પ્રિયતમને દ્વાર ….અછાંદસ 

kanya

લગ્નના શણગાર સજી ,હાથમાં શ્રીફળ ગ્રહી,

આવી ઉભી છે બારણે કન્યા તૈયાર બની.

 

વિચારોનો વંટોળ જામ્યો છે એના ચિત્તમાં, 

યાદો પિતૃ ગૃહની મનમાં ધસી આવે આજે,

આ દિવસ માટેતો ગોરમા પૂજ્યાં હતાં,

છતાં દીલમાં ઉદાસી કેમ પિતૃ ગૃહ છોડતાં.

 

મિશ્ર ભાવો આજે ઉમટ્યા છે એના ચિત્તમાં,

સુખ-દુખની મિશ્ર લાગણીઓ છે દિલમાં, 

માવતર મૂકી નવાં માવતર બનાવવાનાં છે,

પતિ સાથેનો ભાવી રાહ સાથે કંડારવાનો છે.

 

કેવી રહેશે નવી જિંદગીની એ નવી મજલ?

પિયરનો પ્રેમ ફરી મળશે કે નહિ મળે?

આશાઓ જરૂર છે,કેમ નહી મળે ત્યાં પણ?

 છતાં મનમાં છે આશંકાઓ દિલમાં અવનવી.

 

સૌ સારું વાનું જ થશે એવી મહેચ્છાઓ સાથે,

દિલમાં થતી અનેક મિશ્ર લાગણીઓ સાથે, 

આજે તો ઉભી છે આ લગ્નોત્સુક કન્યા, 

આવી દ્વારે,રાહ જોતી,હાથમાં શ્રીફળ લઇ.

 

વિનોદ પટેલ,સાન ડીયેગો,કેલીફોર્નીયા   

આ કાવ્ય રચના સહિયારું સર્જન-ગદ્ય અને શબ્દોનું સર્જન માં પણ પ્રકાશિત થઇ છે .

2 responses to “( 679 ) છબી એક ,સ્મરણો અનેક ….પ્રિયતમને દ્વાર …અછાંદસ …. વિનોદ પટેલ

  1. pragnaju March 15, 2015 at 10:09 AM

    પ્રતીક્ષા રાખી આંખ આશાભરી સાથે સાથે રાહ જોતી હશે
    કોઈ એક અજાણી લગ્નોત્સુક કન્યા કોડભરી -..

    સુંદર છબી રચનાનો સારો પ્રયત્ન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: