ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 683 ) નારી શકતીનો ઉન્મેશ
“દીકરી અને ગાય દોરે ત્યાં જાય ” એવું માનનારો સમય ક્યારનો વીતી ગયો છે. આજે સમાજનો અડધો મહીલા વર્ગ એના હક્કો વીષે વધુ સજાગ અને પુરુષ વર્ગની સાથે ખભે ખભા મીલાવી પ્રગતી કુચ કરી પુરુષ સમોવડી બની ગઈ છે અને એમને આંબી પણ ગઈ છે.હવે એ અબળા નહીં પણ સબળા બની ગઈ છે .
જુઓ, આ વીશે વીલીયમ ગોલ્ડીંગ શું કહે છે .
આજની આ પોસ્ટમાં સમાચાર પત્રોમાંથી વાંચેલા સ્ત્રી શકતીને ઉજાગર કરતા બે સમાચારો પ્રસ્તુત કર્યા છે.
પહેલા સમાચારમાં કટ્ટર મુસ્લીમ દેશ ઈજીપ્તની એક મહીલા પતીના મોત પછી એક બાળકી ના ઉછેર અને ઘર ખર્ચ માટે સ્ત્રી તરીકે ઘર બહાર જઇનેકામ કરી શકતી નથી એટલે પુરુષોની ખરાબ નજરથી બચવા માટે મેં એ પુરુષોનો વેશ ધારણ કરીને ઈજીપ્તનાં એ ગામોમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં એને કોઈ ઓળખતું ન હતું.
બીજા સમાચાર લગ્નના મંડપમાં તેના ભાવી પતીની કવોલીફીકેશન્સ વીશે શંકા જતાં એને ગણીતનો સહેલો જ પ્રશ્ન પૂછે છે. મુરતીયાનો જવાબ ખોટો પડતાં એ લગ્ન મંડપમાંથી લગ્ન કર્યા વિના ઉભી થઇ જાય છે.છે ને સ્ત્રી શકતીનો અજુબો પરચો !
હવે વાંચો આ સમાચાર વિગતવાર ....

મહીલા ઉપર જ્યાર પરીવારના પાલનની જવાબદારી આવે છે ત્યારે મહીલા કંઈ પણ કરી છૂટે છે. ઈજીપ્તની મહીલાએ પતીના મોત પછી પોતાના પરી વારના પાલનની જવાબદારી ઉઠાવી હતી. આ મહીલા પોતાની પુત્રીનું પાલન કરવા માટે 43 વર્ષ સુધી પુરુષ બનીને કામ કરતી રહી હતી. આ મહીલાનું નામ છે સીસા અબૂ દાઓ.
મંગળવારે ઈજીપ્તના લક્સર પ્રાંતની સરકારે અબૂ દાઓના આ સંઘર્ષનું સન્માન કરતા તેને ‘આદર્શ મા’ના એવોર્ડથી સન્માનીત કરી.
64 વર્ષની સીસા અબૂ દાઓના સંઘર્ષની કહાની લગ્નના થોડા સમય પછી શરૂ થઈ હતી. અબૂના પતીનું અચાનક મોત થઈ ગયું. એ સમયે અબૂ ગર્ભવતી હતી. પુત્રીને જન્મ આપ્યા પછી અબૂ સામે જીવન નીર્વાહનું સંકટ ઉભું થઈ ગયું, કેમકે ઈજીપ્તના સમાજમાં મહીલાઓનું કામ કરવું વજીત હતું.
અબૂ દાઓએ તેનો એક રસ્તો નીકાળ્યો. પોતાની પુત્રી હાઉદાના ઉછેર માટે તે પુરુષોનો વેશ પહેરી બહાર કામ કરવા લાગી. તેણે ઈંટો બનાવવી અને બૂટ પોલીશ કરવી જેવા કામ કર્યા. ઘણાં વર્ષોની મહેનત પછી અબૂ દાઓએ પુત્રીના લગ્ન કર્યા, પરંતુ સંઘર્ષ પૂરો ન થયો.
જમાઈ બીમાર રહેવાને લીધે અબૂ દાઓને કામ ચાલુ રાખવું પડ્યું. ઘરની એકમાત્ર કમાઉ સભ્ય હોવાને કારણે તે હજુ પણ કામ કરે છે. તેની પુત્રી જણાવે છે કે, સ્ટેશન પર બૂટ પોલીશ માટે તે સવારે છ વાગ્યે ઉઠી જાય છે. તે પણ પોતાની માની મદદ કરે છે અને તેનો સામાન લઈ જાય છે.
પોતાના સંઘર્ષને યાદ કરતા અબૂ દાઓએ જણાવ્યું કે, ‘પુરુષોની ખરાબ નજરથી બચવા માટે મેં પુરુષોનો વેશ ધારણ કરવાનો નીર્ણય કર્યો. મેં તેમના જેવા કપડાં પહેરવાનું અને પછી એ ગામોમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં મને કોઈ ઓળખતું ન હતું.’
સાદો સરવાળો ન આવડયો એટલે કન્યા લગ્નના મંડપમાંથી પાછી ફરી ગઈ

લખનૌ, તા. ૧૮
ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લાના એક ગામમાં એક કન્યાને તેના ભાવી પતિની કવોલીફીકેશન્સ વિશે શંકા જતા તેણે લગ્નના મંડપમાં જ તેને ગણીતનો સવાલ પૂછયો હતો.
તેણે પૂછયુ ૧૫માં ૬ ઉમેરે તો કેટલા થાય? રામબરન નામના મૂરતીયાએ કહ્યું, ૧૭. જવાબ છે ૨૧.
પેલી કન્યા ભડકીને તરત જ લગ્નના મંડપમાંથી ઉભી થઈ ગઈ અને મૂરતીયાને ત્યાં જ પડતો મુકી લગ્ન કર્યા વગર વાડીમાંથી ઘરભેગી થઈ ગઈ હતી.
સાભાર … અકિલા
સુ.શ્રી પારુલ ખખ્ખર રચીત સ્ત્રી શકતી વીશેની એક કાવ્ય
રચના અત્રે પ્રસ્તુત છે.
સ્રી • પારુલ ખખ્ખર
એ છે અબળા, એ છે શક્તિ, એ તો છે મર્દાની,
નોખા નોખા રૂપે આખર એ તો એ રહેવાની.
એક હતી એવી બડભાગી શામળિયાની અંગત,
રાણી કહી દો, દાસી કહી દો, કહી દો પ્રેમદિવાની. (મીરાં)
એક હતી ધગધગતી જ્વાળા ખુલ્લા કેશે ફરતી,
આમ સખાનું માની લે પણ આમ કરે મનમાની. (દ્રૌપદી)
એક હતી જે મૂંગામોઢે ધરતી જેવું જીવી,
શું કહેવું કેવી પચરંચી એની રામકહાની ! (સીતા)
એક હતી જે પીઠે બાળક બાંધી રણમાં ઉતરી,
આજ સુધી સૌ યાદ કરે છે એની આ કુરબાની. (રાણી લક્ષ્મીબાઇ)
એક હતી લંકાની રાણી સોના જેવી સાચી,
જગ આખાની સામે હસતી, રડતી છાનીછાની. (મંદોદરી)
એક હતી એવી મક્કમ જે મૃત્યુને હંફાવે,
યમને કહી દે ‘કોમળ છું તો પણ ધાર્યુ કરવાની’. (સાવિત્રી)
એક હતી વીજળીનાં તેજે મોતીડાંને પ્રોવે,
એ સત્સંગી,એ જ્ઞાની ને નોખી એની બાની. (પાનબાઇ)
એક હતી પરદેશી નારી પણ સેવાની મૂરત,
ભુખિયા, દુઃખિયા સૌ આપે છે ઉપમા એને ‘મા’ની. (મધર ટેરેસા)
સૌજન્ય: “ફૂલછાબ” તા.૧૩/૦૧/૨૦૧૫ની “પનઘટ” પૂર્તિ
Like this:
Like Loading...
Related
એ છે અબળા, એ છે શક્તિ, એ તો છે મર્દાની,
નોખા નોખા રૂપે આખર એ તો એ રહેવાની. પ્રેરણાદાયી વાતના બે સરસ રમુજી ઉદાહરણ
LikeLiked by 1 person
વિનોદ વિહાર એટલે વેબ જગતનું “નવનીત”. ખુબ સરસ સંકલન. પહેલા પણ મેં લખ્યું હતું અને એજ ફરીથી કહી રહ્યો છું કે વિનોદ વિહાર અને વેબ ગુર્જરીની મુલાકાત લીધા પછી બીજા કોઈ વાંચનની જરૂર ના રહે. અભિનંદન અને ધન્યવાદ,
LikeLike
નેટ્ મિત્ર મુર્તઝાને આ મોકલો.
LikeLike
સુરેશભાઈ , મને પણ આવો જ વિચાર આવેલો પણ દબાઈ ગયો હતો, હવે એ વિચારને કાર્યાન્વિત કરું છું . આભાર .
LikeLike
શ્રી વિનોદભાઈ
આપની પોષ્ટમાં મનનીય લેખો થકી..ખૂબ જ મૂઠી ઉંચેરું વાચન હાથવગું થાય છે..જેના સંકલનમાં આપની જહેમત જ યશભાગી છે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
પ્રતીલીપી બહુજ ઉત્તમ કાર્ય કરી રહી ચછે .
LikeLike