વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 685 ) ‘બાકાયદા કાયદે-આઝમ’ …..શ્રી વલીભાઈ મુસા

“પરંતુ … પરંતુ, બીજા દિવસે તો જાણે ગામ આખાયમાં જાદુઈ લાકડી ફરી વળી. પંચાયતના સરપંચે રાજીનામું આપી દીધું. ડેપ્યુટી સરપંચના અધ્યક્ષપણે પંચાયત સભામાં ઘરવેરાના તોતિંગ વધારા માટેની દરખાસ્તને મુલતવી રાખવાનો ઠરાવ થયો, તલાટી સમયસર નોકરીએ આવી ગયો, શિક્ષકો સમય પહેલાં નિશાળમાં પહોંચી ગયા, ટ્યુશનિયા શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાલીઓને હાથ જોડીને ટ્યુશનો છોડી દીધાં. સફાઈ કર્મચારીઓએ ગામ આખાયના રસ્તા ચોખ્ખાચટ કરી દીધા, પાનબીડીના ગલ્લાવાળાઓએ અને તમામ દુકાનદારોએ ડસ્ટબિનની વ્યવસ્થા કરી દીધી. રસ્તામાં રખડતાં ઢોર તેમના માલિકોના ખીલે બંધાઈ ગયાં, જિલ્લા મથકેથી કૂતરાંના ખસીકરણ માટેની ગાડી સ્ટાફ સાથે આવી ગઈ, લોકોનાં ઘરોમાં શોષકૂવાઓ છતાં વપરાશનું પાણી જે રસ્તા ઉપર આવતું હતું તે બંધ થઈ ગયું, પંચાયતના ટ્યુબવેલનું પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં આપવા માટેનું શરૂ થઈ ગયું. સ્ટ્રીટ લાઈટનાં બંધ બલ્બ અને ટ્યુબલાઈટો બદલાઈ ગયાં.

“નટવરલાલ જે અત્યાર સુધી માત્ર ‘કાયદે-આઝમ’ તરીકે જ ઓળખાતા હતા; તે હવે સત્તાવાર રીતે ‘બાકાયદા કાયદે-આઝમ’ તખલ્લુસની ઓળખ પામ્યા, અખબારોએ આ ઘટનાની નોંધ લીધી, આખા ય પરગાણામાં તેમની વાહવાહ થઈ રહી અને ઠેકઠેકાણે એમનાં ખૂબખૂબ માનસન્માન થયાં.

“હવે તો એમનો ‘કાયદો’ શબ્દનો તકિયાકલામ પણ પહેલાં કરતાં ખૂબ વધી ગયો હતો !”

આ નટખટ નટવરલાલ ની આખી મજાની કથા વાંચવા માટે તો તમારે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને શ્રી વિપુલ કલ્યાણીના જાણીતા બ્લોગ ઓપીનીયન મેગેજીનમાં પહોંચી જવું પડે .

logo-1

 

શ્રી વલીભાઈ મુસાનો પરિચય

શ્રી વલીભાઈ મુસા (વિલિયમ )-"વલદા"
શ્રી વલીભાઈ મુસા (વિલિયમ )-“વલદા”

 શ્રી વલીભાઈ મુસા (વિલિયમ) -વલદા’ ને હું રૂબરૂ કદી મળ્યો નથી પણ એમના હાસ્ય લેખો,વાર્તાઓ,અને હાસ્ય-હાઈકુમાં ચમકી ઉઠતી એમની હાસ્ય પ્રકૃતિ અને બુદ્ધિ પ્રતિભા , એમના સરળ મળતાવડા સ્વભાવ વિશેના મિત્રોના અભિપ્રાય અને એક સરખા સાહિત્ય રસથી તેઓ એક મળવા જેવા સજ્જન છે એમ મને હમેશાં લાગ્યું છે.

” વલીભાઈ વિશે લખવું એ એમના મિત્રોને સૂરજને અરિસો દેખાડવા જેવું લાગશે.”

-પિ કે.દાવડા 

મિત્ર શ્રી પિ.કે. દાવડાજીની જાણીતી પરિચય શ્રેણી ” મળવા જેવા માણસ”માં એમણે

શ્રી વલીભાઈ નો સુંદર પરિચય કરાવ્યો છે એને નીચેની આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો.

“મળવા જેવા માણસ- વલીભાઈ મુસા “

યુ-ટ્યુબ વિડીયોમાં શ્રી વલીભાઈ મુસા, કનોદર, પાલનપુરનો અખિલ સુતરીયા કૃત સાક્ષાત્કાર -ઈન્ટરવ્યું ,એપ્રિલ ૧૪, ૨૦૧૨ . 

શ્રી વલીભાઈના બ્લૉગ ‘વલદાનો વાર્તાવૈભવ’ માં એમણે એમની પસંદગીની  ‘મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ’ મૂકી છે, જે નીચેની લીંક ઉપર ક્લિક કરીને સૌએ વાંચવા જેવી છે.,

‘વલદાનો વાર્તાવૈભવ’સંપાદક- શ્રી વલીભાઈ મુસા 

5 responses to “( 685 ) ‘બાકાયદા કાયદે-આઝમ’ …..શ્રી વલીભાઈ મુસા

 1. captnarendra April 6, 2015 at 7:41 AM

  બાકાયદા કાયદેઆઝમને બાકાયદા સલામ! વાર્તા ઘણી ગમી. આ તો મિસ્ટર સવાઈ નટવરલાલ નીકળ્યા. Real life character છે?

 2. સુરેશ જાની March 23, 2015 at 7:06 AM

  મજા આવી ગઈ. આશા રાખીએ કે, વાસ્તવમાં નટવરલાલો અસ્તિત્વમાં આવે.
  આ નામની એક હિન્દી ફિલ્મ પણ આવી હતી, એવું યાદ આવે છે.

 3. pragnaju March 23, 2015 at 5:10 AM

  તમારી જેમ શ્રી વલીભાઈ મુસા (વિલિયમ) -વલદા’ ને અમે રૂબરૂ કદી મળ્યાં નથી.અમારો પરિચય તેમના શબ્દોમા કહીએ તો ‘સુ.શ્રી પ્રજ્ઞાબેનનો સૌ પ્રથમ પરિચય મને હાસ્ય દરબાર બ્લોગમાં એમના વિદ્વતાપૂર્ણ અભિપ્રાયો વાંચીને થયો હતો .ત્યારબાદ ગુજરાતી બ્લોગ જગતના બીજા બ્લોગોમાં પણ એમના પ્રતિભાવો વાંચીને એમની સાહિત્ય રસિકતાની વધુ ઓળખ થઇ હતી .
  મને એમના બ્લોગ નીરવ રવે વિષે જ્યારે જાણ થઇ એ પછી એમના તથા ગુજરાતી સાહિત્યમાં એમના લેખો તથા કાવ્યો, નાટકો વિગેરેથી સિદ્ધિ પ્રાપ્ત કરનાર એમના પુત્ર જાણીતા અખબારોના કતાર લેખક શ્રી પરેશ વ્યાસ અને કવિયત્રી પુત્રી યામિની વ્યાસના લેખો વાંચીને આ સાહિત્ય રસિક કુટુંબી જનો દ્વારા પીરસાતા સાહિત્ય રસનો આસ્વાદ લેવાનો લાભ અને પ્રેરણા મને પ્રાપ્ત થઇ હતી .આજે સાહિત્ય ક્ષેત્રે એમનાં આ બે સંતાનો, દીકરી અને દીકરો, જે રીતે હરણફાળ ભરી રહ્યાં છે એ જોઈને આ ઉંમરે પ્રજ્ઞાબેનને ગૌરવની લાગણી જરૂર થતી હશે .એક વાર
  શમા ખામોશ
  અગ્નિની જિહ્વા લાંબી
  રચે દોઝખ
  અને તેમણે આપેલ પ્રતિભાવ આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું!
  દુન્યવી શમાને એક તો અગ્નિના ઉગમસ્થાન હોવાનું સ્થાયી દુ:ખ અને પરવાનાને ભસ્મીભૂત થતું જોવાનું હંગામી દુ:ખ.ધર્મશાસ્ત્રો કહે છે કે પારલૌકિક દોઝખને આવી લાગણીઓ નહિ થાય,કેમ કે તેને તો પાપીઓને બાળવાની કામગીરી સોંપાઈ હોઈ એ તો કરિયાદ કરતી જ રહેશે કે ‘હું તો હજુ ભૂખી છું!’પણ, મને એક વાતનું દુ:ખ થાય છે કે ફૂલદાની તો દિવાનખંડમાં શોભે, નહિ કે વરંડે! ઉમદા હાઈકુ અને કોમેન્ટે! આ વાત પ્રેરણાદાયી રહી ત્યાર્બાદ તો તેમણે હાઇકુના ઇ પુસ્તકની તેમણે પ્રસ્તાવના લખાવી અને જેવી લખી તેવી છાપી! ‘મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓમા અમારી વાર્તા પસંદ કરી ! William Blake,William Wordsworth William Shakespeare , William Morris અને અમારી સુપ્રીમ કોર્ટના William Rehnquist અંગે લખ્યું ત્યારે William Vali Musa ખાસ યાદ આવ્યા.

  • Valibhai Musa March 24, 2015 at 12:14 PM

   પ્રજ્ઞાબહેન,

   આપે આ પ્રતિભાવ થકી બેગમ અખ્તરે ગાયેલી ગઝલ ‘દિલ તો રોતા હી રહે, આંખસે આંસુ ન બહે’ની યાદ અપાવી દીધી. મારો મામલો પણ કંઈક આવો જ છે અને છતાંય આપના શબ્દોએ અમારાં માતાતુલ્ય મોટાંબહેન ચક્ષુદાતા મરહુમા લાડીબહેન માવતને નજર સામે ખડાં કરી દીધાં અને દિલમાંથી એક લખલખું પસાર થઈ ગયું. મારાં એ બહેનીબા આમ તો ગુજરાતી બે ધોરણ સુધી જ ભણેલાં હતાં અને છતાંય તેમણે એટલું બધું વાંચન કર્યું હતું કે અમે કલાકો સુધી આધ્યાત્મિક સંવાદો સાધતાં. આપણા પરોક્ષ પરિચયને મેં પ્રત્યક્ષ તરીકે જ અનુભવ્યો છે અને એ પણ આપને લાડીબહેન સમજીને જ તો ! બીજો જોગાનુજોગ એ છે કે મારાં એ બહેનના નામેનામ મારાં ઘરવાળાં મિસીસ ‘વલદા’ છે, રવિશંકર મહારાજ જેવાં ‘મૂક સેવક’ બહુ જ ઓછાબોલાં !

   ગાડી આડા પાટે જાય તે પહેલાં વિનોદભાઈને યાદ કરી લઉં. અલ્યા ભાઈ, તમે તો મને ખરે જ તમારા બ્લૉગ ઉપર સ્વૈરવિહાર કરાવી દીધો ! ધન્યવાદ.

   અખિલભાઈ સુતરીયા તેમનાં શ્રીમતીજી સાથે અમદાવાદ અને કાણોદર/પાલનપુર બે વખત અમારા મહેમાન બની ચૂક્યા હતા. જનજાગૃતિનું મિશન ચલાવતા તેઓશ્રી આપણી વચ્ચેથી અકાળે વિદાય થઈ ગયા. યુ-ટ્યુબ વિડિયોમાં એમનો અવાજ સાંભળવા મળ્યો અને મને તો અંત:ચક્ષુથી તેમનાં દર્શન પણ થયાં. Down to earth એ મહાન આત્માને શ્રદ્ધાંજલિ.

   સસ્નેહ,
   વલીભાઈ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: