વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 30, 2015

( 689 ) સુખની શોધમાં છે આખું જગત …..( એક સંકલિત ચિંતન લેખ )…

જગત દોડી રહ્યું આજે ,સુખ ખુશીની શોધમાં,

ભુલાતી એક હકીકત,સુખ પડ્યું છે ભીતરમાં.

–વિ.પ.

સુખ કોને નથી જોઈતું ? સૌને સુખ અને ખુશી જોઈએ છે. જગતના લોકોની ઉંદર દોડ હમેશાં સુખ પ્રાપ્ત કરવા પાછળની રહી છે અને લોકો એના માટે દેશ મુકીને વિદેશની ખેપ કરતા હોય છે.આપણે સૌ પેલા કસ્તુરી મૃગ જેવા છીએ.કસ્તુરી મૃગ સુગંધનું સુખ મેળવવા આખા વનમાં ભટકે છે પણ એ જાણતું નથી કે સુગંધ તો એની નાભિમાં  જ હોય છે !

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

Animation- Happiness

 ખુશીના માહોલમાં હસતા નાચતા આ બે હોલીવુડના કલાકારો જુઓ ! 

૨૦મી માર્ચના દિવસે દર વરસે  સુખના આંતરરાષ્ટ્રીય દિવસ International Day of Happiness તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે.  યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ  28 જૂન 2012 ના રોજ ઠરાવ કરીને દુનિયા આખીએ દર વર્ષની 20મી માર્ચનાં દિવસને ખુશીના દિવસ તરીકે ઉજવવો એવું નક્કી  કર્યું હતું.

અમેરિકાના બંધારણમાં પણ  પર્સ્યુટ ઓફ હેપ્પીનેસ એટલે કે સુખ પ્રાપ્ત કરવાનો અધિકાર એ બીજા અધિકારો સાથે એક મૂળભૂત જન્મ સિદ્ધ અધિકાર મનાયો છે . સુખ મેળવવાની શોધમાં જ દુનિયાના દેશોમાંથી લોકો અમેરિકામાં આવવા માટે આતુર હોય છે.

Pharrell Williams એ અમેરિકાનો પ્રખ્યાત ગાયક છે.સુખના આંતરરાષ્ટ્રીય દિવસ ઉપર  United Nations ના એના એક પ્રોગ્રામમાં એ આ દિવસની અગત્યતા અને એના ઈતિહાસ વિષે એ બાળકો સમક્ષ વાત કરતો બતાવ્યો છે . 19 માર્ચ, 2015 ના રોજ પ્રકાશિત આ વિડીયોનો સંદેશ પ્રેરક છે .

Pharrell Williams – International Day of Happiness

તમને પ્રશ્ન થશે કે સુખ માટેનો એક જ દિવસ શા માટે ? સુખ તો રોજે રોજ મેળવવાનું હોય .જાણીતા અખબારના કતાર લેખક શ્રી પરેશ પિ.વ્યાસનો આ આ વિષેનો એક સરસ લેખ મને ગમ્યો . આ લેખને શ્રી પરેશ વ્યાસ,સુ.શ્રી. પ્રજ્ઞાબેન વ્યાસ અને એમના બ્લોગ નિરવ રવે ના આભાર સહીત નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો.આ પ્રેરક લેખ તમને પણ ગમશે.

હેપ્પી એઝ એ ક્લેમ :ખુશી મળે છે કોડીઓનાં દામ- શ્રી પરેશ પિ.વ્યાસ 

 અમેરિકાના પ્રખ્યાત ગાયક Pharrell Williams નું ખુબ જાણીતું ગીત “Happy”  એના મુખે ગવાતું નીચેના વિડીયોમાં માણો.

“Happy”song by Pharrell Williams (Official Music Video)

આ પોસ્ટના સંદર્ભમાં  ‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ તરીકે વિશ્વમાં જાણીતા હિમાલયની તળેટીમાં રહેતા બૌદ્ધ સાધુ મેથ્યુ રિચર્ડ વિષે અગાઉ વિનોદ વિહારની નીચેની પોસ્ટમાં રસસ્પદ માહિતી આપવામાં આવી છે .

વિસ્કોન્સીન યુનિવર્સીટીના રીસર્ચ તજજ્ઞોએ દલાઈ લામાના જમણા હાથ જેવા શિષ્ય આ બૌદ્ધ  સાધુ ઉપર મનોવૈજ્ઞાનિક પ્રયોગો કર્યા એ પછી  એમને જગતના સૌથી સુખી વ્યક્તિનું બિરુદ આપ્યું હતું. સુખ વિશેના સુ.શ્રી પીન્કી દલાલના એક સરસ લેખ સાથે આ સુખી બૌધ સાધુ વિષેની આ રહી એ પોસ્ટ

 (137 ) મેથ્યુ રિચર્ડ -હેપ્પીએસ્ટ મેં ઓન અર્થ ” અને એની સુખ અંગેની ફિલસુફી . 

સુખ એ શું છે અને એને કેવી રીતે મેળવી શકાય એના વિષે  આ બૌદ્ધ સાધુએ  TED સંસ્થા સમક્ષ હિમાલયનાં અદભૂત દ્રશ્યો સાથે આપેલ પ્રેરક પ્રવચનનો વિડીયો ઉપરની પોસ્ટમાં છે એને અહીં  ફરી સાંભળવા જેવો છે.

Matthieu Ricard: The habits of happiness.

Happiest Video EVER!

“If we could live happy and healthy lives without harming others… why wouldn’t we?”

ફક્ત મનુષ્યો જ નહિ, પ્રાણીઓ અને પક્ષીઓ પણ એમના સુખની લાગણીઓ માણસોની જેમ જ કુદકા મારી વ્યક્ત કરતાં હોય છે.આ વિડીયો જોઇને તમને એની ખાતરી થઇ જશે.પ્રાણીઓ જો સુખી અને ખુશી થઇ શકતાં હોય તો મનુષ્યો કેમ નહિ ?

Happiness