વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 689 ) સુખની શોધમાં છે આખું જગત …..( એક સંકલિત ચિંતન લેખ )…

જગત દોડી રહ્યું આજે ,સુખ ખુશીની શોધમાં,

ભુલાતી એક હકીકત,સુખ પડ્યું છે ભીતરમાં.

–વિ.પ.

સુખ કોને નથી જોઈતું ? સૌને સુખ અને ખુશી જોઈએ છે. જગતના લોકોની ઉંદર દોડ હમેશાં સુખ પ્રાપ્ત કરવા પાછળની રહી છે અને લોકો એના માટે દેશ મુકીને વિદેશની ખેપ કરતા હોય છે.આપણે સૌ પેલા કસ્તુરી મૃગ જેવા છીએ.કસ્તુરી મૃગ સુગંધનું સુખ મેળવવા આખા વનમાં ભટકે છે પણ એ જાણતું નથી કે સુગંધ તો એની નાભિમાં  જ હોય છે !

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

Animation- Happiness

 ખુશીના માહોલમાં હસતા નાચતા આ બે હોલીવુડના કલાકારો જુઓ ! 

૨૦મી માર્ચના દિવસે દર વરસે  સુખના આંતરરાષ્ટ્રીય દિવસ International Day of Happiness તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે.  યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ  28 જૂન 2012 ના રોજ ઠરાવ કરીને દુનિયા આખીએ દર વર્ષની 20મી માર્ચનાં દિવસને ખુશીના દિવસ તરીકે ઉજવવો એવું નક્કી  કર્યું હતું.

અમેરિકાના બંધારણમાં પણ  પર્સ્યુટ ઓફ હેપ્પીનેસ એટલે કે સુખ પ્રાપ્ત કરવાનો અધિકાર એ બીજા અધિકારો સાથે એક મૂળભૂત જન્મ સિદ્ધ અધિકાર મનાયો છે . સુખ મેળવવાની શોધમાં જ દુનિયાના દેશોમાંથી લોકો અમેરિકામાં આવવા માટે આતુર હોય છે.

Pharrell Williams એ અમેરિકાનો પ્રખ્યાત ગાયક છે.સુખના આંતરરાષ્ટ્રીય દિવસ ઉપર  United Nations ના એના એક પ્રોગ્રામમાં એ આ દિવસની અગત્યતા અને એના ઈતિહાસ વિષે એ બાળકો સમક્ષ વાત કરતો બતાવ્યો છે . 19 માર્ચ, 2015 ના રોજ પ્રકાશિત આ વિડીયોનો સંદેશ પ્રેરક છે .

Pharrell Williams – International Day of Happiness

તમને પ્રશ્ન થશે કે સુખ માટેનો એક જ દિવસ શા માટે ? સુખ તો રોજે રોજ મેળવવાનું હોય .જાણીતા અખબારના કતાર લેખક શ્રી પરેશ પિ.વ્યાસનો આ આ વિષેનો એક સરસ લેખ મને ગમ્યો . આ લેખને શ્રી પરેશ વ્યાસ,સુ.શ્રી. પ્રજ્ઞાબેન વ્યાસ અને એમના બ્લોગ નિરવ રવે ના આભાર સહીત નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો.આ પ્રેરક લેખ તમને પણ ગમશે.

હેપ્પી એઝ એ ક્લેમ :ખુશી મળે છે કોડીઓનાં દામ- શ્રી પરેશ પિ.વ્યાસ 

 અમેરિકાના પ્રખ્યાત ગાયક Pharrell Williams નું ખુબ જાણીતું ગીત “Happy”  એના મુખે ગવાતું નીચેના વિડીયોમાં માણો.

“Happy”song by Pharrell Williams (Official Music Video)

આ પોસ્ટના સંદર્ભમાં  ‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ તરીકે વિશ્વમાં જાણીતા હિમાલયની તળેટીમાં રહેતા બૌદ્ધ સાધુ મેથ્યુ રિચર્ડ વિષે અગાઉ વિનોદ વિહારની નીચેની પોસ્ટમાં રસસ્પદ માહિતી આપવામાં આવી છે .

વિસ્કોન્સીન યુનિવર્સીટીના રીસર્ચ તજજ્ઞોએ દલાઈ લામાના જમણા હાથ જેવા શિષ્ય આ બૌદ્ધ  સાધુ ઉપર મનોવૈજ્ઞાનિક પ્રયોગો કર્યા એ પછી  એમને જગતના સૌથી સુખી વ્યક્તિનું બિરુદ આપ્યું હતું. સુખ વિશેના સુ.શ્રી પીન્કી દલાલના એક સરસ લેખ સાથે આ સુખી બૌધ સાધુ વિષેની આ રહી એ પોસ્ટ

 (137 ) મેથ્યુ રિચર્ડ -હેપ્પીએસ્ટ મેં ઓન અર્થ ” અને એની સુખ અંગેની ફિલસુફી . 

સુખ એ શું છે અને એને કેવી રીતે મેળવી શકાય એના વિષે  આ બૌદ્ધ સાધુએ  TED સંસ્થા સમક્ષ હિમાલયનાં અદભૂત દ્રશ્યો સાથે આપેલ પ્રેરક પ્રવચનનો વિડીયો ઉપરની પોસ્ટમાં છે એને અહીં  ફરી સાંભળવા જેવો છે.

Matthieu Ricard: The habits of happiness.

Happiest Video EVER!

“If we could live happy and healthy lives without harming others… why wouldn’t we?”

ફક્ત મનુષ્યો જ નહિ, પ્રાણીઓ અને પક્ષીઓ પણ એમના સુખની લાગણીઓ માણસોની જેમ જ કુદકા મારી વ્યક્ત કરતાં હોય છે.આ વિડીયો જોઇને તમને એની ખાતરી થઇ જશે.પ્રાણીઓ જો સુખી અને ખુશી થઇ શકતાં હોય તો મનુષ્યો કેમ નહિ ?

Happiness

14 responses to “( 689 ) સુખની શોધમાં છે આખું જગત …..( એક સંકલિત ચિંતન લેખ )…

 1. Pingback: ચંદ્રવિચારધારા (૧૮) …સુખ યાને હેપીનેસ એટલે શું ? | ચંદ્ર પુકાર

 2. Pingback: ચંદ્રવિચારધારા (૧૮) …સુખ યાને હેપીનેસ એટલે શું ? | ચંદ્ર પુકાર

 3. aataawaani April 23, 2015 at 9:50 PM

  વિનોદભાઈ
  વિડીયો જોયો હસતા રમતા માણસો જોયા .
  હસે તેનું વસે
  હૂતો એવું માનું છું કે શરીરને જેટલી ખોરાકની જરૂર છે એટલી કે બલકે એથી વધુ આનંદ ની જરૂર છે ,
  મારી પૌત્રી તાન્યા માંરેઘરે આવી ત્યારે મારા ગાલને પોતાનો ગાલ અડાડીને પોતાની બે આંગળીઓથી મારી મુછ પોતાના ગાલ સાથે દબાવી .અને કોલેજમાં આ ફોટો મેં બ્લોગમાં મુક્યો છે તે તમે જોયો હશે . મેં તેને કીધું આ તું શું કરે છે હવે તું કઈ નાનકી ગીગલી નથી . તાન્યા બોલી હું નાનકી હતી ત્યારે તમો મને મળેલા નહિ એટલે મને તમારી દાઢી ખેંચવાનો મોકો નોતો મળ્યો એટલે આજ હું ગીગલી થઇ છું . તાન્યા હાલ 22 વરસની છે . અને કોલેજમાં ઝળ હળતી કારકિર્દી ધરાવે છે .

 4. Saeed April 2, 2015 at 6:45 PM

  excellent sir…

 5. KishoreCanada April 1, 2015 at 9:28 AM

  સુખી થવું એ આપણા હાથની વાત છે. હરએકની સુખની વ્યાખ્યા જુદી જુદી હોય છે અને બધાએ જ જીવનમાં સંતોષની એક રેખા ખેંચવાની હોય છે. મોટા ભાગના લોકો મરતા સુધી આ રેખા ખેંચી શકતા નથી. કોક એકલદોકલ મોટી ઉમ્મરે ડહાપણ આવતા કદાચ આ કરી શકે!

  સુખ તો પતંગિયા જેવું
  પકડવા દોડો ત્યાં હાથ તાળી દઇને ઊડી જાય

  ઘડિકમાં ઉપર તો ઘડિકમાં નીચે
  પણ હોય આપણી આસપાસમાં જ
  ક્યારેક નજીક આવીને એ કુદૂકે
  અને આપણે આંખો મીંચીને દોડીએ એને પકડવા…

  કદીક હાથમાં પણ આવે પણ પકડીને જકડી શકાય નહીં
  અને પછી એની પાંખોનો પેલો પીળો ચટાક કેસરીયો રંગ
  અંગૂઠામાં એવો ચોંટી જાય કે નીકળ્યો ના નીકળે
  અને આપણે દોડતા રહીએ કસ્તૂરી મૃગની જેમ…

  છેવટે થાકીને, હારીને હાશ કહી પોરો ખાવા બેસીએ
  ત્યારે પેલું પતંગિયુ હળવેકથી આવીને
  આપણા ખભા ઉપર બેસી ગયું હોય
  અને આપણને ખબરે ના હોય!

 6. smdave1940 March 31, 2015 at 11:47 PM

  સુખ એક અનુભૂતિ છે. પણ સુખ એટલે શું? સુખની અંતે શું છે? સુખની વ્યાખ્યા શું હોઈ શકે? સુખ નું ભૌતિક અર્થ ઘટન શું હોઈ શકે. વાંચો અદ્વૈતની માયા જાળ અને આપણે અને આઈનસ્ટાઈન અને શંકરાચાર્ય. https://treenetram.wordpress.com/wp-admin/edit.php?post_type=post

 7. jayeshpatel25511 March 31, 2015 at 10:25 PM

  બધા જીવો દુ:ખરહિત અખંડ સુખની ઈચ્છા રાખે છે
  બધામાં પોતાના આત્મા માટે પ્રેમ જોવા મળે છે અને
  પ્રેમનું કારણ ફક્ત સુખ છે,તેથી એવું સુખ મેળવવા માટે
  મનુષ્યે પોતાના આત્માને જાણવો જોઈએ,જેને ગાઢ નિદ્રાની
  મન વગરની અવસ્થામાં પોતાના સ્વરૂપ તરીકે દરેક અનુભવે છે
  એ માટે “હું કોણ છું ?”એવી શોધરૂપ જ્ઞાનમાર્ગ મુખ્ય સાધન છે .

 8. nabhakashdeep March 31, 2015 at 4:28 PM

  સુખ…સમય બંધને દોડતા યંત્રયુગી આ માનવીએ ખુદ દૂર ધકેલવામાં ક્યાં પાછીપાની કરી છે?…ને એટલે એક દિવસ એક દિવસ..લાવો વાત કરી લઈએ.ખુબ જ સુંદર, મનનીય સંકલન. આપણેતો વાંચી સુખી ક્ષણો શોધી મજા માણી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. chandravadan March 31, 2015 at 9:02 AM

  વિનોદભાઈ,

  તમો તમારા બ્લોગ પર વીડીયો સાથે માહિતી પ્રગટ કરો છો તે વાંચી ખુબ જ આનંદ થાય છે.

  આ પોસ્ટ હતી સુખ કે આનંદ વિષે.

  જાણેલું વાંચી હૈયું અને મનડું ખુશી,

  અજાણને જાણી હૌયું અને મનડું ખુશી,

  સુખ કે હેપીનેસ જે માનવી કહે કે ઈચ્છે,

  એ મેળવવા હૈયા મનડે આશાઓ ભરે,

  આશાઓ ફળતા માનવ કહે હું છું ખુશ,

  આનંદ એવો માણી, પળભર છે એ ખુશ,

  તો “પરમ આનંદ” શું છે જરા તમે મુજને કહો,

  જે દેહના ઉંડાણમાંથી તેને “પરમ આનંદ” કહો,

  જેમાં રહે પ્રભુરૂપી દિવ્ય પ્રકાશ, એવું તમે જાણો,

  સમજ એવી ગ્રહણ કરી, સચ્ચિદાનંદને પહેચાણો !

  >>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar..Your Comments give the Happiness !

 10. Mr.Pravinchandra P. Shah USA March 30, 2015 at 5:18 PM

  Any way this has brought happiness, pleasure and laughter and will share with others too. You have been presenting such nice stuff in time. Thank you very much Viondbhai..

 11. સુરેશ જાની March 30, 2015 at 3:30 PM

  તમારો આમ નાચતો વિડિયો પડાવો તો?!
  —–
  બીજી એક વક્ર નજર – જલન પાતરીની કલમે…
  ” દુખી થાવાને માટે કોઈ ધરતી પર
  નહિ આવે , હવે સદીઓ જશે ને કોઈ પયગંબર
  નહિ આવે .
  હવે તો દોસ્તો ભેગા મળી વહેંચી ને
  પી નાખો , જગત માં ઝેર પીવા ને હવે શંકર
  નહિ આવે.”

 12. pragnaju March 30, 2015 at 2:47 PM

  સાચે જ અમારા જેવા ડીપ્રેશન વાળા માટે તો
  What is Happiness? Learn How to Be Happy In Life
  ઉત્તમ.
  જો કે મારું ડીપ્રેશન દવા વગર તકલીફવગરનું રહ્યુ !
  બીજીરીતે જોઈએ તો ઉત્સાહ વધારનાર !!

 13. pragnaju March 30, 2015 at 2:35 PM

  વાહ હૅપી કરે તેવું ખૂબ માહિતીપ્રદ સંકલન તેમા
  Happiest Video EVER!

  “If we could live happy and healthy lives without harming others… why wouldn’t we?
  ખૂબ ગમ્યું

 14. Vinod R. Patel March 30, 2015 at 11:13 AM

  સુખ-ખુશી -Happiness વિશેનો આ વિડીયો પણ જરૂર જોશો.

  What is Happiness? Learn How to Be Happy In Life

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: