
“ભગવાન ક્યાં છે ?” એવું કહેનારાઓ માટે નીચેનો અદભૂત વિડીયો અર્પણ છે. એ જોઇને જગત પતિની જો ઝાંખી ના થાય તો જ નવાઈ !.
નીચેની લીંક ઉપર ક્લિક કરી આ વિડીયો માણો.Click and enjoy
આ ચમત્કારિક વિડીયોમાં જે ગીત ગવાય છે એ Brian Doerksen નું અંગ્રેજી ગીત Creation Calls છે .આ ગીતનો અંગ્રેજી પાઠ આ રહ્યો.
ગીતના આ મૂળ શબ્દો ગણગણતાં વિડીયો જોશો તો આનંદ બેવડાશે.
Creation Calls -Brian Doerksen
I have felt the wind blow,
Whispering your name
I have seen your tears fall,
When I watch the rain.
How could I say there is no God?
When all around creation calls!!
A singing bird, a mighty tree,
The vast expanse of open sea
Gazing at a bird in flight,
Soaring through the air.
Lying down beneath the stars,
I feel your presence there.
I love to stand at ocean shore
And feel the thundering breakers roar,
To walk through golden fields of grain
With endless bloom horizons fray.
Listening to a river run,
Watering the Earth.
Fragrance of a rose in bloom,
A newborns cry at birth.
I love to stand at ocean shore
And feel the thundering breakers roar,
To walk through golden fields of grain
With endless bloom horizons fray
I believe
I believe
I believe
I believe
I believe
I believe just like a child–
Brian Doerksen
આ વિડીયો જોઈને હ્રદયમાં ખુબ જ આનંદની અનુભૂતિ થઇ.એક વાર જોઈ સંતોષ ન થયો એટલે બીજી વાર જોયો.
આ અંગ્રેજી ગીત અને વીડીઓ સાંભળીને એક કાવ્ય રચના માટે પ્રેરણા થઇ .
આ રહી એ કાવ્ય રચના ……
જગતપતિની લીલાઓ
આ સચરાચર ભર્યું ભર્યું દિશે કેવું મનહર,
ઓ સર્જનહાર તારી અજબ કલાકૃતિઓથી.
આ વાતા પવનો અને વહેતા જળનું સંગીત,
આ વિશાળ જલધિ ને ઉડતાં પંખીનો સમૂહ,
આ ગુલાબની સુગંધ, નવજાત બાળકનું સ્મિત,
આ લીલાછમ મેદાનો ,પર્વતો,ખીણોનું સૌન્દર્ય,
એક જોઈએ અને બીજી ભૂલીએ એવી ચોમેર,
તારી અગણિત આ સૌન્દર્ય લીલાઓ જોઈ,
મનડું મારું હરખાઇ ગાઈ ઉઠે,નાચી ઉઠે,
એક બાળક શું હું પણ અવશ્ય માનું કે –
આ લીલાઓ તારી નજરે જે દેખાય એમાં ,
ઓ જગતપતિ, નીરખું તારી જ હયાતીને !
વિનોદ પટેલ
છોડ છોડમાં રણછોડ બિરાજે છે. દરેક જીવમાં શિવનો વાસ છે.પરમ તત્વ તો હાજરા હજૂર કણ કણમાં વેરાયેલું પડ્યું છે . એના થકી જ તો બધું છે.ફક્ત એ જોવા માટે નજર જોઈએ.આવી નજર ખીલે એ પછી, કોઈ મૂર્તિની કે પ્રતિકની જરૂર જ નથી. એક અંધ માણસ અન્તરની દ્રસ્ટીથી અને આંગળીના ટેરવે સત્યનો અનુભવ કરે છે પરંતુ જેની પાસે પ્રભુ દત્ત આંખોની સમૃદ્ધિ છે એ દેખતો માનવ બાહ્ય દ્રસ્ટીથી જુએ છે છતાં સત્યનો અનુભવ કરી શકતો નથી એ કેટલું આશ્ચર્યકારક છે !
આના સંદર્ભમાં રસ કવિ નાનાલાલનાં બે ગીતો યાદ આવી ગયાં .
(૧ )મારા નયણાંની આળસ રે ન નિરખ્યા હરિને જરી
(૨ ) વિરાટનો હિંડોળો ઝાકમઝોળ.
આ બે સુંદર ગીતો આ રહ્યાં…..
મારા નયણાંની આળસ રે ન નિરખ્યા હરિને જરી
એક મટકું ન માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી
શોક મોહના અગ્નિ રે તપે તેમાં તપ્ત થયાં
નથી દેવનાં દર્શન રે કીધાં તેમાં રક્ત રહ્યાં
પ્રભુ સઘળે વિરાજે રે સૃજનમાં સભર ભર્યાં
નથી અણુ પણ ખાલી રે ચરાચરમાં ઊભર્યા
નાથ ગગનના જેવા રે સદા મને છાઈ રહે
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે
જરા ઊઘડે આંખલડી રે તો સન્મુખ તેહ સદા
બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે ઘડીએ ન થાય કદા
પણ પૃથ્વીનાં પડળો રે શી ગમ તેને ચેતનની
જીવે સો વર્ષ ઘુવડ રે ન ગમ તોયે કંઈ દિનની
સ્વામી સાગર સરીખા રે નજરમાં ન માય કદી
જીભ થાકીને વિરમે રે ‘વિરાટ વિરાટ’ વદી
પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્યારે ઊઘડશે
એવાં ઘોર અન્ધારા રે પ્રભુ ક્યારે ઊતરશે
નાથ એટલી અરજી રે ઉપાડો જડ પડદા
નેનાં નીરખો ઊંડેરું રે હરિવર દરસે સદા
આંખ આળસ છાંડો રે ઠરો એક ઝાંખી કરી
એક મટકું તો માંડો રે હ્રદયભરી નીરખો હરિ
મહાકવિ નાનાલાલ
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;
કે આભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિંડોળો…
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિંડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાની મોર :
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ.
વિરાટનો હિંડોળો…–
મહાકવિ નાનાલાલ
આ ગીતને ટહુકો.કોમ ના સૌજન્યથી નીચેની લીંક ઉપર અમર ભટ્ટ ના સુરીલા કંઠે આસ્વાદો .Los Angeles program નું આ Live Recording છે. એટલે અમરભાઇ પોતાની આગવી અદામાં ગીત પહેલા જે વાતો કરે છે, એ આસ્વાદ્ય છે.
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : પંડિત ઓમકારનાથ ઠાકુર
રચનાઃ મહાકવિ નાનાલાલ
http://tahuko.com/?p=1484
Like this:
Like Loading...
Related
Where is the video? Enjoyed Poems.
LikeLike
માનવ જાણે હું કરું, હું કરું, હું કરું…
આ માનવ જાણે હું કરું અને કરતલ દુજો કોઈ.
આ દરિયા અધવચ રહી, હરિ કરે તે સોય.
હે કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ,
મારો હરિ જે કરે તે કોઈ કરી તે જુઓ………(૨)
હાડ ચામનું આ પીંજરું કાયા, એમાં પ્રાણ કેરી ગંગા કોઈ ભરી તો જુઓ …..
હે કરી તો જુઓરે કોઈ કરી તો જુઓ…(૨)
રંગેલા મોરલાના આ રંગેલા પીંછા, મારા હરીએ જેવા ચીતર્યા,
કે પ્રભુએ જેવા ચીતર્યા, એવા ચીતરી જુઓ….હે કરી તો જુઓ રે કોઈ…(૨)
કાળી અમાસની પાછળ આવે, પૂનમનું અજવાળું, ગંદા કાદવને કીચડમાં
કમળ ઉગે એ રૂપાળું…. હે કરી તો જુઓ રે કોઈ….(૨)
હે એ સ્તંભ વિના આકાશને અધર કરી તો જુઓ….રે મારો હરિ જે કરે તે કોઈ….(૨)
વાદળ વીજળી સુરજ ચંદ્ર નક્ષત્રોની હાર…(૨), આવે નિયમ સર જાય નિયમ સર,
ઋતુઓનો પરિવાર..(૨)
હે એ એ એની સહાય વિના…(૨), ભવ સાગર કોઈ તરી તો જુઓ…
રે મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ.
Click the following link to listen to this bhajan:-
http://1drv.ms/1DApuKW
LikeLike
ખૂબ સુંદર સંકલન
માણી આપની આ પંક્તીની અનુભીતિ થઇ
એક બાળક શું હું પણ અવશ્ય માનું કે –
આ લીલાઓ તારી નજરે જે દેખાય એમાં ,
ઓ જગતપતિ, નીરખું તારી જ હયાતીને !
LikeLike