વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 691) એક હિન્દી કાવ્ય-અનુવાદ સાથે / શ્રી ગણેશના પેન સ્કેચ ….

શ્રી સુરેશભાઈ જાનીએ એમના ઈ-મેલમાં મૂળ અમદાવાદ ના વતની પણ કેનેડા વાસી એમના એક મિત્ર તરફથી એમને ઈ-મેલમાં પ્રાપ્ત એક હિન્દી કાવ્ય મને વાંચવા મોકલ્યું હતું.

મને એ કાવ્ય ગમી જતાં એનો ગુજરાતીમાં અનુવાદ કરી આ હિન્દી કાવ્ય પછી નીચે મુકેલ છે. 

खवाहिश  नही  मुझे  मशहुर  होने  की।
 आप  मुझे  पहचानते  हो  बस  इतना  ही  काफी  है।
 अच्छे  ने  अच्छा  और  बुरे  ने  बुरा  जाना  मुझे।
 क्यों  की  जीसकी  जीतनी  जरुरत  थी  उसने  उतना  ही  पहचाना  मुझे।
 ज़िन्दगी  का  फ़लसफ़ा  भी  कितना  अजीब  है,
 शामें  कटती  नहीं,  और  साल  गुज़रते  चले  जा  रहे  हैं….!!
 एक  अजीब  सी  दौड़  है  ये  ज़िन्दगी,
 जीत  जाओ  तो  कई  अपने  पीछे  छूट  जाते  हैं,
 और  हार  जाओ  तो  अपने  ही  पीछे  छोड़  जाते  हैं। 

–Rishi Kumar

https://sunnymca.wordpress.com/2014/08/21

જિંદગીની ફલશ્રુતિ

નથી મને કોઈ એવા અભરખા મશહુર થવાના

મને તમે ઓળખો છો બસ એટલુ જ પુરતું છે

સારા લોકોએ સારા અને બુરાઓએ બુરા તરીકે મને જાણ્યો

કારણ,જેને જેટલી જરૂર હતી એટલો લોકોએ મને ઓળખ્યો

આ જિંદગીની ફલશ્રુતિ પણ કેટલી વિચિત્ર ચીજ છે

સાંજ કપાતી નથી અને વરસો તો વહેતાં જ જાય છે!

એક અજબ ગજબની દોડ જેવી છે આ જિંદગી

જો તમે જીત્યા તો સ્વજનો તમારી પાછળ રહી જાય છે

જો હાર્યા તો એ તમારા તમને છોડી આગળ દોડી જાય છે. 

હિન્દી કાવ્યનો અનુવાદ… વિનોદ પટેલ 

આ કાવ્ય સાથે સુરેશભાઈએ એમના આ મિત્ર જ્યારે કેનેડા આવ્યા હતા ત્યારે એમને પ્રથમ દિવસે જ જે રસસ્પદ અનુભવ થયો હતો એને આધારિત એક સત્ય કથા લખી એમના બ્લોગ સૂર સાધનામાં પોસ્ટ કરી હતી એની લીંક પણ મને વાંચવા મોકલી હતી .

આ રસિક સત્ય કથા નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાચો.

ચાલુ દિવસની સવાર ..કેનેડામાં …સુરેશ જાની 

============================

શ્રી ગણેશજીના પેન સ્કેચ 

કડીની સર્વ વિદ્યાલય હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને સંગીત અને ચિત્ર કલાનો શોખ હતો. કલા શિક્ષક સ્વ.રતિભાઈ ગામીના માર્ગ દર્શન હેઠળ ડ્રોઈંગની પરીક્ષાઓ પાસ કરી હતી.છાત્રાલયના રૂમ મિત્રોને સામે બેસાડી પેન્સિલ સ્કેચ ઘણા કરેલા .સંગીતમાં ફ્લુટ અને હાર્મોનિયમ વગાડી જાણતો તથા છાત્રોને અંધ સંગીત શિક્ષક શ્રી ચતુરભાઈ પટેલ સાથે સાંજની પ્રાર્થના ગાતો અને ગવડાવતો હતો એની યાદ તાજી થાય છે.

એ પછી તો આજે ૬૦-૬૫ વર્ષ પસાર થઇ ગયાં છે.આજે સાહિત્યનો જે શોખ એ વખતે પણ હતો એ ચાલુ રહ્યો અને ચિત્ર કળા અને સંગીત ભુલાતાં ગયાં.સંગીત ખાસ કરી શાસ્ત્રીય સંગીત સાંભળવાનું હજુ ગમે ખરું..

ઘણાં વરસો પછી કોણ જાણે કેમ અંદર સુસુપ્ત પડેલો ચિત્ર કલાનો શોખ એકાએક જાગ્રત થયો અને બ્લેક માર્કર પેનથી નીચેનાં શ્રી ગણેશનાં ચિત્રો બનાવી દીધાં ! કેવાં લાગ્યાં !     –વિ .પ. 



8 responses to “( 691) એક હિન્દી કાવ્ય-અનુવાદ સાથે / શ્રી ગણેશના પેન સ્કેચ ….

  1. પ્રેમપરખંદા એપ્રિલ 7, 2015 પર 8:59 પી એમ(PM)

    સરસ ચિત્રો.. સંગીત કલાને ફરી જાગૃત કરી શકો.

    Like

  2. pragnaju એપ્રિલ 8, 2015 પર 6:35 એ એમ (AM)

    ભાવવાહી રચનાનો સરસ અનુવાદ કર્યો
    ચિત્રો ઘણા સુંદર
    ડાયાસ્પોરા કવિ લેખકોનો વધારો આનંદજનક

    Like

  3. સુરેશ જાની એપ્રિલ 8, 2015 પર 7:08 એ એમ (AM)

    તમે તો બાપુ કારીગર નીકળ્યા. છુપા રૂસ્તમ છો હોં!

    Like

  4. Mr.Pravinchandra P. Shah USA એપ્રિલ 8, 2015 પર 12:19 પી એમ(PM)

    What a nice poem in Hindi and further its poetic bhavanuvad is also equally wonderful. Really, it is mirroring reality of our lives in true sense. Thnaks ,to writer, Sureshbhai and Viondbhai for presenting a awesome substance.

    Like

  5. Vimala Gohil એપ્રિલ 8, 2015 પર 12:22 પી એમ(PM)

    આપની ચિત્રકળાતો દ્રશ્ય કરાવી;દર્શન્ય છે. હવે સંગીત સૂર શ્રાવ્ય . કરાવવા વિનંતી છે.
    અમે ઓળખિયા તમને આટલા કે
    સુસુપ્ત સંગીત શોખ સજાવી શકશો તમે.

    Like

  6. nabhakashdeep એપ્રિલ 9, 2015 પર 9:36 પી એમ(PM)

    આદરણીયશ્રી વિનોદભાઈ..

    કાવ્ય મજાનું..આપે પણ માતૃભાષામાં એ જ સરસ રીતે રચી..મર્મને ઉજાગર કરી દીધો..આપની ચીત્રકલા ઈમેજીનેશનથી ભરપૂર ને ચિત્રકાર વિનોદભાઈની છાપ આપ છોડી ગયા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: