એક યુવાને ઓબામાને ચેતવ્યા, ‘મારી ગર્લ ફ્રેન્ડથી તમે દૂર રહેજો ’
ઓક્ટોબર ૨૦૧૪ માં થયેલ અમેરિકાની કોંગ્રેસની ચુંટણીમાં પોલીંગ બુથ ઉપર શિકાગોમાં મત આપવા ગયેલા વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખને એક સમાન્ય યુવાને તેની ગર્લ્ફેન્ડથી દૂર રહેવા જણાવી દીધું હતું.
જોકે આ આખીય ઘટના એક મજાક હતી.
શિકાગોમાં મતદાન કેન્દ્રમાં આઇયા કૂપર નામની યુવતી મત આપવા તેના બોયફ્રેન્ડ માઈક સાથે આવી હતી.બરાક ઓબામા પણ આ મત મથકે મત આપવા આવ્યા હતા.
મત આપી રહેલા ઓબામાની બાજુમાં આઇયા કૂપર પણ મત આપી રહી હતી.
મત આપી રહેલા ઓબામા આ વાત પર હસવા લાગ્યા અને બાજુમાં મત આપી રહેલી આઈયાને એમણે કહ્યું, ”આ ભાઈના વર્તને કોઈ જ કારણ વિના મને શરમમાં મૂકી દીધો છે.”
આ દરમિયાન ખડખડાટ હંસી રહેલી કૂપરે ઓબામાની માફી માંગી.
ઓબામાએ પણ આ ટીખળનો જવાબ આપતાં કહ્યું:
“ હું માની શકતો નથી કે તારો ફ્રેન્ડ માઇક ખૂબ મુર્ખ છે. હું થોડી વાર માટે તો ડઘાઇ ગયો હતો. પરંતુ સારી વાત એ છે કે આ પ્રમુખને માટે આ સારી વાત છે.”
ઓબામાએ પછી આ છોકરીને કહ્યું “ચાલ તારા બોયફ્રેન્ડ માઈકને જલાવવા માટે તને કિસ કરું .” એમ કહી ઓબામાએ આ યુવતીના ગાલ ઉપર કિસ કરી લીધી .
બરાક ઓબામા ઘણા ફ્રેન્ડલી પ્રેસિડેન્ટ માનવામાં આવે છે. અન્ય અમેરિકન પ્રમુખોની સરખામણીએ સામાન્ય લોકો સાથેનો તેમનો રેપો ઘણો સારો હોય છે. તેઓ જાહેરમાં કોઈ પણ નાગરિકને ખૂબ સહજતાથી મળે છે.
શિકાગોમાં બનેલી આ ઘટનાએ અમેરિકન મીડિયાને એક મોટો મસાલો આપી દીધો હતો .
અમેરિકન મીડિયાએ કેવી રીતે આ ઘટનાની નોઁધ લીધી હતી એ CNN ટી.વી. ચેનલ ના આ વિડીયોમાં જુઓ.આ વિડીયોમાં પ્રેસીડન્ટની મજાક કરવાની હિંમત કરનાર માઈક અને એની ગર્લ ફ્રેન્ડ નો ઈન્ટરવ્યું પણ જોવા/સાંભળવા મળશે.
Hilarious Moment: Chicago Voter Teases Obama: ‘Don’t Touch My Girlfriend’
સેન્સ ઓફ હ્યુમર અને રાજકીય નેતાઓ
ચાયનીઝ ફિલોસોફર લીન યુટાંગે તેના પુસ્તક ‘ઈમ્પોર્ટન્સ ઓફ લીવીંગ’માં એણે સેન્સ ઓફ હ્યુમર વિશે લંબાણથી લખ્યું છે.
લીન યુટાંગે લખ્યું છે કે, ‘માનવીની જીંદગીમાં સેન્સ ઓફ હ્યુમર હોવી જોઈએ. તેણે બધું જ રમૂજમાં હળવાશથી લેવું જોઈએ. સતત રમૂજમાં રહેવું તે ઈશ્વરી ગુણ છે.હ્યુમર માણસના શરીરમાં રાસાયણીક ફેરફાર કરે છે. પોલીટીકસ અને ફિલોસોફીમાં પણ હ્યુમર-રમૂજનું તત્વ હોવું જોઈએ.”
લીન યુટાંગ વધુમાં લખે છે કે, અમેરિકન પ્રમુખ ફ્રેન્કલીન ડી. રૂઝવેલ્ટને તમામ અમેરિકનો ચાહતા. કારણ કે રૂઝવેલ્ટમાં બહુ જ સેન્સ ઓફ હ્યુમર હતી, પણ કમભાગ્યે મોટા ભાગના જર્મન ડિરેક્ટરો- સરમુખત્યારો હસી શકતા નહીં, તેથી જર્મન સામ્રાજ્ય નષ્ટ થયું. હીટલર ખાનગીમાં રમૂજ કરતા, પણ એ પર્યાપ્ત નહોતું. “
(શ્રી કાંતિ ભટ્ટ ના એક લેખમાંથી સાભાર)
શ્રી નરેન્દ્ર મોદીએ ઓબામા પાસેથી રમુજ વૃતિ શીખવી જોઈએ એમ તમને નથી લાગતું !
અમેરિકન અને ભારતીય નેતાઓ !
આ ચિત્રમાં દુનિયાના સુપર પાવર અમેરિકાના પ્રેસીડન્ટ મત આપતી વખતે એમનું આઈ.ડી.બતાવી રહ્યા છે.એ વખતે ત્યાં ફરજ બજાવતી મહિલાઓમાંથી ઓબામાને જોઈને કોઈ ઉભું પણ થતું નથી.
હવે આ ચિત્ર જુઓ ભારતીય રાજકીય નેતા જય લલીતાને જોઇને પગે પડતા ખુશામતિયા લોકોની વ્યક્તિ પૂજાનો એક નમુનો .
અમેરિકન અને ભારતીય લોકશાહીનો આ છે એક જમીન આસમાન જેટલો ફરક !!!
વાચકોના પ્રતિભાવ