વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

(696) સ્વ. કુસુમબેનની ૨૩ મી પુણ્યતિથી નિમિત્તે ઈ-પુસ્તક “કુસુમાંજલિ ” નું પ્રકાશન

૧૪ મી એપ્રિલ, ૨૦૧૫ એટલે મારાં ધર્મપત્ની સ્વ. કુસુમબેન પટેલની ૨૩ મી પુણ્ય તિથીનો દિવસ . 

આજથી ૨૩ વર્ષ પહેલાં કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસને લીધે  લાંબી માંદગી પછી, તારીખ ૧૪ મી એપ્રિલ,૧૯૯૨ ના રોજ, નારણપુરા,અમદાવાદ  ખાતેના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન થયું હતું. 

સ્વ.કુસુમબેનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એ સ્વર્ગીય આત્માની સ્મૃતિ સચવાય એ હેતુથી “શ્રધાંજલિ “ નામના ૧૨૧ પાનાના પાકા પૂંઠાના પુસ્તકની ૧૦૦૦ નકલ છપાવીને મિત્રો /સ્નેહીજનોને મેં વહેંચી હતી .આ શ્રધાંજલિ પુસ્તકમાં એ વખતે એમની ઉમર જેટલાં ૫૪ પસંદ કરેલાં ભજનો,ચિંતન લેખો,સો જેટલાં ચૂંટેલાં સુવાક્યો વિગેરે વિવિધ માહિતી સંપાદિત કરી હતી.આ પુસ્તક બધાંને ખુબ ગમ્યુ હતું.આ પુસ્તક હાલ અપ્રાપ્ય છે. 

ત્યારબાદ ૨૨ વર્ષના લાંબા સમય દરમ્યાન મેગેઝીનો ,સામયિકો તથા સદગતની યાદમાં ૨૦૧૧માં શરુ કરેલ મારા ગુજરાતી બ્લોગ “વિનોદ વિહાર”માં મારા સ્વ-રચિત  ઘણા લેખો, વાર્તાઓ, કાવ્યો ,ચિંતન લેખો એમ વિવિધ પ્રકારનું સાહિત્ય પ્રગટ થતું રહ્યું છે જેને માટે વાચકોનો પ્રોત્સાહિત પ્રતિસાત પ્રાપ્ત થયો છે.

પ્રતિલિપિ સંસ્થાએ પણ મારી ઘણી સાહિત્ય રચનાઓ પ્રકાશિત કરી છે જેના માટે હું આ સંસ્થા નો ખુબ જ આભારી છું.

આ બધી સ્વ રચિત સાહિત્ય રચનાઓમાંથી મારી પસંદગીની રચનાઓનો સમાવેશ કરી કુસુમબેનની ૨૩મી પુણ્યતિથી એટલે કે ૧૪ મી એપ્રિલ ૨૦૧૫ના  દિવસે એમની યાદમાં “કુસુમાંજલિ” નામે એક ઈ-બુક બહાર પાડી એમને શ્રધાંજલિ આપવાનો મને એક વિચાર આવ્યો હતો.આ વિચાર મેં પ્રતિલિપિમાં ગુજરાતી સાહિત્યના વિભાગનું  બેંગલોરથી કુશળતાથી સંચાલન કરી રહેલ સુ.શ્રી શૈલીબેન(સહૃદયી) મોદીને જણાવ્યો.શૈલીબેનએ મારા સૂચનને ખુશીથી સ્વીકાર્યું એટલું જ નહીં કુસુમાંજલિ ઈ-બુકને સમયસર બહાર પાડવા માટે તેઓ બધો જ સહકાર આપશે એવી હૈયાધારણ આપી.

આજે ૧૪ મી એપ્રિલ,૨૦૧૫ ના  રોજ, કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીના દિવસે પ્રતિલિપિના સહકારથી “કુસુમાંજલિ ઈ-બુક” ને ગુજરાતી સાહિત્ય રસિકો માટે ખુલ્લી મુકતાં હું આનંદ અને સંતોષની લાગણી અનુભવું છું.

આ ઈ-પુસ્તકમાં મુકેલા લેખો જેવા કે આમુખ પ્રસ્તાવના ,સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર અને મારું જીવન વૃતાંતમાંથી, કભી ખુશી ,કભી ગમનો અહેસાસ કરાવતા અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના અનેક પ્રસંગોની સ્મૃતિઓ ઉજાગર થતી આપને જાણવા મળશે .

આ ઉપરાંત એમાં મારો ઈન્ટરવ્યું ,પ્રતિલિપિમાં પ્રકાશિત થયેલ મારાં પસંદગીનાં ૩૫ કાવ્ય રચનાઓ ,૧૮ વાર્તાઓ ,૧૪ ચિંતન લેખો ,કેટલાંક ચૂંટેલાં અંગ્રેજી-ગુજરાતી અવતરણો વી. જીવન પોષક સાહિત્ય આપને વાંચવા મળશે.

કુસુમાંજલિ ની ભજનાવલિ 

છેલ્લે,સ્વ.કુસુમબેનને પસંદ હતાં એવાં લગભગ ૪૦ભજનો,આરતીઓ તથા અન્ય આધ્યાત્મિક પ્રસાદી સમાવીને એક મીની ઈ-બુક જેવી ભજનાવલિ પણ એમાં સામેલ છે.

 આ ઈ-પુસ્તક વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરો. 

KUSUMANJALI -3

 સ્વ.કુસુમબેન વિ.પટેલ  

જન્મ- ફેબ્રુઆરી ૧, ૧૯૩૮ (કરાંચી)

સ્વર્ગવાસ- એપ્રિલ ૧૪,૧૯૯૨ (અમદાવાદ)

———————————————–

સંપાદન – પ્રકાશન 

વિનોદ પટેલ… અને…પ્રતિલિપિ 

શબ્દો જે આત્માને પ્રકાશિત કરે , એને ઉર્ધ્વ કરે ,

એની કિંમત આગળ , હીરા-મોતી તો કશું જ નથી . 

મુલ્ય –અમુલ્ય-માત્ર સદભાવ  

આ “કુસુમાંજલિ ” ઈ-પુસ્તક પ્રકાશનને શક્ય બનાવવા  માટે પ્રતિલિપિ અને એના ગુજરાતી વિભાગનું કુશળતાથી સંચાલન કરી રહેલ સુ.શ્રી સહૃદયી ( શૈલી ) મોદીનો હું ખુબ આભારી છું.

મને આશા છે આ “કુસુમાંજલિ ” ઈ-પુસ્તક મારફતે મારી ચૂંટેલી ગુજરાતી ગદ્ય-પદ્ય સાહિત્ય રચનાઓનો વાચકોને વિનોદ વિહાર કરાવવાનો જે મેં નમ્ર પ્રયાસ કર્યો છે એ આપને ગમશે અને જીવન પ્રેરક જણાશે .

આ “કુસુમાંજલિ ઈ-બુક તો સ્વ.કુસુમબેનની ૨૩ મી પુણ્યતિથી નિમિત્તે એમને હાર્દિક શ્રધાંજલિ આપવાનો એક નમ્ર પ્રયાસ છે.એની મારફતે વિદેહી કુસુમબેનની સ્મૃતિ અક્ષર દેહે સચવાઈ રહેશે એનો મને આનંદ છે. 

વિનોદ પટેલ, સાન ડીએગો 

તા. એપ્રિલ ૧૪, ૨૦૧૫ .   

KUSUMAANJALI QUOTE   

 સૌજન્ય- મિત્રના ફેસ બુક પેજ પરથી સાભાર 

 

 

 

 

13 responses to “(696) સ્વ. કુસુમબેનની ૨૩ મી પુણ્યતિથી નિમિત્તે ઈ-પુસ્તક “કુસુમાંજલિ ” નું પ્રકાશન

 1. ગોવીન્દ મારુ એપ્રિલ 16, 2015 પર 1:18 એ એમ (AM)

  સુશ્રી. કુસુમબહેનને ભાવાંજલી…

 2. Vinod R. Patel એપ્રિલ 14, 2015 પર 9:59 પી એમ(PM)

  E-mail message from
  Jagdish Joshi
  To vinodbhai patel /૪-૧૪-૧૫

  વિનોદભાઈ,
  પ્રતિલીપી પર આ બૂક જોઇ, કેટલાક ચેપ્ટર વાંચી ગયો. પ્રેમભરી પળોની યાદ ખુબ મીઠી લાગે. આવી યાદો જીવનમાં ટકી રહેવાનું બળ પુરું પાડે છે. સરસ પુસ્તિકા……
  જયશ્રી કૃષ્ણ
  જગદીશ

 3. nabhakashdeep એપ્રિલ 14, 2015 પર 6:13 પી એમ(PM)

  આપના ભાવુક કવિ હૃદયે આપેલી આ શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ છે. શ્રીમતી કુસુમબેને પરિવારમાં સ્નેહ ને સંસ્કાર સીંચ્યા છે..તેનો જાગતો પૂરાવો આપના કુટુમ્બીજનોના અપાર પ્રેમ થકી ,એ સાદર છલકાતો રહ્યો છે.

  સુશ્રી સહૃદયી ( શૈલી ) મોદીના સમયસરના આ પ્રતિભાવથી…એક આત્મિયતાનો અનુભવ થયો.આ પળે આપ સ્વસ્થ તન મનથી પ્રભુ પ્રેમ પાતા રહો ..એવી પ્રાર્થના.

  સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

 4. Vinod R. Patel એપ્રિલ 14, 2015 પર 1:43 પી એમ(PM)

  આપ સૌ મિત્રોના ભાવ ભર્યા પ્રતિભાવ માટે સૌનો હૃદયથી આભાર

 5. pravinshastri એપ્રિલ 14, 2015 પર 1:42 પી એમ(PM)

  દેહનો ભલે વિલય થાય પણ હૈયામાં રહેલી સ્મૃતિ અને સ્નેહ હંમેશાં જીવન્ત રહે છે. કુસુમબેન મળ્યા નથી પણ પોતાના જ લાગે છે.

 6. chandravadan એપ્રિલ 14, 2015 પર 1:32 પી એમ(PM)

  આ “કુસુમાંજલિ ઈ-બુક તો સ્વ.કુસુમબેનની ૨૩ મી પુણ્યતિથી નિમિત્તે એમને હાર્દિક શ્રધાંજલિ આપવાનો એક નમ્ર પ્રયાસ છે…………….
  Vinodbhai,
  My Anjali to Kusumben….Her Soul is Amar…..Her Memories on this Earth are AMAR in your Hearts & in the Hearts of all who had known her while alive….and also alive in the hearts of others who had known her after her death.
  A Book in her Memory….& now a E-BOOK on her 23rd Death Anniversary.
  That is very nice,Vinodbhai !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar!

 7. pragnaju એપ્રિલ 14, 2015 પર 12:20 પી એમ(PM)

  સ્વ. કુસુમબેનને હાર્દિક શ્રદ્ધાંજલી
  “કુસુમાંજલિ ” ઈ-પુસ્તક જીવન પ્રેરક
  ધન્યવાદ

 8. Vinod R. Patel એપ્રિલ 14, 2015 પર 12:06 પી એમ(PM)

  સુ.શ્રી સહૃદયી (શૈલી ) મોદી ,પ્રતિલિપિ ,નો ઈ-મેલ સંદેશ ……

  આદરણીય વિનોદભાઈ,

  આજના દિને પ્રભુ આપને આવા જ સ્વસ્થ અને યુવાન રાખે એ પ્રાર્થના।

  આશીર્વાદ આકાંક્ષી,
  શૈલી
  ટીમ પ્રતિલિપિ
  +91 9979880776

 9. Vinod R. Patel એપ્રિલ 14, 2015 પર 12:01 પી એમ(PM)

  E-MAIL message from Kanti G.Patel

  Shri Vinodbhai
  Today is Bhabhi’s (Kusum) anniversary. Please except my salute to you,
  You still carry her memory as she is live. That is your greatness and love.
  You are man of existence. Vasuddeva kutum kam.
  All glories to your greatness.
  Regards,
  Kanti

 10. smdave1940 એપ્રિલ 14, 2015 પર 10:19 એ એમ (AM)

  We know how much you must be loving Kusumben. કુસુમબેનને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ.

 11. dee35(USA) એપ્રિલ 14, 2015 પર 9:50 એ એમ (AM)

  શ્રી કુસુમબહેનને હાર્દીકશ્રદ્ધાંજલી.

 12. Vimala Gohil એપ્રિલ 14, 2015 પર 9:42 એ એમ (AM)

  બ્લોગ ખોલતા જ સ્વ. કુસુમબેનનો ફોટો જોઈને ઍક જાતની સૌમયતાનો સ્પર્શ થાય છે.
  ઍમની પૂણ્યતિથી ઍ સ્મૃતિસભાર ઈ-પુસ્તક આપીને આપે વાચકમિત્રોને સહભાગી બનાવવાનું
  સુંદર કાર્ય કર્યુ તે બદલ આભાર.
  કુસુમબેનને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ.

 13. સુરેશ એપ્રિલ 14, 2015 પર 5:07 એ એમ (AM)

  કુસુમબેનને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ.

  એમની યાદમાં આ સરસ કામ કર્યું , તે માટે તમને અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: