ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 698 ) જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ …..હિન્દી કવી હરિવંશરાય બચ્ચન

Harivansh Rai Bachchan
સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ( બીગ-બી) ના પિતાશ્રી હિન્દી સાહિત્યના મશહુર કવિ સ્વ.હરિવંશરાય બચ્ચન ની પ્રથમ પત્ની શ્યામાના અવસાન પછી તેઓ એક વર્ષ સુધી ઊંડી હતાશા ,નીરાશા અને ખાલીપાની મનોસ્થિતિમાં સરી પડ્યા હતા.જીવન જીવવાનો નશો એ ગુમાવી બેઠા હતા.
પત્નીના અવસાનના થોડા સમય પછી હરિવંશરાય બચ્ચનને એ સત્ય હકીકતનો અહેસાસ થયો કે છેવટે એમને જેવું પણ હોય એવું જીવન પસાર તો કરવું જ રહ્યું. પત્નીની વિદાયનો શોક કરવો તો ક્યાં સુધી ?
એમના જીવનમાંથી ગયેલો નશો (Passion) જ્યારે પાછો આવ્યો ત્યારે એમણે જે કાવ્ય રચનાઓ કરી એ ખુબ જ અદભૂત છે. એક કાવ્ય રચના जो बीत गई सो बात गई ખુબ વખણાઈ છે.
આ બહુ જ પ્રસિદ્ધ હિન્દી રચના નીચે પ્રસ્તુત છે. આ હિન્દી કાવ્યનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ પણ એ પછી મુક્યો છે.
એમનાં બીજી વારનાં પત્ની તેજી બચ્ચન અને હિન્દી ભાષાના આ પ્રિષ્ઠિત કવિના દામ્પત્યના છોડ ઉપર ખીલેલું પ્રથમ પુષ્પ એટલે આજનો આપણો સુપર સ્ટાર અમિતાભ બચ્ચન . એમના બીજા પુત્રનું નામ છે અજીતાભ બચ્ચન .
અમિતાભ બચ્ચનએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એ એક આશ્ચર્ય જનક બાબત છે કે કવી હરિવંશરાયનાં મધુશાલા જેવાં કાવ્યોમાં શરાબ અને નશા વિષે એમણે ખુબ લખ્યું છે પરંતુ એમના જીવનમાં એ શરાબ પીવામાંથી હમેશાં દુર રહ્યા હતા .
जो बीत गई सो बात गई કાવ્યમાં માં પણ શરાબ,શરાબ ખાના અને નશા વિષેનો ઉલ્લેખ તેઓએ કર્યો છે એ જોઈ શકાય છે.
जो बीत गई सो बात गई
जो बीत गई सो बात गई
जीवन में एक सितारा था
माना वह बेहद प्यारा था
वह डूब गया तो डूब गया
अम्बर के आनन को देखो
कितने इसके तारे टूटे
कितने इसके प्यारे छूटे
जो छूट गए फिर कहाँ मिले
पर बोलो टूटे तारों पर
कब अम्बर शोक मनाता है
जो बीत गई सो बात गई
जीवन में वह था एक कुसुम
थे उसपर नित्य निछावर तुम
वह सूख गया तो सूख गया
मधुवन की छाती को देखो
सूखी कितनी इसकी कलियाँ
मुर्झाई कितनी वल्लरियाँ
जो मुर्झाई फिर कहाँ खिली
पर बोलो सूखे फूलों पर
कब मधुवन शोर मचाता है
जो बीत गई सो बात गई
जीवन में मधु का प्याला था
तुमने तन मन दे डाला था
वह टूट गया तो टूट गया
मदिरालय का आँगन देखो
कितने प्याले हिल जाते हैं
गिर मिट्टी में मिल जाते हैं
जो गिरते हैं कब उठतें हैं
पर बोलो टूटे प्यालों पर
कब मदिरालय पछताता है
जो बीत गई सो बात गई
मृदु मिटटी के हैं बने हुए
मधु घट फूटा ही करते हैं
लघु जीवन लेकर आए हैं
प्याले टूटा ही करते हैं
फिर भी मदिरालय के अन्दर
मधु के घट हैं मधु प्याले हैं
जो मादकता के मारे हैं
वे मधु लूटा ही करते हैं
वह कच्चा पीने वाला है
जिसकी ममता घट प्यालों पर
जो सच्चे मधु से जला हुआ
कब रोता है चिल्लाता है
जो बीत गई सो बात गई।।
—हरिवंशराय बच्चन
આ હિન્દી કાવ્યનો મારો ગુજરાતી અનુવાદ
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
મારા જીવન માટે તો એ એક તારો હતી
એ તારો બહુ વ્હાલો હતો એની ના નહિ
એ સિતારો હવે ખરી ગયો તો ખરી ગયો
આ આકાશના આનંદને જ નિહાળોને
આકાશમાં કેટલાએ તારા ખર્યા હશે
આકાશને કેટલા બધા એ વ્હાલા હતા
પણ હવે ખરી ગયા એ ખરી ગયા
તમે જ કહો,જે ખર્યા એ તારાઓ પર
આકાશે કદી શોક કર્યો છે ખરો ?
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
જીવનમાં એક કુસુમ-પુષ્પ સમ હતી
જેના પર તમે સદા સમર્પિત હતા
એ પુષ્પ હવે સુકાઈ ગયુ તો સુકાઈ ગયું
આ ફૂલવાડીની ધરતીને જ જુઓને
એની ઘણી ખીલેલ કળીઓ સુકાઈ ગઈ
પુષ્પો પણ એના ઘણાં સુકાઈ ગયાં
જે સૂકાયાં એ ફરી ખીલવાનાં છે ખરાં ?
સુકાઈ ગયેલ કળીયો કે ફૂલો પર,બોલો
ફૂલવાડીએ કદી બુમરાણ મચાવી છે ?
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
જીવનમાં શરાબના પ્યાલા જેવી હતી એ
એના પર તન મન તમારું અર્પિત હતું
એ પ્યાલો હવે તૂટી ગયો તો તૂટી ગયો
શરાબખાનામાં શું થાય છે એ જ જુઓને
કેટલાએ પ્યાલા ત્યાં હલી જાય છે
નીચે પડી માટી ભેગા થાય છે
જે પડ્યા એ પછી ઉભા ક્યાં થાય છે?
બોલો, તૂટેલા એ પ્યાલાઓ ઉપર કદી
શરાબાલય ક્યાં પસ્તાવો કરતું હોય છે?
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
કોમળ માટીના બનેલા એ પ્યાલા
સદા તૂટતા ફૂટતા જ રહેવાના છે
ઓછો આવરદા લઈને આવેલા
એ પ્યાલાઓ તૂટ્યા કરવાના છે
એમ છતાં પણ શરાબાલયની અંદર
શરાબના ઘડા સાથે પ્યાલા પણ મોજુદ છે
જેને નશો જ કરવો છે એ શરાબીઓ
શરાબની લૂંટ ત્યાં કરતા જ રહે છે
એ પીનારો ખરો નહી,કાચો પોચો છે
જેનો મોહ ફક્ત પ્યાલાઓ પર જ છે
મનમાં જેને ખરી શરાબની આગ છે
એ ક્યાં રડતો કે બુમરાણ કરતો હોય છે
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
-હરિવંશરાય બચ્ચન … અનુવાદ- વિનોદ પટેલ
એક જાતની એકલતામાં સરી પડેલા આ હિન્દી કવિની આવી જ બીજી બે કાવ્ય રચનાઓનો પણ આસ્વાદ લેવા જેવો છે.
क्या भूलूँ, क्या याद करूँ मैं!
अगणित उन्मादों के क्षण हैं,
अगणित अवसादों के क्षण हैं,
रजनी की सूनी घड़ियों को
किन-किन से आबाद करूँ मैं!
क्या भूलूँ, क्या याद करूँ मैं!
याद सुखों की आँसू लाती,
दुख की, दिल भारी कर जाती,
दोष किसे दूँ जब अपने से
अपने दिन बर्बाद करूँ मैं!
क्या भूलूँ, क्या याद करूँ मैं!
दोनों करके पछताता हूँ,
सोच नहीं, पर मैं पाता हूँ,
सुधियों के बंधन से कैसे
अपने को आज़ाद करूँ मैं!
क्या भूलूँ, क्या याद करूँ मैं!
एकांत संगीत
तट पर है तरूवर एकाकी,
नौका है, सागर में,
अंतरिक्ष में खग एकाकी,
तारा है अंबर में,
भू पर वन, वारिधि पर बेड़े,
नभ में उडु-खग मेला,
नर नारी से भरे जगत में
कवि का हृदय अकेला।

Amitabh Bachchan Family
બચ્ચન પિતા પુત્રનો એક રમુજી પ્રસંગ
” મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? “-અમિતાભ બચ્ચન
આ આખી વાત અમિતાભે એક ટી.વી. પ્રોગ્રામમાં પોતાના મોઢે કહી છે!
સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ગ્રેજ્યુએટ થયા પછી નોકરી મળતી ન હતી . આથી એ ઘણો નિરાશ થઇ ગયો .આવી નિરાશાની પળોમાં એક વાર એક વાર એને મનમાં એવો વિચાર આવ્યો હતો કે મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? એના મિત્રોએ પણ કહ્યું કે આપણાં મા-બાપે આપણને જન્મ જ આપવો જોઈતો જ ન હતો. આ વાત સાંભળીને તેમણે પિતા હરિવંશરાય બચ્ચનને મોઢામોઢ કહી દીધું કે,આપને મુજે પૈદા હી ક્યું કિયા?
અમિતાભે પિતાના મોઢે આવું બોલતાં તો બોલી દીધું, પણ તેના જવાબમાં પિતા હરિવંશરાય બચ્ચન કંઈ જ ન બોલ્યા. તેઓ મહાન કવિ હતા. બીજા દિવસે સવારે અમિતાભ ઊઠયા ત્યારે તેમના બેડ ઉપર એક કાગળ પડયો હતો, જેમાં હરિવંશરાયે એક કવિતા લખી હતી. આ કવિતા કદાચ થોડીક રમૂજી લાગે પણ તેના ગુઢાર્થ ઘણું બધું કહી જાય છે…
જિંદગી ઔર જમાને કી કશ્મકશ સે ગભરા કે,
મેરે બેટે મુજસે પૂછતે હૈં કી હમેં પૈદાક્યું કિયા થા?
ઔર મેરે પાસ ઇસકે સિવા ઔર કોઈ જવાબ નહીં,
કી મેરે બાપને ભી મુજસે બિના પૂછે મુજે પૈદા ક્યું કિયા થા?
ઔર મેરે બાપકો ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં
ઔર ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં,
જિંદગી ઔર જમાને કી કશ્મકશ પહલે ભી થી,
આજ ભી હૈ, શાયદ જ્યાદા, કલ ભી હોગી શાયદ ઔર જ્યાદા,
તુમ ભી લિખ રખના,
અપને બેટોં કો પૂછ કર ઉન્હેં પૈદા કરના!
Like this:
Like Loading...
Related
હરિવંશરાય બચ્ચન ના સુંદર કાવ્યનો ભાવભર્યો અનુવાદ-
ધન્યવાદ
…………………..
એ ક્યાં રડતો કે બુમરાણ કરતો હોય છે
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
સાંત્વન આપતો વિચાર
LikeLike
સરસ અનુવાદ છે.
LikeLike
All poems are nice. Thanks
LikeLike
Pingback: ( 700 ) ૫૨ વર્ષ જૂની મારા લગ્નની કંકોત્રી …….. શ્રી નવીન બેન્કર | વિનોદ વિહાર
એ ક્યાં રડતો કે બુમરાણ કરતો હોય છે
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
-હરિવંશરાય બચ્ચન … અનુવાદ- વિનોદ પટેલ
Saras Anuvad.
Abhinandan !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !
LikeLike
Pingback: ( 1007 ) હિન્દી કવિ સ્વ.હરિવંશરાય બચ્ચનનું એક સુંદર હિન્દી કાવ્ય અને એનો ગુજરાતી અનુવાદ …. | વિનોદ વિ
Pingback: ( 1007 ) હિન્દી કવિ સ્વ.હરિવંશરાય બચ્ચનનું એક સુંદર હિન્દી કાવ્ય અને એનો ગુજરાતી અનુવાદ …. | વિનોદ વિ
Pingback: બચ્ચન પિતા પુત્રનો એક રમુજી પ્રસંગ….. | હાસ્ય દરબાર
એમને તો આ મને બહુ જ ગમતી કવિતા. એમનો ફોટો પહેલી વાર જોયો. આભાર.
LikeLike
ફરી વાર વાંચી. બધે ફરી આવીને ફરી ફરી વાંચવા ગમે તેવા કવિ.
અપને બેટોં કો પૂછ કર ઉન્હેં પૈદા કરના!
આની પર આજે જ ધ્યાન ગયું.મસ્ત જવાબ.
LikeLike
ફરી વાર વાંચી. બધે ફરી આવીને ફરી ફરી વાંચવા ગમે તેવા કવિ.
આની પર આજે જ ધ્યાન ગયું.મસ્ત જવાબ.
LikeLike