વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 699 ) બે ફોટા ….માઈક્રોફિક્શન વાર્તા….. વિનોદ પટેલ

 Sick

ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ 

એની બીમાર પત્ની કલ્પનાના બે દિવસ ઉપર લીધેલા એનાં ફેફસાંના એક્સ-રેના ફોટા રેડીયોલોજીસ્ટને ત્યાંથી લઇ આવી વીરેન્દ્ર એના ફ્લેટમાં દાખલ થયો. સાંજે ડોક્ટરને બતાવવા આ ફોટા લઇ જવાના હતા .

વીરેન્દ્ર એના ફ્લેટમાં ફોટાનું બ્રાઉન કવર બાજુના ટેબલ ઉપર મૂકી ફેફસાંના કેન્સરથી પીડાતી એની બીમાર પત્ની કલ્પનાના પલંગ પાસેની ખુરસીમાં આવી બેઠો અને એના હાથને પંપાળી રહ્યો.

થોડીવાર પછી એક્સ-રે ફોટાને ફ્લેટની ખુલ્લી બારીમાંથી આવતા પ્રકાશ સામે ધરીને વીરેન્દ્ર એને એકી નજરે જોવા લાગ્યો.

શરીરથી સાવ કૃશ થઇ ગયેલી કલ્પનાને એના કેન્સર ગ્રસ્ત ફેફસાંના ફોટામાં કેવું છે એ વીરેન્દ્રને પૂછવાની ઇચ્છા પણ ના થઇ .

એક્સ-રે ફોટાને જોઈ રહેલ વીરેન્દ્ર તરફથી કલ્પનાએ એની નજર ઉઠાવી લઈને સામેની દીવાલ ઉપર લટકાવેલા એના અને વિરેન્દ્રના લગ્ન વખતના ખીલખીલાટ હસી રહેલ ફોટાને સ્થિર નજરે જોઈ રહી .

લગ્નના એ ફોટાને જોતાં જોતાં એનાથી એક ઊંડો નિશ્વાસ મુકાઈ ગયો !

2 responses to “( 699 ) બે ફોટા ….માઈક્રોફિક્શન વાર્તા….. વિનોદ પટેલ

 1. pragnaju April 19, 2015 at 6:19 AM

  યાદ
  અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં
  લૂમાં તરતો ઘોર ઉનાળો
  અમે ઉઘડે ડિલે
  ઓગળતી કાયાનાં ટીપાં
  કમળપાંદડી ઝીલે
  ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં !
  અમે બરફનાં પંખી રે… ભાઈ, ટહેકે ટહુકે પીગળ્યાં.
  લીલાંસૂકાં જંગલ વચ્ચે
  કાબરચીતરાં રહીએ
  નભમાં ઊડતાં સાંજ પડે તો
  સોનલવરણાં થઈએ
  રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં !
  અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં.
  માણો
  Ame Baraf Na Pankhi – YouTube
  Video for અમે બરફનાં પંખી▶ 116:16
  http://www.youtube.com/watch?v=RFXyvdtKSho
  Aug 7, 2009 – Uploaded by shemaroogujarati
  A young girl diagnosed as suffering from an incurable disease is all courage and dignity. She faces her few … પોતાની પુત્રીને નહીં બચાવી શકવાની અસમર્થતા, ડર, દુ:ખ અને છતાંય તેને સાચવવાની જવાબદારી નિભાવતી માતાના પાત્રમાં મનીષા કનોજીયાનો સુંદર અભિનય છે તો પુત્રીના પાત્રમાં દિશા વાકાણી નો અનુભવ જાનદાર છે.
  .આવું અમારા કુટુંબમા પણ ચાલ્યું પણ આધુનિક સારવારથી સઘળું હેમક્ષેમ છે

 2. સુરેશ April 19, 2015 at 6:17 AM

  It happens.
  Be a watcher.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: