ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 708 ) ફેસ બુક પર મારું એક નવીન પેજ… ” મોતી ચારો “
ફેસ બુક ઉપર મારું એક નવીન પેજ…
” મોતી ચારો “… જીવન પ્રેરક સાહિત્યનો મધપુડો
માણસના મનમાં કંઇક નવું નવું કરવાના ઓરતા જગ પુરાણા છે. દરેક માણસ ના મનમાં નવા નવા વિચારો આવે છે અને જાય છે. એમાંથી કોઈ એક સારો વિચાર મનમાંથી જતો રહે એ પહેલાં એને મજબુતીથી પકડી રાખી એને મૂર્ત સ્વરૂપ આપવા માટે જો પ્રયત્નશીલ બનીએ તો એ શક્ય બને છે ત્યારે સ્વાભાવિક આનંદની અનુભૂતિ થતી હોય છે.
ફેસ બુક ઉપર ઘણાં સાહિત્ય ગ્રુપ સરસ કામ કરતાં જોઈ એમાંથી પ્રેરિત થઇ મને પણ થયું ચાલો આવું એક પેજ શરુ કરીએ જ્યાં રોજ કઇંક નવું પ્રેરક સાહિત્ય મિત્રોમાં પીરસતા જઈએ .ક્ષીર અને નીર જુદા કરી શકનાર અને મોતીનો ચારો ચરનાર હંસ નજર સામે આવ્યો ,અને આ પેજનું નામ “મોતી ચારો ” મનમાં ફીટ બેસી ગયું.
“મોતી ચારો” પેજ ના માધ્યમથી મનના પટારામાં અને નોટ બુકોમાં અને કોમ્પ્યુટરમાં સંગ્રાહેલું-બચાવેલું અને બચેલું હજુ ઘણું પડ્યું છે એ બહાર આવશે અને ગમતાનો ગુલાલ થતાં આનંદિત થવાશે.છેવટે મનનો આનંદ જ સૌને જોઈએ છે ને ! કોઈ પણ સકારાત્મક માર્ગે જો એ મળતો હોય તો એ મેળવવાની તક શા માટે જતી કરવી ?
મારા આ વિચારને મૂર્ત રૂપ આપી તારીખ ૨૮ મી એપ્રિલ ૨૦૧૫ ની સવાર થી
” મોતી ચારો ” એ નામે મેં એક નવું ફેસ બુક પેજ શરુ કર્યું છે.
તારીખ ૨૮ મીની આ પ્રથમ પોસ્ટ માં એના ઉદ્દેશ્ય વિષે મેં આ પ્રમાણે લખ્યું છે.
મોતી ચારો … જીવન પ્રેરક સાહિત્યનો મધપુડો
મારી લગભગ ૮૦ વર્ષની જિંદગીમાં જે વાંચ્યું, અનુભવ્યું અને મેળવ્યું અને ગાંઠે બાંધ્યું એમાંથી મને ગમતું સ્વ-રચિત અને અન્યોના સર્જનમાંથી મિત્રો અને અન્યોને વહેંચવા ,ગમતાનો ગુલાલ કરવા માટે મોતી ચારો નામનું એક ગ્રુપ આજે શરુ કર્યું છે.
હંસની જેમ ચરેલા મોતીનો મોતી ચારો કરાવવાનો એનો મુખ્ય આશય છે.
સૌ મિત્રોને એમાં જોડાઈ જીવન સંધ્યાએ શરુ કરેલી આ બુઝર્ગની સર્જનાત્મક
રમતમાં જોડાવા હાર્દિક નીમન્ત્ર્ણ છે .
મને ગમતું એક વાક્ય છે ….”તમારા મૃત્યુ બાદ તમારે ભુલાઈ જવું ના હોય તો
વાંચવા જેવું લખો અથવા કોઈને લખવું ગમે એવું જીવનમાં કૈક કાર્ય કરો .”
આભાર,
વિનોદ પટેલ …. ૪-૨૮-૨૦૧૫

ફેસ બુકની નીચેની લીંક ઉપર ક્લિક કરીને એના પેજ ઉપર જઈને
“મોતી ચારો” વાંચી/જોઈ શકશે.
એમાં તારીખ ૪-૩૦-૨૦૧૫ ના રોજ પોસ્ટ કરવામાં આવેલ પ્રેરક પોસ્ટ અત્રે ફરી રજુ કરું છું.
આજનો મોતીચારો ……એપ્રિલ ૨૯,૨૦૧૫
આજની ઈ-મેલમાં આ સરસ અવતરણ વાંચ્યું.
“There are two primary choices in life: to accept conditions as they exist, or accept the responsibility for changing them.”
~Denis Waitley
આ અંગ્રેજી અવતરણનો અનુવાદ અને વિવરણ
અનુવાદ
“જીવનમાં તમારે આ બે પ્રાથમિક અગત્યની બાબતોમાંથી એકની પસંદગી કરવાની છે .કઈ છે આ બે બાબતો ? એક તો તમારી અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એને એ સ્વરૂપે સ્વીકારી લો અથવા તો પછી તમે જે વર્તમાન પરિસ્થિતિમાં છો એમાં સુધારો કરવાની જવાબદારી માથે ઉપાડી લો.”
વિવરણ
જીવનમાં જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે છે ત્યારે ઘણા માણસો મનથી ભાંગી પડે છે. નિરાશ થઇ જાય છે. .નશીબને દોષ દે છે કે મારા નશીબમાં એવું લખ્યું હશે શું થાય. આવી પરિસ્થિતિ તમારે મનથી સ્વીકારી લેવી છે કે પ્રયત્નો કરીને તમારે એને બદલી નાખવા માટે પ્રયત્નો કરવાનું શરુ કરવું છે બે માંથી તમારે એકની પસંદગી કરવાની છે .બહાદુર માણસનું એ એક લક્ષણ હોય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ હિંમત હારતો નથી પણ એને બદલવા માટે પૂરી કોશિશ કરીને એમાંથી સફળતાથી બહાર નીકળી આવે છે.દરેક મહાન પુરુષની જીવન યાત્રાની કથા આવી જ હકીકતોથી ભરપુર છે.પ્રયત્ન વિના કશું સુલભ બનતું નથી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે તમારે દુનિયાને બદલવાની મનમાં જો ખ્વાહીશ હોય તો એની શરૂઆત તમારાથી જ કરો.
“ Be the change you want to see in in the world “એટલે કે તમે જો દુનિયામાં બદલાવ આવવો જોઈએ એવી જો મનમાં ઇચ્છા કરતા હો તો એની શરૂઆત તમારાથી જ કરવી જોઈએ .કોઈ જુઠું બોલતો હોય અને તમે એમ ઈચ્છો કે એ સાચું બોલે તો તમારે જાતે સાચું બોલવાની શરૂઆત કરી દેવી પડે તો જ એની અસર પડે .
આપણામાં એક સરસ કહેવત છે કે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય . તમારા બદલે કોઈ મરે અને તમને સ્વર્ગનું સુખ મેળવવું હોય તો એ ના મળે . એ માટે તો તમારે જાતે મરવું જ પડે !
પેલા મહાત્માની વાત તમોએ વાંચી હશે કે એમના શિષ્યને ગોળ ના ખાવાની સલાહ આપતા પહેલાં એમણે એક અઠવાડિયા માટે ગોળ ખાવાનું છોડી દીધું હતું . ગોળ ના ખાવાનો જાત અનુભવ લીધા પછી જ હું બીજાને એમ નહિ કરવાની સલાહ આપી શકું અને તો જ એની અસર પડે એમ એ મહાત્માનું માનવું હતું.
મહાત્મા ગાંધીજીનું એક બીજું સરસ અંગ્રેજી અવતરણ છે ….
“ An ounce of practice is worth more than tons of preaching.”
એટલે કે શુદ્ધ ગુજરાતીમાં એનો અર્થ થાય -એક શેર શિખામણ કરતાં અધોળનું આચરણ ઉત્તમ છે.
આપણે સૌ આ મહાત્માની શિખામણને ગાંઠે બાંધી એમના કહેલ માર્ગે ચાલવાનું આચરણ શરુ કરી દઈએ તો કેવું સારું !
વિનોદ પટેલ
મિત્રો ,
આ પેજ ઉપર મુખ્યત્વે મારી સ્વ -રચનાઓ, અનુવાદ વી. પોસ્ટ કરવાનો વિચાર રાખ્યો છે એટલે ફેસ બુક મિત્રો એમાં સીધા એમનાં લખાણ કે ચિત્ર વી. શેર કરી નહી શકે એ માટે માફ કરશો.
આમ છતાં , મિત્રોના ફેસબુક પેજ ઉપર જતાં કે મિત્રો તરફથી ઈ-મેલથી મોકલે એમાંથી મને ગમતું જો મળશે તો હું આ પેજ ઉપર એમના આભાર સાથે જરૂર મુકીશ.
મોકલવા માટે મારું ઈ-મેલ સરનામું … vinodpatel63@yahoo.com
ઈ-મેલના મથાળે ..”મોતીચારા માટે” લખવા વિનતી છે.
“મોતીચારા “માંથી તારવેલ ગમે એવી સાહિત્ય અને અન્ય સામગ્રી અવાર નવાર વી.વી. ના વાચકોને માટે અહીં એક પોસ્ટ તરીકે મુકવામાં આવશે.
આભાર ,
વિનોદ પટેલ
Like this:
Like Loading...
Related
અમારે પ્રેરણા લેવા જેવી વાત
મોતીચારો સાથે યાદ ડો આઇ કે વિજળીવાળાની—“…જેટલાં પુસ્તકો પરિચિતોમાં અપાય એટલા મફત આપીશું અને બાકીનાં પુસ્તકો કોઈ ચણા-મમરાવાળાની રેંકડીમાં આપી દઈશું જેથી પડીકામાં છપાયેલું ક્યારેક કોઈક તો વાંચશે ! ‘મોતીચારો’ નામ આપીને અમે તે પ્રેસમાં આપ્યું.
પણ વાસ્તવમાં બન્યું ઊલટું ! માત્ર ૧૦ જ દિવસમાં એ પુસ્તક એટલું બધું પ્રસિદ્ધિ પામ્યું કે તેની તાત્કાલિક સાડા ત્રણ હજાર નકલો છાપવી પડી. ત્યાર બાદ તેની આવૃત્તિ સતત થતી રહી. આજ સુધીમાં ‘મોતીચારો’ની ત્રીસ હજારથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. ‘મોતીચારો’ની સફળતા જેવી સફળતા તમને મળો
LikeLike
પ્રિય બહેન શ્રી,
ડો આઇ કે વિજળીવાળાની મોતીચારો પુસ્તકોની જાણ તમે કરાવી ત્યારે જ મને થઇ એની મને એક નવાઈ !
મેં તો એમ જ સ્વયં સ્ફૂરણાથી આ નામ સારું લાગ્યું એટલે એ અપનાવી લીધું.
મારા ફેસ બુક પેજ “મોતીચારો “માટેની આપની શુભેચ્છાઓ માટે આપનો ખુબ આભાર .
સાદર ,
LikeLike
thanks for creating moti charo.your writing always inspire me.chandulal shah
LikeLike
મોતીચારો શબ્દ સાથે જે ડો આઇ કે વિજળીવાળા ના પુસ્તકો યાદ આવી જે જાય.
હવે આપના સાહિત્યના મધપૂડાની મીઠાસ માણવા મળશે ઍ જાણતા ખુશી થઈ.
આપનો મોતીચારો ચણવા હંસ બૅની શકીઍ ઍવા આશીર્વાદ વરસાવશો.
શુભેચ્છાસહ આભાર.
LikeLike
આભાર વિમલાબેન, આપના પ્રોત્સાહજનક શબ્દો અને શુભેચ્છા માટે.
LikeLike
Aap moti charo patharo ame chanva taiyarj chhie. Khoob khoob abhinandan navi pahel mate.
LikeLike
મેં એક વર્ષ પહેલા બ્લોગ્સના વળતા પાણી નામે એક લેખ લખેલો, એમા મેં લખ્યું હતું કે ફેસબુક અને ટ્વીટરનો વપરાશ વધતો જશે અને બ્લોગ્સનો વપરાશ ઘટતો જશે. છે ને ટીડા જોશીનું ભવિષ્ય કથન સાચું?
LikeLike
Pingback: ( 714 ) સૌ માતાઓને હેપ્પી મધર્સ ડે- માતૃદિન મુબારક | વિનોદ વિહાર