સુશ્રી પ્રજ્ઞાબેનએ એમના ઈ-મેલમાં મને એક જૂની હિન્દી ફિલ્મ Ram Nagari (1982) નું એક સુંદર ભજન મને સાંભળવા મોકલ્યું હતું એ મને ખુબ ગમ્યું. એમાં ભજનના પ્રેરક શબ્દો જયદેવનું કર્ણપ્રિય સંગીત અને ગાયક હરિહરન/નીલમ સાહની ના કંઠનો સુસંગમ થતાં ભજન ડોલાવી જાય છે. આ ભજન ૧૯૮૨ માં બનેલ હિન્દી ફિલ્મ રામનગરી નું છે .
આવું સારું ભજન સાંભળીએ એટલે જાણે કે બધું ભુલાઈ જાય અને ભગવાન સાથે તાર જોડાઈ જાય છે.
વરસો પહેલાં હિન્દી ફિલ્મોમાં આવાં સુંદર ભજનો વાર્તા સાથે વણી લઈને મુકવામાં આવતાં એ હવે બહુ જોવા નથી મળતું.
મૈ તો કબસે તેરે શરનમે હું જે ભજન હિન્દીમાં છે એના શબ્દો ખુબ જ ભાવવાહી છે . આ હિન્દી ભજન ગમતાં એનું ગુજરાતીમાં અનુવાદ કરીને નીચે આપું છું .
અનુવાદિત ગુજરાતી ભજનને હિન્દી ભજનના રાગમાં ગાઈ શકાશે .
હું તો ક્યારનો તારા શરણમાં છું ….(૨ )
મારી તરફ જરા પ્રભુ ધ્યાન આપ
હું તો ક્યારનો ય તારા શરણમાં છું
મારા મનમાં આવો અંધકાર કેમ
પ્રભુ જરા મને કઇંક જ્ઞાન આપ
હું તો ક્યારનો તારા શરણમાં છું
તારી આરતીનો હું દીપક બનું
એ છે એક મારી મનોકામના
મારા પ્રાણમાં તારું જ નામ હોય
મારું મન કરે તારી જ ઉપાસના
ગુણગાન તારાં જ હું કરતો રહું
એવી લગની પ્રભુ તું મને આપ
હું તો ક્યારનોય તારા શરણમાં છું .
કોઈ સુખની સવાર ખીલે તો ય શું
કદીક દુખની સાંજ ઢળે તો ય શું
પાનખરમાં પણ સદા ખીલતું રહે
એવું જ પુષ્પ હું બની રહું સદા
ખુન્ચવે ના કોઈ કે કદી વિલાય ના
એવું મધુર સ્મિત પ્રભુ તું મને આપ
હું તો ક્યારનો તારા શરણમાં છું
મારી સામે જરા પ્રભુ ધ્યાન આપ
મારા મનમાં આવો અંધકાર કેમ
પ્રભુ જરા મને કઇંક જ્ઞાન આપ
વિડીયોમાં આટલે સુધી હિન્દી ગીતના શબ્દો ગવાયા છે .ગીતના બાકીના શબ્દોનો અનુવાદ પણ આપું છું.
કઈ સારું ન દેખ્યું , કોઈ પુણ્ય ના કર્યું
દાઝ્યો છું પાપ પુણ્યના આ ધૂપમાં
તારું દયાનું જે સ્વરૂપ હોય કૃપાળુ
મને એ સ્વરૂપનાં દર્શન તું કરાવ
ઓ પ્રભુ મારું મન અતિ અશાંત છે
મને શાંતિ મળે એવું વરદાન આપ
હું તો ક્યારનો તારા શરણમાં છું
મારી તરફ પ્રભુ જરા ધ્યાન
હવે,રામનગરી ફિલ્મનું હિન્દી ભજન આ વિડીયોમાં સાંભળો .
Main Toh Kab Se Teri Sharan Mein Hun Hariharan Neelam Sahni Music Jaidev Film Ram Nagari
આ જ ભજન ગાયક હરિહરન સત્ય સાઈ બાબા સમક્ષ ગાય છે એનો વિડીયો .
મને ગમતાં આવાં જ બીજાં ફિલ્મી ભજનોની લીંક નીચે આપું છું. એ ભજન પણ તમોને ગમે એવાં ભાવવાહી છે.
આભાર,આભાર,આભાર, પ્રજ્ઞા બેન અને વિનોદ સાહેબનો.
“ખોબો માગ્યો ને દઈ દીધો કૂવો” કરતા પણ વિશેષ;કે માગ્યાવીણ
મળી ગયું. જે શોધતા પણ ના મળે તે આપ લોકોઍ થાળ ભરીને પીરસી દીધુ!!!
ભરપેટ આસ્વદિયુ. રામ નગરી ફિલ્મ શોધવાની લાલચ આપોસ્ટ દ્વારા જાગી છે તો સુ.જા. સાહેબના શબ્દોમાં
“ખાં ખાં ખોળા ” કરવા પ્રયત્ન કરીશ. ફરી-ફરી આભાર.
મા શ્રી વિનોદભાઇને ગુલ આપ્યું અને તેમણે તો ગુલદસ્તો આપ્યો!
ગાયક હરિહરન સાથે ગાયિકા નીલમ સાહનો ખ્યાલ જ ન આવે!
તેમણે ભજનનુ સુંદર ભાષાંતર કર્યું
હવે તેની યુ ટ્યુબ બનાવવી જોઇએ
રોજ રોજ સાંભળી , મનમા ગણગણતા ભાવવાહી અનુભૂતિ થાય
Aaje paheli varaj sabhlyu. Bahuj maja avi. Aapani pasethi nava nava video dvara ghanu janava male chhe. Ghanivar shodhva chhatay nathi maltu te ahi sahajma ek sathe ghanu ghanu mali jay chhe. Aabhar.

Reblogged this on આપણું વેબ વિશ્વ.
Aaje paheli varaj sabhlyu. Bahuj maja avi. Aapani pasethi nava nava video dvara ghanu janava male chhe. Ghanivar shodhva chhatay nathi maltu te ahi sahajma ek sathe ghanu ghanu mali jay chhe. Aabhar.