વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 4, 2015

( 712 ) આશા પૂર્તિ ….. લઘુ કથા .. વિનોદ પટેલ

મારા ફેસ બુક પેજ “મોતી ચારો ” ઉપર આજે પોસ્ટ થયેલ મારી એક લઘુ કથા અત્રે વી.વી. ના વાચકો માટે પ્રસ્તુત છે .

આશા પૂર્તિ …..  લઘુ કથા 

Akshay_Kumar_with_family

ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજીઝ 

કોકિલા અને ૧૫ વર્ષની દીકરી શૈલજાને ભારતમાં મૂકી રોહન કમ્પનીએ ગોઠવેલ વિઝા ઉપર અમેરિકા ગયો હતો .ત્યાં થોડા વર્ષ જોબ કરી પત્ની અને દીકરીને અમેરિકા બોલાવી લેવાની એની યોજના હતી.કોકિલા અને દીકરી પણ એ આશાએ અમદાવાદમાં દિવસો પસાર કરી રહ્યાં હતાં.

માણસે રાખેલી બધી આશાઓ અને યોજનાઓ ક્યાં પૂરી થતી હોય છે ! એક કાર અકસ્માતમાં રોહનનું અમેરિકામાં અવસાન થતાં કોકિલા અને દીકરીનાં અમેરિકામાં રોહન સાથે રહેવા આવી સુખી જીવન વ્યતીત કરવાનાં સ્વપ્નાં ચકનાચૂર થઇ ગયાં.

અમદાવાદમાં શૈલજાનો સોફ્ટવેર એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો થયો એટલે નશીબ જોગે અમેરિકાથી વતનમાં લગ્ન માટે આવેલ અમેરિકાના શિકાગો શહેરમાં એન્જીનીયર તરીકે સારી જોબ સાથે સેટ થયેલા સોહન સાથે લગ્ન થયાં. વિધવા માતા કોકીલાને અમદાવાદમાં એકલી મૂકી રડતી આંખે શૈલજા પતી સોહન સાથે અમેરિકા શિકાગો પહોંચી ગઈ .

અમદાવાદ એરપોર્ટ ઉપરથી વિદાય લેતાં આ નવ પરિણીત યુગલે કોકિલાને દિલાસો આપતાં કહ્યું હતું કે “ બા ચિંતા ના કરશો, અમેરિકા ગયા પછી અમે તમને અમારી સાથે રહેવા બોલાવી લઈશું ”

….. અને એ દીવસની શુભ ઘડી પણ આવી ગઈ !

એક દિવસે મુબઈ જઈ અમેરિકન કોન્સુલેટમાંથી ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરીને દીકરી અને જમાઈ સાથે ત્યાં બાકીની જિંદગી પસાર કરવા શૈલજાની વ્હાલી વિધવા માતા કોકિલા અમેરિકા શિકાગો પહોંચી ગઈ !

પતી રોહનએ જગાવેલી કોકીલાની અમેરિકા જવાની અધુરી આશાની જમાઈ સોહન અને એના હૈયાના હાર જેવી દીકરી શૈલજાએ પૂર્તિ કરી દીધી !

વિનોદ પટેલ