વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 715 ) ગુજરાતી ભાષા અને બાળકોની સેવામાં એક ‘મોટ્ટો’ પ્રોજેક્ટ

મારા સહૃદયી મિત્ર શ્રી સુરેશ જાની વ્યવસાયે એન્જીનીયર તરીકે વરસોથી કામ કર્યું હોઈ, એમનામાં ગજબની તકનીકી સૂઝ બુઝ છે .

એમની ૭૨ વર્ષની ઉંમરે ૨૧મી સદીના એક ઉત્સાહી બાળકની જેમ રોજ કંઇક નવું જાણવાનો એ શોખ ધરાવે છે .આધુનિક ‘Scratch’ ટેકનોલોજીમાં ખંતથી ઊંડા ઉતરી એને આત્મસાત કરી ‘Scratch’ પર અવનવા પ્રોજેક્ટ એમણે જાતે તૈયાર કર્યા છે એ કાબિલે દાદ છે.
એમના એક છેલ્લા પ્રોજેક્ટ વિષે એમના બ્લોગ સૂર સાધનામાં પ્રગટ એમની પોસ્ટ વિનોદ વિહારના વાચકો માટે એમના આભાર સાથે અહીં રી-બ્લોગ કરું છું.

વિનોદ પટેલ

સૂરસાધના

ઈ-વિદ્યાલય અને સ્ક્રેચ – બેના સુભગ સમ્મેલનથી એક નવા અને મોટ્ટા પ્રોજેક્ટની શરૂઆતની આ ઘોષણા છે.
logo

બાળકો માટે એક જીવંત ( Animated ) શબ્દકોષ.

આ રહ્યો

 આ ચિત્ર પર 'ક્લિક' કરી, ત્યાં પહોંચી જાઓ. આ ચિત્ર પર ‘ક્લિક’ કરી, ત્યાં પહોંચી જાઓ.

      વાત જાણે એમ છે કે, ૨૦૦૧ની સાલમાં આ લખનાર અહીંની સ્થાનિક લાયબ્રેરીમાંથી તેના દોહિત્રો માટે એક સોફ્ટવેર સીડી લઈ આવ્યો હતો -. બાળકોને  જીવંત ( Animated) ચિત્રો અને અવાજ સાથે અંગ્રેજી ભાષાના પાયાના ૧૦૦૦ શબ્દો  શીખવતો સોફ્ટવેર. બાળકો તો હરખભેર એ માણતા જ હતા; પણ આ જણને પણ એ માણવાની મઝા જ કાંઈક ઓર હતી. એ વખતે એમ હમ્મેશ થતુંં કે,

આપણી વ્હાલી ભાષા,
આપણાં વ્હાલા બાળકોને
શીખવતો આવો સોફ્ટવેર
હોય તો કેવું સારૂં?

     ‘Scratch’ પરના આ લખનારના એક વર્ષના રિયાઝથી એવો સર્વાંગ સુંદર અને શક્તિશાળી તો નહીં, પણ એની નાનકડી પ્રતિકૃતિ સમાન પ્રોજેક્ટ શરૂ કરી શકાયો છે. ઉપર બતાવેલા ચિત્ર પર ક્લિક કરી એ ‘પાયલોટ પ્રોજેક્ટ’ માણી લેવા/  નાણી લેવા વિનંતી. વાચકોને…

View original post 159 more words

One response to “( 715 ) ગુજરાતી ભાષા અને બાળકોની સેવામાં એક ‘મોટ્ટો’ પ્રોજેક્ટ

 1. pragnaju મે 13, 2015 પર 5:57 એ એમ (AM)

  રંગ નીખરે છે
  જેમ જેમ બિખરે છે,,,
  મા સુરેશભાઇને ચિ સુરેશ કહીએ તો ગમે…!
  તેમની ઇચ્છા બાળક થવાની ! શ્રી ગોયંકાની વિપશ્યના બાદ શ્રી શ્રી રવિશંકરજીએ માનવીય મૂલ્યોને (ફરી જગાડવાની બાબતને હંમેશા સૌથી વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. અને માનવતાવાદી હોવું એ જ આપણી સાચી ઓળખ હોવાનો આદર્શ દર્શાવ્યો છે. બે ધર્મ વચ્ચે સુમેળ સાધવો અને વિવિધ સંસ્ક્રુતિના ભણતર થકી ધાર્મિક ઝનુનને નાથવાના તેમના પ્રયત્નો વિશ્વ શાંતિ માટેની તેમની આગવી સિધ્ધિ છે) જીવનમા ઉતારતા બાળક બની ગયા છે
  અને આ જે હંમણા શીખ્યા છે તે માણવાની મઝા આવે પણ તેમા ઉંડા ઉતરી શીખવાની હીંમત નથી !
  અમારા બ્લોગ નીરવ રવેના સહતંત્રી છે તેમાં લેખ અમે પ્રગટ કરીએ પણ કોઇ આફત આવે ,કીડી પર કટક તુટી પડે ત્યારે તેમને પુકારીએ અને તેઓ કેવળ સલાહ જ નથી આપતા ્ઉકેલ પણ લાવે…! અમારા બ્લોગના નામની જોડણી ખોટી હતી પણ તે તો અમારા આદિ ગુરુ સૂ સોનલની ગોઠવણી …જે શરુઆત કરાવી .અને હાર્ટ ખોલી સર્જન બાયપાસ કરવાનું શીખાઉ પર છોડી જાય તેમ છોડી ગયા ત્યારે ચિ સુરેશભાઇએ જોડણી સુધારી અને દીદાર પણ બદલી આપ્યા! વૅ,ગુ/ઇ વિના સીમ્બોલ પણ તેમણે મૂકી આપ્યા.તેઓએ ગુજરાતી ટાઇપ કરતી વખતે સ્વરો જોડાઇ જાય તેને માટે અને ઊર્દુ જેમ ‘ગ’ની નીચે બીંદી મૂકવાનું શીખવ્યું પણ અમારી પગની પાનીએ બુધ્ધિ તેથી ન આવડ્યું ! કોઇ લોકગીત કે જેના કવિ ના નામની ખબર ન હોય તેવા કાવ્ય માટે કટક આવ્યું તો તેમણે રચના અનામીની અને કોઇ કહેશે કે તેમની તો તે સુધારો કરવામા આવશે ! કોઇએ અમારા દીકરા કે દીકરીની રચના પણ પહેલા મૂકી હોય અને ધ્યાન દોરે તો તે અંગે જણાવવાનું…ત્યારે બ્લોગીંગના અનુભવોમા સૂ શ્રી આતાજી, જુ’ભાઇ, વલીભાઇ, અતુકભાઇ,ડૉ ચંદ્રવદનભાઇ,ડૉ રાજેન્દ્ર ત્રિવેદી,ડો વિવેકભાઇ અને તમારા જેવા બ્લોગરો જેમણે અમારી ભૂલોને માફ કરી અને બ્લોગવગરના મા શ્રી દાવડાજી ઉદાર મતવાળા ઉપરથી આભાર પ્રગટ કરે ત્યારે અમારું ડીપ્રેશન વગર દવાએ ઓ કે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: