વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 15, 2015

( 717 ) જુનવાણી ભાભી ….. વાર્તા …. શ્રી કાશીરામભાઈ પટેલ

વાચક મિત્રો,

લોસ એન્જેલસ રહેતા જાણીતા વાર્તા લેખક મારા ૮૪ વર્ષીય મિત્ર શ્રી આનંદ રાવએ એમના અને મારા પરિચિત મિત્ર શ્રી કાશીરામભાઈ પટેલની અત્યંત ટૂંકી છતાં ભાવવાહી વાર્તા “જુનવાણી ભાભી “એમના ઈ-મેલમાં મને મોકલી છે.આ વાર્તા આનંદ રાવ સંપાદિત સામયિક ”ગુંજન ”માં છપાએલી છે.

શ્રી કાશીરામભાઈ પટેલ લોસ એન્જેલસ , કેલીફોર્નીયા ખાતે ઘણાં વરસોથી
પ્લેટીંગ ઇન્ડસ્ટ્રીઝમાં છે. દેશમાં હતા ત્યારે એક હાઈસ્કુલમાં આચાર્ય હતા.

શ્રી કાશીરામભાઈ પટેલ એમની આ વાર્તા “જુનવાણી ભાભી ” માં સુંદર સંદેશ લઈને આવ્યા છે .

મા-બાપના અવસાન પછી મદનને એની ભાભી સાથે મા અને દીકરા જેવો
સંબંધ છે .એમને ભાભી બા એમ કહીને બોલાવે છે. ભાભીએ નયન ને
દીકરા જેવો પ્રેમ આપી ઉછેરી અમેરિકા કપાતા દિલે મોકલ્યો હતો. ત્યાં સેટ થયા પછી એ ભાભી બા અને મોટાભાઈ ને અમેરિકા બોલાવે છે. 

એક સુશિક્ષિત પ્રેમિકા નયના સાથે મદનના લગ્ન થયા પછી બન્નેના બદલાયેલા વાણી અને વર્તાવથી ભાભી બાના દિલને આઘાત લાગતાં બેભાનાવસ્થામાં ઇન્ટેન્સીવ કેરમાં હોસ્પીટલમાં દાખલ કરવાં પડે છે.એ પછી તો બન્નેને એમની ભૂલ સમજાય છે.

અમેરિકામાં આવ્યા પછી માબાપો અને મોટી ઉંમરનાં યુવાન સંતાનો વચ્ચેના સુખદ -દુખદ અનુભવોના બનાવો બનતા હોય છે . મા બાપને પ્રેમ કરતાં સંતાન કોઈ વાર લગ્ન પછી વાણી અને વર્તાવમાં આવેલ બદલાવથી તેઓ એમના હૃદયને કેટલો આંચકો આપે છે એ સમજી શકતાં નથી .

વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને પાછળનાં વર્ષોમાં મા-બાપ સંતાન તરફથી પ્રેમાળ સાનિધ્ય ઝંખતાં હોય છે. ભારત યા અમેરિકામાં કેટલીક વાર કુટુંબમાં તનાવના સંજોગો ઉભા થાય છે ત્યારે સાથે રહેતાં મા-બાપ ના દિલને ઠેસ પહોંચે છે.તેઓ સંતાનોના પ્રેમનાં ભૂખ્યાં અને તરસ્યાં વિદાય લઇ લે છે. સંતાનોને એમના ગયા પછી ભૂલ સમજાતાં પશ્ચાતાપ થાય છે પણ અબ ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત !

વિનોદ પટેલ