વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 718 ) “જુનવાણી ભાભી” વાર્તા પર બે પ્રતિભાવો….

આજે બ્લોગ વિશ્વમાં ચોમાસામાં ફૂટી નીકળતા અળશિયાની જેમ ઘણી વાર્તાઓ રોજે રોજ લખાતી હોય છે, એમાં મોટા ભાગની વાર્તાઓ ચીલા ચાલુ રીતે પ્રેમલા-પ્રેમલીની વાતો કરતી મુવી સ્ટાઈલની વાર્તાઓ હોય છે.

વાચકના દિલને સ્પર્શી જાય, એને વિચારતો કરી મુકે એવો ચોટદાર જેમાં સંદેશ હોય ,જે સમાજ જીવનમાં બનતા બનાવોનું પ્રતિબિબ પાડતી હોય અને કાલ્પનિક હોવા છતાં માનવ જીવનના સંઘર્ષોને વાચા આપતી કોઈ સત્યકથા ના હોય એવો અહેસાસ કરાવે એવી મુલ્યવાન વાર્તાઓ ઓછી જોવામાં આવે છે.

વિનોદ વિહારની પોસ્ટ નંબર 717 માં પ્રગટ વાર્તા “જુનવાણી ભાભી ના લેખક શ્રી કાશીરામભાઈ પટેલ એક વેપારી જીવ છે એમ છતાં એમની આ વાર્તા હૃદયસ્પર્શી  અને વાચકને વિચારતા કરે એવી ચોટદાર બની છે.

આ વાર્તા વાંચ્યા પછી મારા વિદ્વાન મિત્ર શ્રી સુરેશ જાનીએ એમનો પ્રતિભાવ ઈ-મેલમાં મોકલ્યો છે . આ પ્રતિભાવમાં એમણે આ વાર્તા અંગે એમના નિખાલસ વિચારો વ્યક્ત કરી આ વાર્તાના બે સંભવિત અંત-આશાવાદી અને નિરાશાવાદી અંત  પણ સૂચવ્યા છે.આ પ્રતિભાવને કોમેન્ટ બોક્ષમાં મૂકવાને બદલે એને એક જુદી પોસ્ટ રૂપે એમના આભાર સાથે મુક્યો છે..

વિદુષી બહેન સુ.શ્રી પ્રજ્ઞાબેનએ પણ હંમેશની જેમ આ વાર્તા અંગે એમનો મુલ્યવાન પ્રતિભાવ આપ્યો છે એને પણ સુરેશભાઈના પ્રતિભાવ પછી એમના આભાર સાથે મુક્યો છે.

==========================

“જુનવાણી ભાભી” વાર્તાના બે શક્ય અંત…. શ્રી સુરેશ જાની

‘વિનોદ વિહાર’ પર શ્રી. આનંદરાવ લિંગાયતએ તમોને મોકલેલ શ્રી કાશીરામભાઈ પટેલની વાર્તા વાંચી.

સામાન્ય રીતે સત્યકથા ન હોય તો, આવી સુખાંત વાર્તાઓ ઉપર પ્રતિભાવ આપવાનું ટાળું છું. પણ એ વાંચી મન વિચારે ચઢી તો ગયું જ.

કારણ સાવ સાદું સીધું જ હતું – આ કથાના અંત જેવો અંત ભાગ્યે જ વાસ્તવિક જીવનમાં આવતો હોય છે. આવા કિસ્સા નથી બનતા એમ નહીં, પણ એમ જવલ્લે જ બનતું હોય છે. અને ત્યારે આપણે અવશ્ય ‘પૂણ્ય પરવાર્યું નથી.’ એમ બબડીને સંતોષ માની લેતા હોઈએ છીએ. બાકી આમ તો પૂણ્ય પરવારી ગયું હોય એવો જ માહોલ વાસ્તવિક જીવનમાં જોવા મળતો હોય છે ને?

પણ એ વિચારોની ગડભાંગમાં આ વાર્તામાંના માનવ જીવનના સંઘર્ષોને વાચા આપતી કલ્પનાને થોડોક જુદો વળાંક આપવા મન લલચાયું.

લો ત્યારે, આ બે શક્ય અંત, આ ઘટના પછી….

BHABHI

અંત -૧

ભાભી આ વજ્રાઘાત પડતાં જ ફર્શ પર ઢળી પડી અને એનું પ્રાણપંખી આવું ન બનતું હોય તેવા સ્વર્ગની તલાશમાં ઊડી ગયું.

અંત -૨

ભાભીએ આ વજ્રાઘાત પણ જીરવી લીધો. મદન અને નયનાએ વિદાય લીધી. ભાભી સમસમીને ભાંગી પડી. પણ કોઈક અકળ તત્વે તેના અંતરમાં હળવો ટકોરો કર્યો. એ ટકોરાના ઈશારે તેણે આંખો મીંચી દીધી અને ઊંડા શ્વાસ લેવાનું શરૂ કર્યું. હવે શ્વાસ પરના ધ્યાનના પ્રતાપે, તેના ચિત્તમાં ખદબદી રહેલા, તુમૂલ યુદ્ધ કરી રહેલા સઘળા વિચારો એક એક કરીને શમવા લાગ્યા. વીસેક શ્વાસ..અને ભાભીએ આંખો ખોલી.

તે ઊઠી અને કબાટમાં રહેલો ઊનનો દડો અને સાથે ગૂંથવાના બે સળિયા લઈ આવી. તેણે મદન અને નયનાના ભાવિ બાળક માટે સ્વેટર ગુંથવાનું શરૂ કર્યું.”

======================

સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસનો પ્રતિભાવ  

સ રસ વાર્તા

અબ હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત !…
એવું છેલ્લા ત્રણ ચાર વાર અનુભવાયું !
ગુજરી ગયા બાદ લાગ્યું કે તેમની સાથે પુરો સમય સત્સંગ પણ ન કર્યો! જીવનના અનુભવો પણ ન સાંભળ્યા !! મરતા સુધી ધ્યાન કરતા જોયા પણ તેમની પાસે પ્રાણાયામ/ધ્યાન શીખ્યા નહીં!!! અને માએ શારીરિક,માનસિક કે આર્થિક તકલીફની ફરીઆદ કર્યાં વગર…. ડુમાથી

આગળ………………….

=========================

વાચક મિત્રોને આ વાર્તા વિષે એમના પ્રતિભાવ દર્શાવવા વિનંતી છે.

વિનોદ પટેલ

INSPIRING QUOTE 

Good quote-try again

 

 

 

 

 

One response to “( 718 ) “જુનવાણી ભાભી” વાર્તા પર બે પ્રતિભાવો….

 1. pragnaju મે 16, 2015 પર 11:45 એ એમ (AM)

  વાતનો અંત એક કળા છે. જે વ્યક્તિ ની સમજદારી અને વિવેક પર આધાર રાખે છે. અંતએ વાર્તાકારની કસોટી છે ! ક્યા અટકવું ? ક્યાં વાચકો પર છોડી દેવું ? એ કુશળતા માંગી લે . વાચકોની સમજ પર શ્રદ્ધા રાખી
  કલાત્મક વાર્તા ચાહક ચક્ર, અંકુર અને પાર વગેરે નો અંત માણનાર પર છોડી દેવાયો ત્યારે સુખદ અંતની આશા રાખનાર નીરાશ થયા હ્તા.
  અમારા દિકરા પરેશે પ્રેમ વિષેની શ્રેષ્‍ઠ ટૂંકી વિશ્‍વવાર્તાઓનો એક અનોખો સંગ્રહ પહેલી વાર ગુજરાતી વાચકો માટે રજૂ કર્યો છે. વિશ્‍વસાહિત્‍યનાં દિગ્‍ગજ સર્જકો ચેખોવ, ઓ. હેન્રી, દ મોપાસાથી લઇને આધુનિક નોબેલ પારિતોષિક વિજેતા એલિસ મનરો સુધીનાં ૮ વાર્તાકારોની ૧૪ વાર્તાઓ આ પુસ્‍તકમાં રજુ કરાઇ છે. વાર્તાઓમાં અપાર વૈવિધ્‍ય પણ છે. પુસ્‍તકમાં ૧૭ વર્ષથી લઇને ૭૦ વર્ષની વયના પાત્રોની પ્રેમકથાઓ છે. કોઇક વાર્તાઓનાં અંતે ખાધું, પીધું ને રાજ કીધું, જેવી અનુભુતિ, પ્રેમવાર્તાઓ સુખાંત ય હોય, તો કયારેક અંતે અનંત વિરહ, કયારેક અંત ધાર્યા મુજબનો હોય તો કોઇ વાર્તાનો અંત સાવ અણધાર્યો આવે. એવી વાર્તાઓ પણ ખરી જેનો કોઇ સ્‍પષ્‍ટ અંત હોય જ નહીં. બસ, એક ધૂંધળું ચિત્ર, મુઠ્ઠીભર વિકલ્‍પો અને અંતે અંત આપણે નકકી કરવાનો, હા, દરેક વાર્તાની શરત માત્ર એક જ અને એ પ્રેમ, પ્રેમ જ આ વાર્તાઓનો લઘુતમ સાધારણ અવયવી, બસ પ્રેમ, પ્રેમ અને પ્રેમ.
  તેમાની એક વાર્તા નીરવ રવે પર માણી

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: