વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 1, 2015

( 728 ) ભારતમાં ગરમીનો પ્રકોપ / પર્યાવરણ ..અછાંદસ ..વિ.પ.

સમગ્ર ભારતમાં કાળજાળ ગરમીના સમાચારો અહીં દુર અમેરિકાની ઠંડીમાં પણ દઝાડી રહ્યા છે.

સમાચારો પ્રમાણે ગરમીનો સૌથી વધારે પ્રકોપ આંધ્ર પ્રદેશમાં જોવા મળ્યો છે,જ્યાં અત્યાર સુધી 852થી વધારે લોકોનાં મોત થયા છે. ત્યારે તેલંગણામાં મૃ઼ત્યુ આંક 270 સુધી પહોંચી ગયો છે. આમ ૨૭ મી મે ,૨૦૧૫ સુધીમાં  ગરમી અને લૂના કારણે દેશભરમાં લગભગ 1122 લોકોનાં મૃત્યુને શરણ થયાં છે.

આ કેટલો ક્રૂર ગરમીનો પ્રકોપ કહેવાય !

ભારતમાં વધતી જતી ગરમી પાછળનું કારણ પાકિસ્તાન..!!

અત્‍યાર સુધી પાકિસ્‍તાનમાંથી ઘુસણખોરી કરનારા આતંકીઓ જ ભારતને પરેશાન કરતા રહ્યા છે પરંતુ હવે પાકિસ્‍તાન તરફથી આવી રહેલી ગરમ હવાના સપાટાઓથી દિલ્‍હી સહિત ઉત્તર ભારતના લોકો દાઝી રહ્યાં છે.

મે મહિનામાં લૂ હોય એ તો દેખીતી વાત છે પણ આ સિઝનમાં અનેક કારણોથી હવામાન એકદમ ગરમ રહે છે. જેમાંનું એક મુખ્ય કારણ દક્ષિણ પાકિસ્‍તાનથી આવતી ગરમ હવા પણ છે. જેના કારણે જ ઉત્તર ભારતના લોકોની હાલત ખરાબ થઈ છે.

આ અંગે હવામાન વિભાગના ડાયરેક્‍ટર જણાવ્યું કે, ‘પાકિસ્‍તાનના સિંધમાં હાલના દિવસોમાં તાપમાન 49થી 50 ડિગ્રી સુધી પહોંચે છે. ત્‍યાંથી આવતા ગરમ પવનો ભારતમાં પણ ગરમી વધારે છે. હવામાન વિભાગના જણાવ્‍યા પ્રમાણે હજુ પણ ગરમીથી એમ છુટકારો મળવાનો નથી. આવનારા લગભગ ત્રણેક દિવસ સુધી ગરમ હવાના સપાટા આમ જ લોકોને હેરાન કરતા રહેશે.

ભારતને હાલ દઝાડતી ગરમીના સમાચારો વિષે બે વિડીયો…. 

 

બદલાતા પર્યાવરણ ઉપર મારી એક અછાંદસ રચના 

પર્યાવરણ

કુદરતી કોપ દિશે આજ અનેક સ્વરૂપે ચોમેર,

અંગો થીઝાડતી ઠંડીથી ઠરતાં અંગો,

બરફની બિસાત ,નીચે ધસતા બરફો,

અંગો દઝાડતી કારમી ગરમી ચોમેર,

એકબાજુ પાણી વિના તરસતાં લોકો,

બીજી બાજુ અતિવૃષ્ટિની તારાજીની વાતો,

વરસાદી વાવાઝોડું ,પુરમાં તણાતી લાશો,

ધરતીકંપમાં દટાતાં માનવીઓનો ચિત્કાર,

સુનામી પૂરમાં તારાજ થતાં શહેરો ,માનવો,

પાતાળમાંથી ઉડતા લાવારસના ફુવારા,

તારાજ કરી રહ્યાં આ સૌ કુદરતના સૌન્દર્યને.

પર્યાવરણની આ ખૂબીઓ બધે જોઈએ ત્યારે ..

મનમાં એમ થાય કે , હે પ્રભુ ,

તારી લીલાઓ કેટલી અગમ ને અપરંપાર છે ! 

વિનોદ પટેલ