વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 728 ) ભારતમાં ગરમીનો પ્રકોપ / પર્યાવરણ ..અછાંદસ ..વિ.પ.

સમગ્ર ભારતમાં કાળજાળ ગરમીના સમાચારો અહીં દુર અમેરિકાની ઠંડીમાં પણ દઝાડી રહ્યા છે.

સમાચારો પ્રમાણે ગરમીનો સૌથી વધારે પ્રકોપ આંધ્ર પ્રદેશમાં જોવા મળ્યો છે,જ્યાં અત્યાર સુધી 852થી વધારે લોકોનાં મોત થયા છે. ત્યારે તેલંગણામાં મૃ઼ત્યુ આંક 270 સુધી પહોંચી ગયો છે. આમ ૨૭ મી મે ,૨૦૧૫ સુધીમાં  ગરમી અને લૂના કારણે દેશભરમાં લગભગ 1122 લોકોનાં મૃત્યુને શરણ થયાં છે.

આ કેટલો ક્રૂર ગરમીનો પ્રકોપ કહેવાય !

ભારતમાં વધતી જતી ગરમી પાછળનું કારણ પાકિસ્તાન..!!

અત્‍યાર સુધી પાકિસ્‍તાનમાંથી ઘુસણખોરી કરનારા આતંકીઓ જ ભારતને પરેશાન કરતા રહ્યા છે પરંતુ હવે પાકિસ્‍તાન તરફથી આવી રહેલી ગરમ હવાના સપાટાઓથી દિલ્‍હી સહિત ઉત્તર ભારતના લોકો દાઝી રહ્યાં છે.

મે મહિનામાં લૂ હોય એ તો દેખીતી વાત છે પણ આ સિઝનમાં અનેક કારણોથી હવામાન એકદમ ગરમ રહે છે. જેમાંનું એક મુખ્ય કારણ દક્ષિણ પાકિસ્‍તાનથી આવતી ગરમ હવા પણ છે. જેના કારણે જ ઉત્તર ભારતના લોકોની હાલત ખરાબ થઈ છે.

આ અંગે હવામાન વિભાગના ડાયરેક્‍ટર જણાવ્યું કે, ‘પાકિસ્‍તાનના સિંધમાં હાલના દિવસોમાં તાપમાન 49થી 50 ડિગ્રી સુધી પહોંચે છે. ત્‍યાંથી આવતા ગરમ પવનો ભારતમાં પણ ગરમી વધારે છે. હવામાન વિભાગના જણાવ્‍યા પ્રમાણે હજુ પણ ગરમીથી એમ છુટકારો મળવાનો નથી. આવનારા લગભગ ત્રણેક દિવસ સુધી ગરમ હવાના સપાટા આમ જ લોકોને હેરાન કરતા રહેશે.

ભારતને હાલ દઝાડતી ગરમીના સમાચારો વિષે બે વિડીયો…. 

 

બદલાતા પર્યાવરણ ઉપર મારી એક અછાંદસ રચના 

પર્યાવરણ

કુદરતી કોપ દિશે આજ અનેક સ્વરૂપે ચોમેર,

અંગો થીઝાડતી ઠંડીથી ઠરતાં અંગો,

બરફની બિસાત ,નીચે ધસતા બરફો,

અંગો દઝાડતી કારમી ગરમી ચોમેર,

એકબાજુ પાણી વિના તરસતાં લોકો,

બીજી બાજુ અતિવૃષ્ટિની તારાજીની વાતો,

વરસાદી વાવાઝોડું ,પુરમાં તણાતી લાશો,

ધરતીકંપમાં દટાતાં માનવીઓનો ચિત્કાર,

સુનામી પૂરમાં તારાજ થતાં શહેરો ,માનવો,

પાતાળમાંથી ઉડતા લાવારસના ફુવારા,

તારાજ કરી રહ્યાં આ સૌ કુદરતના સૌન્દર્યને.

પર્યાવરણની આ ખૂબીઓ બધે જોઈએ ત્યારે ..

મનમાં એમ થાય કે , હે પ્રભુ ,

તારી લીલાઓ કેટલી અગમ ને અપરંપાર છે ! 

વિનોદ પટેલ  

4 responses to “( 728 ) ભારતમાં ગરમીનો પ્રકોપ / પર્યાવરણ ..અછાંદસ ..વિ.પ.

 1. સુરેશ જાની જૂન 1, 2015 પર 11:30 એ એમ (AM)

  It is due to El Nino. Same small boy has flooded parts of Dallas. I have never seen this much rain May in last 15 years.
  ગ્રીષ્મ …છંદ – વસંતતિલકા
  https://gadyasoor.wordpress.com/2009/08/30/summer_suresh/

  Like

 2. pragnaju જૂન 1, 2015 પર 3:05 પી એમ(PM)

  મુંગા છે શબ્દો
  ચીસ વચ્ચે સૌ ચૂપ
  આક્રંદ ભારી
  ……………….
  રુદન વચ્ચે
  અસહાય ખામોશી
  મુર્દા સનાટા

  Liked by 1 person

 3. pravinshastri જૂન 1, 2015 પર 6:02 પી એમ(PM)

  Remember Al Gore was vice president of the United States from 1993-2001. Since leaving politics, he’s been heavily involved in the campaign to fight global warming, even winning a Nobel Peace …. and people were laughing at him.

  Like

 4. nabhakashdeep જૂન 4, 2015 પર 2:06 પી એમ(PM)

  ત્રાહિમામ…બળબળતી ધૂપ ને નગર વેરાન,

  પરસેવે રેબઝેબ આલમ ને મુઝાતી મરે જાન

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: