૧લી જુન ૨૦૧૫ એટલે ગત જમાનાની મશહુર અભિનેત્રી સ્વ.નરગીસનો ૮૬ મો જન્મ દિવસ . એમનું અવસાન માત્ર ૫૧ વર્ષની ઉમરે પેન ક્રીઆટીક કેન્સરથી ૧લી મે ૧૯૮૧ માં મુબઈ ખાતે થયું હતું.
નરગીસ દત્તની જીવન ઝરમર
Nargis in Raj Kapoor’s Awaara film
નરગીસ દત્ત (1 જૂન 1929 – 3 મે 1981)
એક સમયની આ મશહુર અભિનેત્રી સ્વ.નરગીસનું મૂળ નામ ફાતીમા રાશીદ પણ તેઓ પોતાના પડદા પરના નામ નરગીસ થી જાણીતાં છે.નરગીસનો અર્થ “નાર્સિસસ”, એક પ્રકારનું ફૂલ એવો થાય છે.
જન્મ…. ૧ જૂન, ૧૯૨૯, કલકત્તા, પશ્ચિમ બંગાળ, ભારત મૃત્યુ… ૩ મે, ૧૯૮૧ (૫૧ વર્ષ) ,મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત સક્રિય વર્ષ- ૧૯૩૫, ૧૯૪૨-૧૯૬૭
જીવનસાથી- સ્વ.સુનીલ દત્ત
સંતાનો- પુત્ર સંજય દત્ત,
પુત્રીઓ -નમ્રતા અને પ્રિયા દત્ત
સંજય દત્ત આજનો લોક પ્રિય એકટર છે.
નમ્રતાએ, મધર ઇન્ડિયામાં નરગીસ અને સુનિલ દત્ત એમ બન્ને સાથે દેખાયેલા, પીઢ અભિનેતા રાજેન્દ્ર કુમારના પુત્ર, અભિનેતા કુમાર ગૌરવ સાથે લગ્ન કર્યાં છે. પ્રિયા રાજકારણી બની 2005થી તે સંસદ સભ્ય (લોકસભા) છે.
1958 – કાર્લોવી વૅરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે મધર ઇન્ડિયા માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે .. 1958 – પદ્મ શ્રી – આ અવૉર્ડથી નવાજવામાં આવેલાં પ્રથમ ફિલ્મી હસ્તી.
1968 – શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો નેશનલ ફિલ્મ અવૉર્ડ, રાત ઔર દિન ફિલ્મ માટે.
નરગીસ દત્ત “ઉર્વશી અવૉર્ડ” વિજેતા પણ હતાં, ભારતમાં ફિલ્મની અત્રિનેત્રીને આપવામાં આવતું આ સૌથી ઊંચું સન્માન છે.
–રાજ્યસભામાં (ભારતીય સંસદનું ઉપલું ગૃહ)(1980-81),નિમણૂક પામનારાં પ્રથમ અભિનેત્રી -તેમના ચાલુ સત્ર દરમિયાન માંદા પડીને અવસાન પામ્યાં હતાં.
8 જાન્યુઆરી 2001ના રોજ, અમિતાભ બચ્ચન અને નરગીસ દત્તને હીરો હોન્ડા અને ફિલ્મને લગતા મૅગેઝિન “સ્ટારડસ્ટ” દ્વારા “બેસ્ટ આર્ટિસ્ટસ ઓફ ધ મિલેનિયમ(સહસ્ત્રાબ્દિના સર્વશ્રેષ્ઠ કલાકાર)”ના અવૉર્ડથી સન્માનવામાં આવ્યાં હતાં’
ગૂગલે પોતાના અનોખા ડૂડલ દ્વારા બોલિવુડની વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી નરગીસ દત્તને તેમના ૮૬મા જન્મદિને શ્રદ્ધાંજલિ આપી હતી.
Nargis Dutt – Biography
નરગીસની યાદગાર હિન્દી ફિલ્મ મધર ઇન્ડિયા
1940ના દાયકાથી લઇને 1960ના દાયકા સુધી નરગીસ અસંખ્ય સફળ અને આલોચકોની દ્રષ્ટિએ વખાણાયેલી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો.આમાંની મોટા ભાગની ફિલ્મોમાં મશહુર શો -મેન સદા બહાર અભિનેતા અને ફિલ્મનિર્માતા રાજકપૂર નરગીસની સાથે મુખ્ય અભિનેતા હતા. પરંતુ નરગીસની સૌથી શ્રેષ્ઠ-જાણીતી ભૂમિકાઓમાંની એક હતી એકેડમી અવૉર્ડ માટે નામાંકિત થયેલી મહેબુબ ખાન નિર્મિત ફિલ્મ મધર ઇન્ડિયા (1957) ફિલ્મમાં રાધાની ભૂમિકા .આ ફિલ્મમાં રાધાની જુવાનીથી એક વૃદ્ધ કામગરી મા નો રોલ લાજવાબ છે.નરગીસની આ અદાકારીને કારણે તેમને શ્રેષ્ઠ એભિનેત્રી માટે ફિલ્મફેર અવૉર્ડ અને કાર્લોવી વૅરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ટ્રોફી મળી હતી. 1958માં નરગીસે મધર ઇન્ડિયા માં તેમના સહઅભિનેતા રહેલા સુનિલ દત્ત સાથે નરગીસે લગ્ન કર્યાં ત્યારબાદ તેઓએ ફિલ્મ-ઉદ્યોગમાંથી વિદાય લીધી હતી 60ના દાયકામાં તેમણે ફિલ્મોમાં જવલ્લે જ દેખા દીધી હતી. આ ગાળાની એમની ફિલ્મોમાં એક ફિલ્મ રાત ઔર દિન (1967)માટે નરગીસને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો નેશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો.
વાચકોના પ્રતિભાવ