વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 729 ) મશહુર અભિનેત્રી સ્વ.નરગીસને ૮૬ મા જન્મ દિને શ્રધાંજલિ .

૧લી જુન ૨૦૧૫ એટલે ગત જમાનાની મશહુર અભિનેત્રી સ્વ.નરગીસનો ૮૬ મો જન્મ દિવસ . એમનું અવસાન માત્ર ૫૧ વર્ષની ઉમરે પેન ક્રીઆટીક કેન્સરથી ૧લી મે ૧૯૮૧ માં મુબઈ ખાતે થયું હતું.

નરગીસ દત્તની જીવન ઝરમર

Nargis in Raj Kapoor's Awaara film

Nargis in Raj Kapoor’s Awaara film

નરગીસ દત્ત (1 જૂન 1929 – 3 મે 1981)

એક સમયની આ મશહુર અભિનેત્રી સ્વ.નરગીસનું મૂળ નામ ફાતીમા રાશીદ પણ તેઓ પોતાના પડદા પરના નામ નરગીસ થી જાણીતાં છે.નરગીસનો અર્થ “નાર્સિસસ”, એક પ્રકારનું ફૂલ એવો થાય છે.

જન્મ…. ૧ જૂન, ૧૯૨૯, કલકત્તા, પશ્ચિમ બંગાળ, ભારત
મૃત્યુ… ૩ મે, ૧૯૮૧ (૫૧ વર્ષ) ,મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
સક્રિય વર્ષ- ૧૯૩૫, ૧૯૪૨-૧૯૬૭

જીવનસાથી- સ્વ.સુનીલ દત્ત

સંતાનો- પુત્ર સંજય દત્ત,

પુત્રીઓ -નમ્રતા અને પ્રિયા દત્ત

સંજય દત્ત આજનો લોક પ્રિય એકટર છે.

નમ્રતાએ, મધર ઇન્ડિયામાં નરગીસ અને સુનિલ દત્ત એમ બન્ને સાથે દેખાયેલા, પીઢ અભિનેતા રાજેન્દ્ર કુમારના પુત્ર, અભિનેતા કુમાર ગૌરવ સાથે લગ્ન કર્યાં છે. પ્રિયા રાજકારણી બની 2005થી તે સંસદ સભ્ય (લોકસભા) છે.

પુરસ્કારો અને સન્માનો

1957 – ફિલ્મફેર બેસ્ટ અક્ટ્રેસ અવૉર્ડ, મધર ઇન્ડિયા

1958 – કાર્લોવી વૅરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે મધર ઇન્ડિયા માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ..
1958 – પદ્મ શ્રી – આ અવૉર્ડથી નવાજવામાં આવેલાં પ્રથમ ફિલ્મી હસ્તી.

1968 – શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો નેશનલ ફિલ્મ અવૉર્ડ, રાત ઔર દિન ફિલ્મ માટે.

નરગીસ દત્ત “ઉર્વશી અવૉર્ડ” વિજેતા પણ હતાં, ભારતમાં ફિલ્મની અત્રિનેત્રીને આપવામાં આવતું આ સૌથી ઊંચું સન્માન છે.

–રાજ્યસભામાં (ભારતીય સંસદનું ઉપલું ગૃહ)(1980-81),નિમણૂક પામનારાં પ્રથમ અભિનેત્રી -તેમના ચાલુ સત્ર દરમિયાન માંદા પડીને અવસાન પામ્યાં હતાં.

8 જાન્યુઆરી 2001ના રોજ, અમિતાભ બચ્ચન અને નરગીસ દત્તને હીરો હોન્ડા અને ફિલ્મને લગતા મૅગેઝિન “સ્ટારડસ્ટ” દ્વારા “બેસ્ટ આર્ટિસ્ટસ ઓફ ધ મિલેનિયમ(સહસ્ત્રાબ્દિના સર્વશ્રેષ્ઠ કલાકાર)”ના અવૉર્ડથી સન્માનવામાં આવ્યાં હતાં’

સ્વ. નરગીસ દત્તની વિગતે જીવન ઝરમર વિકિપીડિયા ની

આ લીંક ઉપર ક્લિક કરીને વાંચશો.

Nargis-google

ગૂગલે પોતાના અનોખા ડૂડલ દ્વારા બોલિવુડની વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી નરગીસ દત્તને તેમના ૮૬મા જન્મદિને શ્રદ્ધાંજલિ આપી હતી.

Nargis Dutt – Biography

નરગીસની યાદગાર હિન્દી ફિલ્મ મધર ઇન્ડિયા 

1940ના દાયકાથી લઇને 1960ના દાયકા સુધી નરગીસ અસંખ્ય સફળ અને આલોચકોની દ્રષ્ટિએ વખાણાયેલી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો.આમાંની મોટા ભાગની ફિલ્મોમાં મશહુર શો -મેન સદા બહાર અભિનેતા અને ફિલ્મનિર્માતા રાજકપૂર નરગીસની સાથે મુખ્ય અભિનેતા હતા. પરંતુ નરગીસની સૌથી શ્રેષ્ઠ-જાણીતી ભૂમિકાઓમાંની એક હતી એકેડમી અવૉર્ડ માટે નામાંકિત થયેલી મહેબુબ ખાન નિર્મિત ફિલ્મ મધર ઇન્ડિયા (1957) ફિલ્મમાં રાધાની ભૂમિકા .આ ફિલ્મમાં રાધાની જુવાનીથી એક વૃદ્ધ કામગરી મા નો રોલ લાજવાબ છે.નરગીસની આ અદાકારીને કારણે તેમને શ્રેષ્ઠ એભિનેત્રી માટે ફિલ્મફેર અવૉર્ડ અને કાર્લોવી વૅરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ટ્રોફી મળી હતી. 1958માં નરગીસે મધર ઇન્ડિયા માં તેમના સહઅભિનેતા રહેલા સુનિલ દત્ત સાથે નરગીસે લગ્ન કર્યાં ત્યારબાદ તેઓએ ફિલ્મ-ઉદ્યોગમાંથી વિદાય લીધી હતી 60ના દાયકામાં તેમણે ફિલ્મોમાં જવલ્લે જ દેખા દીધી હતી. આ ગાળાની એમની ફિલ્મોમાં એક ફિલ્મ રાત ઔર દિન (1967)માટે નરગીસને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો નેશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો.

આ મધર ઇન્ડિયા આખી ફિલ્મ નીચે માણો. 

Mother India- -1957

 

 

4 responses to “( 729 ) મશહુર અભિનેત્રી સ્વ.નરગીસને ૮૬ મા જન્મ દિને શ્રધાંજલિ .

 1. pragnaju જૂન 3, 2015 પર 5:36 એ એમ (AM)

  હજારો સાલ નરગીસ, અપની બેનુરી પે રોતી હૈ
  બહુત મુશ્કીલ સે હોતા હૈ, ચમન મેં દીદાવર પૈદા

  Hindi Poem – Main Raj Aur Tum Nargis – YouTube
  Video for nargis hindi poem▶ 1:31
  http://www.youtube.com/watch?v=ZF7QIldZm8o
  Apr 4, 2010 – Uploaded by mghatpande
  Hindi Poem – Written & Recited by Mahesh Rahi. … Hindi Poem – Main Raj Aur Tum Nargis. mghatpande ..

  Like

 2. pravinshastri જૂન 3, 2015 પર 10:50 એ એમ (AM)

  સરસ યાદ…સરસ સ્મરણાંજલી…શ્રધ્ધાંજલી…. એક વાંકો વિચાર….જો ૮૬ વર્ષની ઉમ્મરે જીવંત હોત તો સંજુબાબાના જીવન અંગે કેટલી માનસિક વ્યથા ભોગવતી વૃધ્ધા બની હોત.

  Like

 3. nabhakashdeep જૂન 4, 2015 પર 1:58 પી એમ(PM)

  ફિલ્મ જગતની એક પ્રતિભાશાળી અભેનેત્રીની મધુરી યાદ…ખૂબ જ સરસ સંકલન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: