વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 20, 2015

( 736 ) ચાલો ઉજવીએ વિશ્વ યોગ દિવસ …..

YOGA DAY-NM

વિનોદ વિહારની અગાઉની તારીખ ૧૧મી ડીસેમ્બર ૨૦૧૪ ની પોસ્ટ નમ્બર ૬૦૯ માં જણાવ્યું હતું એમ તારીખ ૧૧ મી ડીસેમ્બરના ૨૦૧૪ રોજ મળેલી આંતર રાષ્ટ્રીય સંસ્થા યુ.એ.ની જનરલ એસેમ્બલીએ મોટી બહુમતીએ ઠરાવ પસાર કરીને ૨૧ મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘International Day of Yoga’ તરીકે ઉજવવાની ઓફિસીયલી જાહેરાત કરી હતી .દુનિયાના ૧૯૩ દેશમાંથી ૧૭૩ દેશોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો .

મહર્ષિ અરવિંદ ઘોષે જેમ ભારત ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે એક સ્વતંત્ર દેશ બનશે એવું ભવિષ્ય ભાખ્યું હતું એવું જ બીજું ભવિષ્ય ભાખતાં એમણે ઈ.સ. ૧૯૦૦ ની શરૂઆતના વર્ષ દરમ્યાન કહ્યું હતું કે આજથી ૧૦૦ વર્ષ પછી ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગ બતાવી વિશ્વ ગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે.

તારીખ ૨૧મી જુન ૨૦૧૫ ના રોજ પ્રથમ વિશ્વ યોગ દિવસ ભારતમાં જ નહી પણ વિશ્વના અનેક દેશોમાં અવનવા કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવવામાં આવી રહ્યો છે એ પુરવાર કરે છે કે મહા યોગી અરવિંદ ઘોષને સો વરસો અગાઉ એમના અંતરમાં થયેલી પ્રતીતિ આજે કેટલી સાચી પડી છે !

યોગ એ સદીઓ પહેલાં ઋષિ પતંજલીએ વિશ્વને ચરણે ધરેલી ભારતની અણમોલ ભેટ અને વિરાસત છે . યોગની શરૂઆત થઇ ભારતમાં પણ આજે એ વિશ્વના દરેક દેશોમાં પહોંચી ગયો છે.

યોગ એ સાચી રીતે જીવન જીવવાની એક કળા છે. આર્ટ ઓફ લીવીંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીએ ભારતની આ વિરાસતનો વિશ્વમાં પ્રચાર અને પ્રસાર કરવા માટે ખુબ જ અગત્યનો ફાળો આપ્યો છે.

એમની આ ખુબ જાણીતી સંસ્થાએ પ્રગટ કરેલ નીચેના બે વિડીયોમાં યોગનો ઈતિહાસ અને યોગ ખરેખર શું છે એની સુંદર રજૂઆત કરવામાં આવી છે.

A Brief History of Yoga | Art Of Living

નીચેના વિડીયોમાં યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટમાં શ્રી શ્રી રવિશંકરજી એ યોગ અને આર્ટ ઓફ લીવીંગ પર જે પ્રેરક પ્રવચન આપ્યું હતું એના વિષે છે.

The Yoga Way – Talk by Sri Sri At The European Parliament – Art Of Living

યોગઃ કર્મસુ કૌશલમ

યોગ એ માત્ર શારીરિક કસરત નથી , એ તો એનો માત્ર એક ભાગ છે. યોગ તન,મન અને આત્માને એકરૂપ બનાવી જોડે છે. તમે જે પણ કામ કરતા હો એમાં પુરા રસથી મગ્ન થઇ જાઓ એમાં તમને આંતરિક આનંદ અને સંતોષ મળે તો એ કાર્ય મેડીટેશન બની જાય છે. કોઈ સાચો કલાકાર શિલ્પી એક પત્થરને કંડારી એમાંથી એક સુંદર મૂર્તિનું સર્જન કરતો હોય ત્યારે એ આજુબાજુ શું ચાલી રહ્યું છે એ ભૂલી જાય છે અને જાણે કે તપ કરતા કોઈ યોગીનું સ્વરૂપ ધારણ કરી લે છે.સંત કબીર વ્યવસાયે એક વણકર હતા પરંતુ જ્યારે એ કાપડ વણવા બેસી જતા ત્યારે કાપડના દરેક તારે એમનો અંતરનો તંતુ પરવરદિગાર સાથે જોડાઈ જતો. આવા પ્રકારના મેડીટેશનમાંથી જ એમની અમર રચનાઓ જગતને મળી.ગીતામાં એટલા માટે જ કહેવાયું છે કે યોગઃ કર્મસુ કૌશલમ .

આ પ્રથમ યોગ દિવસ નિમિત્તે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો

રાષ્ટ્ર જોગ સંદેશ આ વિડીયોમાં સાંભળો .

A message of PM Narendra Modi