વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 11, 2015

( 745 ) મારી એક પરિકલ્પના…બીજી સ્ત્રી !….. એક અછાંદસ રચના

મારી એક પરિકલ્પના- એક અછાંદસ રચના

બીજી સ્ત્રી !

એક હાર્ટ સર્જન, એક હોસ્પિટલમાં,
હાર્ટ પેશન્ટની બાયપાસ સર્જરી પતાવી,
સ્મિત કરતા, ઓપરેશન રૂમની બહાર આવ્યા.

સમાચાર જાણવા માટે આતુર દર્દીની પત્ની
સર્જન ડોક્ટર પાસે આવી ઉભી રહી,

સર્જન ડોકટરે માન્યું કે આ મહિલા પૂછશે-
સર્જરી વિષે કે પતીની તબિયત વિષે,

પરંતુ આ મહિલાએ જે પ્રશ્ન પૂછ્યો
એનાથી સર્જન ડોક્ટર અવાક થઇ ગયા!

દર્દીની પત્નીએ જે પ્રશ્ન પૂછ્યો એ આ હતો :

ડોક્ટર સાહેબ , મારા પતિનું હૃદય
તમે ખોલીને તપાસ્યું એમાં
મારા સિવાયની બીજી કોઈ સ્ત્રી,
ખરું કહો,તમને દેખાઈ હતી ખરી !

–વિનોદ પટેલ

મારી વિવિધ સાહિત્ય રચનાઓ માટે તથા ઇન્ટરનેટમાંથી વાંચેલી મને ગમેલી સામગ્રીનો ગમતાનો ગુલાલ કરવા માટે ચાલુ કરેલા મારા ફેસબુક પરના ગ્રુપ પેજ મોતીચારો ઉપર પણ આ આ રચના , માહિતી વી. મૂકી છે.

મોતીચારોની મુલાકાત લેવા માટે આ ચિત્ર ઉપર ક્લિક કરવા ઈજન છે.

Moticharo header

 

એંસી વર્ષની ઉંમરે પણ હજુ નવું નવું જાણવાની ઇચ્છા રહ્યા કરે છે. ફોટામાં ઘણા લખાણ આવે છે એ જોઈ મને થયું મારે પણ આ શીખવું જોઈએ. મારા કઝીન ભાઈ હ્યુસ્ટનના શ્રી ચીમનભાઈ પટેલને ફોનની એક વાતચીતમાં મેં પૂછ્યું તમે ફોટામાં ફોટોકુ કેવી રીતે લખો છે એ મારે જાણવું છે. ફોન ઉપર જ એમણે ચાલુ કોમ્પુટરએ બધા સ્ટેપ મને કહ્યા. થોડી ભૂલો કર્યા પછી છેવટે મને એમાં સફળતા મળી.

આ રહ્યું એમની બતાવેલી રીતે મેં ફોટોમાં બનાવેલું એક ફોટોકુ

ફોટોકુ Scooter-heat

===============================

આજે 11મી જુલાઇ ૨૦૧૫, મારી પૌત્રી પ્રિયાનો જન્મ દિવસ છે.

આજના આ શુભ દિને પ્રિય પ્રિયાને હાર્દિક શુભેચ્છાઓ

અને ગ્રાન્ડપાના આશીર્વાદ

ચી.પ્રિયા સાથેની મારી એક સેલ્ફી

VRP-SELFIE ON  CELL PHONE ON THANKS GIVING DAY -2014

 ઘરના બેક યાર્ડના હોજમાં ગરમીમાં પગથી છબ છ્બીયાં

કરતી અન્ય કઝીન ભાઈ-બહેનો સાથેની પ્રિયાની તસ્વીર

Kayen,Arjun,Priya,Meera 7-5-15