વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 745 ) મારી એક પરિકલ્પના…બીજી સ્ત્રી !….. એક અછાંદસ રચના

મારી એક પરિકલ્પના- એક અછાંદસ રચના

બીજી સ્ત્રી !

એક હાર્ટ સર્જન, એક હોસ્પિટલમાં,
હાર્ટ પેશન્ટની બાયપાસ સર્જરી પતાવી,
સ્મિત કરતા, ઓપરેશન રૂમની બહાર આવ્યા.

સમાચાર જાણવા માટે આતુર દર્દીની પત્ની
સર્જન ડોક્ટર પાસે આવી ઉભી રહી,

સર્જન ડોકટરે માન્યું કે આ મહિલા પૂછશે-
સર્જરી વિષે કે પતીની તબિયત વિષે,

પરંતુ આ મહિલાએ જે પ્રશ્ન પૂછ્યો
એનાથી સર્જન ડોક્ટર અવાક થઇ ગયા!

દર્દીની પત્નીએ જે પ્રશ્ન પૂછ્યો એ આ હતો :

ડોક્ટર સાહેબ , મારા પતિનું હૃદય
તમે ખોલીને તપાસ્યું એમાં
મારા સિવાયની બીજી કોઈ સ્ત્રી,
ખરું કહો,તમને દેખાઈ હતી ખરી !

–વિનોદ પટેલ

મારી વિવિધ સાહિત્ય રચનાઓ માટે તથા ઇન્ટરનેટમાંથી વાંચેલી મને ગમેલી સામગ્રીનો ગમતાનો ગુલાલ કરવા માટે ચાલુ કરેલા મારા ફેસબુક પરના ગ્રુપ પેજ મોતીચારો ઉપર પણ આ આ રચના , માહિતી વી. મૂકી છે.

મોતીચારોની મુલાકાત લેવા માટે આ ચિત્ર ઉપર ક્લિક કરવા ઈજન છે.

Moticharo header

 

એંસી વર્ષની ઉંમરે પણ હજુ નવું નવું જાણવાની ઇચ્છા રહ્યા કરે છે. ફોટામાં ઘણા લખાણ આવે છે એ જોઈ મને થયું મારે પણ આ શીખવું જોઈએ. મારા કઝીન ભાઈ હ્યુસ્ટનના શ્રી ચીમનભાઈ પટેલને ફોનની એક વાતચીતમાં મેં પૂછ્યું તમે ફોટામાં ફોટોકુ કેવી રીતે લખો છે એ મારે જાણવું છે. ફોન ઉપર જ એમણે ચાલુ કોમ્પુટરએ બધા સ્ટેપ મને કહ્યા. થોડી ભૂલો કર્યા પછી છેવટે મને એમાં સફળતા મળી.

આ રહ્યું એમની બતાવેલી રીતે મેં ફોટોમાં બનાવેલું એક ફોટોકુ

ફોટોકુ Scooter-heat

===============================

આજે 11મી જુલાઇ ૨૦૧૫, મારી પૌત્રી પ્રિયાનો જન્મ દિવસ છે.

આજના આ શુભ દિને પ્રિય પ્રિયાને હાર્દિક શુભેચ્છાઓ

અને ગ્રાન્ડપાના આશીર્વાદ

ચી.પ્રિયા સાથેની મારી એક સેલ્ફી

VRP-SELFIE ON CELL PHONE ON THANKS GIVING DAY -2014

 ઘરના બેક યાર્ડના હોજમાં ગરમીમાં પગથી છબ છ્બીયાં

કરતી અન્ય કઝીન ભાઈ-બહેનો સાથેની પ્રિયાની તસ્વીર

Kayen,Arjun,Priya,Meera 7-5-15

7 responses to “( 745 ) મારી એક પરિકલ્પના…બીજી સ્ત્રી !….. એક અછાંદસ રચના

 1. pravinshastri July 18, 2015 at 2:55 AM

  વિનોદભાઈ, ફોટામાં કવિતા લખવાનું મારે યે શીખવું હતું. ફેસ-બુક પર ફ્રી શિક્ષણની ભિક્ષા માંગી. તરત જ શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે નામ ગજવતા નિવાબહેન ચાબુક લઈને બહાર આવ્યા. થોડું ભિક્ષાપાત્રમાં નાંખ્યું યે ખરું. પણ પાત્ર નાનું અને કાણું (પેલા અક્કર્મીના પડિયા જેવું જ સ્તો).

  પછી ન્યુયોર્કમાં કામ કરતી પૌત્રીને માખણ લગાવ્યુ. જરા તરા ફટ ફટ સમજાવીને એ પણ રફુચક્કર થઈ ગઈ. માથાકૂટ કરીને એક ફોટામાં કઈ લખીને ફેસબુક પર થોડો વટ માર્યો.

  પણ પાછું પજ્ઞાબેનનું મેટા-ફિઝીક્સ આડું ફાટ્યું. પાછળથી બત્તી થઈ કે આમાં તો બન્ને તત્વો ઝીરો બેલેન્સ બતાવે છે. યુતિ થવાનો સવાલ જ નથી. કવિતા અને ફોટો. બેમાંથી એકે ય નહિ.

  હવે ચિમનભાઈ પાસે નથી જવું. બાંધી મૂંઠી લાખની. આમ પણ એ હાસ્ય લેખને માટે મારા જેવા (બકરા) ઓબ્જેટને શોધતા જ હોય છે. કવિતા લખતાં ય નથી શીખવું અને ફોટું યે નથી શીખવું.

  હા આ તમારી બીજી સ્ત્રી મારા કાવ્ય ગુંજન ૩૦ માટે કોપી-પેસ્ટ કરી ઉપાડી લઉં છું. થોડી ફેર સાથે “મારા સિવાયની બીજી કોઈ સ્ત્રી” માં કોઈ ને બદલે “કેટલી” શબ્દ મુકીશ. કદાચ એ તમારી દિવાલ પર ભૂલમાં મારેલી પાન ની પિચકારી જેવું પણ લાગે. માફ કરજો.

 2. chaman July 17, 2015 at 8:21 AM

  વિનોદભાઈ,
  મારા નામનું સુચન કરવા માટે આભાર.
  કોઈની પાસેથી કંઈક શીખવા મળે અને એને ક્રેડીટ આપવામાં તમારો અને મારો સ્વભાવ સરખો છે. કેટલી બધી સામ્યતાઓ છે આપણા બંનેમાં. માસીઓ હોત તો આ જાણી ખૂબ ખુશ થતે.

  પ્રવિણભાઈ શાસ્ત્રીને કહેજો કે “માગ્યા વગર મા પણ આપતી નથી!”

  શુભેચ્છા સાથે,

  ‘ચમન’

 3. nabhakashdeep July 13, 2015 at 4:41 PM

  આદરણીયશ્રી વિનોદભાઈ..

  સેન્ડીયાગોની ડુંગરમાળા પરનું આપનું નિવાસ્થાન જોઈ…ખુશ થઈ જવાયું..હમણાં અમે જ્યોર્જીઆમાં સફરે છીએ. લાડકી પૌત્રી સાથે દાદાજીની સેલ્ફી…જન્મદિનની ખુશી અમે ઝીલી લીધી…ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  ફોટુકુ ગમી ગયું….શ્રી ચીમનભાઈની હાસ્યવાણી ..હાસ્ય દરબારે રંગ જમાવી ગઈ..માણી તર્કભરી રજૂઆત.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. pravinshastri July 11, 2015 at 6:08 PM

  હવે હું સોમવારના અધિકમાસી, કમલા એકાદસીના પવિત્ર દિવસથી શ્રી ચિમનભાઈને મસકા મારવાનું વ્રત રાખવાનો છું….હાઈકુ શીખવા માટે જ સ્તો. મારા સૌ મિત્રો જાણે છે કે મને કવિતા લખતાં નથી આવડ્તું પણ ત્રણ લાઈન મારતાં એ ન આવડે એ કેવું કહેવાય! ડુબી મરવા જેવું જલાગે ને? બસ વિનોદભાઈ થોડો મારો રેફરન્સ ચિમનભાઈને આપીને કાંઈ ગોઠવી આપજો ને. હું પણ આપનો દૂર દૂરનો તોયે કઝીન જ છું.

 5. chandravadan July 11, 2015 at 3:31 PM

  એંસી વર્ષની ઉંમરે પણ હજુ નવું નવું જાણવાની ઇચ્છા રહ્યા કરે છે. ફોટામાં ઘણા લખાણ આવે છે એ જોઈ મને થયું મારે પણ આ શીખવું જોઈએ. મારા કઝીન ભાઈ હ્યુસ્ટનના શ્રી ચીમનભાઈ પટેલને ફોનની એક વાતચીતમાં મેં પૂછ્યું તમે ફોટામાં ફોટોકુ કેવી રીતે લખો છે એ મારે જાણવું છે………….
  NICE
  FEEL YOUNG.

  CMistry

 6. pragnaju July 11, 2015 at 3:28 PM

  વાંચવામાં આવ્યું , જેમાં મુખ્ય નિબંધ રહસ્યવાદ અને તર્ક વિષે છે : બર્ટ્રાન્ડ રસેલશરુ કરે છે : રહસ્યવાદ અને વિજ્ઞાન’ની યુતિ અને ઘર્ષણમાંથી જે જન્મે છે એ મેટા-ફિઝીક્સ અથવા પરા-ભૌતિકશાસ્ત્ર છે . એક જ વસ્તુમાં બે તત્વોની યુતિ પણ થાય અને ઘર્ષણ પણ થતું રહે એ વિચાર જ વિપ્લાવક છે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: