વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(751 ) કઇંક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?…. મારી એક અછાંદસ રચના

મારા વિચાર મંથન પછીનું માખણ એટલે આજની આ અછાંદસ રચના

WP_20150723_001

કઇંક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

જન્મ્યા,મોટા થયા ,ભણ્યા , ગણ્યા વતનના દેશમાં ,

કદી કલ્પના પણ ન હતી એવા સંજોગો ઉભા થયા ,

આવી ગયા નવાં સ્વપ્નો સાથે અજાણ્યા દેશમાં !

નવો દેશ , નવા લોકો, નવી રીતો, બધું નવું નવું ,

અંજાઈ ગયા, ખુશી થયા , આ જીવન પલટો થતાં .

મચી પડ્યા , દિન રાત, ગધ્ધા મજુરી કરી ,

ડોલરો કમાવાની ઉંદર દોડમાં જોતરાઈ ગયા.

સરસ ઘર, મોટર ,સુખ સગવડો ઉધારે લઇ ,

લોન પૂરી કરવા, ત્રીસ વર્ષનો રહેવાસ લખાઈ ગયો !

પછી તો ચાલુ થઇ ગયું એકધારું દૈનિક ચક્ર .

આવતાં વિચાર્યું હતું ભણી, થોડું કમાઈ, પછી,

પરત આવી જઈશું મૂળ દેશ વતનમાં.

પરંતુ આ મોહમયી ધરતીની માયા ગળે પડી ગઈ ,

દિન પ્રતિ દિન વતનનો દેશ ભુલાતો ગયો અને

પેઢી દર પેઢી માટે ઊંડો પાયો નંખાઈ ગયો વિદેશમાં.

બધી વાતે અહીં ઝગમગાટ જિંદગી જીવાય છે ,

છતાં, સાલું કૈક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

કઈ જ ખબર નથી પડતી,

સોનાના પિંજરમાં પુરાયા હોય એમ કેમ લાગે છે ?

પગે બેડીઓ બંધાઈ ગઈ છે એમ કેમ લાગે છે ?

માતૃભુમી હજુ પુરેપુરી ભુલાઈ નથી અને

કર્મ ભૂમિ હજુ પુરેપુરી પોતાની બની શકી નથી ત્યારે,.

જીવનાન્તે પોઢી જઈશું એક દિન જ્યાં છીએ એ દેશમાં.

ચગડોળે ચડેલું મન ઊંડેથી પ્રશ્ન પૂછતું જ રહે છે ….

અહીં બધી જ ભૌતિક સુખ સાયબી હોવા છતાં ,

સાલુ , હજુ કંઇક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

વિનોદ પટેલ …૭-૨૩-૨૦૧૫

5 responses to “(751 ) કઇંક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?…. મારી એક અછાંદસ રચના

 1. chandravadan July 24, 2015 at 2:06 PM

  અહીં બધી જ ભૌતિક સુખ સાયબી હોવા છતાં ,

  સાલુ , હજુ કંઇક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

  વિનોદ પટેલ …૭-૨૩-૨૦૧૫

  સરસ વિચારધારા છે.
  જીવનમાં બધું જ કર્યા બાદ “કંઈક ખુટે” એવું થાય ત્યારે જ મૃત્ય બાદ માટેનું શું કર્યુંનો વિચાર આવે.
  આ વિચારે શું ખુટે છે તેનો ખ્યાલ આવી જાય….એમાં ભક્તિના દર્શન થાય એવું મારૂં માનવું છે !>>ચંદ્રવદન
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar to READ a New Post !

 2. Vinod R. Patel July 24, 2015 at 8:26 AM

  અમદાવાદ થી આંતર યાત્રાના પ્રવાસી મિત્ર શ્રી શરદ શાહે મોતીચારોમાં પણ પોસ્ટ કરેલ મારી આ રચના વાંચીને જે સુંદર મનનીય પ્રતિભાવ આપ્યો છે એને એમના આભાર સાથે અત્રે પ્રસ્તુત છે.

  જે ભાવ અહીં કાવ્યમાં રજુ થયો છે તેવો ભાવ અનેક મિત્રોનો છે. બહારથી ગમે
  તેટલું કમાવી લ્યો, અનેક પ્રકારના સુખ સગવડના સાધનો વસાવી લ્યો તેમ છતાં
  ભિતર કાંઈ ખુટતું હોય તેમ લાગ્યા જ કરે. એક બેચેની, અસંતોષ, ઉકળાટથી મન
  ખિન્ન બને. પણ આ ભાન ત્યારેજ આવે છે જ્યારે આપણે જેમા સુખ-આનંદ સમજતા
  હતાં તે મળી જાય. ધનમાં પદમાં કે અન્ય જે ઠેકાણે સુખ દેખાતું હતું તે મળી
  ગયા પછી જ ખબર પડે કે આપણે ખોટાં હતાં. સ્વદેશમાં હો કે વિદેશમાં તેનાથી
  ઝાઝો ફરક નથી પડતો. હા, કદાચ વિદેશમાં રહી એમ લાગે કે સ્વદેશમાં હોત તો
  કદાચ આ અસંતોષ ન રહેત. પણ એવું નથી હોતું. દુનિયાદારીમાં સફળ થયા પછી જ
  અસફળતાનો અહેસાસ થાય છે. મોટાભાગે તો આવો અહેસાસ થાય ત્યારે જીવન સમાપ્તી
  આરે ઉભેલું હોય છે. આ વિશાદનો સમય જીવનમાં ક્રાંતિકાળ બની શકે છે જો
  બચેલાં સમયનો સદૂપયોગ અને સતગુરુનો સંગાથ મળે તો.

 3. smdave1940 July 24, 2015 at 8:19 AM

  મિત્રોનું એક ગ્રુપ બનાવો અને રોજ મળો. કંઈક ખુટતું હોય તેવું તો બધે જ લાગે છે. દેશ શું કે પરદેશ શું. વર્ષો વીતતાં જાય તેમ અમુક મિત્રોને ભગવાન બોલાવી લે. માતા પિતા જાય. અમુક ભાઈબેન જાય, મમતા ધરાવતા અનેક સ્વજનો જાય. આ બધાને લીધે હમેશાં કંઈ ખૂટતું લાગે છે.

 4. સુરેશ જાની July 24, 2015 at 6:38 AM

  સાલું કૈક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

  અહીંથી જ અંતરયાત્રાની શરૂઆત થાય છે.

 5. pragnaju July 24, 2015 at 3:55 AM

  આપણને એ પણ ખબર હોય છે કે, શું ખૂટે છે અને કેટલું ખૂટે છે? એટલું મળી જાય એટલે પાછું થોડુંક કંઇક ખૂટી જાય છે અને પછી પણ જવાબ તો એ જ હોય: થોડે કી જરૂરત હૈ!
  આમાં કંઇ ખોટું નથી. એવું લાગતું રહે એટલે તો આપણે કંઇ ને કંઇ કરતાં રહીએ છીએ. અસંતોષ જ ઘણી વખત મોટી પ્રેરણા સાબિત થાય છે. બસ બધું થઇ ગયું, આપણે જોઇએ એટલું તો છે જ ને, વધારે ફાંફાં મારવાં નથી, આવું વિચારનારા ઘણી વખત રિસ્ક લેતાં ડરે છે.
  થોડાંક લોકો એવું વિચારે છે કે, આપણે જોઇએ એટલું તો મળી જ ગયું છે, તો પછી હવે જોખમ લેવામાં કંઇ વાંધો નથી. આવા લોકોનાં જ નસીબ તેઓને સાથ આપતાં હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: