ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું 27/07/2015 ના રોજ સાંજે મેઘાલયના પાટનગર શિલોંગમાં ભાષણ આપતી વખતે પડી ગયા બાદ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.
૮૩ વર્ષીય કલામ સાંજે ૬.૩૦ કલાકે આઇઆઇએમ, શિલોંગ ખાતે તેમના ભાષણ દરમિયાન પડી જતાં તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાંના ડોક્ટર્સે જણાવ્યું હતું કે કલામને લવાયા ત્યારે તેઓ અચેતન અવસ્થામાં જ હતા. તેમની નાડીના ધબકારા બંધ હતા. ત્યાં એમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા .તેમનો નશ્વર દેહ આવતી કાલે સવારે દિલ્હી લવાશે.
શિલોંગ જતાં એમણેપહેલાં ટ્વીટ કર્યું હતું કે, ‘હું લિવેબલ પ્લેનેટ અર્થ વિષય પર લેક્ચર આપવા આઈઆઈએમ શિલોંગ જઈ રહ્યો છું.”
‘ભારત રત્ન’ અણુવિજ્ઞાની અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામએ પોખરણ અણુ ધડાકા તેમ જ ‘અગ્નિ’ અને ‘પૃથ્વી’ મિસાઇલો તૈયાર કરવામાં તેઓએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
સિવિલિયન સ્પેસ પ્રોગ્રામ અને મિલિટરી મિસાઇલ ડેવલપમેન્ટમાં સક્રિય ભૂમિકાના કારણે કલામે દેશના ‘મિસાઇલ મેન’નું બિરુદ મેળવ્યું હતું.કલામના માનમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.
ડૉ. અબ્દુલ કલામના જીવનના સીમાચિહ્નો
– ૧૯૩૧ – ૧૫ ઓક્ટોબરના રોજ અબ્દુલ કલામનો જન્મ થયો – ૧૯૫૪ – સેંટ જોસેફ કોલેજ, તિરુચિરપ્પલ્લીમાંથી સ્નાતક થયા – ૧૯૫૫ – એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ લીધો – ૧૯૬૦ – ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપ્મેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ના એરોનોટિકલ ડેવલોપ્મેન્ટ એસ્ટાબલિશમેન્ટમાં મુખ્ય વૈજ્ઞાાનિક તરીકે જોડાયા – ૧૯૬૯ – ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)માં ટ્રાન્સફર થઇ – ૧૯૯૨ થી ૧૯૯૯- વડાપ્રધાનના મુખ્ય વિજ્ઞાાન સલાહકાર અને ડીઆરડીઓના સચિવ તરીકે સેવા આપી – ૨૦૦૨ થી ૨૦૦૭ ઃ ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ તરીકે સેવા બજાવી
એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું.
રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતા હતા .યંગ ઇન્ડિયા માટે બેસ્ટ સેલર પુસ્તકો લખનાર કલામ વીણા પણ સારી રીતે વગાડી લેતાં હતાં.વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ તરીકે કલામસૌથી પહેલાં દેશભક્ત હતા. કલામે તેમના જીવનમાં ફક્ત બે રજા લીધી હતી. તેમના માતા અને પિતાના નિધનના દિવસોએ.
સંકલન ..વિનોદ પટેલ
PM Narendra Modi condoles the passing away of former President of India, Dr. APJ Abdul Kalam
Biography Dr. APJ ABDUL KALAM by Mallika Sarabhai
બોલીવુડના પ્રખ્યાત ગીતકાર ગુલઝાર ડૉ. અબ્દુલ કલામની આત્મકથામાંથી એમની રસીલી ઝબાનમાં વાચન કરે છે એ નીચેના ઓડિયો-વિડીયોમાં સાંભળતાં તમને ખ્યાલ આવશે કે તેઓનું જીવન કેટલું ભવ્ય હતું.
Autobiography of Dr APJ Abdul Kalam By Gulzar Saab
An Inspirational and motivational speech “Address to the students of IIT Madras by Dr. A.P.J. Abdul Kalam”
Dr. Kalam is the greatest of all of all the Indian President.
When a Christian Priest died and went to the Heaven he saw a person sitting very near to Jesus. He found he was a non-Christian. He was MK Gandhi.
Similarly we had a great Hindustani loved by Mother India, but this person was non-Hindu.
ભારત દેશને આઝાદી મળી…એ એક દેશભક્તોની પેઢીની દેન હતી..આઝાદ ભારતને વિશ્વે અગ્રેસર દોરવા , આવા વિરલ દેશભક્તોથી ,મા ભોમ ગર્વ ધરે ને તેમાંનો એક આ મૂઠી ઊંચેરી આભા એટલે લોકલાડિલા ડૉ અબ્દુલ કલામ…..શતશત વંદન સાથે એ પ્રેરણામૂર્તિને ભાવાંજલિ.
સ્વપ્ન એ એવી ચીજ નથી કે જે તમે ઉંઘમાં જુઓ છો.
સ્વપ્ન એવી ચીજ છે જે તમને ઉંઘવા નથી દેતી.
– અબ્દુલ કલામ
LikeLike
મીસાઈલ મેનના નામથી જાણીતા ‘પીપલ્સ પ્રેસીડેન્ટ’ અને ‘ભારત રત્ન’ એપીજે અબ્દુલ કલામને નતમસ્તક ભાવાન્જલી..
__/\__
LikeLike
Dr. Kalam is the greatest of all of all the Indian President.
When a Christian Priest died and went to the Heaven he saw a person sitting very near to Jesus. He found he was a non-Christian. He was MK Gandhi.
Similarly we had a great Hindustani loved by Mother India, but this person was non-Hindu.
LikeLike
ભારત દેશને આઝાદી મળી…એ એક દેશભક્તોની પેઢીની દેન હતી..આઝાદ ભારતને વિશ્વે અગ્રેસર દોરવા , આવા વિરલ દેશભક્તોથી ,મા ભોમ ગર્વ ધરે ને તેમાંનો એક આ મૂઠી ઊંચેરી આભા એટલે લોકલાડિલા ડૉ અબ્દુલ કલામ…..શતશત વંદન સાથે એ પ્રેરણામૂર્તિને ભાવાંજલિ.
રમેશ પટેલ(આકાશદીપ)
….ધન્ય! ડૉ અબ્દુલ કલામ….રમેશ પટેલ(આકાશદીપ)
પાવન ધરણ જ રામેશ્વરની
જન્મભૂમિ તવ ગૌરવવંતી
મૂઠી ઊંચેરી તવ શાન
ધન્ય! ડૉ અબ્દુલ કલામ
સ્વયં પ્રકાશ્યો કર્મઠ દીપે
ખ્યાત ‘મિસાઈલ મેન‘ યુગે
પ્રખર વિજ્ઞાની તવ નામ
ધન્ય! ડૉ અબ્દુલ કલામ
દીઠું રત્નોમાં તું અદકું રત્ન
ગૌરવવંતું જ સાચું ભારત રત્ન
ભારત દેશનું ગૌરવ ગાન
ધન્ય! રાષ્ટ્રપતિ ડૉ કલામ
અમર ઈતિહાસે અંકિત તવ નામ
દેશ દે શત શત સલામ
ધન્ય! ડૉ અબ્દુલ કલામ
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Pingback: ભારત રત્ન સ્વ. અબ્દુલ કલામને અંજલિ … ભાગ-૨ | વિનોદ વિહાર