વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 761 ) યુ-ટ્યુબ પર પ્રકાશિત વિડીયો ….અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …વિનોદ પટેલ

સ્વ. મકરંદ દવે ..સાંઈ

સ્વ. મકરંદ દવે ..સાંઈ

મારા પુસ્તક સંગ્રહમાં સાંઈ મકરંદ દવે લિખિત મને ગમતું એક સરસ પુસ્તક ” ભજન રસ ” છે. એમાં ઘણાં જુનો ભજનો ઉપર એમણે જે ટીકા એટલે કે રસદર્શન કરાવ્યું છે એ ખુબ જ મનનીય અને પ્રેરક છે.

આ પુસ્તક માંથી નરસિંહ મહેતાનું એક પદ ” અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ” ને નિવૃત્તિમાં શરુ કરેલ એક નવી પ્રવૃત્તિ તરીકે તારીખ 3 ઑગ, 2015 ના રોજ મેં અપલોડ કરેલ પાંચમા યુ-ટ્યુબ વિડીયોમાં મને આવડ્યું એવું મેં ગાયું છે અને એ પછી આ ભજનના મકરંદ દવે ના રસસ્પદ રસ દર્શન નું પઠન પણ કર્યું છે.

મને આશા છે આ વિડીયો આપને ગમશે.

(વિડીયોમાં અવાજ કાને સાંભળવામાં ધીમો લાગે તો ઈયર ફોનની મદદથી એ સારી રીતે સાંભળી શકાશે.)

તત્વવેત્તા નરસિંહ મહેતાના આ જાણીતા ભજનનો પૂરો પાઠ નીચે વાંચો અને મારી સાથે તમે પણ ગાવાનો આનંદ લો.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,… નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

– નરસિંહ મહેતા

યુ-ટ્યુબ પર મેં આજ સુધીમાં અપલોડ કરેલ પાંચ વિડીયોની લીંક 

https://www.youtube.com/my_videos?o=U

3 responses to “( 761 ) યુ-ટ્યુબ પર પ્રકાશિત વિડીયો ….અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …વિનોદ પટેલ

 1. pragnaju August 6, 2015 at 5:28 AM

  ચારેય વેદોના સાર રુપ ભજન મધુરા કંઠે
  ખૂબ સુંદર્

 2. સુરેશ August 5, 2015 at 1:29 PM

  ફ્રેકટલ ભૂમિતીનો મેન્ડલબ્રોટ સેટ
  https://gadyasoor.wordpress.com/2011/12/05/mandlebrot_set/

 3. pravinshastri August 5, 2015 at 11:28 AM

  નરસિંહ મહેતાના આ ઉત્તમ કાવ્યને હું ઉચ્ચ બ્રહ્મજ્ઞાન અને આત્મવિજ્ઞાન ગણું છું.
  અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, બસ આટલું જ કહ્યું હોત તો ય કેટલું બધું કહી નાંખ્યું કહેવાય. વિશ્વના બધા જ ધર્મો કે સંપ્રદાયો આમાં સમાઈ જાય. જૂદા જૂદા સ્વરૂપે પણ પરમાત્મા તો એક જ છે.

  તેજમાં તત્વ તું……તત્વના એક્સાઈટેડ એલિમેન્ટ્સના ઈલેક્ટ્રોન્સના એનર્જી લેવલ બદલાતાં ઉત્પન્ન થતાં તરંગોની ફિઝિકલ કેમેસ્ટ્રી એ મહેતાજી એ માત્ર ત્રણ નાના શબ્દોમાંજ સમજાવી દીધી,
  વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ. કે દેહમાં દેવ એ પણ આધ્યાત્મ વિજ્ઞાન જ છેને?
  સોરઠી રાગમાં ગાઈ સંભળાવોને?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: