વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(763 ) ગુજરાતી બ્લોગ વિષે શ્રી પી.કે.દાવડાના વિચારો …..

ફ્રીમોન્ટ , કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી, હમ ઉમ્ર – ૮૦ વર્ષના- મિત્ર શ્રી પી.કે. દાવડાને પોતાનો કોઈ બ્લોગ નથી પણ તેઓ ગુજરાતી બ્લોગ વિશેનું સારું જ્ઞાન અને અનુભવ ધરાવે છે.

છેલ્લા ઘણા વરસોથી તેઓ ઘણા ગુજરાતી બ્લોગનું ભ્રમણ કરી ચુક્યા છે અને નિવૃતિની પ્રવૃત્તિમાં એમના વાચન અને અનુભવ પર આધારિત લેખો /કાવ્યો લખે છે .એમના લેખો ઘણા જાણીતા બ્લોગોમાં પ્રગટ થયા છે અને થાય છે.વિનોદ વિહારમાં પણ તેઓ અવારનવાર લેખ મોકલે છે .

વિ.વિ.માટે એમણે ગુજરાતી બ્લોગો વિષે એમનો એક લેખ ઈ-મેલમાં મોકલ્યો છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે .

આ લેખમાં તેઓએ વિવિધ પ્રકારના ગુજરાતી બ્લોગનું અવલોકન અને એના બ્લોગરો અને એમની કાર્ય પ્રણાલીના અનુભવ પર આધારિત એમના વિચારો રજુ કર્યા છે.

P.K.Davada

P.K.Davada

વાચકો જાણતા જ હશે કે શ્રી દાવડાજી એ  એમની  “મળવા જેવા માણસ” લેખમાળામાં એમના પરિચિત ૫૦ મિત્રોનો પરિચય કરાવ્યો છે,જેમાં એમનો પોતાનો પરિચય પણ છે.

આના  સંદર્ભમાં BAY AREAમાં સુંદર સાહિત્ય પ્રવૃતિઓથી જાણીતાં સુ.શ્રી પ્રજ્ઞાબહેન દાદભાવાળાએ દાવડાજીનો કાવ્ય મય વિશિષ્ઠ  રીતે પરિચય આ પ્રમાણે કરાવ્યો છે. 

આ માણસ છે મળવા જેવો

આપ ભલેને હોવ ગમે તે,
એય નથી કંઈ જેવો તેવો.
આખાબોલો, સાચા બોલો
આ માણસ છે મળવા જેવો

ક્યારેક કહે, હું છું એંજીનીયર,
થાતો ક્યારેક અખાની જેવો,
ક્યારેક વતનનો પ્રેમી થઈને
વતનપ્રેમના ગીતો ગાતો,
ક્યારેક થાતો કલાપી જેવો,
આ માણસ છે મળવા જેવો

વાતે વાતે ફતવા કાઢે,
કહે લોકો તું આવો કેવો ?
પછી કહે છે એ રૂવાબથી
હું તો છું એવો ને એવો.
આ માણસ છે મળવા જેવો

દર્પણ દેખાડે છે ઘડપણ
સૌ પૂછે છે : ‘સારું છે ને ?’
“પીકે”હસીને ઉત્તર દેતો,
હું ય નથી હારી જાઉં તેવો
આ માણસ છે મળવા જેવો

-પ્રજ્ઞા દાદભાવાળા

 

ગુજરાતી બ્લોગ….શ્રી પી.કે.દાવડા 

બ્લોગના સેંકડો પ્રકાર છે. અહીં માત્ર સાહિત્યને લગતા ગુજરાતી બ્લોગ્સની જ વાત કરીશ. ગુજરાતી સાહિત્યમાં કવિતા, લેખ, ટુંકીવાર્તા, નવલક્થાનો હપ્તો, અવલોકન અને ચર્ચા જેવા વિષયોનો સમાવેશ થાય છે.

આજે સક્રિય-Active અને બંધ પડેલા આશરે ૨૦૦૦થી વધારે ગુજરાતી બ્લોગ્સ છે. આ લેખમાં હું આ બ્લોગ્સનું Broadly આ પ્રમાણે વર્ગીકરણ કરું છું.

પહેલા પ્રકારના બ્લોગ્સમાં સંપાદકો માત્ર પોતાનું સર્જન જ મૂકતા હોય છે. પોતે લખેલી કવિતાઓ, વાર્તાઓ, અમુક વિષય પરના પોતાના વિચારો, ટુંકમાં કહું તો પોતાની રચનાઓ જ મૂકતા હોય છે.

બીજા પ્રકારના બ્લોગ્સમાં, સંપાદકો પોતાની રચનાઓની સાથે સાથે પોતાની પસંદગીની રચનાઓ પણ મૂકતાઓ હોય છે. આ રચનાઓ એમને કોઈ મોકલતું નથી, એમણે પોતે જ ક્યાંક વાંચેલી, ક્યાંક સાંભળેલી રચના પસંદ કરી પોતાના બ્લોગમાં મૂકે છે. આ રચનાઓ મૂકતી વખતે એટલું લક્ષમાં લે છે કે આમ કરવાથી કોઈના અધિકાર ક્ષેત્રનો ભંગ થતો નથી.

ત્રીજા પ્રકારના બ્લોગ્સમાં, સંપાદક પોતાની રચનાઓ તો મૂકે જ છે, પણ વાંચનારાને પણ રચનાઓ મોકલવા આમંત્રણ આપે છે. વાંચકો ઈ-મેઈલ દ્વારા પોતાની રચનાઓ સંપાદકને મોકલે છે, એમાંથી સંપાદકે પસંદ કરેલી રચનાઓ બ્લોગમાં મૂકવામાં આવે છે અને અન્ય મોકલનારાઓને અસ્વીકારની ઈ-મેઈલથી જાણ કરવામાં આવે છે.

ચોથા પ્રકારના બ્લોગ્સમાં રચનાકાર જાતે જ પોતાની રચના બ્લોગમાં અપલોડ કરી શકે છે. માત્ર થોડા કલાકમાં જ સંપાદક એને Moderate કરી, Public Viewing માટે રીલીઝ કરે છે. આવા બ્લોગ્સમાં સંપાદક માત્ર એટલું જ જુએ છે કે લખાણમાં કંઈ અભદ્ર નથી અથવા કોઈ સમાજ વિરોધી કે નુકશાન કારક વાત નથી.

પાંચમાં પ્રકારના બ્લોગ્સમાં સંપાદક પોતાની કોઈ રચના મૂકતા નથી, તેમજ વાંચકો પાસેથી પણ કોઈ રચનાઓ મંગાવતા નથી. સંપાદક આપણા પ્રચલિત સાહિત્યમાંથી લોકપ્રિય રચનાઓ શોધી કાઢી, એમને પોતાના બ્લોગમાં અપલોડ કરતા હોય છે. આને આપણે એક પ્રકારનું સેવાનું કામ ગણી શકાય. આવું સેવાકાર્ય મારા બે મિત્રો કરે છે, માવજીભાઈ મુંબઈવાલા કવિતાઓ, ગીતો અને અન્ય સામગ્રી એકઠી કરી પોતાના બ્લોગમાં મૂકે છે, જ્યારે સુરેશ જાની ગુજરાતની પ્રતિભાઓનો પરિચય એકઠું કરી પોતાના બ્લોગમાં મૂકે છે.

ઉપરના પાંચેય પ્રકારમાં એક જ વ્યક્તિ સંપાદક હોય છે, ક્યારેક એમને એક બે મિત્રોની એમના કાર્યમાં મદદ મળતી હોય છે, તો ક્યારેક એકાદ વ્યક્તિને સહસંપાદક તરીકે લેવામાં આવે છે.

થોડા બ્લોગ્સમાં સંપાદક મંડળ હોય છે, બ્લોગમાં અલગ અલગ વિષયના વિભાગો હોય છે અને પ્રત્યેક વિભાગના એક કે બે નિયામક હોય છે. આવા બ્લોગ્સમાં વાંચકોને રચનાઓ મોકલવા માટે આમંત્રણ આપવામાં આવે છે. રચના મળ્યા પછી એ કયા વિભાગમાં ફીટ થાય છે એ નક્કી કરવામાં આવે છે, અને એ વિભાગના સંપાદકોને Preliminary Screening માટે મોકલવામાં આવે છે. ત્યાંની જરૂરી પ્રક્રીયામાંથી પસાર થઈ, મુખ્ય સંપાદકોની મંજૂરી મેળવી, એને કયા દિવસે બ્લોગમાં મૂકવી એ નક્કી કરવામાં આવે છે, અને એ પ્રમાણે એ દિવસે એ બ્લોગમાં મૂકાય છે. આવા બ્લોગ્સમાં સંપાદક મંડળના સભ્યોના અને અલગ અલગ વિભાગોના સંપાદકોના લેખ પણ સમાવી લેવામાં આવે છે, અને ઘણીવાર આવા લેખોની સંખ્યા અન્ય લેખકોની રચનાઓની સરખામણીમાં અધિક હોય છે. Print Media ના સામયિકોમાં પણ સંપાદકોની મોટી ફોજ હોય છે, પણ ત્યાં પ્રત્યેક અંકમાં માત્ર એક જ સંપાદકીય લેખ હોય છે, બાકીની રચનાઓ બહારના રચનાકારોની હોય છે.

અહીં મેં બ્લોગ્સના સામાન્ય વાંચક માટે, માત્ર બ્લોગ્સના છ પ્રકાર જ ગણાવ્યા છે, હકીકતમાં બ્લોગ્સના પ્રકારોની સંખ્યા આનાથી ઘણી વધારે છે.

-પી. કે. દાવડા

બ્લોગ અને બ્લોગીંગ …. વિનોદ પટેલ 

મારા માટે બ્લોગ એ નિવૃતિના સમયમાં રચનાત્મક પ્રવૃત્તિ અને સારી રીતે સમય પસાર કરવાનું ઉત્તમ સાધન છે .યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે.

બ્લોગના માધ્યમથી કદી નજરે જોયા કે મળ્યા ન હોય પણ મળવા ગમે એવા ઘણા સહૃદયી નેટ મિત્રો સાથે આત્મીય સંબંધ બંધાય છે એ એક મોટો ફાયદો છે .

મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે એના વિષે મારી નીચેની પોસ્ટમાં મારા વિચારો વ્યક્ત કર્યા છે એને પણ શ્રી દાવડાજી ના ઉપરના લેખ સાથે વાંચશો. –વિનોદ પટેલ

( 597 ) મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે ?

13 responses to “(763 ) ગુજરાતી બ્લોગ વિષે શ્રી પી.કે.દાવડાના વિચારો …..

 1. La' Kant " કંઈક " December 13, 2016 at 5:14 AM

  ** પરમ આનંદ! ***

  છેલ્લી વિદાય અને છેક પહોંચી ગયાનો પરમ આનંદ!

  કારણ, મને ના કોઈ દીવાલ,દ્વાર, ખિડકી પરમ આનંદ!

  વિસ્તરું, એક પ્રવાહે,નિરભ્ર આભ,ઉજાશ પરમ આનંદ!

  સઘળું અહીં છલોછલ, તરબતર, સભર પરમ આનંદ!

  મેહસૂસ અસીમને કરું, કણકણમાં સર્વત્ર પરમ આનંદ!

  હકીકતમાં,આ કોચલું-કવચ છે,બધો આભાસ “કઇંક”

  ***

  સંયોગ

  આ જે કંઈ છે. સમય સાથેનો સંભોગ છે! શબ્દો સાથેનો નિરંતર વિશેષ પ્રયોગ છે,

  પ્રકૃતિ-પ્રવાહ સંગે,શાશ્વત વિનિયોગ છે,-પ્રેમ છે,તપ છે,જપ છે! હમેશાંનો સંયોગ છે.

  ‘મારું મધ લાગે મને મીઠું રે!’ એનું સત્વ અમૃત સરીખું રે!

  સંજીવની–ચેતન છાંટ્યું રે, હોંશ,ઉમંગે ચમકી આંખ્યું રે.!

 2. La' Kant " કંઈક " December 13, 2016 at 5:07 AM

  “પી..કે. જી ” ……, આભાર અનુભવ જ્ઞાન ‘શેર’ કર્યા બદ્દલ .અંનેકોને પ્રેરવા માટે પણ ……અનેક વિવિધ પ્રકારના બ્લોગ્સ પરથી ,બધાનો આનંદ “પોતીકો” કરી મને પૂછી પૂછીને મને અને માત્ર મને જ પ્રેમ કરું છું ! આનંદ અને ક્યારેક “પરમ આનંદ”ને પણ …..ઉપલબ્ધ થવાય છે .
  “સરલ છે માર્ગ પરમ સુધી પહોંચવાના,ક્યારેક આવે વળાંકો ,આવે યાત્રાની મઝા
  હું તો જાણે છું, પુષ્કળ પ્રકાશનો પૂંજ પૂંજ, તેજવર્તૂળ વ્યાપ છું ,
  શૂન્યનો અનંત વિસ્તાર છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું ,”
  લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર ‘કઈંક’

  ” ….આપણા માટે સર્વ-ગ્રાહી ,અન્યોના સૂચનો-સલાહ-શિખામણ ભાગ્યેજ મહત્વ રાખે છે .આપણે એવી વાતો પ્રત્યે ઉદાસીનશા,ધ્યાનમાં લેતા નથી, કોઈ બીજાની વાતોને અનુસરી શકતા નથી . અન્ય પણ તેમના બહોળા અનુભવો , શિક્ષણ ,કલ્ચર તટસ્થ બની વિશાળ-પહોળા ફલક-ક્ષિતિજો સહ વધુ સારું વિચારી શકે . ક્યારેક એવું બને, કે, આપણા ક્ષેત્રની વાત ન હોય , તો કોઈ અન્યના વિશેષ જ્ઞાનનો લાભ ચોક્કસ લઇ શકાય , એમાં નાનમ શાની ? આપણે એમાં મહદ અંશે આપણા અહંનો વિષય બનાવી મૂકતા હોઈએ છીએ .
  આત્મ-નિરીક્ષણ ની ટેવ પાડી હોય,સારા સાહિત્ય,લોકો,સંસ્કૃત સમાજના નવા અભિગમોનો સ્વીકાર કરવાનું ખૂલ્લું મન ધરાવતા હોઈએ તો, આપણે વધુ સારા નિર્ણયો લેવા માટે સમર્થ બનીએ .એકંદર એમાં આપણું શ્રેય જ રહેલું છે,એવું પ્રતીત થયા વિના નહીં રહે.”

 3. NAVIN BANKER August 23, 2015 at 6:32 AM

  શ્રી. વિનોદભાઇ, આજનો આ લેખ અને અન્ય સર્જકોના બ્લોગ વિશેના વિચારોને વાચા આપતા લેખો પણ ખુબ સુંદર છે. કોમેન્ટ્સમાં પ્રવિણકાંત શાસ્ત્રીના વિચારો પણ દાદ માંગી લે તેવા છે. ફોલ્ડર બનાવીને સાચવી રાખવા જેવો આ લેખ કે લીંક છે. આપ એક ઉમદા કાર્ય કરી રહ્યા છો. અભિનંદન.

  નવીન બેન્કર ( હ્યુસ્ટન)

 4. pragnaju August 14, 2015 at 4:27 AM

  આ ગઝલ અક્બર ઇલાહાબાદીની છે તેઓની વ્યંગવાણીથી કોઇ વાર ગેરસમજ થાય તેમનો પરીગય
  अकबर ने अपनी प्राथमिक शिक्षा अपने पिता द्वरा घर पे ही ग्रहन की। उन्होंने 15 साल की उम्र में अपने दो या तीन साल वरिष्ठ लड़की से शादी की थी और जल्द ही उन्की दूसरी शादी भी हुइ। दोंनो पत्नीयों से अकबर के २-२ पुत्र थे। अकबर ने वकालत की अध्ययन करने के बाद बतौर सरकारी कर्मचारी कार्य किया।[
  हालांकि अकबर एक अनिवार्य रूप से एक जीवंत, आशावादी कवि थे, उसके बाद के जीवन में चीजों के बारे में उनकी दृष्टि घर पर उसकी त्रासदी के अनुभव से घिर गई थी। उन्के बेटे और पोते का निधन कम उम्र में ही हो गया। यह उसके लिये बड़ा झटका था और निराशा का कारण बना। फलस्वरूप वह अपने जीवन के अंत की ओर काफी, वश में हो गया और तेजी से चिंताग्रस्त और धार्मिक होने लगे थे। व ७५ साल की उम्र में १९२१ में अकबर की मृत्यु हो गई।[
  अकबर एक शानदार, तर्कशील, मिलनसार आदमी थे। और उनकी कविता हास्य की एक उल्लेखनीय भावना के साथ कविता की पहचान थी। वो चाहे गजल, नजम, रुबाई या क़ित हो उनका अपना ही एक अलग अन्दाज़ था। वह एक समाज सुधारक थे और उनके सुधारवादी उत्साह बुद्धि और हास्य के माध्यम से काम किया था। शायद ही जीवन का कोई पहलू है जो उन्के व्यंग्य की निगाहों से बच गया था। આમની અમારી પ્રિય રચનાનો ખજાનો માણો
  प्रमुख रचनाएँ
  हंगामा है क्यूँ बरपा / अकबर इलाहाबादी
  कोई हँस रहा है कोई रो रहा है / अकबर इलाहाबादी
  बहसें फ़ुजूल थीं यह खुला हाल देर से / अकबर इलाहाबादी
  दिल मेरा जिस से बहलता / अकबर इलाहाबादी
  दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ / अकबर इलाहाबादी
  समझे वही इसको जो हो दीवाना किसी का / अकबर इलाहाबादी
  आँखें मुझे तल्वों से वो मलने नहीं देते / अकबर इलाहाबादी
  पिंजरे में मुनिया / अकबर इलाहाबादी
  उन्हें शौक़-ए-इबादत भी है / अकबर इलाहाबादी
  एक बूढ़ा नहीफ़-ओ-खस्ता दराज़ / अकबर इलाहाबादी
  अरमान मेरे दिल का निकलने नहीं देते / अकबर इलाहाबादी
  जो यूं ही लहज़ा लहज़ा दाग़-ए-हसरत की तरक़्क़ी है / अकबर इलाहाबादी
  फिर गई आप की दो दिन में तबीयत कैसी / अकबर इलाहाबादी
  कहाँ ले जाऊँ दिल दोनों जहाँ में इसकी मुश्किल है / अकबर इलाहाबादी
  किस किस अदा से तूने जलवा दिखा के मारा / अकबर इलाहाबादी
  कट गई झगड़े में सारी रात वस्ल-ए-यार की / अकबर इलाहाबादी
  शक्ल जब बस गई आँखों में तो छुपना कैसा / अकबर इलाहाबादी
  दम लबों पर था दिलेज़ार के घबराने से / अकबर इलाहाबादी
  जान ही लेने की हिकमत में तरक़्क़ी देखी / अकबर इलाहाबादी
  छिड़ा है राग भौंरे का, हवा की है नई धुन भी / अकबर इलाहाबादी
  ख़ुशी है सब को कि आप्रेशन में ख़ूब नश्तर चल रहा है / अकबर इलाहाबादी
  आपसे बेहद मुहब्बत है मुझे / अकबर इलाहाबादी
  हिन्द में तो मज़हबी हालत है अब नागुफ़्ता बेह / अकबर इलाहाबादी
  जलवये दरबारे-देहली / अकबर इलाहाबादी
  बिठाई जाएंगी पर्दे में बीबियाँ कब तक / अकबर इलाहाबादी
  हस्ती के शजर में जो यह चाहो कि चमक जाओ / अकबर इलाहाबादी
  तअज्जुब से कहने लगे बाबू साहब / अकबर इलाहाबादी
  सूप का शायक़ हूँ यख़नी होगी क्या / अकबर इलाहाबादी
  चश्मे-जहाँ से हालते अस्ली छिपी नहीं / अकबर इलाहाबादी
  हास्य-रस -एक / अकबर इलाहाबादी
  हास्य-रस -दो / अकबर इलाहाबादी
  हास्य-रस -तीन / अकबर इलाहाबादी
  हास्य-रस -चार / अकबर इलाहाबादी
  हास्य-रस -पाँच / अकबर इलाहाबादी
  हास्य-रस -छ: / अकबर इलाहाबादी
  हास्य-रस -सात / अकबर इलाहाबादी
  ख़ुदा के बाब में / अकबर इलाहाबादी
  मुस्लिम का मियाँपन सोख़्त करो / अकबर इलाहाबादी
  जिस बात को मुफ़ीद समझते हो / अकबर इलाहाबादी
  गाँधी तो हमारा भोला है / अकबर इलाहाबादी
  मुझे भी दीजिए अख़बार / अकबर इलाहाबादी
  शेर कहता है / अकबर इलाहाबादी
  बहार आई / अकबर इलाहाबादी
  आबे ज़मज़म से कहा मैंने / अकबर इलाहाबादी
  शेख़ जी अपनी सी बकते ही रहे / अकबर इलाहाबादी
  हाले दिल सुना नहीं सकता / अकबर इलाहाबादी
  हो न रंगीन तबीयत / अकबर इलाहाबादी
  मौत आई इश्क़ में / अकबर इलाहाबादी
  काम कोई मुझे बाकी नहीं / अकबर इलाहाबादी
  तहज़ीब के ख़िलाफ़ है / अकबर इलाहाबादी
  हम कब शरीक होते हैं / अकबर इलाहाबादी
  मुँह देखते हैं हज़रत / अकबर इलाहाबादी
  अफ़्सोस है / अकबर इलाहाबादी
  ग़म क्या / अकबर इलाहाबादी
  उससे तो इस सदी में / अकबर इलाहाबादी
  ख़ैर उनको कुछ न आए / अकबर इलाहाबादी
  जो हस्रते दिल है / अकबर इलाहाबादी
  मायूस कर रहा है / अकबर इलाहाबादी
  गांधीनामा / अकबर इलाहाबादी
  वो हवा न रही वो चमन न रहा / अकबर इलाहाबादी
  सदियों फ़िलासफ़ी की चुनाँ / अकबर इलाहाबादी
  जो तुम्हारे लब-ए-जाँ-बख़्श / अकबर इलाहाबादी
  जहाँ में हाल मेरा / अकबर इलाहाबादी
  हूँ मैं परवाना मगर / अकबर इलाहाबादी
  ग़म्ज़ा नहीं होता के / अकबर इलाहाबादी
  चर्ख़ से कुछ उम्मीद थी ही नहीं / अकबर इलाहाबादी
  हर क़दम कहता है तू आया है जाने के लिए / अकबर इलाहाबादी

 5. nabhakashdeep August 8, 2015 at 3:04 PM

  બ્લોગર એટલે આપણે પોતે જ તંત્રી ને આવડત કે અણઆવડતની વાતો સાઈડમાં મૂકી, માનેલી મજા લૂંટવી…એ મુદ્રાલેખ.ને સાચે જ કહ્યું છે કે..લખતાં લહિયો થાય….માર્ગદર્શક મલે, ઈન્ટરનેટ થકી,સાચા સાહિત્યકારની રચનાઓ થકી, સ્વમૂલ્યાંનકન થાય.શ્રી દાવડા સાહેબની અભ્યાસુવૃતિ કેટેગરી બનાવે, મૂલવે…આપણે તો આપણામાં રાજી રાજી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. pragnaju August 8, 2015 at 12:40 PM

  શ્રી દાવડાજી પી.કે નો બ્લોગ નથી- છતા…બ્લોગ્સની જ વાત કરીશ.’
  ત્યારે પીકે માટે શેર યાદ આવે છે
  ना तजुर्बाकारी से वाइज़ की ये बातें है
  इस रंग को क्या जाने पूछो तो कभी पी है ?
  આખી ગઝલ માણવી છે ?
  हंगामा है क्यों बरपा थोड़ी सी जो पी ली है
  डाका तो नहीं डाला चोरी तो नहीं की है

  उस मय से नहीं मतलब दिल जिससे हो बेगाना
  मकसूद है उस मय से दिल ही में जो खिंचती है

  सूरज में लगे धब्बा फ़ितरत के करिश्मे हैं
  बुत हमको कहें काफ़िर अल्लाह की मरज़ी है

  ना तजुर्बाकारी से वाइज़ की ये बातें है
  इस रंग को क्या जाने पूछो तो कभी पी है

  हर ज़र्रा चमकता है अनवर-ए-इलाही से
  हर सांस ये कहती है हम है तो खुदा भी है

  • Vinod R. Patel August 8, 2015 at 12:55 PM

   પ્રજ્ઞાબેન , પેલી આમીરખાન ની હિન્દી ફિલ્મ પીકે ને પણ યાદ કરો સાથે સાથે !! ….

 7. Rajul Kaushik August 8, 2015 at 11:51 AM

  નેટ જગતે તો જાણે ઘેર બેઠા ગંગા આણી છે. આજ પર્યંત ગ્રંથાલયમાંથી લાવીને જ પુસ્તક વંચાય એવી વર્ષો જુની ઘરેડમાંથી વાંચકને મુક્ત કર્યા છે અને એના લીધે કેટલાય નવી પ્રતિભાઓ અને એમની કૃતિઓ આપણા સુધી પહોંચી.
  બ્લોગ તો ખરેખર આશીર્વાદ છે.

 8. Rajul Kaushik August 8, 2015 at 11:49 AM

  નેટ જગતે તો જાણે ઘેર બેઠા ગંગા આણી છે. આજ પર્યંત ગ્રંથાલયમાંથી લાવીને જ પુસ્તક વંચાય એવી વર્ષો જુની ઘરેડમાંથી વાંચકને મુક્ત કર્યા છે અને એના લીધે કેટલાય નવી પ્રતિભાઓ

 9. Pragnaji August 8, 2015 at 11:39 AM

  aa like mari kavita mate nathi pan aapna vicharo mate che…..
  મારા માટે બ્લોગ એ નિવૃતિના સમયમાં રચનાત્મક પ્રવૃત્તિ અને સારી રીતે સમય પસાર કરવાનું ઉત્તમ સાધન છે .યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે.બ્લોગના માધ્યમથી કદી નજરે જોયા કે મળ્યા ન હોય પણ મળવા ગમે એવા ઘણા સહૃદયી નેટ મિત્રો સાથે આત્મીય સંબંધ બંધાય છે એ એક મોટો ફાયદો છે

  • Shailesh Mehta August 13, 2015 at 8:22 PM

   પ્રજ્ઞા બહેન, વાત તો સાવ સાચી છે. . એ તો વાંચનાર નો લખનાર ની કલમ ના ધબકારા જોડે નો સેતુ છે. . અને તે નો ઉજાસ છે. .
   વાણિયા થઇ ફાયદો લેવા ને કયાં અવકાશ જ છે ?? !!
   આનંદો…

 10. dee35(USA) August 8, 2015 at 8:27 AM

  બુઢાછીએ પણ દીલ જુવાન છે.ના વિભાગમાં લેખક અને વાંચકોને ન મુકી શકાય?

 11. pravinshastri August 8, 2015 at 6:04 AM

  હું મારા બ્લોગને સાહિત્યકારના બ્લોગ તરીકે ગણાવતો નથી. નિવૃત્તિ પછી કોમામાં પડી ગયેલો વાર્તાનો જીવ પાછો જાગૃત થયો અને કાઈ લખવા માંડ્યું. મારું લખેલું કોઈ વાંચે એવી લાલચ તો ખરી જ. બસ છોકરાંઓની મદદથી જેમ તેમ મફતનો બ્લોગ બનાવ્યો. આપના જેવા સહૃદયી મિત્રોનું માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું. આનંદથી સમય પસાર થાય છે. ભયો ભયો. પહેલાં માત્ર મારી વાર્તા જ મુકતો. હવે મને ગમતું બધું મિત્રોના બ્લોગમાંથી તફડાવીને રિબ્લોગ કરતો રહું છું. જેઓને માટે લખવું એ આજીવિકા છે એવા કોપીરાઈટ વાળાઓને અડકતો યે નથી.
  હું સાહિત્યની સેવા કરું છું એવી ભ્રમણાં પણ રાચતો નથી.
  હું દાવડા સાહેબના કયા વિભાગમાં ગણાઉં?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: