વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 765 ) સિલીકોન વેલી ……પરિચય …..શ્રી પી.કે.દાવડા

આ પરિચય લેખના લેખક શ્રી.પી.કે. દાવડા કેલીફોર્નીયા , સાન ફ્રાંસીસ્કોના બે એરીયાના નિવાસી છે જ્યાં સીલીકોન વેલી આવેલી છે.ઈલેકટ્રોનિક્સ ઉદ્યાગના વિકાસને લીધે બેંગ્લોર આજે ભારતનું સીલીકોન વેલી બન્યું છે.

સિલીકોન વેલી વિષે શ્રી દાવડાજીના લેખ અને એના વિશે નીચે મુકેલ વિડીયો પરથી સીલીકોન વેલીનો વાચકોને પૂરો પરિચય મળી રહેશે .

વિનોદ પટેલ

Silicon-Valley-Map2

સિલીકોન વેલી ……પરિચય …..શ્રી પી.કે.દાવડા

અમેરિકાના પશ્ચિમ કિનારે, પેસિફીક મહાસાગરને અડીને આવેલું કેલિફોર્નિયા રાજ્ય આબોહવાની દૃષ્ટિયે સૌથી વધારે આકર્ષિત રાજ્ય છે. અહીંના Bay Area ના દક્ષિણ ભાગના એક નાના હિસ્સાને સિલિકોન વેલી એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. અહીં વિશ્વની મોટામાંમોટી HIghtech કંપનીઓની વિશાળ ઓફીસો કાર્યરત છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા હજારો નિષ્ણાતો અહીં રોજ નવીનવી શોધ કરી, ઈલેકટ્રોનિક ક્રાંતિને આગળ ઘપાવે છે.

૧૯૫૬માં વિલીયમ શોકલી નામના વૈજ્ઞાનિકે અહીં Shockly Semiconductor Laboratory શરૂ કરી. એણે એ સમયમાં સેમીકંડક્ટર બનાવવા માટે વપરાતા Germanium ની જગ્યાએ silicon વાપરવાની શરૂઆત કરી. ૧૯૫૭ માં એની કંપનીમાં કામ કરતા આઠ વૈજ્ઞાનિકોએ, શોકલીની વર્તણૂકથી નારાજ થઈ, Fairchild Semiconductor નામની કંપની શરૂ કરી.

૧૯૫૭ માં રશિયાએ સ્પુટનીકને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં સ્થાપી, અમેરિકા ઉપર ટેકનિકલ સરસાઈ મેળવી કે તરત અમેરિકાએ કમર કસી. આ રેસમાં રશિયાથી આગળ નીકળી જવા આધુનિક Electronic સાધનોની જરૂર હતી, અને એ જરૂરત પૂરી કરવા અમેરિકાની યુનીવર્સિટીઓ અને ઉદ્યોગોએ બીડું ઝડપ્યું. ૧૯૫૮ માં અમેરિકાની સરકારે NASA ની સ્થાપના કરી, સાથે સાથે Fairchild Semiconductor કંપનીને પણ જરૂરી મદદ કરી.

આ વિસ્તારમાં આવેલી અમેરિકાની પ્રખ્યાત Stanford University નો આ વિસ્તારના વિકાસમાં ઘણો મોટો ફાળો છે. યુનીવર્સીટીએ પોતાના વિદ્યાર્થીઓને ઉદ્યોગો શરૂ કરવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. આ વિસ્તારમાં સ્થપાયેલી HP જેવી અનેક જગપ્રસિધ્ધ કંપનીઓ આ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાઈ હતી.

Silicon Valley શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ ૧૯૭૧ માં Microelectronics News મેગેઝીનના તંત્રીએ, એ વિસ્તારમાં થતા વિકાસ વિષે લખેલી એક લેખમાળાના શિર્ષક તરીકે કરેલો. ૧૯૮૦ સુધીમાં એ વિસ્તારની ઓળખ માટે એ ચલણી શબ્દ બની ગયો.

આજે ઈલેકટ્રોનિક્સ ઉદ્યાગની બધી વિશ્વ વિખ્યાત કંપનીઓની આ વિસ્તારમાં હાજરી છે. જો થોડાક નામ ગણાવું તો Adobe, AMD, Apple, Cisco, Face Book, Google, HP, Intel, Oracle, Sun Microsystems, Symantec, અને Yahoo.

સિલીકોન વેલી આજે Hub of Startup Companies તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સૌથી વધારે Venture Capital આ વિસ્તારમાં વપરાય છે.

આ સિલીકોન વેલીના વિકાસમાં ભારતીય એંજીનીઅરોનો પણ ગણના પાત્ર ફાળો છે. આ ક્ષેત્રમાંથી સફળ થઈ, અઢળક ધન કમાયલા ભારતીયોના થોડા નામ ગણાવું તો, વિનોદ ખોસલા, કંવલ રેખી, પદ્મશ્રી વોરીયર, વિવેક વાધવા, વિનોદ ધમ, સત્યા નાદેલા, સબીર ભાટીયા, રુચી સંઘવી અને બીજા અનેક લોકોના નામ ગણાવી શકાય.

એક સમયે સિલીકોન વેલીમાંથી જ સ્ટીવ જોબ્સે દુનિયા બદલવાની ગર્જના કરી હતી અને અહીંથી જ બિલ ગેટે દુનિયા સર કરી હતી.

આજથી પચાસ વર્ષ પહેલા જ્યાં ફળના વિશાળ બગીચા હતા, ત્યાં આજે આલીશાન ઓફીસોમાં ફળદાયી ઉદ્યોગોનું સંચાલન થઈ રહ્યું છે.

એક વાત જે ખાસ ધ્યાન ખેંચે છે તે છે સિલીકોન વેલીનું કોર્પોરેટ કલ્ચર અને વર્ક કલ્ચર. અહીં કંપનીઓ વચ્ચે Best talent ને આકર્ષવાની હોડ લાગી છે, અને આને માટે અનેક પ્રકારના Perks નું પ્રલોભન આપવામાં આવે છે. કામે આવવા જવા માટે Wi-Fi સજ્જ A.C. બસ એ તો સામાન્ય વાત છે, પણ કામ પર પહોંચ્યા પછીના આકર્ષણો હેરત પમાડે એવા છે. ગુગલની જ વાત કરૂં તો ત્યાં પાંચ-સિતારા હોટેલની કક્ષાનું ખાવા-પિવાનું, જાત જાતની indoor અને outdoor રમતો માટેની સગવડ, સ્વીમીંગપૂલ, વાળ કપાવવા માટે સલૂન, કપડા ડ્રાય ક્લીન કરવાની સગવડ, કારવોશ, ઈલેક્ટ્રીક કારની બેટરી ચાર્જ કરવાની સગવડ, જીમનેશીયમ અને આવી અનેક સગવડો તદ્દ્ન મફત. કામ અંગે મોડે સુધી રોકાવું પડે તો ત્યાં રહેવા માટે પાંચ સિતારા હોટેલ જેવી સગવડ. કેટલીકવાર તો એમ લાગે કે કામપર આટલી બધી સગવડ હોય તો વગર પરણેલાઓએ ઘરે જ શા માટે જવું જોઈએ?!!

જો તમારામાં આવડત હોય, અને તમારે ધનકુબેર થવું હોય, તો સરનામું છે સિલીકોન વેલી.

-પી. કે. દાવડા

Welcome to Silicon Valley

 

3 responses to “( 765 ) સિલીકોન વેલી ……પરિચય …..શ્રી પી.કે.દાવડા

  1. Pingback: ( 766 ) ભારતીય મૂળના સુંદર પિચાઈ બન્યા ગૂગલના નવા CEO | વિનોદ વિહાર

  2. Pingback: (786 ) વડા પ્રધાન શ્રી મોદીની કેલીફોર્નીયાની સફળ યાત્રા | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: