વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 773 ) અનામત અને એ અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ

આજે દેશમાં અનામતના  લાભો મેળવવા માટે પછાત ગણાવા માટેની પડાપડી થઇ રહી છે.બધાંને અનામત જોઈએ છે. આજકાલ પાટીદારો-પટેલો પણ એ મેળવવા માટે આંદોલન ચલાવી રહ્યા છે, મોટી સભાઓ ગજાવી સંખ્યા બળનો પરચો બતાવી રહ્યા છે.બ્રાહ્મણો અને જૈનો પણ એ પગલે જવા માગે છે.

દુનિયામાં ફક્ત ભારત જ એક એવો દેશ હશે જ્યાં લોકોને પછાત રહેવામાં સુખ જણાય છે. રાજકારણીયોની ચુંટણીમાં મત મેળવવા માટેની એક રાજરમત જેવી આ અનામત પ્રથાએ દેશમાં ખોટું ઝેર ફેલાવ્યું છે.દેશ રૂપી સાપે છછુંદર ગળ્યું છે એ ગળાતું એ નથી અને મુકાતું એ નથી . અનામતના આ વણ જોઈતા બખંડ જંતર એ દેશને વેર વિખેર કરી દીધો છે.

દેશમાંથી આ અનામત પ્રથા જેમ બને એમ જલ્દી દુર થવી જ જોઈએ. શિક્ષણ ક્ષેત્રે કે બીજે જે યોગ્ય હોય ,બૌધિક રીતે સમર્થ હોય એને જ ગુણવત્તા પ્રમાણે જ લાભ અપાવો જોઈએ પછી એ કોઈ પણ જાતિનો કેમ ન હોય ! બહુ જ સીધું સાદું આ ગણિત છે એ આ એકવીસમી સદીમાં પણ આટલાં બધાં વર્ષો બાદ પણ દેશના વહીવટદારોને  સમજાતું નથી એ દેશ માટેની એક કમનશીબી છે.

અનામત વિષેના આવા મનોમંથનો – વિચારોમાંથી પ્રેરિત કેટલીક પ્રાસંગિક હાઈકુ રચનાઓ અત્રે પ્રસ્તુત છે.

Reservation cartoon

અનામત અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ

ભારતમાં જ

પછાત રહેવું એ

આશીર્વાદ છે !

========

અનામતનું

પૂછડું પકડાયું 

છૂટતું નથી !

========

પટેલો અને

બ્રાહ્મણો ઈચ્છે હવે

અનામતને !

=========

દેશમાંથી આ  

અનામતનું ભૂત

ક્યારે ભાગશે ?

========

મન કી બાત 

નેતાની સૌ સાંભળે    

પ્રજાની કોણ ?

વિનોદ પટેલ. ૮-૨૫-૨૦૧૫ 

6 responses to “( 773 ) અનામત અને એ અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ

 1. Pravin Patel સપ્ટેમ્બર 13, 2015 પર 9:56 એ એમ (AM)

  સરકારનું અક્ષય પાત્ર ખાલી કરવાની ડીમાંડ છે !
  સરકાર પોતે જ જાહેર કરે કે હવે કોઈને અનામત મળશે નહિ,તે માટેની લડત છે !

 2. સુરેશ ઓગસ્ટ 25, 2015 પર 6:44 પી એમ(PM)

  અનામત કે
  મતની મોટી બેન્ક?
  મત જ મત.

 3. nabhakashdeep ઓગસ્ટ 25, 2015 પર 3:16 પી એમ(PM)

  અનામત એટલે રાજકરવાનો પરવાનો…મતો એટલે લોકશાહી દ્વારા રાજગાદી. દેશની તમામ પ્રજાને જે એક પ્રશ્ન નડે છે..તે રોજગારનો..આજીવિકાનો.અનામતથી તે લાભ જે કોઈને મળે છે..તે સામે જાતિવાદને લીધે, લાયક વ્યક્તિ બેરોજગાર થઈ નિસાસા નાખે છે. વિચારે છે કે શું મારી આર્થિક સ્થિતિ માટે કોઈ આશાનું કિરણ નહીં? આજ કારણે અનામત સૌ કોઈ માગે..એ દિવા જેવું સ્પષ્ટ થતું જાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. P.K.Davda ઓગસ્ટ 25, 2015 પર 1:15 પી એમ(PM)

  અનામતનું

  પૂછડું પકડાયું

  છૂટતું નથી !

  સરસ

 5. Mr.Pravinchandra P. Shah USA ઓગસ્ટ 25, 2015 પર 1:06 પી એમ(PM)

  Good write up on present day created problem by our dominant and wealthiest caste of Gujarat. The issue to help poor at all is a matter of concern.Govt help could be suggested to brilliant but financially weak. This polarizing reservation system has to go as is to ignite caste-conflict at the cost of peace and serenity in civil society. It was taken as a part of the Constitution as the situation prevailing in the society then was justifying in relation to backward classes but that too was for some time and not a permanent feature. Now to backtrack and be on the right path is a difficult way as none of the political parties want to shoot in the boot. Further, court is not going to allow this irrational and unwarranted demand at all and opposing parties will fight it out tooth and nail with no gain except mud. The aggravation of this issue is to create a bad taste for all.

 6. pragnaju ઓગસ્ટ 25, 2015 પર 12:31 પી એમ(PM)

  રાહત આપો
  દીનોને.,પ્રવેશ તો
  ગ્રેડ પોઈન્ટે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: