વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓગસ્ટ 2015

( 769 ) શ્રી પી.કે. દાવડા સાથે સાન ડીયેગોમાં થયું રૂબરૂ સ્નેહ મિલન

મળ્યા મને સાન ડિયેગોમાં મળવા જેવા માણસ- શ્રી પી.કે.દાવડા  

જીવન સફરમાં સંઘર્ષ કરી સિધ્ધિઓને વરેલ ૫૦ મહાનુભાવોનો પરિચય એમની મળવા જેવા માણસની પરિચય શ્રેણીમાં કરાવનાર લેખક શ્રી. પી.કે.દાવડા તારીખ ૮-૧૯-૨૦૧૫ ના રોજ સાન ડિયેગોમાં એમની સુપુત્રી સાથે ટૂંકી મુલાકાત લઈને મને મળવા આવ્યા હતા.આ માટે એમનો આભારી છું.જો કે મુલાકાત થોડા સમય માટે હતી પણ અમે બન્ને સ્નેહી મિત્રો માટે તો એ એક અવિસ્મરણીય પ્રસંગ બની ગયો.

શ્રી દાવડાની સુપુત્રી જાસ્મીનને સાન ડિયેગોની જાણીતી કંપની ફાઈઝરમાં જુન મહિનાથી સારા હોદ્દા અને પગાર સાથેની જોબ મળી છે એને મળવા માટે તેઓ પ્રથમ વાર જ સાન ડિયેગોની ખુબ ટૂંકી એક વીકની મુલાકાતે આવ્યા છે. ગયા રવિવારે આવ્યા અને આ શનિવારે તો સાન ફ્રાંસીસ્કો ,ફ્રીમોન્ટ એમના પુત્રને ત્યાં પરત જશે.

શ્રી દાવડાજીને પહેલાં એમની સ્થિર છબીઓમાં જોએલા, એમણે યુ-ટ્યુબ પર અપલોડ કરેલા વિડીયોમાં સત્સંગ કરતા એમને હાલતા અને બોલતા સાંભળેલા , એમના વૈવિધ્ય સભર લેખોથી એમને માનસિક રીતે પ્રમાણ્યા હતા. પરંતુ જ્યારે સન્મુખ  પ્રેમથી રૂબરૂ મળ્યા એનો આનંદ ખુબ અનેરો હતો .

આ પ્રસંગે મારા નિવાસ સ્થાને ઝડપેલ કેટલીક યાદગાર તસ્વીરો અને થોડી આત્મીય વાતચીતનો વિડીયો સૌ મિત્રોને શેર કરતાં આનંદ થાય છે.

આ મુલાકાતને ઉજાગર કરતી લગભગ ૮૦ ની ઉમરે આવી પુગેલા બે હમ સફર , સહૃદયી સાહિત્ય મિત્રો ની આ રહી થોડી યાદગાર તસ્વીરો

આ બે તસ્વીરો શ્રી દાવડાજીની પુત્રી જાસ્મીનએ મારા સેલ ફોન કેમેરા પર ઝડપી છે. આભાર જાસ્મીન.

WP_20150819_001

WP_20150819_003 1
શ્રી દાવડાની સુપુત્રી સાથેની અમારા બન્નેની આ તસ્વીર મારી રૂમમાં મારા કોમ્પ્યુટર ના વેબ કેમેરા પર લીધી હતી.

Jasmin,davda,vinodbhai

શ્રી દાવડા સાથે મારી રૂમમાં બેસીને કરેલ વાતચીતના થોડા અંશો આ પ્રસંગની યાદગીરી રૂપે મારા કોમ્પ્યુટરના વિડીયોમાં રેકોર્ડ કરી લીધી હતી એ પણ નીચે પ્રસ્તુત છે.આ વિડીયોની વાતચીતમાં બન્ને મિત્રોના મુખ પર ઘણા વખત પછી રૂબરૂ મેળાપનો આનંદ ચોખ્ખો જોઈ શકાય છે.

એમના અનેક મિત્રો સાથે સંપર્ક અને સંબંધ તાજો રાખવાની કળા તો શ્રી દાવડાજી પાસેથી જ શીખવી રહી. આ વિડીયોમાં વાતચીત ચાલતી હતી ત્યાં એમના પર બે ફોન આવી ગયા.ગોદ્ડીયો ચોરો ફેઈમ સન્મિત્ર શ્રી ગોવિંદભાઈ સાથે ફોનમાં થતી વાત પણ આ વિડીયોમાં આવી ગઈ છે.

છુટા પડતાં મને પ્રેમથી ભેટી રહેલ શ્રી દાવડાજીએ મને ધરપત આપી હતી કે હવે પછીની સાન ડિયેગોની મુલાકાત વખતે તેઓ લાંબા સમય સુધી મારી સાથે બેસીને વાતો કરશે. એમની પુત્રી જાસ્મીને પણ કહ્યું કે પપ્પા હવે જ્યારે સાન ડિયેગો ફરી આવશે ત્યારે હું જાતે આવીને તમોને લઇ જઈશ . આખરે તો દીકરીનો જીવ છે ને !

( 768 ) ગાંધી અને આઝાદી ….અછાંદસ કાવ્ય રચના …..વિનોદ પટેલ

ગાંધી અને આઝાદી …

Gandhi -color

પંદરમી ઓગસ્ટ ૧૯૪૭, ભારત બન્યું આઝાદ,

ખુશી ફરી વળી, સમગ્ર દેશે જશન મનાવ્યો,

દિલ્હીમાં દેશ નેતાઓ ઉજવણીમાં મગ્ન હતા,

પણ આઝાદીની લડતની આગેવાની લેનાર,

આઝાદી માટે એનું જીવન ખપાવનાર ગાંધી,

અલિપ્ત રહ્યો. ગેરહાજર રહ્યો એ ઉજવણીઓમાં,

ક્યાં હતો આ જશન ટાણે, અને શું કરતો હતો ?

કોમી દંગાઓથી દુખી આ દેશનેતા, એ વખતે,

દિલ્હીની ઉજવણીની ખાણી પીણીથી ઘણે દુર ,

બંગાળના નાના ગામડામાં અનશન કરતો હતો,

એવો નિસ્પૃહી હતો આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી !

જે માણસ આઝાદી મળ્યાના માત્ર છ માસ પછી ,

એક ખૂનીના હાથે, દેશ માટે શહીદ થઇ ગયો.

દેશ માટે જીવનાર અને મરનાર આ મહાત્માને,

આઝાદીના ૬૮મા પર્વે મારી સો સો દિલી સલામ .

–વિનોદ પટેલ

 

ભારતનો ૬૮મો સ્વાતંત્ર્ય દિવસ/…..ગાંધીજીના સ્વપ્નનું સ્વરાજ આજે છે ખરું? …. એક ચિંતન લેખ

 Ramesh Patel poem final

૧૫મી ઓગસ્ટ ૨૦૧૫, એટલે ભારતનો ૬૮ મો સ્વાતંત્ર્ય દિવસ

આજથી ૬૮ વર્ષ પહેલાં રાષ્ટ્રપિતા ગાંધીની આગેવાની નીચે ચાલેલી અહિંસક લડત બાદ ભારત અંગ્રેજી રાજ્યની ચુંગાલમાંથી મુક્ત બની એક આઝાદ દેશ બન્યો હતો .જન માનસમાં નવી આશાઓ અને આકાંક્ષાઓ  સાથે એ દિવસથી એક નવા સ્વતંત્ર ભારતના ઇતિહાસનું નવું પ્રકરણ શરુ થયું હતું .

હવે ૬૮ વર્ષની સ્વતંત્રતા બાદ આજે એક પ્રશ્ન જન માનસમાં ઉભો થાય છે કે શું ભારત દેશની ગામડાઓમાં રહેતી છેવાડાની પ્રજાને સ્વાતંત્ર્યનાં મીઠાં ફળ ચાખવા મળ્યાં છે ખરાં ? અત્યાર સુધી રાજ્ય કરી ગયેલી સરકારોના નેતાઓના દેશમાંથી ગરીબી દુર કરવાના બોદા હાકલા  પડકારા છતાં હજુ ગરીબી ખરેખર દુર થઇ છે ખરી. ?હકીકત તો એ છે કે આજે ગરીબો અને ધનિકોની આવક વચ્ચેની ખાઈ રોજ બરોજ વધતી જ જાય છે .

ચીલા ચાલુ રીતે આ સ્વાતંત્ર્ય દિવસના દિવસે ગાંધીજીના નામને નેતાઓ યાદ કરશે.એમનાં ગુણ ગાવામાં કોઈ કચાસ નહી રાખે.ગાંધીનાં બાવલાંનું ઉદઘાટન કરશે .પરંતુ એમના બોધેલ સીધાંતોના અમલનું શું ? એ પ્રશ્ન હજુ વણ ઉકલ્યો જ રહ્યો છે.ગાંધીજી કહેતા હતા કે જ્યાં સુધી સ્વતંત્રતાનાં ફળ સમાજના છેવાડાના ગરીબ માણસ સુધીના પહોંચે ત્યાં સુધી ખરી આઝાદી મળી ના કહેવાય .

પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે સાત મહાપાતકો ગણાવેલાં એ યાદ આવે  છે:

૧. કાર્ય વગરની કમાણી

૨. વિવેક વગરનું સુખ

૩ ચારિત્ર્ય વગરનું જ્ઞાન

૪. નીતિ વગરનો વહેવાર

૫. માનવતા વગરનું વિજ્ઞાન

૬. ત્યાગ વગરનો ધર્મ અને

૭. મૂલ્યો વગરનું રાજકારણ. 

આજનીરિસ્થિતિમાં આ ગાંધી મુલ્યો ઉપર વિચાર કરવા જેવો છે.હકીકત તો એ છે કે આજે ગાંધી કથિત આ મુલ્યો વિસરાઈ ગયાં છે.

ગાંધી ચિત્ર - ચિત્રાંકન વિનોદ પટેલ

ગાંધી ચિત્ર
– ચિત્રાંકન વિનોદ પટેલ

સ્વ. શેખાદમ આબુવાલાની ગાંધી વિશેની એક ગઝલની આ પંક્તિઓ યાદ આવી જાય છે.

ગાંધી કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો

બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો

ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?

ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

– શેખાદમ આબુવાલા.

સંદર્ભમાં,આજના ૬૮મા સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે   અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ મારી આ કાવ્ય રચના અત્રે ફરી રજુ કરું છું જે આજની દેશની હાલત વિષે ઘણું કહી જાય છે . 

ફરી જન્મ લઇ ક્યારે આવશો, પ્રભુ ?

અધર્મ ચોમેર ફેલાઈ રહ્યો છે આજે

વેરઝેર,યુદ્ધો ને આતંકવાદ જોર કરે આજે

નવી યાદવાસ્થળી વિનાશ નોતરે ત્યારે

ગીતામાં દીધેલ વચન પુરું કરવાને કાજે

અધર્મ મિટાવી ધર્મનું સંસ્થાપન કરવા

કેમ ફરી અવતરતા નથી દેવકીનંદન ?

 

એક ગાંધીને મોકલ્યો તમે ભારત દેશે

સ્વરાજ્ય આવ્યું ,નાચ્યા ,કુદયા,જશન મનાવ્યો

જુઓ પછી શું કર્યું અમે એ સત્યવાદી ફકીરનું ?

ગોળી મારીને ઢાળી દીધો, ન શરમાયા અમે !

 

ગાંધી જતાં જુઓ કેવી આંધી ફેલાઈ છે આજે

રૂડું નામ વટાવી એનું સેવાના નામે મેવા આરોગતા

શ્રીમંત બની રહ્યા નીર્લજ્જ ભ્રષ્ટ સત્તામદ લોકસેવકો

ગોચર ચરી પુષ્ટ બનેલ જાણે મદમસ્ત આખલાઓ !

 

સ્વરાજ્યનાં મીઠાં ફળ ખાઈ રહ્યા નેતાઓ,શ્રીમંતો

ભૂલી ગયા બિલકુલ ગાંધી હૃદયમાં વસતા દરિદ્રોને

એટલા માટે જ વિનવીએ છીએ તમોને ફરી ફરી

અધર્મ મિટાવી,ધર્મ સ્થાપી, આમ જનોના રક્ષણ કાજે

ભારતમાં જન્મ લઇ ફરી ક્યારે આવશો પ્રભુ ?

ગીતામાં આપેલ વચન ક્યારે પૂર્ણ કરશો ,યોગેશ્વર ?

 –વિનોદ પટેલ, સાન ડિયાગો ,કેલીફોર્નિયા 

(મારા લેખ “ભારતમાં વકરી રહેલો ભ્રષ્ટાચાર , ભુલાતાં ગાંધી મુલ્યો.”માંથી)      

=======================

આજની આ ગાંધી મુલ્યોને સ્પર્શતી પોસ્ટના સંદર્ભમાં મને ગમેલો જાણીતા કટાર લેખક શ્રી દેવેન્દ્ર પટેલનો સંદેશની રેડ રોઝ કોલમમાં પ્રકાશિત એક લેખ  “ ગાંધીજીએ કેવા સ્વરાજની કલ્પના કરી હતી?” વાંચવા જેવો છે.

આ લેખમાં ગાંધીજી જણાવે છે કે ….

ગામડાંનો નાશ તો હિન્દુસ્તાનનો નાશ

સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્તિ

મારા સપનાનું સ્વરાજ તે ગરીબનું સ્વરાજ છે

ગાંધીજીના સ્વપ્નના સ્વરાજ વિશેના વિચારો કેવા હતા એ જાણવા માટે નીચેના ગાંધીજીના આ ચિત્ર ઉપર ક્લિક કરી આ આખો પ્રેરક લેખ વાચો.

Gandhi -color

 સૌજન્ય- સંદેશ.કોમ 

================

આ પોસ્ટના મથાળે કુચ કરતા ગાંધીજીનું ચિત્ર મુક્યું છે એમાં મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલ નું પ્રસંગોચિત એક કાવ્ય અંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આ કાવ્ય ઝીણા અક્ષરમાં  છે એટલે કદાચ વાંચી ના શકાય તો આ આખું આ સરસ કાવ્ય નીચે આપું છું.

ફરફર ફરક ત્રિરંગા…રમેશ પટેલ(આકાશદીપ)

જોમ હામ સમર્પણ લહરે
ફરફર ફરક ત્રિરંગા
જશ્ન ગૌરવ તું આઝાદીનું
ગાય હિમાલય ગંગા

પુણ્ય સ્મરણીય વંદન અમારા
ક્રાન્તિકારી લડવૈયા
લોકશાહી જનશક્તિ જ્યોતિ
કોટિ બાહુ રખવૈયા

પર્વત સરીતા સાગર ધીંગા
નવયુગ દર્શને ઝૂમે
તીર્થ ભૂમિ જ મા જગકલ્યાણી
સબરસ થઈ એ ઝૂમે

ગાંધી પથ છે માનવતાનો
સર્વધર્મ સરવાળો
શ્રમ આદર એ સૌરભ જગે
દેશ ઝૂમે નિરાળો

ચંદ્ર મંગલની વાત જ કહી
ફરફર ફરક ત્રિરંગા
સાત સૂરોની સંગમ ભૂમિ
જન જન ઉર ઉમંગા

સાભાર- સૌજન્ય- શ્રી રમેશ પટેલ, આકાશ દીપ 

 

 

 

 

( 766 ) ભારતીય મૂળના સુંદર પિચાઈ બન્યા ગૂગલના નવા CEO

વાચક મિત્રો,

 આ અગાઉની પોસ્ટ નંબર 765 માંથી તમોએ કેલીફોર્નીયાના બે એરિયામાં વિસ્તરેલ વિશાળ સીલીકોન વેલી વિષે વાંચ્યું અને જાણ્યું. 

આ  સીલીકોન વેલીમાં કાર્યરત કુલ વર્ક ફોર્સના લગભગ ૩૩ ટકા ભારતીયો કે ભારતીય મૂળના છે . સીલીકોન વેલીના કોમ્પ્લેક્સમાં ગુગલ પણ એક અગત્યનું યુનિટ છે.

આ ગુગલ એ તાંજેતરમાં જ એક ભારતીય મૂળના શ્રી સુંદર પિચાઇ ને  કંપનીના  સીઇઓ પદે નિયુકત કર્યા છે.

ગયા વરસે માઇક્રોસોફટ કંપનીએ  ભારતીય મૂળના સત્યા નડેલાને એના સીઇઓ બનાવ્યા પછી સુંદર પિચાઇ ને ગૂગલ દ્ધારા સીઇઓ નિયુકત કરવામાં આવ્યા એ હકીકત દરેક ભારતીય અમેરિકન માટે ગૌરવ લેવા જેવી બાબત છે .

વાહ, ખુબ સરસ …અભિનંદન આ બે ભારતીય અમેરિકનોને એમની સુંદર સિધ્ધિઓ માટે.

શ્રી સુંદર પીચાઈ વિષે સંકલિત સમાચારોમાંથી પ્રાપ્ત માહિતી  નીચે આપી છે એમાંથી આ ભારતીય અમેરિકનની વિકાસ યાત્રા વિષે વધુ જાણો .

વિનોદ પટેલ 

========================

Google’s new CEO:  Sundar Pichai

GOOGLE NEW CEO

 સુંદર પિચાઈ બન્યા ગૂગલના  નવા CEO

– પિચાઈ છેલ્લા 11 વર્ષથી ગૂગલની સાથે જોડાયેલા છે
– એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટ ડેવલેપમેન્ટમાં પિચાઈની મોટી ભૂમિકા રહી છે

તાંજેતરમાં ગૂગલ કંપનીએ એના સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર કરતાં ભારતીય મૂળના સુંદર પિચાઈને એના સીઈઓ બનાવ્યા છે.

પિચાઈ છેલ્લા 11 વર્ષથી ગૂગલની સાથે જોડાયેલા છે. ગૂગલે અલ્ફાબેટ અંકના નામથી એક નવી કંપની બનાવી છે અને હવે તેઓ આ કંપની હેઠળ કામ કરશે. ગૂગલના સહ-સંસ્થાપક લેરી પેજની બ્લોગ પોસ્ટમાં નવી પેરેન્ટ કંપની અલ્ફાબેટની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે અને તેના સહ-સંસ્થાપક સેરજે બ્રિન તેના અધ્યક્ષ હશે.

43 વર્ષીય ગૂગલના નવા સીઈઓ પિચાઈનો જન્મ ભારતમાં ,ચેન્નાઈમાં થયો હતો. 

ગૂગલના સહ-સંસ્થાપક લેરી પેજે જણાવ્યું કે, ગૂગલને હવે સ્લિમ્ડ ડાઉન કરવામાં આવશે. પેજે વધુમાં જણાવ્યું કે, અમારી કંપની સારી ઓપરેટ કરી રહી છે, પરંતુ અમે વિચારી રહ્યા છે કે તેનાથી વધારે ક્લીન અને જવાબદાર બનાવીએ. એટલા માટે નવી કંપની અલ્ફાબેટ બનાવી રહ્યા છીએ. હું નવી કંપની અલ્ફાબેટને સીઈઓ તરીકે અમારા પાર્ટનર તથા અધ્યક્ષ સેરજેની સાથે શરુ કરવા માટે ઉત્સાહિત છું.

સાથે જ પેજે જણાવ્યું કે, પિચાઈ આ નવા સ્ટ્રક્ચરનો મહત્વનો ભાગ હશે. સુંદર પિચાઈ ગૂગલનાં સીનિયર વાઈસ પ્રસિડેન્ટ રહી ચુક્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં કંપનીની નવી પ્રોડક્ટના ચીફ બન્યા હતા. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટ ડેવલેપમેન્ટમાં તેમની મોટી ભૂમિકા રહી છે.

MODI BAY AREA

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સુંદરની નિમણુક માટે એમને અભિનંદન આપતા એમના tweet સંદેશમાં  આ પ્રમાણે જણાવ્યું હતું .

 
“Congratulations @sundarpichai.

My best wishes for the new role at @google,” 

સમાચાર સૌજન્ય- ગુજરાત સમાચાર 

==================================

હવે  money.cnn.com વેબ સાઈટ પર પ્રગટ અંગ્રેજી લેખ ની આ માહિતી પણ જાણવા જેવી છે. 

Google’s new CEO: Who is Sundar Pichai? 

Sundar Pichai has had quite a meteoric rise at Google. He’s now the company’s CEO.

As Google’s third CEO, Pichai is taking over a company in flux. In a massive corporate restructuring, Google has become a subsidiary of Alphabet, a new company run by Google co-founders Larry Page and Sergey Brin.

Pichai, 43, was born in Tamil Nadu, India. After completing his undergraduate degree in metallurgical engineering at the Indian Institute of Technology, he came to the United States to study at Stanford University — the alma mater of the Google founders and so many other early Googlers.

Pichai got his start at Google in 2004, building the now defunct Google toolbar. The toolbar allowed Internet Explorer and Firefox customers to make Google their default search engine.

In the next few years, he took over Chrome, Google’s Web browser. When he introduced Chrome to the world in 2008, the world reacted with puzzlement: How could it compete with Internet Explorer and Firefox?

Yet Chrome eventually became the world’s most used Web browser. Chrome even became a successful operating system for Chromebook laptops, used mostly by schools.

Pichai eventually became vice president, then senior vice president in 2013 when he added Android to his growing portfolio.

Last year, he became Google’s product chief, overseeing virtually all Google software products not named YouTube. He runs Google+, Google Wallet, Android Pay and Google’s Apps services for businesses.

Pichai also runs the Google I/O developers conference, where he serves as the public face of Google for eager customers waiting to know what the next versions of Android and Chrome will do. He also shows off the company’s biggest new products and services, including kicking off this year’s massive Google Photos announcement.

Subdued and generally quiet, Pichai is admired at Google not just for his obvious engineering talents but also his general likability.

“Sundar has been saying the things I would have said (and sometimes better!) for quite some time now, and I’ve been tremendously enjoying our work together,” said Page in a blog post announcing the move.

As CEO of Google, he gets one more feather in his cap and adds a few more products to his now giant kingdom — search, ads, maps, apps, Android, Chrome and YouTube will now all be under his purview.

google-2

Within hours of his promotion announcement, India’s Prime Minister Narendra Modi sent out a kind tweet to Pichai.
“Congratulations @sundarpichai. My best wishes for the new role at @google,” he wrote on Twitter.

Others who knew him from his early days in India were excited about the high-profile promotion, noting that he had been a very shy, polite student.

“It is a unique achievement that he has managed to excel at such a young age on foreign soil,” said his former professor, Sanat Roy, who has since retired from teaching at the Indian Institute of Technology.

“Pichai got the opportunity and showed his potential.”

Source- Money.cnn.com money.cnn.com

Sundar Pichai: Know about Google’s New CEO

Google ceo

ફોટો સૌજન્ય- શ્રી મહેન્દ્ર શાહ 

કેલીફોર્નીયાના પ્રખ્યાત દૈનિક અખબાર લોસ એન્જેલસ ટાઈમ્સના રિપોર્ટર શ્રી પરેશ દવેના એ અખબારમાં પ્રગટ નીચેના આ બે લેખો પણ વાંચશો.

5 reasons behind Sundar Pichai’s ascent to Google Chief Executive Officer …. By PARESH DAVE 

Indian immigrants are tech’s new titans …. By  PARESH DAVE 

 

Read what Albert Einstein has to say about India

” We owe a lot to the Indians, who taught us how to count, without which no worthwhile scientific discovery could have been made.”
Albert Einstein

( 765 ) સિલીકોન વેલી ……પરિચય …..શ્રી પી.કે.દાવડા

આ પરિચય લેખના લેખક શ્રી.પી.કે. દાવડા કેલીફોર્નીયા , સાન ફ્રાંસીસ્કોના બે એરીયાના નિવાસી છે જ્યાં સીલીકોન વેલી આવેલી છે.ઈલેકટ્રોનિક્સ ઉદ્યાગના વિકાસને લીધે બેંગ્લોર આજે ભારતનું સીલીકોન વેલી બન્યું છે.

સિલીકોન વેલી વિષે શ્રી દાવડાજીના લેખ અને એના વિશે નીચે મુકેલ વિડીયો પરથી સીલીકોન વેલીનો વાચકોને પૂરો પરિચય મળી રહેશે .

વિનોદ પટેલ

Silicon-Valley-Map2

સિલીકોન વેલી ……પરિચય …..શ્રી પી.કે.દાવડા

અમેરિકાના પશ્ચિમ કિનારે, પેસિફીક મહાસાગરને અડીને આવેલું કેલિફોર્નિયા રાજ્ય આબોહવાની દૃષ્ટિયે સૌથી વધારે આકર્ષિત રાજ્ય છે. અહીંના Bay Area ના દક્ષિણ ભાગના એક નાના હિસ્સાને સિલિકોન વેલી એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. અહીં વિશ્વની મોટામાંમોટી HIghtech કંપનીઓની વિશાળ ઓફીસો કાર્યરત છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા હજારો નિષ્ણાતો અહીં રોજ નવીનવી શોધ કરી, ઈલેકટ્રોનિક ક્રાંતિને આગળ ઘપાવે છે.

૧૯૫૬માં વિલીયમ શોકલી નામના વૈજ્ઞાનિકે અહીં Shockly Semiconductor Laboratory શરૂ કરી. એણે એ સમયમાં સેમીકંડક્ટર બનાવવા માટે વપરાતા Germanium ની જગ્યાએ silicon વાપરવાની શરૂઆત કરી. ૧૯૫૭ માં એની કંપનીમાં કામ કરતા આઠ વૈજ્ઞાનિકોએ, શોકલીની વર્તણૂકથી નારાજ થઈ, Fairchild Semiconductor નામની કંપની શરૂ કરી.

૧૯૫૭ માં રશિયાએ સ્પુટનીકને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં સ્થાપી, અમેરિકા ઉપર ટેકનિકલ સરસાઈ મેળવી કે તરત અમેરિકાએ કમર કસી. આ રેસમાં રશિયાથી આગળ નીકળી જવા આધુનિક Electronic સાધનોની જરૂર હતી, અને એ જરૂરત પૂરી કરવા અમેરિકાની યુનીવર્સિટીઓ અને ઉદ્યોગોએ બીડું ઝડપ્યું. ૧૯૫૮ માં અમેરિકાની સરકારે NASA ની સ્થાપના કરી, સાથે સાથે Fairchild Semiconductor કંપનીને પણ જરૂરી મદદ કરી.

આ વિસ્તારમાં આવેલી અમેરિકાની પ્રખ્યાત Stanford University નો આ વિસ્તારના વિકાસમાં ઘણો મોટો ફાળો છે. યુનીવર્સીટીએ પોતાના વિદ્યાર્થીઓને ઉદ્યોગો શરૂ કરવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. આ વિસ્તારમાં સ્થપાયેલી HP જેવી અનેક જગપ્રસિધ્ધ કંપનીઓ આ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાઈ હતી.

Silicon Valley શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ ૧૯૭૧ માં Microelectronics News મેગેઝીનના તંત્રીએ, એ વિસ્તારમાં થતા વિકાસ વિષે લખેલી એક લેખમાળાના શિર્ષક તરીકે કરેલો. ૧૯૮૦ સુધીમાં એ વિસ્તારની ઓળખ માટે એ ચલણી શબ્દ બની ગયો.

આજે ઈલેકટ્રોનિક્સ ઉદ્યાગની બધી વિશ્વ વિખ્યાત કંપનીઓની આ વિસ્તારમાં હાજરી છે. જો થોડાક નામ ગણાવું તો Adobe, AMD, Apple, Cisco, Face Book, Google, HP, Intel, Oracle, Sun Microsystems, Symantec, અને Yahoo.

સિલીકોન વેલી આજે Hub of Startup Companies તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સૌથી વધારે Venture Capital આ વિસ્તારમાં વપરાય છે.

આ સિલીકોન વેલીના વિકાસમાં ભારતીય એંજીનીઅરોનો પણ ગણના પાત્ર ફાળો છે. આ ક્ષેત્રમાંથી સફળ થઈ, અઢળક ધન કમાયલા ભારતીયોના થોડા નામ ગણાવું તો, વિનોદ ખોસલા, કંવલ રેખી, પદ્મશ્રી વોરીયર, વિવેક વાધવા, વિનોદ ધમ, સત્યા નાદેલા, સબીર ભાટીયા, રુચી સંઘવી અને બીજા અનેક લોકોના નામ ગણાવી શકાય.

એક સમયે સિલીકોન વેલીમાંથી જ સ્ટીવ જોબ્સે દુનિયા બદલવાની ગર્જના કરી હતી અને અહીંથી જ બિલ ગેટે દુનિયા સર કરી હતી.

આજથી પચાસ વર્ષ પહેલા જ્યાં ફળના વિશાળ બગીચા હતા, ત્યાં આજે આલીશાન ઓફીસોમાં ફળદાયી ઉદ્યોગોનું સંચાલન થઈ રહ્યું છે.

એક વાત જે ખાસ ધ્યાન ખેંચે છે તે છે સિલીકોન વેલીનું કોર્પોરેટ કલ્ચર અને વર્ક કલ્ચર. અહીં કંપનીઓ વચ્ચે Best talent ને આકર્ષવાની હોડ લાગી છે, અને આને માટે અનેક પ્રકારના Perks નું પ્રલોભન આપવામાં આવે છે. કામે આવવા જવા માટે Wi-Fi સજ્જ A.C. બસ એ તો સામાન્ય વાત છે, પણ કામ પર પહોંચ્યા પછીના આકર્ષણો હેરત પમાડે એવા છે. ગુગલની જ વાત કરૂં તો ત્યાં પાંચ-સિતારા હોટેલની કક્ષાનું ખાવા-પિવાનું, જાત જાતની indoor અને outdoor રમતો માટેની સગવડ, સ્વીમીંગપૂલ, વાળ કપાવવા માટે સલૂન, કપડા ડ્રાય ક્લીન કરવાની સગવડ, કારવોશ, ઈલેક્ટ્રીક કારની બેટરી ચાર્જ કરવાની સગવડ, જીમનેશીયમ અને આવી અનેક સગવડો તદ્દ્ન મફત. કામ અંગે મોડે સુધી રોકાવું પડે તો ત્યાં રહેવા માટે પાંચ સિતારા હોટેલ જેવી સગવડ. કેટલીકવાર તો એમ લાગે કે કામપર આટલી બધી સગવડ હોય તો વગર પરણેલાઓએ ઘરે જ શા માટે જવું જોઈએ?!!

જો તમારામાં આવડત હોય, અને તમારે ધનકુબેર થવું હોય, તો સરનામું છે સિલીકોન વેલી.

-પી. કે. દાવડા

Welcome to Silicon Valley

 

( 764 ) ઉજડેલો પંખીનો માળો ….. અછાંદસ કાવ્ય ….. વિનોદ પટેલ

છેલ્લે ૨૦૦૭માં હું જ્યારે ભારત- અમદાવાદ ગયો હતો ત્યારે મારા વતનના ગામ ડાંગરવાની પણ મુલાકાત મેં લીધી હતી. પહેલાં જ્યારે હું નાનપણમાં આ ગામમાં ઉછર્યો હતો ત્યારે ગામમાં વસ્તી જ વસ્તી જણાતી હતી અને ગામ હર્યું ભર્યું લાગતું હતું. આજે ગામ લગભગ ખાલી થઇ ગયેલું દેખાતું હતું કેમ કે ગામમાં જે યુવાન ધન હતું એ આજે અમેરિકામાં પહોંચી ગયું છે .

ગામમાં ગણ્યા ગાંઠયા વૃધ્ધો જ અને થોડા જ યુવાનો રહ્યા હતા કારણ કે આ વૃધ્ધોના   દીકરા-દીકરીઓ આજે અમેરિકા કે અન્ય દેશોમાં જ્યાં તક મળી ત્યાં કમાવા માટે ગયા છે અને કોઈ પણ કારણે એમને ત્યાં જઈને એમની સાથે રહેવાનું બન્યું નથી.

ગામની એ મુલાકાત વખતે એક પરિચિત વિધુર થયેલા વૃદ્ધ સાથે મારી મુલાકાત થઇ હતી .એમના બે દીકરા અમેરિકામાં હતા અને તેઓ એકલા અહીં ગામમાં રહેતા હતા .હું ગયો ત્યારે ઉનાળાના સમયે એમના ઘર બહારના ચોગાનમાં એક વૃક્ષની નીચે છાંયડામાં આરામ કરતા સુતા હતા.મને જોતાં જ એ બેઠા થઇ ગયા . એમની જોડે ખાટલામાં બેસી વાતચીત કરી એથી એમના દીકરાને મળ્યા હોય એટલો એમને આનંદ થયો હતો એ મેં જોયું.

આ પ્રસંગ મને આજે યાદ આવી ગયો અને નીચેની અછાંદસ કાવ્ય રચના માટે પ્રેરણા થઇ.

આશા છે આપને આ રચના ગમશે.

વિનોદ પટેલ

ઉજડેલો પંખીનો માળો !

bird,s nest

 કોઈ એક છેવાડાના ગામમાં,

વૃક્ષ નીચે ખાટલામાં સુતેલ,

એકલો અટૂલો નિવૃત વૃદ્ધ જન  ,

નીરખી રહ્યો ઉંચી નજર કરી ,

વૃક્ષની ડાળે રચેલ પંખીના માળાને.

માળો જોઈ વિચારે ચડ્યો કે ,

તિનકા તિનકા ગોઠવી દિનરાત,

કેવો મજાનો રચ્યો છે આ માળો

બે મહેનતુ પંખી યુગલે ! 

ચણ વીણી લાવી ચાંચમાં એમની,

જાતે ભૂખ્યા રહીને પણ પોષ્યાં ,

કેવાં એમનાં વ્હાલાં બચ્ચાંઓને ,

ઠંડી, ગરમી કે વરસાદમાં પણ

પાંખો ફેલાવી કેવું જતન કર્યું હતું એમનું હેતથી !

કેવાં ખુશ થયાં હતાં જોઈ એમને મોટાં ,

પણ આ શિશુ પંખીડાં મોટાં થઇ ગયાં ,

એમની પાંખો મજબુત થઇ ગઈ ,

જોત જોતામાં તો ઉડી ગયાં એક દિન,

અને ખુબ મહેનતે રચેલો એમનો ,

આ સુંદર પંખી માળો ઉજડી ગયો !

વૃક્ષ નીચે સુતેલ વિચાર મગ્ન વૃદ્ધ ,

ઊંડો નિસાસો નાખી, કહી રહ્યો  એના મનને,

પંખીડાં મારાં પણ ઉડી ગયાં છે વિદેશે ,

પોત પોતાનો આગવો માળો રચવાને,

પેલાં પંખીઓની જેમ મારો પણ ,

માળો જોત જોતામાં કેવો ઉજડી ગયો !

રહી ગયાં માત્ર હું ને મારી વેદનાઓ,

અને મારાં પંખીડાંની એ હરી ભરી યાદો ,

ઓ મારાં ઉડી ગયેલ પંખીડાંઓ ,

સુખેથી ચણજો, રહેજો ,તમારા રચેલ માળામાં,

આશીર્વાદ આપી રહ્યો  છે તમને આજે,  

ખાટલે સુતેલ આ એકલો અટૂલો તમારો ,

શરીરે હવે નબળો પડેલો વૃદ્ધ બાપ !

વિનોદ પટેલ,૮-૮-૨૦૧૫