વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 776 ) વિનોદ વિહારનો પાંચમા વર્ષમાં પ્રવેશ ….એક દ્રષ્ટિપાત … સંપાદક – વિનોદ પટેલ

મિત્રો,

આપને જણાવતાં આનંદ થાય છે કે વિનોદ વિહાર ગુજરાતી બ્લોગ વિશ્વમાં ચાર વર્ષની યાદગાર મજલ કાપીને આજે સપ્ટેમ્બર, ૧ ૨૦૧૫ ના રોજ પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે.

આજથી બરાબર ચાર વર્ષ પહેલાં ૧ લી સપ્ટેમબર ૨૦૧૧ના રોજ મારા જીવનના અમૃત પર્વે એટલેકે મારી ૭૫ વર્ષની ઉંમરે વિનોદ વિહાર એ નામ સાથે મારો આ ગુજરાતી બ્લોગ શરુ કર્યો હતો .

જ્યારે બ્લોગ શરુ કર્યો એ વખતે મનમાં થોડી આશંકા હતી કે બ્લોગ જગતની વિશાળ વાડીનાં બીજાં મોટાં વૃક્ષો વચ્ચે ઉગતા    એક નાના નવા છોડ ઉપર કોણ નજર કરવાનું છે .

પરંતુ આ ચાર વર્ષના અંતે વિનોદ વિહારના માનવંતા મુલાકાતીઓની સંખ્યા ક્વાટર મિલિયનનો આંકડો કુદાવીને આજે 229,746 સુધી પહોંચી ગઈ છે એ સૂચવે છે કે મારો એ વખતે જે ડર યા આશંકા હતી એ અસ્થાને હતી.

મેં તો અકેલા ચલા થા ,

જાનીબે મંઝિલ મગર

લોગ સાથ આતે ગયે .

ઔર કારવાં બનતા ગયા !  

આ ચાર વર્ષ દરમ્યાન

વર્ષવાર પ્રગતી સૂચક આંકડાઓ 

 વર્ષ ….                                                                 4          3            2            1    

                                                                      2015       2014     2013     2011-12

 1. માનવંતા મુલાકાતીઓની

   સંખ્યા  …..         ….                                229,746   173917    97200   2300

2.બ્લોગમાં મુકેલ  

  કુલ પોસ્ટની સંખ્યા …                                    776           512           301       85

 1. બ્લોગમાં મુકાતી દરેક પોસ્ટને

ફોલો કરતા બ્લોગર

 અને અન્ય સ્નેહી મિત્રો  ……….                       290             251         198      57

વાચક મિત્રોએ આજદિન સુધીમાં આપેલ

પ્રતિભાવોની સંખ્યા                                             …….. 4197

ચાર વર્ષની મારી બ્લોગ યાત્રા આનંદ દાયક રહી છે. એના માધ્યમથી ઘણા મિત્રો આવી મળ્યા છે.આ સમય દરમ્યાન મારી અલ્પબુદ્ધિ પ્રમાણે આ બ્લોગમાં મારા સ્વ-રચિત કે પછી મારા વાચનમાંથી મને જે ગમ્યું હોય એવું મારી પસંદગીનું સત્વશીલ અને જીવન પોષક સાહિત્ય પીરસીને વાચક મિત્રોને ગુજરાતી ભાષામાં ગદ્ય-પદ્ય સર્જનની રસમય આનંદ યાત્રા કરાવી સંતોષવાનો, શારીરિક મર્યાદા હોવા છતાં, મારાથી શક્ય એટલો મેં પ્રયત્ન કર્યો છે . મારા પ્રયત્નોમાં હું કેટલો સફળ રહ્યો છું એ તો આ બ્લોગના સુજ્ઞ વાચકો એટલે કે આપ સૌ મિત્રો જ કહી શકો.

મારા Friend ,Philosopher and Guide અને સહતંત્રી શ્રી સુરેશભાઈ જાનીએ  વિનોદ વિહારની  ગઈ વર્ષ ગાંઠ પ્રસંગે મોકલેલ સંદેશમાં લખેલું કે ..

“આવડતનો ગ્રાફ તો દોરી શકાતો નથી હોતો; પણ ‘વિપ’ના પહેલા લેખ અને આજના છેલ્લા લેખને સરખાવી જોઈએ તો બ્લોગિંગમાં થયેલી એમની પ્રગતિ આંખે ઊડીને વળગી જાય. લેખના સુઘડ દેખાવ અને સુશોભન માટેનો એમનો આગ્રહ કાબિલે દાદ છે. એ જ રીતે કોમેન્ટોના જથ્થાઓને પણ સરખાવી, એ સત્ય આત્મસાત કરી શકાય.

પણ એ બધી વિગતો અને બહારી નજારાની ભીતર ધબકી રહેલા ‘માણસ’ કહેવાય એવા માણસને આ પ્રસંગે પોંખવો છે. ફોન પરની વાતચીતમાં પણ એમનો ધબકતો, નિર્વ્યાજ પ્રેમ છલકાયા કર્યો છે.

વિનોદ વિહાર બ્લોગ દિન પ્રતિ દિન પ્રગતિ  કરતો રહે અને સૌ વાચક મિત્રોને વિનોદ કરાવતો રહે ; એવી શુભેચ્છા.—-સુરેશ જાની “

મિત્રોનો અને સ્નેહી જનોનો આવો સાથ, પ્રેમ અને ઉષ્માભર્યો સહકાર અને ભાવ-પ્રતિભાવ મને લખવા અને પોસ્ટ તૈયાર કરવા માટેની પ્રેરણા બનતો રહે છે એ બદલ હું સૌ મિત્રોનો આભારી છું. 

વિનોદ વિહારની ઉમર જેમ વધી રહી છે એની સાથે મારી ઉંમર પણ વધતી જાય છે.આવતા જાન્યુઆરી ૨૦૧૬ થી મારું ૮૦મુ વર્ષ શરુ થશે. આ ઉંમરે જો કે શારીરિક દ્રષ્ટીએ થોડો સંઘર્ષ કરી રહ્યો છું છતાં મનમાં સદાનો હું ખુબ આશાવાદી અને ઉત્સાહી જીવ છું.

મારી આ કાવ્ય ક્ન્ડીકાઓમાં મેં કહ્યું છે એમ ….

જિંદગી જીવવી કદી એમ સહેલી નથી

વિના  સંઘર્શે કોઈ મહાન બન્યું નથી  

હથોડાના પ્રહારો ખમે નહી ત્યાં સુધી

પથ્થર ભગવાન બની પૂજાતો નથી

માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાન યાત્રા સતત ચાલતી જ રહે છે. નવી આશાઓ લઈને ઉગતી જીવનની દરેક સવારનું સ્વાગત કરી દિવસ દરમ્યાન બ્લોગીંગથી ગમતાનો ગુલાલ સૌ ઉપર છાંટતાં મારું મન પણ ગુલાલમય બની ખુશીથી ઉભરાતું રહે છે.કોઈના પર જ્યારે અત્તરનાં છાંટણાં કરીએ ત્યારે થોડું અત્તર  છાંટનાર પર પણ જાણે અજાણે છંટાતું જ રહે છે અને એની મહેંકથી માંહલો મ્હેંકી ઉઠે છે. કૈક સર્જન કર્યાનો આનંદ સૌમાં વહેંચવો એ સમયની પાબંદી વગરના મુક્ત  નિવૃત્ત જીવનમાં લેવા જેવો અનેરો લ્હાવો છે.

ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ કહેવાય કે સાન ડીયેગો, કેલીફોર્નીયાના ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો બ્લોગમાં મુકાય છે એ શબ્દો અને ચિત્રો એક ક્લિક કરતાં થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે !

વિનોદ વિહારની આ પ્રગતિશીલ ચાર વર્ષની આનંદ યાત્રામાં વાચક મિત્રોએ બ્લોગની મુલાકાત લઈને ,પ્રતિભાવો દ્વારા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ પણ રૂપે મને જે સાથ અને સહકાર આપ્યો છે એ તમામ સાહિત્ય રસિક મિત્રો અને સ્નેહીજનોનો મનમાં ખુબ જ આનંદ,સંતોષ અને ગૌરવની મિશ્ર લાગણી સાથે હૃદયથી આભાર માનું છું .

“માઈલોના માઈલોનું અંતર ખરી પડે

જ્યાં અંતરના  પ્રેમનો સેતુ નિરંતર.”

વિનોદ વિહારના આવતા દિવસોમાં પણ આપે આપ્યો છે એથી પણ વિશેષ આપનો સહકાર મળતો રહેશે એવી આશા હું જરૂર રાખું છું.  

સપ્રેમ, સાદર ,

વિનોદ પટેલ

anniversary-2x

Happy Anniversary with WordPress.com!

You registered on WordPress.com 4 years ago!

Thanks for flying with us. Keep up the good blogging!

THANK YOU WORDPRESS.COM FOR YOUR GOOD WISHES AND AN EXCELLANT SERVICES TO VONOD VIHAR DURING THESE EVENTFUL FOUR YEARS…V.P. 

16 responses to “( 776 ) વિનોદ વિહારનો પાંચમા વર્ષમાં પ્રવેશ ….એક દ્રષ્ટિપાત … સંપાદક – વિનોદ પટેલ

 1. Pingback: (947 ) વિનોદ વિહાર છઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે …. | વિનોદ વિહાર

 2. Pingback: (947 ) વિનોદ વિહાર છઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે …. | વિનોદ વિહાર

 3. ગોદડિયો ચોરો… સપ્ટેમ્બર 6, 2015 પર 9:43 પી એમ(PM)

  નામ પણ વિનોદ અને લેખો કાવ્યો દ્વારા અવનવો વિહાર ( યાત્રા) કરાવે એવા

  સર્વેનો લાડીલો માનીતો બ્લોગ ” વિનોદ વિહાર ” ચતુર્થ વરષમ પરિપુર્ણ કરી

  પંચમ વરસમાં પ્રઅવેશ કરે છે એ બદલ ખુબ ખુબ અભિનંદન.

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા નમસ્કાર વંદન

 4. nabhakashdeep સપ્ટેમ્બર 5, 2015 પર 9:56 એ એમ (AM)

  આદરણીયશ્રી વિનોદભાઈ..વિનોદ વિહારની યાત્રા..સાચે જ આપની ચીંતનશીલ મહેનતથી લોક હૃદયે આદર સાથે ઝૂમી રહી છે.નેટ જગતની “વિનોદ-વિહાર” એક વિરાસત સમ છે..માતૃભાષા થકી આપે સપ્ત સાગરે સેતુ બાંધી સૌને આનંદીત કરી દીધા છે..આપની સાથે માણેલી પળો ,એ અમારું ગૌરવ છે…આપે આ ઉમ્મરે જે ખુમારી ને આવડતનાં દર્શન કરાવ્યાં છે..તે સાચે જ અભિનંદનને પાત્ર છે.ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. ગોવીન્દ મારુ સપ્ટેમ્બર 4, 2015 પર 12:52 એ એમ (AM)

  પાંચમા વર્ષમાં પ્રવેશ ટાણે હાર્દીક અભીનન્દન અને શુભકામનાઓ…

 6. Deejay.Thakore. સપ્ટેમ્બર 3, 2015 પર 10:56 એ એમ (AM)

  હાર્દીક અભીનંદન અને વર્ષગાંઠ મુબારક.

 7. Dhanesh Bhavsar સપ્ટેમ્બર 2, 2015 પર 5:37 એ એમ (AM)

  My hearty congrats to Vinodbhai for successfully completing 4 years of Vinod Vihar by providing various types of literature. I wish Vinodbhai long life in this services.
  Dhanesh Bhavsar (Canada)

 8. Ramesh kshatriya સપ્ટેમ્બર 1, 2015 પર 9:42 પી એમ(PM)

  5 years Baby give knowledge & inf. like 75 years experience person, keep it Vinodbhai wish you all the best.

 9. Sharad Shah સપ્ટેમ્બર 1, 2015 પર 12:52 પી એમ(PM)

  નથી કોઈની સાડાબારી
  નથી અહીં કોઈ મારામારી
  જે સ્ફુર્યૂ, જે મનને ગમ્યુ
  બ્લોગે ચઢાવ્યું શીર પર ધારી.
  વાત ભલે હો તારી મારી
  કરવી મનની દુર બિમારી
  તમને ગમે એ છે તમારી
  વિનોદ વિહારની એ ખુમારી.
  પાંચમા વર્ષના મંગલ પ્રવેશે અનેક શુભેચ્છાઓ.

 10. P.K.Davda સપ્ટેમ્બર 1, 2015 પર 9:53 એ એમ (AM)

  નવેમ્બર ૨૦૧૨ થી હું વિનોદ વિહારની નિયમિત મુલાકાત લઉં છું. મારા કેટલાક લેખ અને અન્ય રચનાઓ સમયે સમયે વિનોદ વિહારમાં મુકાતી રહી છે. આજે જ્યારે ગુજરાતી ભાષાના ૧૨૦૦ થી ૧૫૦૦ બ્લોગ્સનું અસ્તિત્વ છે ત્યારે વિનોદ વિહારને અલગથી તારવી એનું મુલ્યાંકન કરવું મુશ્કેલ છે, તેમ છતાં વિનોદ વિહારની ન નકારી શકાય એવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવાની ઈચ્છા રોકી શકતો નથી.
  વિનોદ વિહારમાં સાત્વિકતા છે. ક્યારે પણ કોઈની લાગણી દુભાય એવી કોઈપણ વાત એમાં જોવા મળી નથી. સાદા શબ્દોમાં વિનોદ વિહાર એક ખાનદાન બ્લોગ છે. એમાં મુકાયલા વિનોદી લેખોમાં પણ કોઈ હલકી વાતો નથી.
  વિનોદ વિહારમાં સાતત્ય છે. આજે અનેક બ્લોગ દિવસો કે મહિનાઓ સુધી અપડેટ થતા નથી, ત્યારે વિનોદ વિહારની ગતીશીલતા નજરે ચડ્યા વગર રહેતી નથી. રોજ નહિં તો અઠવાડિયામાં ત્રણ ચાર વાર એમાં નવી વાનગી ઉમેરવામાં આવે છે.
  વિનોદ વિહારમાં સન્માન છે. જે વ્યક્તિઓ વિનોદ વિહારમાં પોતાની રચનાઓ મોકલે છે, એમનો પરિચય શ્રી વિનોદભાઈ ખૂબ જ સન્માનપૂર્વક કરાવે છે.
  વિનોદ વિહારમા ઉત્સાહ છે. બ્લોગ ચલાવવામાં રહેલો વિનોદભાઈના ઉત્સાહથી વાંચકો અજાણ નથી. વિના સંકોચે, વિનોદભાઈ અનેક નવા નવા પ્રયોગો કરે છે, અને વિનોદ વિહારને એનો લાભ મળે છે. પોતે ટેકનિકલ વ્યવસાયના માણસ નથી, છતાં કોમપ્યુટર પાસેથી તેઓ જે કામ લે છે એ આશ્ચર્યજનક છે. વિનોદભાઈ આનો યશ તેમના શિક્ષક શ્રી સુરેશ જાનીને આપે છે.
  વિનોદ વિહાર Organised છે. વિનોદ વિહારની અનુક્રમણિકાની મદદથી ગમે એટલો જૂનો લેખ પણ સહેલાઈથી શોધી શકાય છે. અનુક્રમણિકા સિવાય Tag થી પણ જરૂરી લેખ તરત મળી જાય છે.
  આ બધું એટલા માટે શક્ય છે, કારણ કે વિનોદભાઈ એ વિનોદભાઈ છે.

 11. Prakash M Jain સપ્ટેમ્બર 1, 2015 પર 8:44 એ એમ (AM)

  Thanks for giving good articles and we. Hope well wishes

 12. vimala સપ્ટેમ્બર 1, 2015 પર 8:44 એ એમ (AM)

  મારા જેવા સામાન્ય વાચકને વિનોદ વિહારની ચાર વર્ષની આનંદ યાત્રા કરાવવાનું પુણ્ય આપવા બદલ આભાર.સાથે ખૂબ-ખૂબ અભિનંદન સહ આશા કે ભવિષ્ય માં આપના જ્ઞાનનો લાભ આપતા રહો.

 13. pragnaju સપ્ટેમ્બર 1, 2015 પર 8:28 એ એમ (AM)

  અનેકાનેક અભિનંદન અને શુભેચ્છાઓ

 14. Anila Patel સપ્ટેમ્બર 1, 2015 પર 7:42 એ એમ (AM)

  Vinod Viharna pachma varsh nimitte abhinandan ane khoob khoob shubhechchhao.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: