વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 777 ) શિક્ષક દિવસે એક આદર્શ શિક્ષક ડો. કિશોરભાઈ એમ.પટેલ નો પરિચય અને એમની સિધ્ધિઓ માટે અભિનંદન

વિનોદ વિહારના પાંચમા વર્ષની શુભ શરુઆતની પ્રથમ પોસ્ટમાં શિક્ષક દિવસે ગુજરાતના અને હવે તો દેશના આદર્શ શિક્ષક ડૉ. કિશોરભાઈ મોહનભાઇ પટેલના આજીવન સેવામય જીવન આધારિત સન્માનનીય સિધ્ધિઓ માટે ધન્યવાદ અને અભિનંદન આપતાં ખુબ હર્ષ થાય છે.

એક શિક્ષકની રાષ્ટ્રીય ગરીમાનું ગૌરવ કરનાર અને પોતાને એક આજીવન શિક્ષક તરીકે ગણાવનાર મહાન તત્ત્વવિદ અને ફિલસૂફ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધા કૃષ્ણનના જન્મ દિવસને એટલે કે ૫મી સપ્ટેમ્બરને છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

આ દિવસે દેશમાંથી શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરતા ચૂંટેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.

મિત્ર શ્રી ગોવિંદભાઈ પટેલે જ્યારે મને ઈ-મેલમાં ખબર આપ્યા ત્યારે મને એ જાણીને ખુશી થઇ કે આ પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૫ ને રોજ ” શીક્ષક દીવસે” શ્રી. કીશોરભાઇ પટેલને ‘રાષ્ટ્રીય શ્રેષ્ઠ શીક્ષક’તરીકે નું સન્માન કરવામાં આવશે .આ સમાચારથી એમના અનેક મિત્રોને મારા જેવી જ જરૂર ખુશી થશે.

૧૯૮૭ માં એમણે શિક્ષકની નોકરી સ્વીકારી એ પછી ૨૦૦૬માં પણ એમને ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું રાજ્ય પારિતોષિક આપવામાં આવ્યું હતું. આજે પણ કિશોરભાઈ એક શિક્ષક જ છે. વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય એવા અનેક સોફટ્વેર એમણે તૈયાર કરી સેવા બજાવી રહ્યા છે.

નીચે આપેલ એમનો પરિચય જ્યારે તમે વાંચશો ત્યારે તમને જરૂર ખાત્રી થશે કે આ સન્માનનું ગૌરવ પ્રાપ્ત કરવા માટે ડો.કિશોરભાઈ પુરેપુરા યોગ્ય વ્યક્તિ છે .

ડો. કિશોરભાઈ ખુબ વિનયી છે . આપણી સંસ્કૃત ભાષાની આ ઉક્તિ એમને પૂરી બંધ બેસે છે .વિદ્યા દદાતિ વિનયમ…વિદ્યા વિનયથી શોભે છે.

ગુરૂ: બ્રહ્મા , ગુરૂ: વિષ્ણુ, ગુરૂ: દેવો મહેશ્વર ,

ગુરૂ: સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમ:

ડૉ. કિશોરભાઈ મોહનભાઇ પટેલ નો પરિચય …

ડો.કિશોરભાઈ એમ.પટેલ

 ડો.કિશોરભાઈ એમ.પટેલ

કિશોરભાઈનો યુવાનોને સંદેશ છે….

“ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણીકતા ન છોડશો,

ભગવાન તમારી મદદે જરૂર આવશે.”

ડો. કિશોરભાઈ ના બ્લોગ” શિક્ષણ સરોવર” માં એમણે આપેલ એમનો પરિચય” મારા વિષે “નીચેની લીંક ઉપર વાચો.

https://shikshansarovar.wordpress.com/about/

શ્રી. પી.કે.દાવડાએ એમના પરિચય લેખમાં કરાવેલ

ડૉ. કિશોરભાઈ નો પરિચય

“મળવા જેવા માણસ – ડો. કિશોરભાઈ મોહનભાઈ પટેલ “

સામાજીક કાર્યોમાં કિશોરભાઈએ સક્રીય ભાગ લીધો છે, એમાના થોડાક કાર્યો આ પ્રમાણે છે, બેટી બચાવો અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન, નિર્મલ ગુજરાત અભિયાન, માતૃવંદના અભિયાન, નારી તું નારાયણી અભિયાન, બાળ નિરોગી બારખડી અભિયાન, શિક્ષક દેવો ભવ અભિયાન વિગેરે.

વિદ્યાર્થોઓ વચ્ચે રહી સેવામય જીવન જીવનાર એક આદર્શ શિક્ષક તરીકેની એમની પહેચાન બનાવનાર અને એ માટે રાષ્ટ્રીય શિક્ષકનું ગૌરવ મેળવનાર શ્રી કિશોરભાઈને એમની  સિદ્ધિઓ માટે આ શિક્ષક દિવસે ….

હાર્દિક અભિનંદન .

એમનો ભાવી રાહ પણ સુખ રૂપ અને નિરામય બની

રહે એવી એમને મારી

દિલી શુભેચ્છાઓ ..

દિલ્હીમાં ડો. કિશોરભાઈ પટેલને ઉત્તમ શિક્ષક તરીકેનો ભારત સરકારનો ચન્દ્રક અને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો એ પ્રસંગના કેટલાક ફોટાઓ મિત્ર શ્રી ગોવીંદભાઈ પટેલે ઈ-મેલમાં મોકલ્યા હતા એ નીચે મુકું છું. 

5e2d0c85c7cef5b1d586b072dc532673

==========================================

શિક્ષક દિવસ પર શ્રી નરેન્દ્ર મોદીનો ક્લાસ,

જાણો શુ કહ્યુ મોદીએ વિદ્યાર્થીઓને….

શિક્ષક દિવસના એક દિવસ પહેલા, શુક્રવાર , 4 સપ્ટેમ્બર 2015, ના રોજ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના માનેક શો સેંટરમાં દેશના વિવિધ રાજ્યોના શાળાના બાળકોના પ્રશ્નોના રસસ્પદ જવાબો આપ્યા હતા અને દેશના બાળકો ને સંબોધિત કર્યા હતા.

આ પ્રશ્નોત્તરી ખુબ જ રસસ્પદ રહી હતી જેમાં મોદીએ એમના જીવનના અનુભવોને પણ વણી લીધા હતા .

આ રસસ્પદ પ્રશ્નોત્તરી નો સાર વાંચવા માટે ગુજરાતી વેબ દુનિયાની વેબ સાઈટ ની નીચેની લીંક પર ક્લિક કરો.

ગુજરાતી વેબ દુનિયા- શ્રી મોદીની બાળકો સાથેની પ્રશ્નોત્તરી નો સાર …

આ આખા પ્રસંગનો યુ-ટ્યુબ વિડીયો ગઈ કાલે રાત્રે મેં મોડા સુધી જાગીને જોયો હતો એ મને ખુબ ગમ્યો હતો. આ આખા પ્રસંગનું સંચાલન જે વિદ્યાર્થીઓએ જ કર્યું હતું એ ખરેખર ધ્યાન ખેંચે એવું હતું. 

PM Modi’s interaction with school children on eve of Teacher’s Day

15 responses to “( 777 ) શિક્ષક દિવસે એક આદર્શ શિક્ષક ડો. કિશોરભાઈ એમ.પટેલ નો પરિચય અને એમની સિધ્ધિઓ માટે અભિનંદન

 1. P.K.Davda સપ્ટેમ્બર 4, 2015 પર 11:58 એ એમ (AM)

  શ્રી કિશોરભાઈને હાર્દિક અભિનંદન.

  Like

  • ડૉ. કિશોરભાઈ એમ.પટેલ સપ્ટેમ્બર 24, 2015 પર 7:46 પી એમ(PM)

   આદરણીયશ્રી. દાવડા સાહેબ

   આપે મને અભિનંદન પાઠવીને ખરેખર એક પિતાની ભૂમિકા અદા કરી તે બદલ

   આપનો આભારી છું.

   વિલંબ થયો તે બદલ ક્ષમાયાચના.

   શ્રી. વિનોદભાઈ આપે તો મારા સન્માનને જે રીતે

   આપના બ્લોગ પર સચિત્ર સ્થાન આપ્યુ તે કદી ભુલાઈ એમ નથી,

   આપે તો મને ઋણી બનાવી દીધો, આભાર

   વિલંબ થયો તે બદલ ક્ષમાયાચના.

   Like

 2. Ramesh Patel સપ્ટેમ્બર 4, 2015 પર 12:41 પી એમ(PM)

  જોતાતા વાટડી ને આવ્યો એ દિન…શિક્ષકદિન.. ગુજરાતની સંસ્કાર જ્યોતને ગુરુબની અજવાળનાર ડૉશ્રી કિશોરભાઈને, તેમને મળેલા રાષ્ત્રપતિના ચંદ્રક માટે ખૂબ ખૂબ ધન્યવાદ.

  અનેક ક્ષેત્રોમાં સેવાની સુંગંધ ને સાહિત્ય પ્રતિભાથી સપ્તખંડે ઉજાસ ભરનાર,ડૉશ્રીકિશોરભાઈ પટેલના આ સુંદર સંકલન માટે શ્રી વિનોદભાઈને ધન્યવાદ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. pragnaju સપ્ટેમ્બર 4, 2015 પર 1:30 પી એમ(PM)

  આપણા માનીતા અને ચહીતા ડૉ કિશોરભાઇનો સૌને પરીચય છે જ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉપર ઉઠી, સમાજમાં પોતાનું સ્થાન અંકિત કરવાવાળાઓમાં તેમનું માનભર્યું સ્થાન છે. તેમની મને ખૂબ ગમતી વાત “ ભગવાને અમારી પ્રમાણિકતાનો બદલો અપેક્ષા કરતાં વધારે આપ્યો છે. અને સૌને માટે
  સંદેશ , “ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણીકતા ન છોડશો, ભગવાન તમારી મદદે જરૂર આવશે. આજે શિક્ષકદિને અભિનંદન
  https://i0.wp.com/api.ning.com/files/9md*C1lIS0L*x4tIp6jRnNI1gMGhQ2F0SxSaf82mlPdtfCP6hqZH*KX6HLuuvcgw*0zSOAwkStXHILbkB1iUD54rswFyxqeR/41.jpg

  Like

 4. Dr. kishor Patel સપ્ટેમ્બર 4, 2015 પર 5:03 પી એમ(PM)

  Res. Sir

  Thanks a lot

  Today l m in Delhi awardee function of
  Teachers day

  Like

 5. ગોવીન્દ મારુ સપ્ટેમ્બર 5, 2015 પર 7:34 એ એમ (AM)

  રાષ્ટ્રીય શીક્ષકનું ગૌરવ મેળવનાર ડૉ. કીશોરભાઈ પટેલને અઢળક અભીનન્દન અને ધન્યવાદ

  Like

 6. સુરેશ સપ્ટેમ્બર 6, 2015 પર 7:03 પી એમ(PM)

  કિશોરભાઈને હાર્દિક અભિનંદન

  Like

 7. ગોદડિયો ચોરો… સપ્ટેમ્બર 6, 2015 પર 9:50 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  માનનીય કિશોરભાઇને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન મલ્યું તે બદલ કિશોરભાઇને

  ખુબ ખુબ અભિનંદન.

  આપે તેમની કામગીરીને બિર્દાવી એક સરસ લેખ વિનોદ વિહારના આસમાને મઢ્યો સાથે

  ફોટાઓ દ્વારા પ્રસંગને સોનેરી પાને સજાવ્યો તે બદલ આપને ખુબ અભિનંદન

  Like

 8. પરાર્થે સમર્પણ સપ્ટેમ્બર 6, 2015 પર 10:22 પી એમ(PM)

  આજીવન શિક્ષક એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને બાળ ઘડતર અને

  રાષ્ટ્ર ઘડતરમાં અનેરો ફાળો આપનાર શિક્ષકોને આદર આપવા માટે શિક્ષકદિન

  ઉજવાય છે. એવા અનન્ય દિને દેશભરના શિક્ષકોને અભિનંદન

  ્શિક્ષણ જગતમાં અદકેરૂ માન મેળવવા બદલ માનનીય કિશોરભાઇને ખુબ અભિનંદન

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: