વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(786 ) વડા પ્રધાન શ્રી મોદીની કેલીફોર્નીયાની સફળ યાત્રા

તારીખ ૨૬ મી અને ૨૭ મી સપ્ટેમ્બર ૨૦૧૫ , શનિવાર અને રવિવાર એમ બે દિવસ શ્રી નરેન્દ્ર મોદીએ એમની કેલિફોર્નિયાની સીલીકોન વેલી,સાન હોજેની યાદગાર મુલાકાતથી ભારતીયોના દિલ અને દિમાગનો કબજો લઇ લીધો હતો.

આ મુલાકાત ભારતની વિકાસ યાત્રા માટે ખુબ સફળ રહી હતી . સંકલિત સમાચારોમાંથી તૈયાર કરેલ આ યાત્રાનો અહેવાલ નીચે પ્રસ્તુત છે.

શનિવાર તા. ૨૬મીએ સાન જોસ પહોંચેલા મોદીનું એરપોર્ટ પર ભારતીય સમુદાય તરફથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિલિકોન વેલીનો પ્રવાસ શરૂ કરતાં પહેલાં ગુજરાતી અને શીખ સમુદાયના પ્રતિનિધિઓ સાથે એમણે મુલાકાત કરી હતી. 

સમગ્ર અમેરિકામાંથી અહીં આવેલા ૮૦૦ કરતાં વધુ ભારતીયો સાથે એક કલાક લાંબા ફોટો સેશન બાદ મોદીએ જણાવ્યું હતું કે મને આવતી કાલે તમને સંબોધન કરવાની તક મળશે.કેલીફોર્નીયા આવતાં અગાઉ ન્યૂયોર્કમાં પણ વડાપ્રધાન મોદીએ પટેલ સમુદાયના પ્રતિનિધીઓ સાથે મુલાકાત કરી હતી.

નરેન્દ્ર મોદીએ રવિવારે સિલિકોન વેલીના ટોચના સીઈઓને ભારતમાં વધુ મૂડીરોકાણ કરવાનું આહ્વાન કર્યું હતું.એમણે કહ્યું કે કેલિફોર્નિયામાં સૌથી છેલ્લો સૂર્યાસ્ત થાય છે પરંતુ સૂર્યોદયની સાથે જ અહીં નવા આઇડિયા સર્જાય છે.ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ નવા વિશ્વના નવા પાડોશીઓ છે.

મોદીએ એડોબના સીઈઓ શાંતનું નારાયણન, માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા અને ક્વોલકોમના એક્ઝિક્યુટિવ પોલ જેકબ્સ તથા ગૂગલના સીઈઓ સુંદર પિચાઇ સહિતના આઇટી માંધાતાઓ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારુંં અર્થતંત્ર અને જીવન વધુ ઇન્ટરનેટ આધારિત બન્યાં છે.આ બધા ટેક ગુરુઓએ ભારતના ડીજીટલ ઇન્ડિયા પ્રોગ્રામની પ્રસંશા કરી હતી અને એમાં પુષ્કળ રસ બતાવ્યો હતો .

શ્રી મોદી સાથેની મુલાકાત બાદ એપલના સીઇઓ ટીમ કુકે જણાવ્યું કે તેમની કંપની ભારતમાં ઉત્પાદન કેન્દ્રો બનાવશે. વડા પ્રધાન મોદીએ ટીમ કુકને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

ગુગલના હેડક્વાર્ટરની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોપ આઇ.ટી. કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી એ પછી ફેસબુક અને ગુગલના હેડ ક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી.

PM મોદીએ ગુગલ હેડક્વાર્ટરમાં ગુગલ મેપ પર તાજ મહેલ અને વારાણસીને નિહાળ્યા હતાં.

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જીન ગુગલની ઓફિસની મુલાકાત લીધી એ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત ભારતીય અમેરિકન સીઇઓ સુંદર પીચાઇએ કર્યું હતું. મોદીનો સ્વાગત કરતો એક વિડિયો સુંદર પીચાઇએ ગુગલ પર પણ પોસ્ટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુગલ ઓફિસની મુલાકાત પહેલાં જ વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુગલે ભારતના 500 રેલવે સ્ટેશનો પર ફ્રિ વાઇ-ફાઇની સુવિધા પ્રદાન કરશે. મોદીએ ગુગલ ઓફિસમાં પણ લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો.

મોદીની અમેરિકા મુલાકાતના 10 લાભ

વિવિધ કંપનીઓના સીઈઓએ ભારત અને ગુજરાતને સ્પર્શતી કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. આવી 10 જાહેરાતો અને લાભની વિગતો નીચે દર્શાવવામાં આવી છે

1 મોદીએ ટેસ્લા કારના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ કાર બેટરી સંચાલિત છે. ટેસ્લા ભારતમાં રોકાણ કરે તેવી શક્યતા.

2 એન્ટ્રોઈડ ગુજરાતીમાં શરૂ કરાશે.

3 રેલવે સ્ટેશનોએ વાઈ-ફાઈ સેવા શરૂ કરાશે.

4 આ સેવાને લીધે રેલવે સ્ટેશનો તથા ટ્રેનોમાં પણ ઈન્ટરનેટ સેવાનો લાભ લઈ શકાશે.

5 યુએનની સામાન્ય સભા વખતે વિવિધ દેશોના નેતાઓ સાથે મોદીએ મુલાકાત લઇને સંબંધો તાજા કર્યા હતા.

6 એન્ડ્રોઈડ ભારતની અન્ય નવ ભાષામાં પણ આરંભ થશે.

7 માર્ક ઝુકરબર્ગ સાથેની ઉપયોગી મુલાકાત પછી મહત્વની જાહેરાત થવાની પણ શક્યતા.

8 એપલના સીઈઓની ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટમાં જોડાવવાની જાહેરાત.

9 ડિજિટલ ઈકોનોમીમાં ભારત અને અમેરિકાની મહત્વની ભાગીદારી.

10 ટેકનોલોજી સરળ બનશે અને આસાનીથી ઉપલબ્ધ થશે.

ફેસબુકની ઓફિસની મુલાકાત

modi-Face book

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ ફેસબુક કંપનીના સાન હોજે ખાતેના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી.તેઓ કંપનીના સંસ્થાપક યુવાન માર્ક ઝકરબર્ગને મળ્યા હતા અને ચર્ચા કરી હતી.વડાપ્રધાને ફેસબુકની વોલ પર લખ્યું કે ‘અહિંસા પરમો ધર્મ:, સત્યમેવ જયતે, અને વંદેમાતરમ્.

માર્ક ઝુકરબર્ગ સાથે મળીને મોદીએ ફેસ બુક આયોજિત ટાઉનહોલના કાર્યક્રમમાં સવાલો-જવાબોના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને 45મિનિટ સુધી લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો.

….અને  મોદી ભાવુક થઈ રડી પડ્યા .

ફેસબુક મુખ્યાલયમાં લાઈવ શૉ વખતે આ રસસ્પદ સંવાદ દરમિયાન તેમણે હૃદયપૂર્વક સવાલોના જવાબ આપ્યા હતા, પણ એમની માતા વિશે સંકળાયેલા માર્ક ઝુકરબર્ગના એક સવાલનો જવાબ આપતી વખતે મોદી ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. એ વખતે ફેસબુક ટાઉનહોલમાં ત્યારે હાજર સૌએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.મોદીએ ત્યારબાદ આગળનો કાર્યક્રમ સમેટી લીધો હતો. 

ઝુકરબર્ગના સવાલના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, મારા માતા-પિતાએ મારા જીવનમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી. હું બહુ જ ગરીબ પરિવારમાંથી આવું છું. તમને હવે તો હવે ખબર જ હશે જ કે હું રેલવે સ્ટેશન પર ચા વેચતો હતો. તમે કલ્પના કરી શકો છો કે મારી માતાએ એના સંતાનોના ઉછેર માટે કેટલી તકલીફો વેઠી હશે. આ કિસ્સો માત્ર મારી સાથે જ બન્યો છે એવું નથી. ભારતમાં ઘણી માતાઓએ એમના સંતાનો માટે પોતાના સમગ્ર જીવનનું બલિદાન આપ્યું છે.

પ્રસંગોચિત મારી એક ચિત્ર કૃતિ ….

NAMO-WP_20150928_003 (1)

મોદી એમના  દરેક  જન્મ દિને અને  ચુંટણીમાં  જીત મેળવી  ગાંધીનગરમાં એમનાં ૯૩ વર્ષીય માતા હીરાબા નો આશીર્વાદ લેવા  નિયમિત  પહોંચી  જાય છે

દુનિયાએ ભારતને આશાભરી નજરથી શા માટે જોવું જોઈએ? એવા સવાલના જવાબમાં મોદીએ કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. ભારત વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે.તમામ રેટિંગ એજન્સીઓ આ વાત સ્વીકારે છે. અમે અમારી અર્થ વ્યવસ્થાને હજી વધારે આગળ લઈ જવાના છીએ. છેલ્લા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે તમે કોઈ પણ ભારતીયને પૂછશો તો  છેલ્લા એક વર્ષમાં એમનું દ્રષ્ટિબિંદુ બદલાઈ ગયું છે. તેઓ ભારત પ્રત્યે ખૂબ ગર્વની લાગણી ધરાવતા થયા છે. છેલ્લા ૧૫ મહિનામાં અમે લોકોએ ગુમાવેલો વિશ્વાસ પાછો જગાડ્યો છે.

આ આખા પ્રસંગનો યુ-ટ્યુબ વિડીયો જોવા લાયક છે.

૧૮,પ૦૦ ભારતીયોની સભાને સંબોધન ……

સેન હોજે (કેલીફોર્નીયા) તા.ર૮ : કેલીફોર્નીયાના પ્રવાસની અંતિમ સાંજે સાન હોજેના સેમ્પ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮,પ૦૦ ભારતીયો સમક્ષ એમનુ જુસ્સાદાર સંબોધન કર્યું હતું.૪૦૦૦૦ લોકોએ આ સભામાં હાજરી આપવાની ઈચ્છા દર્શાવી હતી પણ જગાના અભાવે ફક્ત ૧૮,પ૦૦ ને જ હોલમાં પ્રવેશ મળી શક્યો હતો.

રવિવારની સાંજે યોજાએલ આ રંગારંગ કાર્યક્રમમાં હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો.એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર ૨૦૧૪માં ન્યુયોર્કમાં મેડીસન સ્ક્વેરની મોદીની સભામાં ભારતીયોની જંગી જન મેદનીમાં જેવો મોદી જવર વ્યાપી ગયો હતો એવો જ મોદી જવર અહીં સાન હોજેમાં એકત્રિત જન મેદનીમાં જણાઈ રહ્યો હતો. મોદી ..મોદી .. ના નારાઓથી હોલ ગુંજી ઉઠ્યો હતો.નીચના વિડીયોમાં મોદીનું જુસ્સા દાર સંબોધન સાંભળી શકાશે.

SAP Centre,San Jose માં  શ્રી મોદીએ કરેલ સંબોધન 

PM’s address to the Indian community at San Jose

સિલિકોન વેલીના બે દિવસના શની-રવિના ભરચક કાર્યકર્મો પતાવીને ન્યુયોર્ક પરત ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વૈશ્વિક મહાસત્તાઓના નેતાઓ સાથે મુલાકાતોનો દોર શરુ કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર ખાતે ઓબામાના  સંબોધન બાદ વડા પ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ વચ્ચે ઉષ્માસભર મુલાકાત યોજાઇ હતી. ઓબામાએ મોદીને ઉમળકાભેર આવકાર્યા હતા અને બંને નેતાઓ એકબીજાને ભેટી પડયા હતા. ગયા મે મહિનાથી અત્યાર સુધીમાં ઓબામા અને મોદી વચ્ચે થયેલી આ ત્રીજી મુલાકાતમાં બંને નેતાઓએ આર્થિક સહકાર, આતંકવાદ અને ક્લાઇમેટ ચેન્જ પર વ્યાપક ચર્ચા કરી હતી.

નરેન્દ્ર મોદી નવેમ્બરમાં બ્રિટનની મુલાકાત લેશે અને તે અગાઉ ઓક્ટોબરમાં મોદી સિંગાપુરની મુલાકાત લેવાના છે.

માઇક્રોસોફ્ટના સ્થાપક બિલગેટ્સ રવિવારે સિલિકોન વેલીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન મોદીને મળી શક્યા નહોતા, તેથી મોદીને વિશેષ રીતે મળવા ગેટ્સ સાન જોસથી ન્યૂયોર્ક પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવકત્તા વિકાસ સ્વરૂપે ટ્વિટ કરીને બિલ ગેટ્સ અને મોદીની મુલાકાતની તસવીરો પોસ્ટ કરી હતી.

આમ મોદીની અમેરિકા યાત્રા અત્યંત હકારાત્મક રહી હતી.અમેરિકા અને ભારતના મિત્રતાના સંબંધો ઝડપથી આગળ વધી રહ્યા છે એની પ્રતીતિ થતી હતી.

(સંકલિત- સમાચારોમાંથી )

સિલીકોન વેલી એ શું છે

સીલીકોન વેલી- સાન હોજે નિવાસી શ્રી પી.કે.દાવડાનો અગાઉ વિનોદ વિહારમાં પ્રકાશિત નીચેનો લેખ વાંચીને સિલીકોન વેલીનો પરિચય મેળવો.

( 765 ) સિલીકોન વેલી ……પરિચય …..શ્રી પી.કે.દાવડા

 

9 responses to “(786 ) વડા પ્રધાન શ્રી મોદીની કેલીફોર્નીયાની સફળ યાત્રા

 1. P.K.Davda સપ્ટેમ્બર 28, 2015 પર 4:08 પી એમ(PM)

  બહુ જ સરસ અને સચોટ અહેવાલ. બહુ મહેનત કરી છે. મોદી અને હીરાબાનો સ્કેચ પણ બહુ સરસ છે. વિનોદભાઈ તમારૂં કાર્યક્ષેત્ર દિવસે દિવસે સારી પ્રગતિ કરી રહ્યું છે. ભાવપૂર્ણ અભિનંદન.

  Like

 2. smdave1940 સપ્ટેમ્બર 29, 2015 પર 4:34 એ એમ (AM)

  નરેન્દ્ર મોદી એક સ્વપ્ન દૃષ્ટા છે. તેનામાં દેશને દુનિયામાં સર્વોચ્ચ સ્થાને લઈ જવાની તમન્ના અને કુશળતા પણ છે. તે બહુ વિચારશીલ અને ઈનોવેટીવ આઈડિયાવાળો નેતા છે. વાસ્તવમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી દેશને માંડ માંડ આવો નેતા મળ્યો છે. જો આપણે ૧૯૩૩ના જિન્નાના ગાંધી વિષેના લખાણો વાંચીએ તો આપણને અનુભૂતિ થાય છે કે તેમના ઉચ્ચારણો કેટલા વિકૃત હતા.

  પણ તે વખતે તો ફક્ત એક જ જીન્ના હતા. આજે મોટાભાગના સમાચાર પત્રો ખાસ કરીને નહેરુવીયન કોંગી અને તેમના સાંસ્કૃતિક સાથી નેતાઓ સહિત ગુજ્જુ સમાચાર પત્રો અને ગુજ્જુ ચેનલો અને અન્ય ચેનલો જોઈને એવું લાગે છે કે આજે તો સેંકડો જીન્નાઓ છે.

  હમણાં જ કેજ્રીવાલે “મેઈક ઇન ઈન્ડીયા” ની ટીકા કરતાં કહ્યું કે “મેઈક ઈન ઈન્ડીયા” ને બદલે “મેક ઈન્ડીયા” હોવું જોઇએ. હવે આવા વિકૃત મનવાળાને કોણ સમજાવે કે “મેઈક ઈન ઈન્ડીયા” એક સાધન છે. સાધન હોય તો જ ધ્યેય સિદ્ધ થાય. “મેઈક ઇન ઈન્ડીયા” એટલે કે વસ્તુઓ ભારતમાં બનાવો (આયાત કરવાને બદલે). ગાંધીજી પણ આજ કહેતા હતા કે જે વસ્તુ આપણે કદી બનાવી જ ન શકીયે તેની જ આયાત કરો. ૧૯૭૭માં મોરારજી દેસાઈની લીડર શીપમાં તેમણે ઈલેક્ટ્રોનિક ટેલીફોન એક્સચેન્જ માટે ગ્લોબલ ટેન્ડર, ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ફ્લોટ કરેલ. આ પૂર્વે ઈન્દીરા ગાંધીએ ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જ ની આયતના ઓર્ડરો (બેલ્જીયમ અને જાપાનને) આપેલ. અને તે વખતે આ દેશો પોતાના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જોને ભંગારમાં મોકલી રહ્યા હતા.

  ૧૯૮૦માં જ્યારે ઈન્દીરા ગાંધી ફરી વખત સત્તા ઉપર આવી ત્યારે તેને ઈલેક્ટ્રોનિક ટેલીફોન એક્સચેન્જ નું ટેન્ડર ફાયનલ કરવા સિવાય છૂટકો ન હતો. મોરારજી દેસાઈની સરકારે ઈલેક્ટ્રોનિક ટેલીફોન એક્સચેન્જનું ફક્ત ટેન્ડર ફ્લોટ ન કરેલ પણ ટેલીફોન એક્સચેન્જ ના નિશ્ચિત કર્મચારીઓને ઍલેક્ટ્રોનિક ટેલીફોન એક્સચેન્જ ના સિદ્ધાંતોનું પ્રશિક્ષણ પણ દિલ્લી (ગાઝીયાબાદ)ના એડ્વાન્સ ટેલીકોમ ટ્રેનીંગ સેન્ટરમાં આપવા માંડેલ. એટલે જ્યારે ટેન્ડર ફાય્નલ થયું ત્યારે ભારતીય ટીમ એક્સચેન્જ ઈન્સ્ટોલેશન, મેઈન્ટેનન્સ માટે અને પ્રોડક્ષન માટે પણ તૈયાર થઈ રહી હતી. આને કહેવાય “મેઈક ઈન ઈન્ડીયા”. હવે જે કેજ્રીવાલને ધારા અને ધ્યેયના ભેદની ખબર ન હોય અને શબ્દોની રમત રમી પોતે કેવું સરસ કહ્યું એમ કહી પોતાની પીઠ થાબડે, તેવી માનસિકતા વાળા નેતા દેશને કેવી રીતે પ્રગતિને પંથે લઈ જઈ શકે?

  Like

 3. nabhakashdeep સપ્ટેમ્બર 29, 2015 પર 1:27 પી એમ(PM)

  શ્રી નરેન્દ્ર મોદીની, આ બીજી યુએસએ મુલાકાત, ખૂબ જ આયોજન ને એચીવમેન્ટ સાથે પરિપૂર્ણ થઈ. તેમની એક એક ક્ષણ , આદાન-પ્રદાન માટે એવી રીતે કાર્યક્રમ બધ્ધ થઈ કે, તેમના મીશન ‘મેઈક ઈન ઈન્ડીયા” ને ડિઝીટલ ઈન્ડિયાને એક ‘પુશ’ મળી ગયો. તેમની કાબેલિયતને વિશ્વે જોઈ ને દેશવાસીઓએ અનુભવી. ” સૌનો સાથ સૌનો વિકાસ” મંત્ર દેશને ને વિશ્વને ,મંત્રમુગ્ધ કરી રહ્યો છે.ખૂબ જ સુંદર સંકલન..આદરણીયશ્રી વિનોદભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  • Vinod R. Patel સપ્ટેમ્બર 30, 2015 પર 2:44 પી એમ(PM)

   પ્રિય શરદભાઈ ,

   આપની વાત સાચી છે. ભારતમાં મીડિયા અને વિરોધી પક્ષો એ હમેશાં મોદી અને એમના દેશ માટેના અથાક પરિશ્રમને અવગણીને સમજ્યા વિના આજ સુધી એમનો આંધળો વિરોધ કર્યે રાખ્યો છે.

   ઘણીવાર તો હદ વટાવી જાય છે. દા.ત.શ્રી મોદી ફેસબુક ઉપરની ટાઉન હોલ ચર્ચામાં એમની માતાએ એમના અને કુટુંબ માટે જે સંઘર્ષ કર્યો એને યાદ કરીને ભાવુક થઇ ગયા એ માટે કોંગ્રેસના પ્રવક્તા આનદ શર્માએ ટીકા કરી કે મોદી નાટક કરી રહ્યા છે. એમની માતા માટે આટલું બધું લાગતું હોય તો એમની સાથે કેમ રાખતા નથી !

   મોદી પાસે રાખતા નથી એટલે શું માતાને પ્રેમ કરતા નથી ? અત્યારે એમની માતા એમના નાનાભાઈ પંકજભાઈના કુટુંબ સાથે ગાંધીનગરમાં ખુબ આરામથી એમની મરજીથી રહે છે.મોદી એમને ફોનથી હમ્મેશાં ખબર અંતર પૂછતા હોય છે .માતા રસ્તામાં નથી. અને કુટુંબની અંગત વ્યવસ્થા ની બાબતોમાં પણ કોંગ્રેસ દખલ કરે એ કેટલે અંશે યોગ્ય કહેવાય .

   મોદીની વિદેશ યાત્રાની પણ તેઓ ટીકા કરે છે. મોદી અને એમની કામ કરતી સરકારના કામોથી ટૂંકા સમયમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે અને દેશ પ્રગતિને પંથે છે એ તેઓ જોઈ નથી શકતા .

   કોંગ્રેસી નેતા રાહુલ અને સોનિયાજી અને એમના તરફી મીડિયાએ નીચેના સમાચાર વાંચ્યા પછી મોદીની ટીકા કરવાનું બંધ કરવું જોઈએ એમ તમને નથી લાગતું ?

   India has emerged on top of the foreign direct investment league table, overtaking China and the United States, according to the FT data service.

   India pips US, China as No. 1 foreign direct investment destination – The Times of India

   http://timesofindia.indiatimes.com/india/India-pips-US-China-as-No-1-foreign-direct-investment-destination/articleshow/49160838.cms?intenttarget=no&utm_source=newsletter&utm_medium=referral&utm_campaign=Top_Headlines

   Liked by 1 person

   • pravinshastri સપ્ટેમ્બર 30, 2015 પર 5:02 પી એમ(PM)

    હું આ કોમેન્ટ મારી ફેસબુક ટાઈમ લાઈન પર મૂકું છું. છેલ્લા ઈલેક્શન પછી ભારતના રાજકારણ સાથે માનસિક નાતો બંધાયો છે. હું મોદી ભક્ત તો નહીં પણ પ્રસંશક તો જરૂર થયો છું.

    Like

 4. Sharad Shah સપ્ટેમ્બર 30, 2015 પર 4:35 એ એમ (AM)

  આમાની એક પણ વાત ગુજરાતી છાપાઓએ છાપી નથી. અને છાપી હોય તો ક્યાંક ખુણે નાના અક્ષરે. જ્યારે હેડલાઈનમાં મોદીનો પટેલો અને શિખોએ અમેરિકામાં કરેલો વિરોધના સમાચાર હતા. એક વ્યક્તિ દુનિયાભરના દેશોમાં ફરી ભારતની પ્રગતિ કેમ થાય તે દિશામાં પ્રયત્ન કરી રહ્યો છે તેને નીચો દેખાડવાની હોડ લાગી છે અહીંના સમાચાર પત્રોમાં. આ પત્રકારિતાને શું કહેવું. તેમને એટલો પણ બોધ નથી કે તેઓ મોદીનો વિરોધ કરવામાં સમગ્રદેશ અને દેશવાસીઓનુ કેટલું નુકશાન કરી રહ્યા છે.
  મારી નોકરી દરમ્યાન જાપાનની એક ખુજ પ્રતિસ્ઠિત કંપનીના પ્રતિનીધી મંડળને મળવાનુ થયેલ. તેઓ ગુજરાતમાં સ્પેશ્યાલીટી કેમિકલ્સનો પ્લાન્ટ નાંખવ માંગતા હતાં. તેમની સાથેની ચર્ચામાં તેમના એક ડય્ર્ક્ટરે કોમેન્ટ પણ કરી કે અહીંના મિડિયા જેટલું નીચું સ્તર તેમને ક્યાંય જોયું નથી. એક પરદેશી કંપનીના પ્રતિનીધી મંડળના સદસ્યને જ્યારે ટુંકા રોકાણ અને મીડિયાના એન્ટી મોદી પ્રચારને કારણે આવા શબ્દો કહેવા પડ્યા હોય ત્યારે એક ભારતિય હોવાના નાતે આપણું શીશ શરમથી ઝુકી જાય.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: