(આ પેઈન્ટીગ -ચિત્ર પૂ. મહાત્મા ગાંધીજીએ એમના 79 સાથીઓ સાથે અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધીનીજે ઐતિહાસિક દાંડી કુચ યોજી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો એ પ્રસંગનું છે. )
આજે ૨ જી ઓક્ટોબર ૨૦૧૫ એટલે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની 146મી જન્મ જયંતી છે.આ દિવસે ઠેર ઠેર અનેક લોકો અને સરકારી તંત્ર પણ પૂ. બાપુને યાદ કરી તેમની જન્મ જયંતીને ઉજવશે .
આ દિવસે જ નહીં પણ હમ્મેશાં ગાંધીજીના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવા એમને સ્મરણમાં રાખવા જોઈએ.
આજે લાગે છે કે ગાંધી અને એમણે એમના જીવનમાં અપનાવેલાં મુલ્યો વિસરાઈ રહ્યાં છે. અહિંસાને બદલે હિંસા ચારે કોર જોવામાં આવે છે . સ્વ-શાયર શેખાદમ આબુવાલાની આ પંક્તિઓ થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે.
ગાંધી …
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
-શેખાદમ આબુવાલા
ગાંધી સમાધિ પર
ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન માથું નમાવીને તમારી સામે તો ઝૂકે વતન અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી દેખાય જો રસ્તે અહિંસા મોં ઉપર થૂંકે વતન
– શેખાદમ આબુવાલા
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ગાંધી યુગના જાણીતા સાહિત્યકાર-કવિ સુંદરમની ગાંધી પરની એક સુંદર સોનેટ રચનાને મારા એક ગાંધી સ્કેચ ચિત્ર સાથે જોડીને નીચે પ્રસ્તુત કરેલ છે, એ આપને ગમશે.
ગાંધીજીનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે. એમનું જીવન એ જ એમનો સંદેશ છે.
ગાંધીજીએ કહેલું કે “મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી, સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે .”
મહાત્મા ગાંધી એક વિશ્વ માનવ હતા.
વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –
“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.
અમેરિકામાં આફ્રિકન અમેરિકનોને સામાજિક ન્યાય મળે એ માટે લડતની આગેવાની લેનાર અને ગાંધીની માફક પોતાના ધ્યેય માટે શહીદ થનાર માર્ટીન લ્યુથર કિંગ જુનીયર, મહાત્મા ગાંધીને એમની અહિંસક લડતના એક પ્રેરણામૂર્તિ માનતા હતા.એમણે લખ્યું છે :
“God gave me message , Gandhi gave me method “
વિશ્વ વિખ્યાત વિચારક ‘ટોફલરે’ પણ ગાંધીજીની આવી વિશ્વ વ્યાપી અસર ને અંજલિ આપતાં કહ્યું છે :
“21 મી સદી ટેકનોલોજીની દૃષ્ટિએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને માનવમૂલ્યોની દૃષ્ટિએ ગાંધીને અનુસરતી હશે.”
૨ જી ઓક્ટોબર,૧૮૬૯ (ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫) ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલ એક બાળક ,મોહન કરમચંદ ગાંધી એક એવા પ્રકારનું ઉન્નત જીવન જીવી ગયો કે વિશ્વમાં એ મહાત્મા ગાંધીના નામે અમર બની ગયો .ગાંધીએ ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે .
આવા વિશ્વ નેતા ગાંધીજીના જીવન અને કાર્યોની વિગતે ઝાંખી કરવા “સ્વચ્છ ભારત ” નો સંદેશ આપતી સ્વચ્છતાના આગ્રહી ગાંધીની નીચેની તસ્વીર ઉપર ક્લિક કરીને વિકિપીડીયામાં પહોંચી જાઓ.
મહાત્મા ગાંધી
યુ-ટ્યુબ ચેનલ પર ગાંધીજી ના જીવન ઉપરનો આ સુંદર વિડીયો જોવા લાયક છે .
Mahatma Gandhi-Documentary
ગાંધીની જન્મ જયંતીએ આપણે આ મહાન આત્માને યાદ કરી એમણે ચરિતાર્થ કરેલ જીવન મુલ્યોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એ જ એમને સાચી શ્રધાંજલિ આપી ગણાશે .
આ વિશ્વમાનવ – યુગવિભૂતિ ગાંધીને દેશસેવા, માનવસેવા અને એમના ત્યાગ અને સમર્પણ માટે વંદન કરી વિનોદ વિહારની આ પોસ્ટથી એમને હાર્દિક શ્રધાંજલિ આપતાં આનંદ થાય છે.
ગાંધી જયંતીની ઉજવણીમાં આપણે એ ના ભૂલીએ કે ૨જી ઓકટોબર એટલે દેશને જય જવાન ,જય કિશાનનો મંત્ર આપનાર અને ટૂંકા સમયમાં પણ દેશની સુરક્ષા અને સન્માન માટે મૃત્યુ પર્યંત અભિનંદનીય કાર્ય કરી દેશને જાગૃત કરનાર દેશ નેતા લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ છે.
દેશ ભક્ત શાસ્ત્રીજી ના જન્મ દિવસે એમને પણ વંદન સાથે સ્મરણાંજલિ .
મારા પૌત્ર ચી. અર્જુનનો જન્મ દિવસ.
૨ જી ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતીના દિવસે જ મારા પૌત્ર અર્જુન નો પણ જન્મ દિવસ છે.આ શુભ દિવસે પૌત્ર અર્જુનને ગ્રાન્ડ પા નાં હાર્દિક અભિનંદન અને ઉજ્જળ ભાવી માટે અનેક શુભેચ્છાઓ .
આ જન્મ દિવસના પ્રસંગે ,અર્જુન અને મારાં પોતરાંઓનાં ચિત્રોને મઢી લઈને એમના ગ્રાન્ડ પા વિનોદભાઈ એ બનાવેલું એક ગ્રીટિંગ કાર્ડ …
ગાંધી જયંતી … શ્રધાંજલિ
દેશ ભક્ત શાસ્ત્રીજી ના જન્મ દિવસે એમને પણ વંદન સાથે સ્મરણાંજલિ .
HAPPY BIRTH DAY DEAR ARJUN,
LikeLike
Thank you for sharing video..nice article..and happy birthday to your grandson Arjun.
LikeLike
Aaje Barnardshawna shabdo yathatath sacha lagi rahya chhe. Aapneto hajue Gandhijine yaad karie chhie pan aavti pedhito kadach gandhi hatake nahi evo prashn poochhe toye navai nahi.
Gandhiji ane Shashtrijine shat shat naman.
LikeLike
Excellent
LikeLike