વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 7, 2015

( 789 ) આજનો વિડીયો –એક બાળકીની ડાયવોર્સી માતાને સલાહ

 જે કુટુંબમાં પતી-પત્ની વચ્ચે વિચાર, વાણી અને વર્તનમાં સુમેળ હોય એ લગ્ન જીવન સફળ થતું હોય છે .સમાજ જીવનમાં થતાં બધાં લગ્નો સફળ નથી હોતાં. જ્યારે પતી-પત્ની વચ્ચે વિચારોનો મેળ નથી પડતો ત્યારે બન્ને વચ્ચે ચકમક ઝરે છે ,ઝગડા થાય છે અને એથી છેવટે ઘણાં લગ્નો ડાયવોર્સમાં પરિણામે છે.

Couple Quarrelજ્યારે એ કુટુંબમાં ચાર-પાંચ વર્ષનું બાળક હોય ત્યારે પતી-પત્ની વચ્ચે થતી આવી અવાર નવારની તકરારો અને ડાયવોર્સની એના કુમળા મગજ ઉપર રોજે રોજ વિપરીત અસર થતી રહે છે એ અગત્યની વાત તકરારી યુગલો ભૂલી જાય છે.પાંચ કે ૬ વર્ષનું બાળક આપણે માનીએ છીએ એવું અબુધ નથી હોતું. એ ઘણું ઘણું વિચારતું અને બરાબર  સમજતું હોય છે કે પેરન્ટસ વચ્ચે શું ચાલી રહ્યું છે.

આજના આ વિડીયોમાં એક ૬ વર્ષની નાજુક બાળકી એની ડાયવોર્સી માતાને એક ફીલસુફની અદાથી જે સલાહ આપે છે એ ખરેખર અદ્ભુત છે.એની માતાને એ જે કહે છે અને જે રીતે કહે છે એ સાંભળીને તમને નવાઈ લાગશે કે એના કુમળા મગજમાં શું શું ચાલી રહ્યું હશે .

આ બાળકીના શબ્દો સાંભળીને આપણને થાય કે આવડી નાની છોકરીમાં જે સમજણ છે એ એનાં મા -બાપમાં જો હોત તો કદાચ એમણે ડાયવોર્સ ના લીધા હોત. આપણને આ બાળકી ઉપર સહાનુભુતિ થઇ આવે છે કે આ નિર્દોષ છોકરીનો શું દોષ કે જેથી એનાં મા -બાપના પ્રેમથી એ વંચિત રહી .આ ૬ વર્ષની બાળકીના શબ્દોની પસંદગી,એનું શબ્દ ભંડોળ એક અભ્યાસુ પુખ્ત વયની વ્યક્તિના જેવું સબળ છે.

આજના આ પ્રેરક વિડીયોમાં ડાયવોર્સી માતાને સલાહ આપતી બાળકીને સાંભળીને જેને ભગવાને બાળકોની અમુલ્ય ભેટ આપી છે એવાં અવાર નવાર ઝગડતાં રહેતાં પરિણીત નાસમજ યુગલોએ ઘણું શીખવા જેવું છે એમ તમને નથી લાગતું ?

A 6 year old girl give her mom a wake up calls a lesson of life after her parents been divorced

હવે નીચે એક બીજો વિડીયો જુઓ.

એમાં બે નાજુક બાળક બેલડાં -TWINS- સંગીતના તાલે આઈરીશ નૃત્ય કરી રહ્યાં છે એ જોઇને તમે પણ ખુશ ખુશ થઇ જશો!

આ બાળકીઓના હસતા મુખના અલોકિક આનંદને નિહાળીને તમારો દિવસ સુધરી જશે !

RISH DANCING TWINS ARE ABSOLUTELY ADORABLE!

બાળકોનો જ્યારે આવા હસી ખુશીના વાતાવરણમાં ઉછેર કરવામાં આવે તો જ એમના મગજનો જોઈએ એવો સુંદર વિકાસ થાય છે.

બાળ માનસશાસ્ત્રીઓના મતે બાળક જ્યારે ત્રણ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો એના મગજનો ૮૦ ટકા ભાગ વિકસિત થઇ ચુક્યો હોય છે. ત્રણ વર્ષના બાળકને જો માતા-પિતાનો પ્રેમ અને આદર્શ સંભાળ અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય તો આ બાળકની વિકસિત થયેલી ગ્રહણ શક્તિ અદભૂત પરિણામો કરી બતાવે છે અને એનાં મા-બાપને  ગૌરવ અપાવે છે .

— વિનોદ પટેલ