વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 790 ) ડૉ. શશીકાંત શાહનાં પુસ્તકોની વીજાણુ આવૃત્તીનું લોકાર્પણ

ડૉ. શશીકાંત શાહનાં પુસ્તકોની વીજાણુ આવૃત્તીનું લોકાર્પણ કરાયું

        જાણીતા શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહની બે પુસ્તીકાઓ (1)‘આનંદની ખોજ’ અને (2) ‘ટીન–એજમાં બૉયફ્રેન્ડથી સાવધાન’ની વીજાણુ આવૃત્તી (ઈ.બુક્સ) ‘મણી મારુ પ્રકાશન’ દ્વારા ઈ.બુક્સ તૈયાર કરાઈ હતી. જેની લોકાર્પણ વીધી તા. 4-10-2015ને રવીવારે ‘હરીકૃષ્ણ કૉમ્યુનીટી સેન્ટર’, ગોતાલાવાડી, કતારગામ, સુરત ખાતે, નીવૃત્ત શીક્ષક, ‘ઉંઝા જોડણી’ના સમર્થક અને ‘સન્ડે ઈ.મહેફીલ’ના પ્રણેતા આદરણીય શ્રી. ઉત્તમભાઈ ગજ્જરના હસ્તે કરવામાં આવી હતી. ડૉ. શશીકાંતભાઈ શાહે સૌને આવકાર આપી, શ્રી. ગોવીન્દભાઈ મારુએ તૈયાર કરેલી ઈ.બુક્સ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. ‘હરીકૃષ્ણ એક્સપોર્ટ’ના શ્રી. હીમ્મતભાઈ ધોળકીયાના પ્રમુખસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં, શ્રી. ગોવીન્દભાઈ મારુએ ઈ.બુક્સની વીશેષતાઓ પર વીસ્તૃત માહીતી આપી હતી. આદરણીયશ્રી ઉત્તમભાઈ ગજ્જરે વીદેશોનાં પરમ્પરાગત પુસ્તકાલયોનું રુપાંતર ઈ.પુસ્તકાલયોમાં થઈ રહ્યું હોવાની માહીતી સાથે, સમગ્ર વીશ્વ નવી ટૅકનોલૉજીના ઉપયોગથી સમય, જગ્યા, ખર્ચ, પરીશ્રમ વગેરે કઈ રીતે ઘટાડી રહી છે તેની ચર્ચા કરી હતી. શ્રી. ગોવીન્દ મારુએ બન્ને ઈ.બુક્સને વાંચવાની સહુલીયત બાબતે વીશાળ સ્ક્રીન પર જીવન્ત નીદર્શન કર્યું હતું.

અહેવાલ લેખન: આચાર્યશ્રી સુનીલ શાહ – sunilshah101@gmail.com   2015-10-05

♦●

4

(ડાબેથી સર્વશ્રી ગોવીન્દ મારુ, ઉત્તમ ગજ્જર, હીમ્મતભાઈ ધોળકીયા

અને ડૉ.શશીકાંતભાઈ શાહ)

(શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહ)

(‘અભીવ્યક્તી’ બ્લોગર ગોવીન્દ મારુ)

(‘ઉંઝા જોડણી’ના સમર્થક અને ‘સન્ડે ઈ.મહેફીલ’ના

પ્રણેતા આદરણીય શ્રી. ઉત્તમભાઈ ગજ્જર)

ડૉ. શશીકાંત શાહનાં બે ઈ- પુસ્તકો

Anand ni khoj -આનંદની ખોજ-ઈ-બુક

teen -age-title-copy (1)

આનંદની ખોજ ઈ-પુસ્તકમાંનું  શ્રી ગુણવંત શાહનું એક અવતરણ …

જીવન આનંદપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક જીવવાનું છે. કોઈ અકળ મહાસત્તા તરફથી મળેલી મૂલ્યવાન ભેટનું નામ જીવન છે. દુઃખ અને સુખ ઓચિંતાં આવી પહોંચે છે. સુખ અને દુઃખ બંનેનો જીવનમાં સ્વીકાર છે, પરંતુ એથી સુખી થવાનો પ્રયત્ન છોડવા જેવો નથી. સુખી થવું એ પ્રત્યેક મનુષ્યનો અધિકાર છે. જીવનમાં મનુષ્યને સૌથી વધારે આનંદ ક્યારે મળે ? જ્યારે જ્યારે માણસ બીજા માટે ઘસાઈ છૂટે ત્યારે તે સુખની ટોચ પર હોય છે. કર્મના કાયદામાં આપણી ચાંચ ભલે ન ડૂબે, પરંતુ પરાયા મનુષ્ય માટે કશુંક કરી છૂટવામાં જે પરિતોષ પ્રાપ્ત થાય એમાં જ આપણો ખરો સ્વાર્થ રહેલો છે. સ્વાર્થ એટલે શું ? ‘સ્વ’નો અર્થ સમજાય એ જ ખરો સ્વાર્થ !–ગુણવંત શાહ

ઉપરનાં બે ઈ-પુસ્તકો અને અને બીજાં આવાં જ પાંચ સુંદર ઈ-પુસ્તકો વાંચવા માટે સાહીત્ય પ્રીય મીત્ર શ્રી ગોવીંદ મારૂના બ્લોગ અભીવ્યક્તીની નીચેની લીંક પર ક્લીક કરશો.

https://govindmaru.wordpress.com/e-books/

આ અહેવાલની સાથે સાથે અભીવ્યક્તી બ્લોગમાં પોસ્ટ કરેલ શ્રી. યાસીન દલાલનો લેખ ‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેક બુદ્ધી’ લેખ ને પણ નીચેની લીંક પર ક્લીક કરીને માણો.

“મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેક બુધ્ધી : યાસીન દલાલ 

5 responses to “( 790 ) ડૉ. શશીકાંત શાહનાં પુસ્તકોની વીજાણુ આવૃત્તીનું લોકાર્પણ

 1. nabhakashdeep October 11, 2015 at 2:10 PM

  .,,બે ઈ-પુસ્તકો અને અને બીજાં આવાં જ પાંચ સુંદર ઈ-પુસ્તકો ..શ્રી ગોવીંદ મારૂના
  આપની આ સ્તુત્ય સાહિત્યિક ભેટ ,વિચારોના પુષ્પ ઉપવન સમાન છે

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Prakash M Jain October 11, 2015 at 6:26 AM

  Good Article. Page Shared on WhatsApp

 3. Anila patel October 10, 2015 at 9:34 AM

  Mahiti ane jan mate Vinodbhai khoob khoob abhar. Vachavanu gamshe.

 4. ગોવીન્દ મારુ October 10, 2015 at 12:31 AM

  વહાલા વીનોદભાઈ,
  જાણીતા શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહની બે પુસ્તીકાઓ (1) ‘આનંદની ખોજ’ અને (2) ‘ટીન–એજમાં બૉયફ્રેન્ડથી સાવધાન’ની ઈ.બુક્સ સહીત મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની અન્ય પાંચેય ઈ.બુક્સ, લેખક શ્રી. યાસીન દલાલનો લેખ ‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી’ લેખ તે મજ ‘આનંદની ખોજ’ ઈ.બુકમાંથી માનનીય શ્રી ગુણવંત શાહનું એક અવતરણને આપના બ્લોગ ‘વીનોદ વીહાર’ના વાચકીમીત્રોને વહેંચવા બદલ ખુબ ખુબ આભાર..
  ..ગો.મારુ..

 5. pragnaju October 9, 2015 at 4:52 PM

  સાંપ્રત સમયે જરુર છે તેવા વિષયની અભ્યાસપૂર્ણ ચર્ચા ના સરસ પુસ્તકો
  હવે વીજાણુ આવૃત્તી થી વિશ્વના રસ ધરાવતા સરળતાથી માણી શકાશે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: