વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 792 ) Who is Rich….. Who is Poor ?

Courtesy -Mr.Yogesh Kanakia -From his e-mail 

 

4 responses to “( 792 ) Who is Rich….. Who is Poor ?

 1. P.K.Davda October 11, 2015 at 7:13 AM

  Very good examples.

 2. pragnaju October 10, 2015 at 11:04 AM

  પ્રકૃતિગત રીતે કોણ ઉદાર છે? સ્ત્રી કે પુરુષ? સ્થિતિ એવી સરસ હતી કે આ લખનાર પુરુષ તરીકે પુરુષની તરફેણ કરતો હતો જ્યારે સામે બોલનાર બહેન સ્ત્રીની તરફેણમાં બોલતાં હતાં અને છતાંય બંનેને એકબીજાની તટસ્થતામાં પૂરેપૂરો વિશ્વાસ પણ હતો. એમ જણાય છે પ્રકૃતિ કે કુદરતમાં પણ એવું જ છે. જેમ કે શિકાર સિંહણ જ કરે છે, સિંહ નહીં. પ્રકૃતિવિદો કહે છે કે પક્ષીઓમાં પણ માદા કરતાં નર ઉદાર હોય છે. ઢેલને મનાવવા માટે મોરે નૃત્ય કરવું પડે છે. ઢેલે મોરને મેળવવા માટે નૃત્યુ કર્યું હોય તેવું જાણ્યું નથી. આ વાત તો માત્ર એક ઉદાહરણ તરીકે નોંધી છે, પુરાવા તરીકે નહીં. સામાન્ય માનવ સંસારની કુટુંબ વ્યવસ્થામાં પણ પુરુષ રોજે રોજના વ્યવહારોમાં બહુ દખલ દેતો જણાતો નથી. કેટલાક પુરુષો તો એટલા બધા નિર્લેપ હોય છે કે તેમને તેમની ધર્મપત્નીઓ હળવા કટાક્ષથી (અને મનમાં મલકાઇને) કહેતી હોય છે કે ‘એ તો અમારા નરસિંહ મહેતાનો બીજો અવતાર છે!’ પુરુષ માત્ર વ્યવહારમાં જ ઉદાર હોય છે તેવું નથી. પુરુષ જેને પ્રેમ કરે છે તે સ્ત્રી માટે પણ અપરિમિત ઉદાર પણ થઇ શકે છે. એટલે સુધી કે સમાજ કે પોતાના ક્ષેત્રમાં જે મહિલા શારીરિક ચારિત્ર્યના સંદર્ભમાં પણ પૂરતી વગોવાઇ ગઇ હોય તેને પણ બાઅદબ અપનાવી લે છે. અને તે પણ કશાય હિચકિચાટ વગર. વળી, તેને બખૂબી નિભાવી પણ જાણે છે. આ અંગેનાં ઉદાહરણો ફિલ્મ ક્ષેત્રમાંથી પૂરતા મળી આવે છે. જે તપાસવાથી સમજાશે કે પુરુષમાં ખરેખર ઉદારતા હોય છે. (૧) સૌ પ્રથમ, સુનીલ દત્તનો દાખલો ખૂબ જાણીતો હોવાથી તેનાથી પ્રારંભ કરીએ. નરગિસ અને રાજ કપૂર વચ્ચેનો પ્રણય સંબંધ જગજાહેર હતો. બંને લગ્ન વિનાનાં પતિ-પત્ની તરીકે ઓળખાતા. ત્યારબાદ રાજ કપૂરથી છુટા પડવાનો પ્રસંગ આવતા સુનીલ દત્તે નરગિસને અપનાવી લીધી, નિભાવી પણ. તેમજ પાછળથી નરગિસને કેન્સર લાગુ પડતાં તેની બેનમૂન સેવા-સુશ્રૂષા પણ કરી અને એક આદર્શ પતિ તરીકેની છબી સમાજમાં ઉપસાવી. જે તેને મુંબઇની લોકસભાની સીટના વિજય સુધી લઇ ગઇ. વિચારો તો ખરા, એ યુગમાં જો નરગિસને આવો ઉદાર અને ઉમદા પુરુષ ન મળ્યો હોત તો તેની દશા શું થાત? (૨) વીતેલા જમાનાની અભિનેત્રી મુમતાઝ પણ આ હારમાળાની જ એક સભ્ય છે. ફિલ્મ જગતમાં તેનું નામ શમ્મી કપૂરથી શરૂ કરીને રાજેશ ખન્ના સુધીના અનેક ફિલ્મી કલાકારો સાથે સંકળાયેલું રહ્યું પણ તેમ છતાં આફ્રિકાના મયુર માધવાણી નામના મોટા બિઝનેસમેન તેના પ્રેમમાં પડ્યા અને લગ્નગ્રંથિથી જોડાયાં. (૩) હવે આજના યુગનું તાજું ઉદાહરણ લઇએ તો અભિષેક બચ્ચન પણ આ પંગતમાં બેસે તેમ છે. ઐશ્વર્યા રાયનું સલમાન ખાન સાથેનું પ્રેમ પ્રકરણ જગજાહેર છે. તેમ છતાંય તે સમગ્ર બદનામ ઘટનાને વળોટી જઇને અભિષેક બચ્ચન તેના પ્રેમમાં પડ્યો અને પછી તેણે તથા આખા બચ્ચન પરિવારે ઐશ્વર્યાને પોતાના કુટુંબની પુત્રવધૂ તરીકે માનભેર આવકારી અને સ્વીકારી લીધી છે. હવે તે માતા બનવાની હોવાના સમાચાર પણ અમિતાભ બચ્ચને હરખભેર જાહેર કર્યા. જે સૂચવે છે કે ઐશ્વર્યા અમિતાભ બચ્ચનના કુટુંબનું અનિવાર્ય અંગ બની ગઇ છે. વળી, જાહેર સમારંભોમાં જે રીતે અમિતાભ બચ્ચન ઐશ્વર્યાને સાથે રાખે છે તે જોઇને પણ એવું સમજાય છે કે ઐશ્વર્યાને બચ્ચન કુટુંબે મન, વચન અને કર્મથી પોતાનામાં ભેળવી દીધી છે. આ બધાં ફિલ્મી ઉદાહરણોનો સહારો એ માટે લેવો પડ્યો છે કે તે ક્ષેત્રના લોકોની કહાની અખબારોના માધ્યમથી આમ જનસમૂહ સુધી પહોંચતી જ હોય છે. જ્યારે બીજાં ક્ષેત્રો એટલા ગ્લેમરસ નથી હોતાં એટલે તે વાતો લોકો સુધી પહોંચતી નથી. આ બધા જ કિસ્સા તપાસતાં એવું અનુભવાય છે કે પ્રકૃતિગત રીતે જ પુરુષમાં ઉદારતા અને ઔદાર્ય ભરચક છે. લખનાર સ્વયં પુરુષ હોવાને કારણે લખતા સંકોચ તો અનુભવે જ છે પણ છતાંય કહેવું પડે તેમ છે કે ઇશ્વર નિર્મિત આ સંસાર પુરુષ પ્રધાન રહ્યો તેનું મૂળ કારણ જ તેની ઉદારતા છે. આપણે આપણા બનાવેલા ઇશ્વરોને તપાસીએ તો પણ સમજાશે કે ભગવાન શ્રીરામ કે શ્રીકૃષ્ણ હંમેશાં ઉદાર જ રહ્યાં છે. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન બુદ્ધ, મહાવીર, ઇશુ વગેરે સૌ પણ આ પંગતમાં જ બેસે તેવા ગણી શકાય. હવે સમજાશે કે સ્ત્રીઓ પણ જેમને ભક્તિભાવપૂર્વક પૂજે છે તેવા સર્વ દેવો પુરુષ હતા અને ઉદાર હતા. આ વાત તો લંબાવીએ એટલી લંબાયા કરે તેમ છે. ઇશ્વરની સ્તુતિ (લીલા) વિશે કહેવાયું છે કે હરિ અનંત: હરિકથા અનંતા: એ રીતે પુરુષ ઉદાર કે સ્ત્રી? તેની વિશે પણ અનેક પાનાં ભરાય તેટલું લખી શકાય તેમ છે. પણ આ લખનાર એક પુરુષ હોવાને કારણે ઉદાર છે અને તેથી મહિલા વાચકોને આ લેખ વાંચતા કંટાળો આવે તે પહેલા વાત પૂર્ણ કરવી જ રહી. અને છેલ્લે, એમ કહેવાય છે કે, ‘મા’ ને દીકરો તથા ‘બાપ’ને દીકરી વહાલી હોય છે. આ સાયુજયમાં પણ પુરુષની ઉદારતા જ કારણભૂત જણાય છે. જે ધ્યાને મૂકવાનું અત્રે ઉચિત લાગે છે. ઇતિ સિદ્ધમ્:‘સ્ત્રીઓ જો પુરુષ સમોવડી થવા ઇચ્છતી હોય તો તેઓએ પુરુષોનો એક ઉત્તમ ગુણ સૌ પ્રથમ આત્મસાત્ કરવો પડશે અને તે ગુણ છે- મનની ઉદારતા- માઓ ત્સે તુંગ
  સાંઈ શ્રી મકરંદ દવે યાદ આવ્યા વગર ના રહે.

  ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ ને
  ગમતાંનો કરીએ ગુલાલ..હો ઓ ગમતાંનો કરીએ ગુલાલ.

  જ્ઞાન વ્હેંચીએ તો થાય જ્ઞાનનો વિસ્તાર
  ધન વ્હેંચીએ તો થાય ધન શુધ્ધ (આજના યુગમાં) અને
  સેવા કરીએ તો થાય હરી ઢુંકડો..!!

  • hirals October 12, 2015 at 4:48 AM

   આપનો પ્રતિભાવ એટલો વિચારક છે કે એક સ્ત્રી હોવા છતાં મને વાંચતા જરાય કંટાળો નથી આવ્યો અને આપની વાત સાથે સહમત છું.
   તેમ છતાં મારું અવલોકન કહેવા મન લલચાય છે.
   કોઇને આપવા લેવામાં કદાચ સ્ત્રીઓ ઓછી ઉદાર છે પણ લગ્ન પછી સાસરીમાં ભળી જવામાં, સાવ પારકા લોકોને પોતાના કરી લેવામાં એ પુરુષ કરતાં ક્યાંય વધુ ઉદાર છે.
   કોઇ લેખક કેટલાં પુસ્તક પ્રકાશિત કરે છે , કે કોઇ બિઝનેસમેન કેટલા રુપિયા જમા કરે છે તે જગજાહેર અને વાહવાહનું નિમિત્ત બને છે,
   પણ કોઇ ગૃહિણી આખી જિંદગી દરમ્યાન કેટલી રોટલીઓ વણે છે વગેરેનો કોઇ વિક્રમ ક્યાંય સંભળાયો નથી અને છતાં એ ગુણીયલ સ્ત્રી વગર બીજું ઘણું પડી ભાંગે છે.
   પહેલાં સ્ત્રીઓ ઘરમાં રહેતી અને સામાજિક તાંતણાં વધુ લાગણીભીના હતાં. આડોશી પાડોશી વધુ એકમેકની નજીક હતાં, બાળકો ક્યારે મોટાં થઇ જતાં સમજાતું પણ નઇં.
   હવે સ્ત્રીઓ ઘરની બહાર છે તો એક સ્ત્રીની જવાબદારી ભરપૂર પૈસા ખર્ચીને (કૂક, આયા, ટ્યુશન (જૂદા જૂદા વિષયનાં), હોમ મેઇડ, ડ્રાઇવર,) અપનાવતાં પણ સામાજિક માળખું કેવું ફિક્કું પડી રહ્યું છે.
   ડીપ્રેશન, એકલતા, વગેરે સ્ત્રીએ જ્યારથી એની લાગણીની ઉદારતા છોડી ત્યારથી સમાજમાં વધુ વ્યાપક બનતાં જાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: