વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 801 ) આતાની સાથમાં – સ્નેહભર્યા સંગાથમાં

મિત્રો,

આતાવાણી બ્લોગhttps://aataawaani.wordpress.com/ના ૯૪ વર્ષના સદા બહાર બ્લોગર અને મારા મિત્ર શ્રી હિમતલાલ જોશી જેઓ આતાજી ને નામે ઓળખાય છે તેઓ ઘણા વર્ષો ફિનિક્ક્ષ ,એરિજોના એકલા રહ્યા પછી હાલ તેઓ ટેનેસીમાં એમના પૌત્ર ડેવિડના પરિવાર સાથે રહે છે.ઉપરની લીંક પર ક્લિક કરીને એમના બ્લોગની મુલાકાત લેવાથી આ ૯૪ વર્ષના મારા મિત્રનો પરિચય તમને મળી જશે.

આતાજી ની ચાર પેઢી – એક કટુંબ વર્તુળ 
Atta Family-

શ્રી આતાજી અને એમની ચાર પેઢીની એક યાદગાર તસ્વીર 

બે દિવસ પહેલાં આતાજીએ ન્યુ જર્સી જઈને રેડિયો પ્રોગ્રામ તથા અન્ય સાહિત્ય ગોષ્ટીના પ્રોગ્રામોમાં ભાગ લીધો હતો એનો રસસ્પદ અહેવાલ મારા એવા જ બ્લોગર મિત્ર જાણીતા વાર્તા લેખક શ્રી પ્રવીણ શાસ્ત્રીએ એમના બ્લોગમાં રજુ કર્યો છે એને વિ.વિ. ના વાચકો માટે અહી ફરી રજુ (રી-બ્લોગ ) કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

આતાની સાથમાં – સ્નેહભર્યા સંગાથમાં

Aataa

.
“આતાવાણી”ના બ્લોગર મિત્રો અને તેમના વાચક વર્ગ માટે એક નાના સમાચાર.

.

ઋષિ જીવન જીવતાં આ સંસારી જિવડા સાથે મને ન્યુ જર્સીમાં થોડાક કલાક ગાળવાનો અમૂલ્ય લાભ મળ્યો. ટેનેસીથી એમના પૌત્ર ડેવિડના પરિવાર સાથે આતા ૩૦ ઓક્ટોબર શુક્રવારે ન્યુ જર્સી આવ્યા. માર્ગમાં મારે ત્યાં થોભવાના હતા. કાર તકલીફ ને કારણે એ શક્ય ન બન્યું. એઓ સીધા એમના પૂત્ર દેવ જોષીને ત્યાં જ પહોંચી ગયા.

.
શનિવારે એમના સુપુત્ર દેવ જોષીને ત્યાંથી એમને લઈને હું રેડિયો દિલના “છેલ છબિલો ગુજરાતી” કાર્યકર્મમાં કૌશિક અમીન સાથે વાર્તાલાપ માટે ગયા. એમના જીવનની રસપ્રદ વાતો લગભગ દોઢ કલાક ચાલી. એમનું બાળપણ, આર્મી અને પોલીસ તરીકેના અનુભવો. એરિઝોનાનો વસવાટ અને જીવન, કનક રાવળ અને સુરેશ જાનીની મૈત્રી, બ્લોગ, સાહિત્ય અને શાયરીઓ. જીવન સ્પેક્ટ્રમના રંગો દંભ વગરની વાણીમાં રેડિયો શ્રોતાજનો માટે વહેતા કર્યા.

.

એમની સાથે કારમાં પણ અંગત જીવન અને વિચારોની મુક્ત મને લ્હાણી કરી. (બધું ના લખાય. પ્રાઈવસી એક્ટ…

View original post 233 more words

3 responses to “( 801 ) આતાની સાથમાં – સ્નેહભર્યા સંગાથમાં

 1. pravinshastri નવેમ્બર 2, 2015 પર 12:11 પી એમ(PM)

  શ્રી આતાજી અને એમની ચાર પેઢીની એક યાદગાર તસ્વીર ફોટો મૂક્યો એ સરસ કર્યું. આતાના મિત્રોને સમાચાર જાણવાના જરૂર ગમશે. રિબ્લોગિંગ માટે આપનો આભારી છું.

  Like

 2. nabhakashdeep નવેમ્બર 3, 2015 પર 1:24 પી એમ(PM)

  આદરણીય આતાજીની વાત નિરાલી…આપની આ સફર…શ્રી કૌશિકભાઈ ને શ્રી પ્રવિણભાઈના સાનિધ્યમાં સાચે જ વાર્તાલાપ થકી લાખેણી થઈ ગઈ…ધન્યતા અનુભવાય એવી વાત.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: