વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 3, 2015

( 802 )સ્વ. નિયંતિકા ચીમન પટેલને એમના જન્મ દિવસે સ્મરણાંજલિ

શ્રધાંજલિ

હ્યુસ્ટન વાસી મારા કઝીન ભાઈ(માસીના દીકરા ) અને હાસ્ય લેખક, કવી શ્રી ચીમન પટેલ”ચમન “નાં ધર્મ પત્ની સ્વર્ગ વાસી નિયંતિકાબેનનો, તારીખ ૧ લી નવેમ્બરના રોજ જન્મ દિવસ હતો. 

સ્વ. નિયંતિકા ભાભીની જન્મ જયંતીએ એમને મારી હાર્દિક સ્મરણાંજલિ

– વિનોદ પટેલ 

શ્રી ચીમનભાઈ એ આજથી ૫૦ વર્ષ અગાઉ એમની યુવાનીના દિવસોમાં  તારીખ ૨૧મે૧૯૬૫ ના રોજ તેઓ જ્યારે ભાવનગર જોબ કરતા હતા ત્યારે લખેલી એક સુંદર કાવ્ય રચના

પ્રિતનું સુખ રે!

તારું મલકંતું રૂપાળું મુખ રે!
નિત નિત એને નિરખું તોયે-
ન જોયાનું થાય મને દુઃખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!

પલક પલક થતી પાંપણે તું
વીંઝી રહી છે વીંઝણો હેમનો
પ્રેમના પ્રસ્વેદ પર થતી એની
અસર, સમજાવું હું કેમનો?
કામણગારી કીકીને કાંઠડે બેસી
સંતોષવી મારે હૈયાની ભૂખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!

સ્મિત છલકાવીને તું તો
મૂંઝવણમાં મૂકી દેતી મને
જાય દિવસ વિચારોમાં તારા ને
રાતે સોલણામાં લપેટી લેતી!
મન મંદિરમાં મૂકીશ વહેતું
પ્રિતનું ક્યારે તું સુખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
************
ચીમન પટેલ ‘ચમન’ (૨૧મે૧૯૬૫-ભાવનગર)

સ્વ. નિયંતિકાબેનનાં બે સ્મૃતિ ચિત્રો 

વર્ષો અગાઉ સ્વ. નિયંતિકાબેન અમારા સાન ડિયેગો ના નિવાસ સ્થાને ચીમનભાઈ સાથે આવેલાં

ત્યારે મારી પૌત્રી સાથેની એમની એક યાદગાર તસ્વીર .  

Niyantika-2WP_20151103_003

Niyantika -2