વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 805 ) ભગવાન ની બેંક નો પાસવર્ડ યાદ રાખજો …નવા વરસે ….

ભારતના શીયાળાને યાદ અપાવે એવી સાન ડિયેગોની આજની ખુશનુમા  ઠંડક પ્રસારતી સવારે , રાત્રીભરના આરામ અને સવારની ચા-નાસ્તા પછી તરોતાજા થયેલ મગજમાં જાગેલ વિચારોનું  વિનિમય એટલે આજની આ પોસ્ટ છે.

ભગવાનનો પાસવર્ડ !

ભગવાન એક બડો બેંક મેનેજર છે.આ કીરતારની બેન્કમાં નાનાં મોટાં સૌનાં એ.ટી.એમ ખાતાં ખોલેલાં હોય છે.આ દરેક ખાતાંઓ ઉપર એ હમ્મેશાં ચાંપતી  નજર રાખે છે.તમારા રોજના વ્યવહારને જોઇને એ તમારા ખાતામાં એ અવાર નવાર નીચેની રકમો જમા કરે છે.

આરોગ્ય, ધન, સુખ, શાંતિ ,સંતોષ , આનંદ ,પ્રેમ વિગેરે …

તમારે જો એની બેન્કના એ.ટી.એમ. ખાતામાંથી તમારે જોઈએ એ રકમ  ઉપાડવી હોય તો તમારે એણે સૌને આપેલ એક સરખા  જ પાસવર્ડનો ઉપયોગ કરવો પડે.

આ પાસવર્ડ નું નામ છે …..પ્રાર્થના !

જીવનમાં આરોગ્ય, આનંદ, સુખ શાંતિ ,સફળતા ,સંતોષ અને પ્રેમ ની પુંજી વિનાનું જીવન અધરું છે.

સુખ અને સફળતામાં આટલો તફાવત છે .

જીવનમાં જે ગમે એ મળે ,એનું નામ સફળતા .

જીવનમાં જે મળે એ ગમે ,એનું નામ સુખ 

અને પ્રેમમાં આવી શક્તિ રહેલી છે .

આ જગમાં પ્રેમનો એવો તો છે પ્રભાવ,

ઘડીમાં જે મિટાવી દે ,બધો જ અભાવ

નવા સંવત વર્ષ ૨૦૭૨ માં પ્રભુની બેંક ના તમારા એ.ટી.એમ. ખાતાને સમૃદ્ધ કરતા રહો અને ભૂલ્યા વિના પાસવર્ડ નો ઉપયોગ કરી તમારા જીવનની સાચી સમૃદ્ધિને  માણતા રહો એ જ અંતરની અભિલાષા.

વિનોદ પટેલ 

નવા વર્ષની મારી એક અછાંદસ રચના અહીં પ્રસ્તુત કરું છું.

નવા વરસે …

સમય સરિતા હંમેશ વહેતી જ રહેતી,

જૂની યાદો પાછળ મૂકી વર્ષ થાય પસાર,

આવીને ઉભીએ એક નવા વર્ષને પગથાર.

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,

એમાં ઊગેલ ઘાસ નીદામણ દુર કરીને,

નવા વરસે પ્રેમનો નવ પાક ઉગાડીએ.

ખામીઓ, કમજોરીઓ હોય દુર કરીને,

નકારાત્મકતા છોડી,સકારાત્મક બનીએ.

નવલા વરસે નવલા બનીને ,નવેસરથી,

નવું વર્ષ હળીમળી પ્રેમથી સૌ ઉજવીએ,

નવી આશાનો દીપ જલાવીએ,પ્રકાશીએ.

કૃપાળુ પ્રભુને હંમેશાં હર પળ સમરીએ,

નવ વરસે, બે કર જોડી એને પ્રાર્થીએ કે ,

રિદ્ધિ, સિદ્ધિ,લક્ષ્મી અને સરસ્વતી માતા ,

સૌ પર રીઝે ,સુખ શાંતિ સૌ પ્રાપ્ત કરે ,

એવું ઉત્તમ નવું વર્ષ બનાવજે, હે પ્રભુ.

વિનોદ પટેલ

વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિના ફેલાવાને લીધે ઘણાં સુંદર હિંદુ મંદિરો જોવા મળે છે.નીચે સિંગાપોરનું કલાત્મક મંદિર અને મલેશિયાનું કાચનું મંદિર કેટલાં મનોહર લાગે છે ! 

Singapore Temple

 

 

8 responses to “( 805 ) ભગવાન ની બેંક નો પાસવર્ડ યાદ રાખજો …નવા વરસે ….

 1. chaman નવેમ્બર 9, 2015 પર 11:48 એ એમ (AM)

  સુંદર વિચાર! પાસવર્ડ, પ્રાર્થના અને પટેલ, ત્રણ ‘પ” નો આ પરિવાર! લ્યો પરિવાર પણ ‘પ’થી શરું થાય! પૈસા માટે આજે લક્ષ્મીપૂજન સૌ કરે; વંણિક કે વેપારી!

  Like

  • pragnaju નવેમ્બર 9, 2015 પર 4:20 પી એમ(PM)

   શુભ દિવાળી
   મા શ્રી ચમનભાઇએ પાસવર્ડ, પ્રાર્થના અને પટેલ ત્રણે પ મા અમારા્ પરિવાર ના પ્રજ્ઞા પ્રફુલ પરેશ ની આજે અમારો ગ્રાંડ સન કહે તેમ પૂજા અને પૈસાની ઉમેરીએ તો પ જ પ…ધન તેરશ
   આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.
   सर्ववेदेषु निष्णातो मन्त्रतन्त्र विशारद:।
   शिष्यो हि वैनतेयस्य शंकरोस्योपशिष्यक:।।[એ પાસવર્ડ

   Like

 2. Jatin Shah નવેમ્બર 9, 2015 પર 7:16 પી એમ(PM)

  Nice article sir….rec’d from someone…made my day ….Pranam…Jatin G Shah….Mumbai…origin Dangarva

  Like

 3. P.K.Davda નવેમ્બર 10, 2015 પર 8:22 એ એમ (AM)

  વિનોદભાઈ, નવા વરસની આ પોસ્ટથી વધારે સારી ભેટ હોઈ જ ન શકે. તમે સૂચવેલો પાસવર્ડ મંજૂર.

  Like

 4. Mr.P.P.Shah નવેમ્બર 10, 2015 પર 10:59 એ એમ (AM)

  As usual a timely mention on the eve of Diwali and New year where happiness becomes a buzzword and prayer is piously linked to most needed peace.

  Like

 5. nabhakashdeep નવેમ્બર 10, 2015 પર 7:57 પી એમ(PM)

  આદરણીયશ્રી વિનોદભાઈ..આપે જે પાસવર્ડ જાહેર કર્યો…એ જાણે સનાતન સત્ય. પ્રભુની લીલા તુરત જ અનુભવાય. ‘પ’ ની લીલાપણ મજાની…

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: