વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 808 ) દિવાળીઃ કલ ભી, આજ ભી… યે યાદોં કા સફર રૂકે ના કભી ! …… જય વસાવડા

તો દિવાળી હવે શું છે?

સિર્ફ હોલિડેઝ એન્ડ પરચેઝિંગ પાવર ! સમર વેકેશન જેવી રજાની મજા ! દિવાળીએ બધા બહારથી ઘેર આવતા, હવે ઘરથી બહાર જાય છે. અને સાથે ઉત્સવનો ઉત્સાહ પણ ચાલ્યો જાય છે !ફટાકડો ફુટયો : ધડામ… ધુમાડો રહ્યો! બાકી બધું કેવળ ભૂતકાળ. ભૂતકાળની મુલાકાત લઇ શકાય છે, પણ એમાં રહી શકાતું નથી! સ્વજનો ગયા, પરંપરાઓ ગઈ, ઉમળકો ગયો, કદીક આપણે જઇશું! પણ દિવાળીની ચમકદમક રહેશે?કે એક પેઢી પછીનું ભારત દિવાળીને બદલે ૩૧મી ડિસેમ્બર પછી જ ‘હેપી ન્યુ ઈયર‘ કહેતું થઈ જશે ?

 દિવાળીઃ કલ ભી, આજ ભી… યે યાદોં કા સફર રૂકે ના કભી ! …… જય વસાવડા

દિવાળી પર સુશોભન અને સજાવટને જેટલા ધ્યાનથી જુઓ છો, એટલા ધ્યાનથી દિવાળીના તહેવારના ઉખડતાં અને ઉમેરાતા રંગો જાણ્યા અને માણ્યા છે?

દિવાળી એટલે જાણે જીંદગીના દરેક મોરચે યુધ્ધવિરામ ! ફરી એક દિવાળી કમાડ પર ટકોરા મારે છે. ( સોરી, ડોરબેલ વગાડે છે!) વધુ એક વિક્રમ સંવત તારીખિયાના ફાટેલા પાનાની જેમ ‘ધ એન્ડ’ થવાનું છે. ‘નોસ્ટાલ્જયા’ યાને ભૂતકાળની સફર આમ તો વૃદ્ધત્વનું પ્રથમ લક્ષણ છે. ‘યાદયાત્રા’ માં બેંતાળીસ દિવાળી જોનાર આ લેખકડા પાસે જે નાનકડો સ્મૃતિસમુદ્ર છે … એમાં અવનવા રંગોના રત્નો બેસુમાર વેરાયેલા છે. લેટસ ડાઇવ !

જાણીતા લેખક અને કટાર લેખક શ્રી જય વસાવડાનો દિવાળી ઉપરનો લેખ એમની આગવી રસિક શૈલીમાં માણવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરીને એમના બ્લોગમાં પહોંચી જાઓ . 

Diwali jay -2

ફાસ્ટ ફોરવર્ડ

દીપાવલી કે દિન એક દિયે ને દૂસરે સે કહા :
તુમ આદમીમેં કબસે બદલને લગે?
મુજકો દેખ કે જલને લગે?!

(હાસ્ય કવિ સંમેલનમાં સાંભળેલું)

Happy Diwali

હ્યુસ્ટન નિવાસી ૮૧ વર્ષીય હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલ “ચમન “ની 

દિવાળી ઉપરની મજાની કાવ્ય રચના માણો

દિવાળી 

કંઈ દિવાળીઓ આવીને ગઈ !
સાપ ગયા ને લિસોટા રહ્‌યા ભઈ!

કંઈ દિવાળીઓ આવીને ગઈ!

સાફ કરે સહું પોતાના ઘર
દિવો પ્રગટાવે અંધકાર પર
સારા કપડાં પહેરી સૌ ફરે
વાનગીઓ બને સારી ઘરે ઘરે.

દિલની સાફસુફી કરવાની રહી,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

પૂજન કરી મેળવવું છે સુખ
દેવ દર્શનથી દૂર કરવું દુઃખ
મંદિરમાં જઈ પ્રદિક્ષણા ફરે
ભાથુ ભાવીનું આ રીતે ભરે.

કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

સાફ કરે સૌ અંદરના ઘર
રાખે અમિદ્રષ્ટિ સૌની પર
પ્રેમ પૂજન કરી મેળવે સુખ
દૂર કરે જે દુઃખીઓનું દુઃખ

શાંતિ ઘરની સૌની લૂંટાઈ રહી,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

કે’વા જોઈએ ‘ચમન’ને સાચું
ભલે લાગે કોઈને કડવું ને ખાટું
ચાલી હરિફાઈ મંદિરોમાં જયાં
વાનગીઓ અનેક અન્નકૂટમાં ત્યાં

ભગવાન, ભાવનાનો ભૂખ્યો ભઈ,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

૦ ચીમન પટેલ ‘ચમન’

શ્રી ચીમનભાઈ પટેલ “ચમન ” નો પરિચય

આ ફોટા પર ક્લિક કરીને વાચો .

ચીમન પટેલ

                                        ચીમન પટેલ “ચમન ”

2 responses to “( 808 ) દિવાળીઃ કલ ભી, આજ ભી… યે યાદોં કા સફર રૂકે ના કભી ! …… જય વસાવડા

 1. pragnaju નવેમ્બર 13, 2015 પર 6:58 એ એમ (AM)

  કે’વા જોઈએ ‘ચમન’ને સાચું
  ભલે લાગે કોઈને કડવું ને ખાટું
  ચાલી હરિફાઈ મંદિરોમાં જયાં
  વાનગીઓ અનેક અન્નકૂટમાં ત્યાં
  ભગવાન, ભાવનાનો ભૂખ્યો ભઈ,
  કંઈ દિવાળીઓ આવીને ગઈ ! من,
  આપ તો વિદ્વાન વડીલ છો તેથી સહજ સંકોચ સાથે…નમસ્કારનું સૂચન કરતાં કેટલાંક પદ વાક્યો છે તેનો બરાબર ઉચ્ચાર ન કરીએ તેમાં આવતાં કાનો, માત્રા, અનુસ્વાર જો આઘાપાછા થઈ જાય તો વાચિક નમસ્કાર અશુદ્ધ થયા ગણાય જેમ કે “એક ફૂંક વાદળની વેદના જગાડીને
  એક ફૂંક સાગરને ગીતમાં ડુબાડીને.” આ શેરમાં ‘જગાડીને’ અને ‘ડુબાડીને’ કાફિયા છે. અને તે કાફિયામાં વાદી ‘ડી’ છે. જો ‘ડી’ કાઢી નાખીએ તો ‘જગા’ અને ‘ડુબા’ શબ્દો રહે છે. આવું કરવાથી પહેલો શબ્દ ‘જગા’ એ અર્થહીન બની જાય છે અને બીજો શબ્દ જે અર્થમાં પ્રયોજાયો છે એ અન્ય અર્થ ધરાવતો શબ્દ બની જાય છે.અને મનમાં શ્રદ્ધાના ભાવો ન હોય, હૃદયમાં ઉલ્લાસ ન હોય, સંસારની તૃષ્ણાના તરંગો મનમાં ઊઠતા રહે, ધ્યાન બરાબર ન હોય તો માનસિક નમસ્કાર અશુદ્ધ થયા ગણાય. જો કે શરૂઆતની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં અશુદ્ધ નમસ્કાર થાય પણ જેમ જેમ પ્રયત્ન વધતો જાય તેમ તેમ નમસ્કાર શુદ્ધ બને છે. તેથી કેટલાક તમે ચીમનનું ચમન કર્યું તેમ કાનો માત્રાનું અવલંબન કાઢી નાંખે!
  આત્મીય દર્શન માટે માનસિક નમસ્કાર ભાવ તરફ આપણે જવું પડશે.અર્ધખુલ્લી આંખે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર સતત ધ્યાન રાખી એકધારું થોડી મિનિટો માટે નામનું સ્મરણ કરવાનો પ્રયોગ ચિત્તશુદ્ધિ માટે, મનની એકાગ્રતા માટે અને નામસ્મરણની પ્રભુપ્રાપ્તિના પ્રથમ સોપાન માટે ખૂબ ઉપયોગી બની રહેશે. પણ અમારા જેવા અનેક પરસાદીઆ ભગત વાનગીઓ અનેક અન્નકૂટમાં સહજ રસ હોય તેમા ફક્ત ભાવ જ સત્ય કહી અમારા ચમનમાંથી પરસાદ ન હઠાવો
  बहारों ने मेरा चमन लूटकर,
  खिज़ा को ये इल्ज़ाम क्यों दे दिया ?

  Like

 2. P.K.Davda નવેમ્બર 13, 2015 પર 8:49 એ એમ (AM)

  દિવાળીની સરસ ભેટ-સોગાદ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: