Daily Archives: નવેમ્બર 20, 2015
આ પોસ્ટ માટેનું પ્રેરણા સ્ત્રોત હ્યુસ્ટન રહેતા મારા એક ખુબ જુના મિત્ર શ્રી હસમુખ દોશીએ અંગ્રેજીમાં મોકલેલ એક પ્રેરક ઈ-મેલ અને એના પર મારા નજીકના મિત્રોએ કરેલ ટીપ્પણી છે.મને ગમી ગયેલો આ ઈમેલ મારા ફેસબુક પેજ મોતીચારોમાં પણ મેં મુક્યો છે.
શ્રી દોશીનો આ અંગ્રેજી ઈ-મેલ આ પ્રમાણે છે.
When we die, our money remains in the bank.Yet, when we are alive, we don’t have enough money to spend.In reality, when we are gone, there is still a lot of money not spent.
One business tycoon in China passed away. His widow, left with $1.9 billion in the bank, married his chauffeur.
His chauffeur said:- “All the while, I thought I was working for my boss… it is only now, that I realize that my boss was all the time, working for me !!!”
The cruel reality is:
It is more important to live longer than to have more wealth.So, we must strive to have a strong and healthy body, It really doesn’t matter who is working for who.
In a high end hand phone, 70% of the functions are useless!
For an expensive car, 70% of the speed and gadgets are not needed.
If you own a luxurious villa or mansion, 70% of the space is usually not used or occupied.
How about your wardrobes of clothes? 70% of them are not worn!
A whole life of work and earning… 70% is for other people to spend.
So, we must protect and make full use of our 30%.
આ ઈ-મેલ નો સાર એ નીકળે છે કે માણસ એની જિંદગીમાં જે ભેગું કરે છે એનો માત્ર ૩૦ ટકાનો જ ઉપયોગ કરતો હોય છે , બાકીનું પડી રહે છે કે બીજાઓ એનો ઉપયોગ કરે છે.
માણસમાં મૂળભૂત રીતે રહેલી વણ જોઈતું સંઘરવાની વૃતિ-પરિગ્રહ વૃતિ ને લીધે આમ બને છે. એટલા માટે જ જીવનમાં અપરિગ્રહ જરૂરી ગુણ બની જાય છે.
ઉપરના અંગ્રેજી ઈ-મેલમાં કહ્યું છે એમ આપણા પહેરવાનાં કપડાં-વોર્ડ રોબ- ના માત્ર ૩૦ ટકા જ આપણે ઉપયોગ કરીએ છીએ અને ૭૦ ટકા બિન ઉપયોગી શોભાના ગાંઠિયાની જેમ ક્લોજેટમાં લટકતાં જ રહે છે અને આપણી પરિગ્રહ વૃતિના અભિમાનને પોષે છે.
માણસમાં જે અનેક કુવૃત્તિઓ પડેલી હોય છે એમાં આવા પ્રકારની પરિગ્રહની વૃતિ પણ એક છે.પરિગ્રહવૃતિ એ એક પ્રકારની લાલચ જ છે બીજું કઈ નહિ.
પરિગ્રહ એટલે ગ્રહણ કરવું ,સંચય કરવો અને અપરિગ્રહ એટલે આ સંચય વૃતિનો અને એનો બિન જરૂરી ઉપભોગ કરવાની લાલચને સદંતર રીતે ટાળવી
જૈન ધર્મનાં અભ્યાસી અને ઈ- વિદ્યાલયનાં પ્રણેતા બેન હિરલે આ અંગ્રેજી ઈ-મેલના પ્રતિભાવ રૂપે લખ્યું કે …
“જૈન ફિલસૂફીમાં એક સુંદર ગુણને ઉતારવા ઘણું લખાયું છે. ગાંધીજીએ પણ આ ગુણની ઘણી હિમાયત કરેલી જ છે.જીવનમાં ઉતારવા માટે બહુ જ અઘરો આ ગુણ છે. અપરિગ્રહ.પ્રતિક્રમણમાં આવા અઢાર પાપના સ્થાનનું ચિંતન કરવા જણાવાયું છે.”
બેન હીરલની વાત સાચી છે . અપરિગ્રહ વ્રત કે બીજાં વ્રતોના આચરણની બાબતમાં ગાંધીજી સવાઈ જૈન હતા.
સાબરમતી નદીમાં અઢળક પાણી વહી જતું હતું પણ એમાંથી એક લોટી જરૂર હોય એથી વધુ પાણીનો વપરાશ કરવાનો આપણને અધિકાર નથી એમ એમના શિષ્યોને પ્રાર્થના સભામાં ગાંધીજીએ શીખ આપી હતી.
ગાંધીજીએ આશ્રમ ભજનાવલીમાં આચરવા માટે જે ૧૧ વ્રતો કહેલાં છે એ ખુબ જાણીતાં છે એમાં -વણજોતું નવ સંઘરવું -એટલે કે અપરિગ્રહના વ્રતનો પણ સમાવેશ થાય છે .
એ અગિયાર મહાવ્રતો આ પ્રમાણે છે;
સત્ય, અહિંસા, ચોરી ન કરવી,વણજોતું નવ સંઘરવું;
બ્રહ્મચર્ય ને જાતે મહેનત,કોઈ અડે ના અભડાવું;
અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ અને , સર્વ ધર્મી સરખાં ગણવાં.
એ અગિયાર મહાવ્રત સમજી ,દ્રઢ પણે નિત્ય આચરવાં .
ગાંધીજીનાં આ ૧૧ મહાવ્રતો જૈન ધર્મની ફિલસુફી પર આધારિત છે.
જૈનધર્મમાં પણ કુલ બાર વ્રતનું વર્ણન છે. જેમાં પ્રથમના પાંચ ’પંચ મહાવ્રત’ અને પછીના સાત ’સાત ગુણવ્રત’ ગણાય છે.
આ બાર વ્રતો આ છે.
અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્પરિમાણ, દેશાવકાસિક, ભોગોપભોગ પરિણામ, અનર્થદંડ, સામાયિક, પૌષધ અને અતિથિ સંધિભાગ.
ગરાજ સેલ
જેઓ અમેરિકામાં રહે છે તેઓ ગરાજ સેલનો કન્સેપ્ટ અમેરિકન જીવન રીતિમાં શું ભાગ ભજવે છે એનાથી વાકેફ હશે.આખા વર્ષ દરમ્યાન કુટુંબના દરેક સભ્ય દ્વારા જુદી જુદી ચીજોનું શોપિંગ થતું રહે છે જેમાંથી ઘણી વસ્તુઓ થોડો સમય ઉપયોગ કર્યા પછી ઘરમાં ઘર જમાઈની જેમ પડી રહેતી હોય છે.આ બધી બિન જરૂરી વસ્તુઓનો ઘરમાંથી નિકાલ કરવા માટે અમુક વરસો પછી છાપામાં ટચુકડી જાહેરાત આપીને ઘરના ગરાજની બહાર જાહેર જનતાને મફતના ભાવે વેચવા માટે મુકવામાં આવે છે.ઘણા લોકોના ગરાજ આવી ચીજ વસ્તુઓના ખડકલાથી એટલાં ભરેલાં હોય છે કે એમાંથી માંડ ચાલીને ઘરમાં જવાય છે.
માણસની પરિગ્રહ વૃતીનું ગરાજ સેલ એ ઉત્તમ ઉદાહરણ છે.
ગરાજ સેલ અંગે મારા મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના બ્લોગ” સૂર સાધના”માં અમેરિકાના વસવાટના એમના જાત અનુભવ પર આધારિત એક સરસ લેખ પોસ્ટ કર્યો છે એને નીચેની લીંક પુર ક્લિક કરીને એમના રસસ્પદ શબ્દોમાં માણો .
અંતે ,મહાન વિચારક અને ફિલસૂફ સ્વ. જે.કૃષ્ણમૂર્તિ ના પુસ્તક “જીવન દર્શન ” માંથી આ અવતરણ મુકવાનું મન થાય છે.એમના શબ્દો આજની પોસ્ટના વિષય – જીવન અને અપરિગ્રહ -ને વધુ સ્પષ્ટ કરે છે.
એમનો પ્રેરક સંદેશ આ છે .
જીવન એ જ પારસમણિ
તમે તમારી સ્વ-અગત્યતા વધારી ન દેતા , ધન , કીર્તિનો ઢગલો ન કર્યા કરતા . કોઇ કોઇ વાર અંતરંગમાં નિતાંત ખાલી થઈ જાઓ . તમારી સંપત્તિ , વૈભવ , હોદ્દો , મોભો , પત્ની , સંતાન , મિત્રો , કશુંય તમારું નથી એમ સમજી ક્યાંય બીજે રહી જુઓ .
બહિરંગમાં તમારે થોડાં કપડાં , મૂઠી ચોખા અને ઝૂંપડી જોઈશે . સાફલ્યના મ્રુગજળ પાછળ દોડ્યા ન કરતા . તે કશું નથી. બધો અહમનો પ્રસાર – પ્રચાર માત્ર છે . સ્વ- કેન્દ્રિત પ્રવ્રુત્તિની સાંકડી શેરી છે.
પંદર ઓરડાના બંગલામાં તમારે માત્ર એકમાં જ સૂવાનું છે , પચ્ચીસ જોડ કપડામાંથી એક જ પહેરવાની છે , અનાજના કોઠારમાંથી મૂઠી ધાન ખાવાનું છે અને નોટોના બંડલમાંથી છેવટે તમે ઈશ્વર પાસે શું લઈ જશો ?
તમારે જોઈએ તેના કરતાં વધારે સંગ્રહ કરી , તમે તમારા અનેક ભાઈભાંડુને ભૂખે રઝળાવો છો . તમારી દંભી મંઝિલ , અહમના લોભની છે . ઈશ્વરે આપેલા જીવન – પારસમણિનો ગેરસમજણને લીધે દુરુપયોગ કરો છો . જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે ભંગારના પતરાની જેમ કથીર બનાવી નાખો છો.
–જે કૃષ્ણમૂર્તિ
વાચકોના પ્રતિભાવ