વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 813 ) જીવનમાં પરિગ્રહ અને અપરિગ્રહ … એક વિચાર વિમર્શ

આ પોસ્ટ માટેનું પ્રેરણા સ્ત્રોત હ્યુસ્ટન રહેતા મારા એક ખુબ જુના મિત્ર શ્રી હસમુખ દોશીએ અંગ્રેજીમાં મોકલેલ એક પ્રેરક ઈ-મેલ અને એના પર મારા નજીકના મિત્રોએ કરેલ ટીપ્પણી છે.મને ગમી ગયેલો આ ઈમેલ મારા ફેસબુક પેજ મોતીચારોમાં પણ મેં મુક્યો છે.

શ્રી દોશીનો આ અંગ્રેજી ઈ-મેલ આ પ્રમાણે છે.

When we die, our money remains in the bank.Yet, when we are alive, we don’t have enough money to spend.In reality, when we are gone, there is still a lot of money not spent.
One business tycoon in China passed away. His widow, left with $1.9 billion in the bank, married his chauffeur.

His chauffeur said:- “All the while, I thought I was working for my boss… it is only now, that I realize that my boss was all the time, working for me !!!”

The cruel reality is:

It is more important to live longer than to have more wealth.So, we must strive to have a strong and healthy body, It really doesn’t matter who is working for who.

In a high end hand phone, 70% of the functions are useless!

For an expensive car, 70% of the speed and gadgets are not needed.

If you own a luxurious villa or mansion, 70% of the space is usually not used or occupied.

How about your wardrobes of clothes? 70% of them are not worn!

A whole life of work and earning… 70% is for other people to spend.

So, we must protect and make full use of our 30%.

આ ઈ-મેલ નો સાર એ નીકળે છે કે માણસ એની જિંદગીમાં જે ભેગું કરે છે એનો માત્ર ૩૦ ટકાનો જ ઉપયોગ કરતો હોય છે , બાકીનું પડી રહે છે કે બીજાઓ એનો ઉપયોગ કરે છે.

માણસમાં મૂળભૂત રીતે રહેલી વણ જોઈતું સંઘરવાની વૃતિ-પરિગ્રહ વૃતિ ને લીધે આમ બને છે. એટલા માટે જ જીવનમાં અપરિગ્રહ જરૂરી ગુણ બની જાય છે.

ઉપરના અંગ્રેજી ઈ-મેલમાં કહ્યું છે એમ આપણા પહેરવાનાં કપડાં-વોર્ડ રોબ- ના માત્ર ૩૦ ટકા જ આપણે ઉપયોગ કરીએ છીએ અને ૭૦ ટકા બિન ઉપયોગી શોભાના ગાંઠિયાની જેમ ક્લોજેટમાં લટકતાં જ રહે છે અને આપણી પરિગ્રહ વૃતિના અભિમાનને પોષે છે. 

માણસમાં જે અનેક કુવૃત્તિઓ પડેલી હોય છે એમાં આવા પ્રકારની પરિગ્રહની વૃતિ પણ એક છે.પરિગ્રહવૃતિ  એ એક પ્રકારની લાલચ જ છે બીજું કઈ નહિ.

પરિગ્રહ એટલે ગ્રહણ કરવું ,સંચય કરવો અને અપરિગ્રહ એટલે આ સંચય વૃતિનો અને એનો બિન જરૂરી ઉપભોગ કરવાની લાલચને સદંતર રીતે ટાળવી 

જૈન ધર્મનાં અભ્યાસી અને ઈ- વિદ્યાલયનાં પ્રણેતા બેન હિરલે આ અંગ્રેજી ઈ-મેલના પ્રતિભાવ રૂપે લખ્યું કે …

“જૈન ફિલસૂફીમાં એક સુંદર ગુણને ઉતારવા ઘણું લખાયું છે. ગાંધીજીએ પણ આ ગુણની ઘણી હિમાયત કરેલી જ છે.જીવનમાં ઉતારવા માટે બહુ જ અઘરો આ ગુણ છે. અપરિગ્રહ.પ્રતિક્રમણમાં આવા અઢાર પાપના સ્થાનનું ચિંતન કરવા જણાવાયું છે.”

બેન હીરલની વાત સાચી છે . અપરિગ્રહ વ્રત કે બીજાં વ્રતોના આચરણની બાબતમાં ગાંધીજી સવાઈ જૈન હતા.

સાબરમતી નદીમાં અઢળક પાણી વહી જતું હતું પણ એમાંથી એક લોટી જરૂર હોય એથી વધુ પાણીનો વપરાશ કરવાનો આપણને અધિકાર નથી એમ એમના શિષ્યોને પ્રાર્થના સભામાં ગાંધીજીએ શીખ આપી હતી.

ગાંધીજીએ  આશ્રમ ભજનાવલીમાં આચરવા માટે જે ૧૧  વ્રતો કહેલાં છે એ ખુબ જાણીતાં છે એમાં -વણજોતું નવ સંઘરવું -એટલે કે અપરિગ્રહના વ્રતનો પણ સમાવેશ થાય છે .

એ અગિયાર મહાવ્રતો આ પ્રમાણે છે;

સત્ય, અહિંસા, ચોરી ન કરવી,વણજોતું નવ સંઘરવું;
બ્રહ્મચર્ય ને જાતે મહેનત,કોઈ અડે ના અભડાવું;
અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ અને , સર્વ ધર્મી સરખાં ગણવાં.
એ અગિયાર મહાવ્રત સમજી ,દ્રઢ પણે નિત્ય આચરવાં .

ગાંધીજીનાં આ ૧૧ મહાવ્રતો જૈન ધર્મની ફિલસુફી પર આધારિત છે.

જૈનધર્મમાં પણ કુલ બાર વ્રતનું વર્ણન છે. જેમાં પ્રથમના પાંચ ’પંચ મહાવ્રત’ અને પછીના સાત ’સાત ગુણવ્રત’ ગણાય છે.

આ બાર વ્રતો આ છે.

અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્પરિમાણ, દેશાવકાસિક, ભોગોપભોગ પરિણામ, અનર્થદંડ, સામાયિક, પૌષધ અને અતિથિ સંધિભાગ.

ગરાજ સેલ

જેઓ અમેરિકામાં રહે છે તેઓ ગરાજ સેલનો કન્સેપ્ટ અમેરિકન જીવન રીતિમાં શું ભાગ ભજવે છે એનાથી વાકેફ હશે.આખા વર્ષ દરમ્યાન કુટુંબના દરેક સભ્ય દ્વારા જુદી જુદી ચીજોનું શોપિંગ થતું રહે છે જેમાંથી ઘણી વસ્તુઓ થોડો સમય ઉપયોગ કર્યા પછી ઘરમાં ઘર જમાઈની જેમ પડી રહેતી હોય છે.આ બધી બિન જરૂરી વસ્તુઓનો ઘરમાંથી નિકાલ કરવા માટે અમુક વરસો પછી છાપામાં ટચુકડી જાહેરાત આપીને ઘરના ગરાજની બહાર જાહેર જનતાને મફતના ભાવે વેચવા માટે મુકવામાં આવે છે.ઘણા લોકોના ગરાજ આવી ચીજ વસ્તુઓના ખડકલાથી એટલાં ભરેલાં હોય છે કે એમાંથી માંડ ચાલીને ઘરમાં જવાય છે.

માણસની પરિગ્રહ વૃતીનું ગરાજ સેલ એ ઉત્તમ ઉદાહરણ છે.

ગરાજ સેલ અંગે મારા મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના બ્લોગ” સૂર સાધના”માં અમેરિકાના વસવાટના એમના જાત અનુભવ પર આધારિત એક સરસ લેખ પોસ્ટ કર્યો છે એને નીચેની લીંક પુર ક્લિક કરીને એમના રસસ્પદ શબ્દોમાં માણો .

ગરાજ સેલ …. લેખક…. શ્રી સુરેશ જાની 

અંતે ,મહાન વિચારક અને ફિલસૂફ સ્વ. જે.કૃષ્ણમૂર્તિ ના પુસ્તક “જીવન દર્શન ” માંથી આ અવતરણ મુકવાનું મન થાય છે.એમના શબ્દો આજની પોસ્ટના વિષય – જીવન અને અપરિગ્રહ -ને વધુ સ્પષ્ટ કરે છે.

એમનો પ્રેરક સંદેશ આ છે .

જીવન એ જ પારસમણિ

તમે તમારી સ્વ-અગત્યતા વધારી ન દેતા , ધન , કીર્તિનો ઢગલો ન કર્યા કરતા . કોઇ કોઇ વાર અંતરંગમાં નિતાંત ખાલી થઈ જાઓ . તમારી સંપત્તિ , વૈભવ , હોદ્દો , મોભો , પત્ની , સંતાન , મિત્રો , કશુંય તમારું નથી એમ સમજી ક્યાંય બીજે રહી જુઓ .

બહિરંગમાં તમારે થોડાં કપડાં , મૂઠી ચોખા અને ઝૂંપડી જોઈશે . સાફલ્યના મ્રુગજળ પાછળ દોડ્યા ન કરતા . તે કશું નથી. બધો અહમનો પ્રસાર – પ્રચાર માત્ર છે . સ્વ- કેન્દ્રિત પ્રવ્રુત્તિની સાંકડી શેરી છે.

પંદર ઓરડાના બંગલામાં તમારે માત્ર એકમાં જ સૂવાનું છે , પચ્ચીસ જોડ કપડામાંથી એક જ પહેરવાની છે , અનાજના કોઠારમાંથી મૂઠી ધાન ખાવાનું છે અને નોટોના બંડલમાંથી છેવટે તમે ઈશ્વર પાસે શું લઈ જશો ?

તમારે જોઈએ તેના કરતાં વધારે સંગ્રહ કરી , તમે તમારા અનેક ભાઈભાંડુને ભૂખે રઝળાવો છો . તમારી દંભી મંઝિલ , અહમના લોભની છે . ઈશ્વરે આપેલા જીવન – પારસમણિનો ગેરસમજણને લીધે દુરુપયોગ કરો છો . જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે ભંગારના પતરાની જેમ કથીર બનાવી નાખો છો.

–જે કૃષ્ણમૂર્તિ

7 responses to “( 813 ) જીવનમાં પરિગ્રહ અને અપરિગ્રહ … એક વિચાર વિમર્શ

 1. સુરેશ જાની નવેમ્બર 20, 2015 પર 1:56 પી એમ(PM)

  અપરિગ્રહ આપણે ધારીએ એટલું મુશ્કેલ કામ નથી. જ્યારે અંદરની તરફ યાત્રા આગળ વધે છે, ત્યારે બહારી ચીજોનો, ઝળહળાટનો મોહ ધીમે ધીમે ઊતરવા લાગે છે, અને જીવનનો / જીવવાનો સાચો આનંદ ઊભરવા લાગે છે. આ તરત નથી બનતું – એલોપથી દવાની જેમ !
  પણ થોડાક જ અનુભવો થયા બાદ જીવન જીવવાની કળામાં વિશ્વાસ દૃઢ બનવા લાગે છે. અને એમ જીવવાની મઝા તો ….
  માંહી પડ્યા તે મહાસુખ માણે…
  એનો વકરો/ નફો?

  પ્રેમ, કરૂણા, સમતા, સર્જકતા, કલ્પના, જીવનની સમસ્યાઓના, કદી ન સૂઝે તેવા વૈકલ્પિક ઉકેલો અને આવું ઘણું બધું – જે કરોડોની ફી આપીને પણ બજારમાં ન મળે !

  Like

 2. Mr.P.P.Shah નવેમ્બર 20, 2015 પર 2:10 પી એમ(PM)

  Shri Hasmukhbhai Dashi has nicely put up all these posts that have appeared in whattsapp messages in last few months and that too at a right place where you have analyzed in more palatable way with very good remarks by quote of great thinker Shri J. Krishnamurthy. Similarly one more such letter from a Child psychologist T.V anchor of Singapore has written a letter to his son as advise on life. This one also can be explained by Shri Viondbhai in the interest of all his readers.

  Like

 3. pragnaju નવેમ્બર 20, 2015 પર 4:09 પી એમ(PM)

  ખૂબ જ સુંદર સંકલન
  ગાંધીજીએ આશ્રમ આશ્રમ ભજનાવલીમાં આચરવા માટે જે બાર વ્રતો કહેલાં છે એ ખુબ જાણીતાં છે એમાં -વણજોતું નવ સંઘરવું -એટલે કે અપરિગ્રહના વ્રતનો પણ સમાવેશ થાય છે .

  એ અગિયાર મહાવ્રતો આ પ્રમાણે છે; આપની આ વાત અંગે
  અમે ૧૧ વ્રતો અંગે પ્રાર્થના ગાન કરતા તેમા વિનોબાજી એ વૈષ્ણવજન ભજન બાદ અનિંદા વ્રતનો આગ્રહ રાખ્યો અને ૧૨ વ્રતો થયા
  સાંઇ ઇતના દીજીએ
  જામા કુટુંબ સમાય
  મૈંભી ભૂખા ના રહું
  સાધુ ભૂખાન જાય
  રમુજ અમારા જેઠના મુંબાઇના ફ્લેટમા વહુએ એક વર્ષમા ન વપરાયેલી વસ્તુ કાઢી નાંખવાની વાત કરી ત્યારે અમારા વડીલે રમુજમા કહ્યું-‘FIRE EXTINGUISHER પણ…………..’

  Like

 4. pravinshastri નવેમ્બર 20, 2015 પર 6:56 પી એમ(PM)

  આ પોસ્ટ વાંચીને હું ડિપ્રેશનમાં આવી ગયો છું. મને અત્યાર સૂધીમાં જે જે શિખામણો મળી છે તે માંથી માત્ર ૩૦% નો જ ઉપયોગ કર્યો છે. મેં મારી આવકના માત્ર ૩૦% જ ઈન્કમટેક્ષમાં આપ્યા છે. મારી બુદ્ધિના પણ ૩૦% જ વાપર્યા છે. ને આખાલેખમાંથી ૩૦% જ સમજ્યો છું.
  .
  .
  .
  .ના હોં ખરેખર સરસ વાતોની ચર્ચા થઈ છે. મેં એક બે વાર્તામાં આ જ વાત લખી પણ છે. ખાસ કરીને એ વાત ગરીબાઈમાં ઉછરેલા માનવીને ખાસ લાગુ પડે. અમેરિકામાં ખાલી હાથે આવેલા કુટુંબના વડા, મહેનત મજૂરી અને કરકસર કરીને જીવનના ઉત્તરાર્ધમાં સંતાનો પ્રત્યે બધી ફરજો પૂરી કર્યા પછી પણ સારી જેવી સંપત્તિ બચાવતા હોય છે. પણ જીવન શૈલી જ એવી થઈ જાય છે કે મન સંપત્તિ વાપરવા નથી દેતું. વપરાશને વેડફાશ ગણતાં થઈ જાય છે. છોકરાંઓતો વેડફવાના છે એ ખાત્રી હોવાં છતાં પોતે વેડફવાનો આનંદ લઈ શકતાં નથી. ચાઈનીસ વાત તો લાંબા સમય પહેલાં બે ત્રણ વાર ફેસ બુક પર ફરતી થયેલી. છતાં વાંચીને સમજવા જેવી વાત છે.

  Like

 5. Prakash Jain નવેમ્બર 21, 2015 પર 3:26 એ એમ (AM)

  Very Good Article. I agree with all above replied. Thanks Again. Page Shared on WhatsApp.

  Like

 6. Prakash Jain નવેમ્બર 21, 2015 પર 3:30 એ એમ (AM)

  I agreed with all replied. Very Good Article. Page shared on WhatsApp for Friends. Thanks Again for Good Article.

  Like

 7. Navin Banker નવેમ્બર 21, 2015 પર 9:38 એ એમ (AM)

  એક અતિસુંદર લેખ. ખુબ ખુબ આભારી છુમ- આલેખ લખનારનો અને તેને પોતાના બ્લોગ પર મૂકીને અમ જેવા સુધી પહોંચાડનારા સજ્જનોનો.

  નવીન બેન્કર

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: