વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 816 ) પાનખરના રંગો ( COLOURS in FALL ) ….. શ્રી. પી.કે.દાવડા

આજની આ પોસ્ટમાં શ્રી પી.કે.દાવડા તરફથી ઈ-મેલમાં પ્રાપ્ત લેખ એમના આભાર સાથે પોસ્ટ કરેલ છે.

શ્રી દાવડાજીએ પ્રકૃતિમાં અમેરિકાની પાનખર ઋતુ FALL-AUTUMN ના આગમન સાથે વૃક્ષ-વેલાઓમાં થતા રંગોના અજબ ફેરફારોની વાત એમના અભ્યાસ પૂર્ણ લેખમાં કહી છે.

પ્રકૃતિની માફક મનુષ્ય જીવનમાં પણ જુદી ઋતુઓ -બાળપણ , યુવાની અને ઘડપણ  આવે છે.યુવાની એ જીવનની વસંત ઋતુ છે અને ઘડપણ એ જીવનની પાનખર છે જેમાં શરીરમાં અજબ ફેરફારો- વાળનો રંગ બદલાઈ જાય વી. થાય છે.

જીવનની પાનખરને પણ આ લેખમાં કથિત પ્રકૃતિની પાનખરની જેમ રંગીન બનાવીએ તો કેવું સારું !

વિનોદ પટેલ

પાનખરના રંગો (FALL COLOURS) ….. શ્રી પી.કે. દાવડા 

અમેરિકામાં વર્ષમાં ત્રણ ત્રણ મહિનાની ચાર ઋતુઓ હોય છે. માર્ચ, એપ્રીલઅને મે મહિનામાં SPRING (વસંત ૠતુ), જુન, જુલાઈ અને ઓગસ્ટમાંSUMMER (ઉનાળો અથવા ગ્રીષ્મ ઋતુ), સપ્ટેમ્બર, ઓકટોબર અને નવેમ્બરમાં FALL (પાનખર ૠતુ) અને ડીસેમ્બર, જાન્યુઆરી અનેફેબ્રુઆરીમાં WINTER (શિયાળો).

અમેરિકા એક વિશાળ દેશ છે. પેસિફીક મહાસાગરે આવેલા પશ્ચિમ કિનારેથી એટલાંટીક મહાસાગરે આવેલા પૂર્વ કિનારા વચ્ચેનું અંતર ૨૬૮૦ માઈલ છે,જ્યારે ઉત્તરથી દક્ષિણ હદો વચ્ચેનું અંતર ૧૫૮૨ માઈલ છે. પૂર્વ કિનારા અને પશ્ચિમ કિનારા વચ્ચે સૂર્યોદયના સમયમાં ત્રણ કલાકનો ફરક હોય છે. એટલે એક ૠતુ હોવા છતાં અનેક શહેરોમાં તાપમાનમાં ફરક રહેવાનો.

લેખમાં હું FALL ઋતુ વિષે વાત કરવાનો છું. ઋતુમાં તાપમાનમાં સારો એવો ઘટાડો થાય છે અને ઝાડના પાંદડાનો રંગ બદલાવા લાગે છે.બાકીની ઋતુઓમાં સામાન્ય રીતે પાંદડા લીલા રંગના હોય છે, ભલે પછી એ હલકો લીલો હોય કે ઘેરો લીલો હોય. FALL માં પાંદડાનો રંગ બદલાઈને લાલ, પીળા, પરપલ, નારંગી,પિંક, કાળા, મજેંટા અને બ્રાઉન થઈ જાય છે. કેટલાક રંગ બહુ ઘેરા અને Flaming હોય છે. કુદરતનો નજારો જોવા સહેલાણીઓ મોટી સંખ્યામાં પર્યટનો યોજે છે. અહીં એક નમૂનાનું ચિત્ર રજૂ કરૂં છું.

           Fall -1

બધા રંગો પૂરા સમય સુધી પાંદડામાં હોય છે, પણ બાકીના આઠદસ મહિના એમાં રહેલું ગ્રીન ક્લોરોફીલ રંગોને ઢાંકી દે છે. Fall દરમ્યાન ક્લોરોફીલ ઘટી જાય છે એટલે રંગો દેખાય છે. ધીરે ધીરે પાંદડામાં રહેલો ભેજ તદ્દન સૂકાઈ જાય છે અને પાંદડા ખરી પડે છે, અને ત્યારબાદ વૃક્ષો કેવા દેખાય છે એનો એક નમૂનો અહીં નીચે આપ્યો છે.

                        Fall-2

 બસ ફરી વસંત ઋતુ આવતાં વૃક્ષ પોતાના અસલી સ્વરૂપમાં આવી જાયછે.

               Fall-3

 પી. કે. દાવડા

આ ટ્રાવેલ વિડીયોમાં અમેરિકાની પાનખરની પ્રકૃતિ લીલાની ઝાંખી થશે.

America’s Best Fall Getaways (Fall Foliage and Travel Video)

Autumn Foliage in Washington State 2012

6 responses to “( 816 ) પાનખરના રંગો ( COLOURS in FALL ) ….. શ્રી. પી.કે.દાવડા

 1. મનસુખલાલ ગાંધી. યુ.એસ.એ. નવેમ્બર 27, 2015 પર 10:50 પી એમ(PM)

  બહુ સમજવા જેવી સુંદર માહિતી આપી છે,

  Like

 2. સુરેશ નવેમ્બર 28, 2015 પર 5:31 એ એમ (AM)

  શબની શોભા! આ વિચાર ચાર પાંચ દિવસથી ઘોળાયા કરે છે, અને એક અવલોક્ન આવું…. આવું કરી રહ્યું છે!
  જૂનું અને બહુ માનીતું આ રહ્યું –
  https://gadyasoor.wordpress.com/2007/12/06/paankhar/
  એમાંથી ટાંચણ….

  ફરી જન્મ, ફરી મ્રુત્યુ. આ જ જીવનક્રમ હજારો વર્ષોથી ચાલ્યો આવે છે, અને ચાલતો રહેશે.
  અને આ પાંદડાંની જેમ હું પણ વાર્ધકયમાં પ્રવેશી ચુક્યો છું. મારો રંગ તેમના જેવો આકર્શક નિખાર તો નથી જ આપતો! એક દીવસ તેમની જેમ હું પણ ખરી જઈશ. વાયરો મારા અવશેષોને ઊડાડીને ધરતીની સાથે એકરસ કરી નાંખશે. જેણે મારા જીવન દરમિયાન મારું પોષણ કર્યું છે; તે ધરતીના કણકણમાં મારું સમગ્ર અસ્તિત્વ ઓગળી જશે. મને ખબર નથી કે, જેને હું ‘હું’ કહું છું, તેનું પછી શું થશે.

  આ જ તો પાંદડાની, થડની, મારી અને તમારી સૌની નિયતી છે.

  Like

 3. pragnaju નવેમ્બર 28, 2015 પર 5:43 એ એમ (AM)

  અંતમાં આરંભ અને આરંભમાં અંત,
  પાનખરના હૈયામાં ટહૂકે વસંત.
  સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય,
  કેસૂડાનો કોના પર ઊછળે પ્રણય?
  ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
  પાનખરના હૈયામાં ટહુકે વસંત.
  કવિ કલ્પો

  Like

 4. Pravinchandra Shah નવેમ્બર 28, 2015 પર 10:24 એ એમ (AM)

  Shri ViondbhaiVery happy to see these colourful fall foliage and thank you sending this stuff by mail. But out of 5 images last two are visible and rest of3 are not visible . I myself have send camera 23/4 videos near kids school ,my morning walk and few around home on whattsapp to my all A’bad contacts to apprise them how it looks.
  Yours,P.P.Shah

  Date: Sat, 28 Nov 2015 05:18:39 +0000
  To: pravinchandrashah@hotmail.com

  Like

 5. Ramesh Patel નવેમ્બર 28, 2015 પર 5:58 પી એમ(PM)

  દરેક ઋતુની મસ્તી હોય છે…વગડે જીવતા , કુદરત ખોળે રમતા,પશુ ને પંખીઓની દશા, વિશે વિચારીએ ત્યારે કમાલ દેખાય. વિપરિત પરિસ્થિતિમાં જે ટકે એ જીવે. વ્હેલ માછલીઓ સાગરના જળના ઉષ્ણતામાન પ્રમાણે અવર-જવર રાખે, દરિયાપારથી જળચર પંખીઓ પણ ઋતુ પ્રમાણે ધામા બદલે. અમે પણ આ વખતે જ્યોર્જીઆની લીલોતરીમાંથી પાનખરની શોભા ને થોડી વેરાન વગડાની સમાધી નીરખી રહ્યા છીએ…વાહ રે! કમાલ કિરતારની..સર્જન ..વિસર્જન ને એજ સ્ફૂર્તિથી ચક્ર ચાલે જ જાય છે…અલૌકિક..સરસ સંકલનની મજામાણી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 6. સંવેદનાનો સળવળાટ ડિસેમ્બર 1, 2015 પર 9:36 પી એમ(PM)

  દરેક ઋતુ અને સ્થળનું પોતાનું એક આગવું સૌદર્ય હોય જ છે.
  બસ, એ માણવા માણસ પાસે નજર હોવી જોઈએ..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: