વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ડિસેમ્બર 2015

( 833 ) નવા વરસે નવલા રે થઈએ …..

મિત્રો.

નવા વર્ષ ૨૦૧૬ ની આ પ્રથમ પોસ્ટ શરુ કરું એ પહેલાં સૌ મિત્રોને નવા વર્ષનાં અભિનંદન અને આ નવું વર્ષ આપને સુખ, સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી મારી હાર્દિક શુભ કામનાઓ વ્યક્ત કરું છું.

દેશ વિદેશમાં અને પોતાના જીવનમાં પણ બની ગયેલા ઘણા અવનવા બનાવોની યાદોને પાછળ છોડી પસાર થયેલ ગત વર્ષ ૨૦૧૫ને પ્રેમથી વિદાય આપીએ અને નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૬ નું એવા જ પ્રેમથી સ્વાગત કરીએ.

માણસ વિશેનો સ્વ.કવિ સુરેશ દલાલનો આશાવાદ આ પંક્તિઓમાં કેવો ધબકે છે !

ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે

તોયે માણસ મને હૈયા સરસો લાગે

સમયની સાથે મનુષ્યના જીવનનું ચક્ર પણ ફરતું જ રહે છે. એક જુનું વર્ષ જાય છે અને એક નવું વર્ષ આપણી ઉંમરમાં ઉમેરાઈ જાય છે.ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે અને વર્ષ દરમ્યાન દર મહીને એ કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.

આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું કરવાનું મૂળભૂત રીતે જ ગમે છે.એટલા માટે એક વર્ષના સમય ગાળામાં જુદા જુદા સમયને કોઈ ઉત્સવ સાથે જોડીને જન સમાજ આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરવાની તક ઝડપી લે છે.આવો આનંદ અને ઉત્સાહ અને આશાવાદ આખું વર્ષ ટકી રહે તો કેવું સારું !

હિંદુ ધર્મમાં જેમ દિવાળી-બેસતા વર્ષનો મહિમા છે એમ જ ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ-ન્યુ યરનું પર્વ પણ ભીતરના  ઉત્સાહ અને ઉલ્લાસને બહાર લાવી અવનવી રીતે એને વ્યક્ત કરી આનંદ અને નવીનતાનો અહેસાસ કરવાનું સાર્વજનિક પર્વ છે.

પ્રશ્ન એ છે કે વર્ષ તો બદલાયું પણ આપણે બદલાયા છીએ ખરા ! ગત વર્ષોના અનુભવોમાંથી શીખીને નવા વરસે જો આપણી જાતને નવલી ના બનાવીએ તો ખરા અર્થમાં એને નવું વર્ષ ના કહી શકાય.

નીચેની મારી પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના નવા વર્ષના સ્પીરીટને ઉજાગર કરી નવા વર્ષના લેવા જેવા કેટલાક સંકલ્પો ની વાત કરે છે.

NEW YEAR

નીચેનું અંગ્રેજી અવતરણ નવા વરસે જીવનમાં અપનાવવા જેવું છે.

You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis

નવા વર્ષના સંકલ્પો

નવું વર્ષ આવે એટલે નવા વર્ષના સંકલ્પો લેવાનો સ્વાભાવિક રીતે ઉત્સાહી લોકોના  મનમાં ઉમંગ જાગે છે .શરુઆતનો ઉત્સાહ ઓસરી જતાં જો કે એ સંકલ્પો બહુ લાંબુ ટકતા નથી. એમ છતાં સારા સંકલ્પો લેવામાં કશું ખોટું નથી . નવી રીતે વિચારવાની એથી એક તક પ્રાપ્ત થાય છે અને લાભ કારક પણ બની શકે છે.

ચાલો નવા વર્ષની શરૂઆત હસીને કરીએ અને વર્ષ દરમ્યાન હસતા રહેવાનો સંકલ્પ કરીએ .જાણીતાં લેખિકા સુ.શ્રી.નીલમ દોશી અને હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલના નવા વર્ષના સંકલ્પો વિશેના મને ગમેલા હાસ્ય રસિક લેખો બન્નેના આભાર સાથે નીચે પ્રસ્તુત કરેલ છે.

નવા વરસના શુભ સંકલ્પો.( હાસ્ય લેખ ) …….. લેખિકા – નીલમ દોશી

શ્રીમતી નીલમ દોશી

                 શ્રીમતી નીલમ દોશી

અત્તરકયારી…

હાસ્યં શરણં ગચ્છામિ..

હાસ્યં બ્રહ્મા, હાસ્યં વિષ્ણુ, હાસ્યં દેવો મહેશ્વર:

હાસ્યં સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી હાસ્યાય નમ:

નવા વરસની શરૂઆત હાસ્યથી થાય એનાથી વધારે રૂડું બીજું શું હોઇ શકે ?  આપ સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ ભાવના સાથે આજે અહીં અત્તરકયારીમાં હાસ્યના અત્તરથી તરબતર થઇશું ?

આ આખો લેખ નીલમ બેનના બ્લોગ પરમ સમીપેની  આ લીંક ઉપર વાંચો .

(નીલમબેનનો વિગતે પરિચય ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી અહીં વાંચો. )

________________________________________

નવા વર્ષના સંકલ્પો (હાસ્ય લેખ ) લેખક- ચીમન પટેલ “ ચમન “

Chiman Patel -"Chaman"

 Chiman Patel -“Chaman”

હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલ ના હાસ્ય લેખોના ગમતીલા પુસ્તક “ હળવે હૈયે “ માંથી આ લેખ લેવામાં આવ્યો છે.

નીચેની પી.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરી આ લેખ વાંચો .

Nava Varshana Sankalpo–Hasya lekh- Chiman Patel

શ્રી ચીમનભાઈનો પરિચય એમના બ્લોગ  “ચમન કે ફૂલ “ની

આ લિંક ઉપર વાંચી શકાશે.

 

આપ સૌ મિત્રોએ ગત વરસોમાં વિનોદ વિહારને જે સહકાર આપ્યો છે એ માટે આભાર વ્યક્ત કરી નવા વરસે પણ એથી વધુ  સહકાર મળતો રહેશે એવી આશા સાથે નવા વર્ષની શુભકામનાઓ .

HAPPY NEW YEAR — HAPPY NEW YOU

આભાર,

વિનોદ પટેલ

( 832) વિનોદ વિહાર માટે વર્ડ પ્રેસ .કોમ તરફથી મળેલ ૨૦૧૫ નો અહેવાલ ..2015 in review

વિનોદ વિહાર બ્લોગ માટેનો વર્ડ પ્રેસ .કોમ તરફથી વર્ષ ૨૦૧૫ – જાન્યુઆરી થી ડીસેમ્બર ૨૦૧૫- નો જે રીપોર્ટ પ્રાપ્ત થયો છે એની મુખ્ય વિગતો આ પ્રમાણે છે.

૧. વર્ષ દરમ્યાન ૫૨,૦૦૦ વાર વાચકોએ મુલાકાત બ્લોગની લીધી હતી.
If it were a concert at Sydney Opera House, it would take about 19 sold-out performances for that many people to see it.

૨. બ્લોગમાં 453 pictures અપલોડ કરવામાં આવ્યાં હતાં એટલે કે લગભગ રોજનું એક પિક્ચર

૩. જુલાઈ ૩૦ નો દિવસ એવો હતો જ્યારે સૌથી વધારે ૫૧૧ મુલાકાતીઓએ બ્લોગની મુલાકાત લીધી હતી.

૪. ૨૦૧૫ન વર્ષ દરમ્યાન ૨૧૦ નવી પોસ્ટ પ્રસ્તુત કરવામાં આવી હતી અને વર્ષાન્તે કુલ પોસ્ટનો આંકડો વધીને 833 posts નો થયો હતો.

૫. વર્ષ દરમ્યાન વિશ્વના ૭૦ દેશોમાં પથરાએલા ગુજરાતી પ્રેમી વાચકોએ આ બ્લોગ વાંચ્યો હતો.
સૌથી વધુ વાચકો ભારતના હતા અને એ પછી અમેરિકા અને કેનેડાના હતા .

૬. વર્ષ દરમ્યાન વિનોદ વિહાર મુકાએલી પોસ્ટ માટે સૌથી વધારે કોમેન્ટસ આપનાર પ્રથમ ચાર સક્રિય માનવંતા મિત્રોનાં નામ ..

1 સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ … 141 COMMENTS

૨.શ્રી રમેશ પટેલ- આકાશદીપ ….68 COMMENTS

૩. શ્રી પ્રવીણ શાસ્ત્રી … 61 COMMENTS

4 સુ.શ્રી વિમલાબેન …. 33 COMMENTS

આ સૌ પ્રેમાળ મિત્રોએ સમય લઈને એમનો પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો એ બદલ એમનો ખુબ જ આભારી છું.

અન્ય મિત્રો જેઓએ એક કે વધુ વાર કોમેન્ટ આપી છે એમનો પણ આભાર માનું છું. બ્લોગની મુલાકાત લેનાર સૌ મુલાકાતીઓનો પણ આભાર.

સૌ વાચક મિત્રો તરફથી ૨૦૧૫ વર્ષ દરમ્યાન જે સાથ અને સહકાર મળ્યો છે એ ઉત્સાહ જનક છે. આવો જ પ્રેમ તેઓ નવા વર્ષ ૨૦૧૬ માટે પણ બતાવતા રહેશે એવી આશા રાખું છું.

વિનોદ વિહારના સૌ વાચક મિત્રોને/સ્નેહી જનોને  નવા ૨૦૧૬ ના વર્ષ માટેની અનેક હાર્દિક શુભેચ્છાઓ.

વિનોદ પટેલ

The WordPress.com stats helper monkeys prepared a 2015 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 52,000 times in 2015. If it were a concert at Sydney Opera House, it would take about 19 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

( 831 ) જીવનનમાં સુખ અને સ્વાસ્થ્યનું શું છે રહસ્ય ? .. એક પ્રેરક વિડીયો…..

BERLIN, GERMANY - FEBRUARY 13: Angelina Jolie and Brad Pitt attend the Cinema for Peace Gala ceremony at the Konzerthaus Am Gendarmenmarkt during day five of the 62nd Berlin International Film Festival on February 13, 2012 in Berlin, Germany. (Photo by Pascal Le Segretain/Getty Images for Cinema for Peace)

જીવનનમાં સુખ અને સ્વાસ્થ્ય શાને આભારી છે ?

માણસના જીવનનું મુખ્ય ધ્યેય શારીરિક અને માનસિક સુખની પ્રાપ્તિ કરવાનું હોય છે અને એ માટે એ એની જિંદગીના દરેક તબક્કામાં મથતો જ રહે છે.

આ સુખની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય ? જિંદગીમાં સુખ મેળવવું હોય તો એ માટે પાયાની જરૂરીઆત શું છે ? એ માટે તમારા સમય અને શક્તિનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરી એનાં પરિણામો મેળવી શકાય ? સુખ પ્રાપ્તિના પાયામાં સંબંધો કેટલો ભાગ ભજવે છે ?

આવા બધા અનેક અટપટા સવાલોનો જવાબ મેળવવા માટે Harvard Study of Adult Development એ ૧૯૩૮ માં શરુ કરેલ ૭૫ વર્ષ સુધી ચાલેલા અનેક ઈન્ટરવ્યુંના બારીક અભ્યાસ પછી એક અગત્યનું તારણ એ કાઢ્યું છે કે મનુષ્યના સુખ અને સ્વાસ્થ્ય માટે સ્ત્રી પુરુષ વચ્ચેના અન્યોન્ય સંબંધો મુખ્ય ભાગ ભજવે છે.

1. નજદીકી સંબંધો

2. સંબંધોની સંખ્યા નહી પણ એની ગુણવત્તા

3. સ્થિર અને સહકારમય આદર્શ લગ્ન સંબંધો .

Harvard Study of Adult Development ના ડીરેક્ટર Robert Waldinger કે જેઓ એક મનોચિતીક્ષક હોવા ઉપરાંત એક ઝેન પ્રીસ્ટ પણ છે એમણે આ વિષયમાં એમની TED TALK માં સુંદર રીતે આ વિષે સમજાવ્યું છે .

એમના આ પ્રવચનનો નીચેનો વિડીયો ખુબ જ પ્રેરક અને મનનીય છે .

What makes a good life? – Robert Waldinger – 2015 -talk given at a TEDx event

આ વિષયમાં નીચેનો અંગ્રેજી લેખ પણ વાંચો .

A Harvard psychiatrist says 3 things are the secret to real happiness 

( 830 ) ક્રિસમસ ૨૦૧૫ અને નવા વરસ ૨૦૧૬ નું સ્વાગત ….

MERRY CH-VINOD

દર વર્ષની જેમ સન ૨૦૧૫ નું વર્ષ પણ એમાં બનેલા દેશ-વિદેશના અનેક ગમતા અણગમતા બનાવોની યાદો પાછળ છોડીને પુરું થવા આવ્યું .

હવે આવી પહોંચ્યા ૨૦૧૫ના વર્ષના અંતે ક્રિસમસની ઉજવણી કરીને નવા વર્ષ ૨૦૧૬ નું નવી આશાઓ અને નવા ઉમંગો સાથે એનું સ્વાગત કરવા માટે.

હિન્દુઓ જેવી રીતે કૃષ્ણ જન્મને જન્માષ્ટમી ,રામના જન્મને રામ નવમી દ્વારા ઉજવીને આ આરાધ્ય દેવો પ્રત્યે એમનો ભક્તિ ભાવ વ્યક્ત કરે છે એવી જ ભાવનાથી વિશ્વમાં ખ્રિસ્તીઓ ભગવાન ઈશુના (ક્રાઈસ્ટના)જન્મદિન ૨૫મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવે છે.

અમેરિકામાં લોકો ક્રિસમસ કેવી રીતે ઉજવે છે એ વિશે  હાસ્ય–લેખક શ્રી. હરનીશ જાનીનો એક સુંદર માહિતીપૂર્ણ લેખ “મેરી ક્રીસમસ અમેરીકા’ ,સુરતના દૈનિક ‘ગુજરાતમીત્ર’ ની બુધવારીય પુર્તી ‘દર્પણ’ ની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં  પ્રકાશિત થયો છે એને લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત કર્યો છે .

ચાલો, ઉત્સાહ અને ઉલ્લાસથી ક્રિસમસની ઉજવણીમાં આપણે પણ જોડાઈ હળવા બનીએ અને નવી આશાઓ અને નવા સંકલ્પોની ભાવના સાથે નવા વર્ષ ૨૦૧૬ નું સ્વાગત કરીએ .

૨૦૧૬ ના નવા વર્ષનું સ્વાગત

પસાર થઇ ગયું એક ઓર ૨૦૧૫નું વરસ
ગમતી, અણગમતી યાદોને પાછળ મૂકી
આવ્યા એક નવા વર્ષ ૨૦૧૬ના પગથાર.

નવા વરસે નવલા બનીને નવેસરથી,
નવી આશા-આકાંક્ષાઓનો દીપ જલાવી
૨૦૧૬ ના નુતન વર્ષનું સ્વાગત કરીએ.

હળીમળી દિલથી કરીએ સૌ પ્રાર્થના કે-
ગત વર્ષો કરતાં આવતું ૨૦૧૬ નું વર્ષ
સૌને માટે સુખ શાંતિ અને આરોગ્યભર્યું
સર્વ રીતે સર્વોત્તમ વર્ષ,બનાવજે હે પ્રભુ .

નવા વર્ષ માટેનો અપનાવવા જેવો અંગ્રેજીમાં એક સંદેશ

ક્રિસમસ ટ્રી ના આકારમાં

Christmas tree quote

વર્ષના આ સુંદરત્તમ સમય ક્રિસમસ પ્રસંગે વિનોદ વિહાર સૌ સ્નેહીજનો/વાચક મિત્રોને ઉલ્લાસમય અને આનંદમય ક્રિસમસ માટે અને સુખદ નવા વર્ષ ૨૦૧૬ માટેની અનેક હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે .

Wishing you a Merry Christmas

વિનોદ પટેલ

========================

“મેરી ક્રીસમસ અમેરીકા”….  હાસ્ય લેખક-શ્રી હરનીશ જાની 

શ્રી હરનીશ જાની

શ્રી હરનીશ જાની

‘ગુજરાતમીત્ર’ દૈનીકની બુધવારીય પુર્તી ‘દર્પણ’માં પ્રકાશીત થતી અમેરીકાના હાસ્ય–લેખક શ્રી. હરનીશ જાનીની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’નો આજનો લેખ વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને ગુજરાત મિત્ર પહોંચી જાઓ. 

Marry Christmas- Harnish Jani
 

namaste-namaskar

 વાચકોનો આભાર

વિનોદ વિહારની શરૂઆત ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૧ થી થઇ ત્યારથી શરુ કરી ડીસેમ્બર ૨૦૧૫ ના આજ દિન સુધી મુલાકાતીઓની કુલ સંખ્યાનો આંકડો 247,212 સુધી પહોંચ્યો છે .બ્લોગને નિયમિત રીતે ફોલો કરતા માનવંતા સભ્યોની સંખ્યા પણ 302  સુધી પહોંચી ગઈ છે.

મારા બ્લોગીંગ કાર્ય માટે મને પ્રોત્સાહિત કરે એવો પ્રતિસાત અને આવકાર આપવા બદલ હું સૌ સુજ્ઞ વાચક મિત્રોનો હું અત્યંત આભારી છું..

નવા વર્ષ ૨૦૧૬ માં પણ વાચક મિત્રો આવો જ સુંદર પ્રતિસાત અને પ્રેમભાવ બતાવી મને આનાથી વધુ પ્રગતી કરવા માટે પ્રોત્સાહિત કરતા રહેશે એવી આશા રાખું છું .

વિનોદ પટેલ, 

વિનોદ વિહાર 

તા. ડીસેમ્બર ૨૪,૨૦૧૫ 

 

( 829 ) જબ પ્રાણ તન સે નિકલે…. ભજન….. રસાસ્વાદ

ૐ” શ્રીકૃષ્ણ: શરણં મમ “

શ્રીકૃષ્ણ ભગવાનના અદભુત પરમ તત્ત્વને પિછાણનારા કોઈ વિદ્વાન ભક્ત કવિએ બહુ સુંદર શ્લોક દ્વારા એમની સ્તુતિ કરી છે કેઃ

‘બંસી વિભૂષિત કરાત્, નવનીરદ આભાત્,
પૂર્ણેન્દુ સુંદર મુખાત્, અરવિંદ નેત્રાત્,
પીતામ્બરાત્, અરુણબિંબફલ અધરોષ્ઠાત્,
કૃષ્ણાત્, પરમ કિમ અપિ તત્ત્વમ્, અહમ્ ન જાને.’’

અર્થ :

‘‘જેમના હાથમાં બંસી શોભી રહી છે તેવા, સુંદર વાદળો જેવી ઘનશ્યામ કાંતિવાળા, પૂર્ણ ચન્દ્ર સમાન સુંદર મુખવાળા, કમળની પાંખડી જેવાં નેત્રોવાળા, પીતાંબર ધારણ કરનારા, ઊગતા સૂર્યના લાલ રંગ જેવા સુંદર ઓષ્ઠદ્વયવાળા શ્રીકૃષ્ણ ભગવાન સિવાય કોઈ પરમ તત્ત્વ છે કે કેમ તે હું જાણતો નથી’’.

ઇતના તું કરના સ્વામી…..ભજન 


આજની પોસ્ટમાં રજુ કરેલું મૂળ કવી પ્રદીપ રચિત ભજન મારાં સ્વ. માતુશ્રીના કંઠે ઘણી વાર ગવાતું સાંભળ્યાની જૂની યાદો તાજી થાય છે. અમદાવાદમાં અમારી નારણપુરા ચાર રસ્તા નજીકની શંકર સોસાયટી, વિભાગ-૧ માં રહેતી મહિલાઓની એક ભજન મંડળી ચાલતી હતી જેનું નામ રાધા મંડળ હતું. વારાફરતી દરેકને ઘેર એક નિશ્ચિત સમયે ભેગાં મળી ભજનોની રમઝટ જામતી હતી.મારાં સ્વ.માતુશ્રીનો કંઠ -સ્વર સારો હતો એટલે વધુ ભજનો એમની પાસે જ ગવડાવવામાં આવતાં હતાં .એમણે ભજનોની નોટબુક રાખેલી એમાં ઘણાં બધાં ભજનો એમણે એમના હાથે લખ્યાં હતાં .આ નોટબુક હજુ અમારી પાસે છે જે એમની યાદગીરીને તાજી કરે છે.

SRP-WITH HAIKU

તા.૬ ઠી  ડીસેમ્બર ,૧૯૯૫ ના રોજ અમદાવાદમાં સ્વર્ગવાસી થયેલ મારાં સ્વ. માતા શાંતાબેન રેવાભાઈ પટેલને એમના આ પ્રિય ભજનને આજની પોસ્ટમાં એના રસાસ્વાદ સાથે રજુ કરી એમને હાર્દિક શ્રધાંજલિ  આપું છું.

ઇતના તું કરના સ્વામી….. ભજન

ઇતના તું કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે
ગોવિંદ નામ લેકર ફિર પ્રાણ તનસે નીકલે

શ્રી ગંગાજીકા તટ હો યા યમુનાજીકા બટ હો
મેરા સાંવરા નિકટ હો ….. જબ પ્રાણ

શ્રી વૃંદાવનકા સ્થલ હો મેરે મુખમે તુલસી દલ હો
વિષ્ણુ ચરણ કા જલ હો ….. જબ પ્રાણ

સન્મુખ સાંવરા ખડા હો બંસીકા સ્વર ભરા હો
તીરથકા ચરણ ધરા હો ….. જબ પ્રાણ

શિર મોર પે મુગટ મુખડે પે કાલી લટ હો
યેહી ધ્યાન મેરે ઘટ હો ….. જબ પ્રાણ

મેરા પ્રાણ નીકલે સુખસે તેરા નામ નીકલે મુખસે
બચ જાવું ઘોર દુઃખસે ….. જબ પ્રાણ

ઉસ વક્ત જલ્દી આના નહીં શ્યામ ભૂલ જાના
બંસીકી ધુન સુનાના ….. જબ પ્રાણ

યહ નેકસી હૈ અરજી માનો તો ક્યા હૈ હરજી
કુછ આપ કી હૈ ફરજી ….. જબ પ્રાણ

બ્રમ્હાનંદ કી એ અરજી ખુદગર્જ કી હૈ ગરજી
આગે તુમ્હારી મરજી ….. જબ પ્રાણ

રસાસ્વાદ 

આ ભજન  એ   જાણીતા કવિ  અને ગાયક કલાકાર  સ્વ.પ્રદીપજી ની મૂળ રચના છે . 

મૃત્યુ સમયે માણસનું મન અનેક વિચારોથી ઘેરાયેલું હોય છે.ભૂતકાળની યાદો અને સંસારની માયા,કુટુંબની માયા જલ્દી છુટતી નથી. આ ભજનમાં જીવનની અંતિમ ઘડીએ મૃત્યુ સામે આવીને દ્વાર ખખડાવી રહ્યું હોય એવા સમયે એક સાચા ભક્તએ સંસારની માયાઓને મનમાંથી હટાવીને એને શ્રી કૃષ્ણ-ગોવીંદનું એક ચિત્તે સ્મરણ કરવાની એમાં શીખ છે. આ ભજનમાં એક સાચા કૃષ્ણ ભક્તની મનની અભિલાષા -ખ્વાહીશ શું હોવી જોઈએ એ આ ભજનના રચયિતાએ આ ભજનમાં સરસ રીતે વણી લીધું છે.આ એક કૃષ્ણ ભજન છે.

શ્રી કૃષ્ણ ભગવાન-ગોવીંદને ભક્ત અરજ કરતાં કહે છે કે હે ગોવીંદ , જ્યારે હું મારા  આ પામર શરીરમાંથી પ્રાણનો ત્યાગ કરતો હોઉં ત્યારે હું બીજા કોઈ આડા અવળા વિચારો ન કરું પણ તારું જ નામ લેતાં લેતાં હું મારો દેહ છોડું એવું તું કરજે .

હે,મુરારી શ્રી કૃષ્ણ પ્રભુ !એ સમયે મને ફક્ત યમુનાજીના તટ પર તમારું જ દર્શન થાય,તમે જ નજીક દેખાઓ ,મારા મુખમાં તુલસી દલ હોય,તમારી બંસીના સૂર સંભળાતા હોય,શિરે મોરપીંછ નો મુકુટ અને મુખમાં બન્સી અને મુખ પર કાળા વાળની લટ લટકતી હોય એવા તમારા દિવ્ય સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાન તમે મારા અંત સમયે મને લેવા  જરૂર આવજો, બહુ વાર ના કરતા .આ મારા દિલની અરજી એટલે કે પ્રાથના છે .

હું તો એક પામર મનુષ્ય તમને તો ફક્ત અરજ જ કરી શકું. અંત સમયે આવવું કે ના આવવું એ તો આપની મરજી ઉપર આધાર રાખે છે.ફરી ફરી હું અરજ કરું છું કે તમે અરજી જરૂર સ્વીકારજો અને હું શરીરમાંથી મારો પ્રાણ ત્યજું ત્યારે મહેરબાની કરીને જરૂર આવીને હાજર થઇ જજો અને મને આપના એ દિવ્ય ધામમાં લઇ જજો.

ઉપર કહ્યું એમ આ ભજન   જાણીતા કવિ  અને ગાયક કલાકાર  સ્વ.પ્રદીપજી ની મૂળ રચના છે . નીચે મુકેલ પ્રથમ વિડીયોમાં,સ્વ-કવી પ્રદીપજીને એમની આ મૂળ ભજન રચનાને ગાતા તમે સાંભળી શકશો .આ જ ભજનને બીજા બે વિડીયોમાં જાણીતા ગાયકો અનુપ જલોટા અને અનુરાધા પાંડવાલના સ્વરમાં ગવાતું માણી શકશો.

આ ભજનની એક ખૂબી એ છે કે  એમાં સમયે સમયે ભજનના શબ્દો અને એની લંબાઈ બદલાતી રહી છે. એક કૃષ્ણ ભક્તના મનની અભિલાષાઓ એમાં ઉમેરાતી ગઈ છે . નીચેના બીજા બે વિડીયોમાં અનુપ જલોટા અને અનુરાધા પાંડવાલ આ જ ભજન ગાય છે પણ કોઈ કોઈ જગાએ શબ્દો બદલાય છે .ઉપર મુકેલ ભજન જે અંતે બ્રહ્માનંદના નામે છે એમાં પણ મૂળ પ્રદીપજીની રચના કરતાં ઘણી જગાએ ઘણા શબ્દો બદલાયા છે કે ઉમેરાયા છે .

ખેર ,જે હોય તે, પરંતુ આ ભજનનો જે મૂળ ભાવ છે એ બદલાતો નથી કાયમ રહે છે. આ ભાવ છે જીવનના અંતિમ સમયે એક કૃષ્ણ ભક્તના  દિલની કૃષ્ણની ઝાંખી કરવાની એના મનમાં પડેલી  અભિલાષા અને ઝંખના . મૂળ કવિની કૃતિનો આ ભાવ શબ્દો બદલાયા હોવા છતાં બદલાતો નથી એક જ રહે છે. 

 હવે જાણીતા કવિ  અને ગાયક કલાકાર  સ્વ.પ્રદીપજી ને એમની મૂળ ભજન રચનાને નીચેના વિડીયોમાં ગાતા સાંભળો .

Kavi Pradeep‘s Bhajan: “Itna To Karna Swami Jab Praan Tan Se…”. Music: Kishore Desai.

Itna To Karna Swami Jab Pran Tan Se Nikle Govind Naam Lekar – Anoop Jalota

Itna to karna swami –Anuradha .

ગોવીંદ -બાલાજી દર્શન  

મારી અમદાવાદની જોબમાં ઘણા વરસોના સહ કર્મી,હાલ મુંબાઈમાં રહેતા નજીકના મારા મિત્ર શ્રી બીપીન ભાવસાર પ્રભાદેવીના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક -ગણેશ મંદીરની વ્યવસ્થાપક કમિટીના મેમ્બર છે.મોટે ભાગે રોજ સવારે આ મંદીરમાં દર્શન કરવા જાય છે અને એ પ્રથમ દર્શનનો ફોટો એમના ફેસ બુક પેજ ઉપર સૌ મિત્રોના દર્શન માટે મુકે છે.મારા પેજ પર પણ એ ફોટાને શેર કરે છે. આ રીતે  સિદ્ધિ વિનાયક -ગણેશજીના દર્શનનો લાભ મળતો રહે છે.

આજે એમણે ફેસ બુક પેજ પર નિત્ય દર્શનમાં ગોવીંદ -બાલાજીની મૂર્તિની તસ્વીરનાં દર્શન કરાવ્યાં છે. આ પોસ્ટને અનુરૂપ આ તસ્વીર હોઈ અને મને ગમી ગઈ હોઈ ,મિત્ર ભાવસારના આભાર સાથે વિ.વિ.ના વાંચકોના દર્શનાર્થે ગોવીંદ-બાલાજીની તસ્વીર નીચે પ્રસ્તુત છે.   

GOVIND-LORD BALAJI

GOVIND-LORD BALAJI

( 828 ) પી.કે.દાવડાના બે લેખ….. (૧) રાષ્ટ્ર, રાજ્ય અને રાજ્યસંઘ..(૨) હીપ્પી ચળવળની આડ અસરો